બેધડક ઈશ્ક -૧૧ jay patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેધડક ઈશ્ક -૧૧

બેધડક ઈશ્ક ભાગ 11
તે રાત્રે આર્યા અને પાર્થ બંને ફોન પર વાત કરી સૂઈ જાય છે. બીજા દિવસે બપોરે વિનોદભાઈ રમેશભાઈ ને કોલ કરે છે . વિનોદભાઈ: હલો રમેશભાઈ કેમ છો મજામાં ને? આર્યા અને પાર્થની કુંડળી એકદમ મેચ થઇ ગઈ છે અને પંડિતજી એ તો એમ પણ કહ્યું કે, કુદરત મા દરેક લોકો જન્મે તેના પહેલાં જ પોતાના પ્રેમીને પણ પસંદ કરી દે છે પણ કુદરતમાં માનવી દ્વારા જે સામાજિક બંધન ઉભા કરવામાં આવ્યા છે તેના લીધે ઘણા લોકો પોતાના સાચા પ્રેમ ને પ્રાપ્ત કરી શકતા નથી. પણ પાર્થ અને આર્યા આ લોકોમાથી નથી તેઓ પોતાના સાચા પ્રેમ ને ઓળખી શકયા છે અને મારા તરફથી આશીર્વાદ છે કે તેઓ હંમેશા માટે એકબીજાના પર્યાય રૂપ બની રહે. રમેશભાઈ: આ તો આપણા બાળકોનુ સદ્નસીબ કે તેઓ પોતાના સાચા પ્રેમ ને ઓળખી શકયા છે. વિનોદભાઈ અને રમેશભાઈ બીજી થોડી ઘણી વાતો ફોન કાપી દે છે અને આ ખુશ ખબર પરિવાર ના સભ્યો ને જણાવવા વારાફરતી કૉલ કરે છે. પણ કુદરતને આટલી સરળતાથી આર્યા અને પાર્થ ના પ્રેમ ને સફળતા મળે તે મંજૂર ન હતું કારણ કે તેઓ સાચા પ્રેમી જો હતા. પણ આર્યા અને પાર્થના નસીબ એટલા તો સારા જ હતા કે તેમને કોઈ પણ જાતની સામાજિક અડચણો નડી ન હતી . કુદરત આ પ્રેમની પરિક્ષા કઈ રીતે લે છે એ તો સમયની ગર્તમા જ છુપાયેલું હતું.. હવે આર્યા અને પાર્થ બંને પરિક્ષા ની જોરદાર તૈયારીમાં લાગી ગયા હતા. આમ પણ આર્યા અને પાર્થનુ એમ માનવું હતું કે, દરેક લોકોની જેમ પ્રેમ એ તેમના અભ્યાસ માટે અડચણરૂપ ન બનવો જોઈએ પરંતુ મદદરૂપ બનવો જોઈએ . અને આ વાત આર્યા અને પાર્થ કોલેજના થર્ડ યરની એકઝામ મા સાબિત કરવાના હતા .હજી પરિક્ષા ને વીસ દિવસની વાર હતી. પાર્થ અને આર્યા બંને જ એકબીજા માટે મોટીવેશન હતા . તેઓ એકબીજા સાથે વાત કરી પોતાને એકદમ ફ્રેશ ફીલ કરતાં હતા. પાર્થ એ આર્યા ના શબ્દોમાં થી અને આર્યા એ પાર્થના શબ્દોમાં થી પોતાના પ્રેમનો અનુભવ કરતાં હતાં. તેઓએ જયારે જયારે એકબીજા સાથે વાત કરતા ત્યારે ત્યારે તેમના મનને અપાર શાંતિ મળતી અને આગળ અભ્યાસ શરૂ કરવા મોટીવેશન મળતું. વચ્ચે વચ્ચે તેઓ એકબીજાને મળી પણ લેતાં . આમ ને આમ અઢાર દિવસ વીતી ગયા હતા. હવે પાર્થે તેની આદત મુજબ અભ્યાસ કરવાનો ઉંચે મૂકી દીધું તેણે પરીક્ષા માટે બધી તૈયારી કરી લીધી હતી. જ્યારે પાર્થ આર્યા ને મળવા માટે તેના ઘરે પહોચ્યો ત્યારે સવારના આઠ વાગી રહ્યા હતા. તે જઈને વંદનાબહેનને પગે લાગ્યો આજે વિનોદભાઈ પોતાની એક બિઝનેસ મિટિંગ માટે દુબઇ ગયેલા હતા અને આસ્થા પણ વેકેશન મા મુંબઈ ફરવા ગઈ હતી. પાર્થ વંદનાબહેનને જણાવી આર્યા ને મળવા તેના રૂમ પાસે પહોચ્યો પાર્થે અડધા ખુલ્લા બારણામાં થી અંદર જોયું તો અંદર આર્યા દેખાતી નહોતી . પાર્થ આર્યા ના બેડ પર બેસી જાય છે અને આર્યા ના આવવાની રાહ જોવા લાગે છે. અચાનક જ આર્યા પાછળથી આવીને પાર્થને વળગી પડે છે. પાર્થ તરત જ ઉભો થાય છે અને આર્યા ને ફરીથી ટાઈટ હગ કરે છે તે આર્યા ને બેડ પર બેસાડે છે. આર્યા: કેમ આમ આજે અચાનક જ મારા રાજકુમાર નું આગમન થયું અને આવતાવેંત જ સીધા મારા બેડરૂમ સુધી પહોંચી ગયા. પાર્થ: એ તો આ રાજકુમાર ને એક પરી ઘણા દિવસથી સપનામાં આવતી હતી તો તેને મળવા મારે આવવું જ પડ્યુ કારણકે હુ એને મારાથી પણ વધારે પ્રેમ કરતો હતો ને એટલે. એમ કહીને પાર્થ ફરીથી આર્યા ને ગળે લગાવી દે છે . અને લગભગ બે ત્રણ મિનિટ સુધી તે એમ જ બેસી રહે છે આર્યા પણ પાર્થને ખૂબ જ પ્રેમથી હગ આપે છે. પાર્થ અને આર્યા બંને પોતપોતાની મર્યાદા જાણતા હતા તેથી તેઓ થોડી જ વારમાં છુટા થઈ ગયા . આર્યા ને તો હજી પણ આમ જ પાર્થની બાહોમાં લપાઈ ને બેસી રહેવું હતું પણ પાર્થ તેને સમજાવીને બાજુમાં બેસાડતા કહે છે: અરે આર્યા તું પણ શું સાવ નાના બાળક જેવું કરે છે લગ્ન પછી તું કહીશ ત્યાં સુધી તને ગળે લગાડી ને બેસી રહીશ . આર્યા તરત જ એક કિસ કરીને પાર્થની બાજુમાં બેસી જાય છે. પાર્થ: હું તો તને પરીક્ષા માટે બેસ્ટ ઑફ લક કહેવા આવ્યો હતો . તારે તૈયારી પુરી થઈ કે નહીં? આર્યા: તૈયારી તૈ પુરી થઈ જ ગઇ છે માત્ર એક જ ઈચ્છા હતી કે તમને મળવું. અને એ ઈચ્છા પણ તમે અહી આવીને પૂરી કરી દીધી. હવે પાર્થ થોડા એક્ઝામ ટિપ્સ આપીને આર્યાના રૂમની બહાર તરફ જાય છે . ત્યાં આર્યા ફરીથી પાછળથી આવીને પાર્થને વળગી પડે છે. પાર્થ પાછો રૂમમાં આવે છે અને રૂમનુ બારણું આડું કરી દે છે. પાર્થ: અરે આર્યા આમ શું કરે છે જો નીચે મમ્મી જોઈ લેશે તો મારે શું જવાબ આપવાનો? આર્યા: કંઈ નહિ બસ કહી દેવાનું કે આર્યા મને ગળે લગાવી ઉભી રહી ગઈ હતી. પાર્થ: અચ્છા તો આજે આર્યા તું મને વારંવાર હગ કરી રહી છે તેનું કોઈ ખાસ કારણ.... તને કંઈ તકલીફ હોય તો મને કહી દે. આર્યા: માત્ર એક તકલીફ છે કે તમારી બહુ જ યાદ આવે છે અને વળી આજે તમે મને અચાનક આવી ને મળી ગયા તેથી વારંવાર મન કરે છે કે તમને જઈને વળગી જાઉં. પાર્થ કંઈ પણ બોલ્યા વગર આર્યાની આંખોમાં જોઈ રહે છે અને આર્યા ના મનને સમજવાની કોશિશ કરે છે અને આર્યા ના પોતાના પ્રત્યે ના પ્રેમ ને અનુભવે છે. આર્યા પણ આજુબાજુ નું ભાન ભુલી પાર્થની આંખોમાં જ જોઈ રહી છે . અને અચાનક જ પાર્થ આર્યાના અધર ઉપર પોતાના અધર રાખી એક તસમસતુ ચુંબન આપી દે છે. આર્યા પણ જાણે વર્ષોથી તરસ્યી હોય તેમ પાર્થને ચુંબન કરે છે અને પાર્થની બાહોમાં લપાઈ જાય છે પણ આ વખતે પાર્થ પણ આર્યા ને ખૂબ જ પ્રેમથી પોતાની બાહોમાં સમાવી લે છે અને દસ પંદર મિનિટ માટે તેઓ બંને આમ જ પડી રહે છે .પાર્થ પણ આર્યા ને આ વખતે રોકવા માગતો ન હતો કારણ કે તે જાણી ગયો હતો કે આર્યા હાલના સમયમાં તેનો સાથ ઈચ્છે છે. આમ એકબીજાને શાંતિથી ગળે મળીને તે બંનેના ચહેરા પર એક અલગ જ ચમક આવી જાય છે. આર્યા નો કોમળ ચહેરો પણ ગુલાબની કળીની જેમ ખીલી ઉઠે છે. પાર્થ આર્યા ના કપાળ પર એક હળવું ચુંબન કરી તેને પોતાના થી અલગ કરે છે . આર્યા પણ હવે શરમાઈ રહી હતી. પાર્થ: હવે તો ખુશ ને આર્યા. આ તો માત્ર ટ્રેલર જ હતું હજુ આપણી લવ સ્ટોરી બાકી જ છે જેનો અનુભવ આપણે બંને લગ્ન પછી કરીશું . આર્યા: પાર્થ મે ઘણી જગ્યાએ વાંચ્યુ હતું કે પ્રેમમાં વિરહ પછીના મિલનનો આનંદ ખુબ જ અદભુત હોય છે અને આજે અનુભવ પણ કરી લીધો પણ તમારાથી વધારે દુર રહી શકતી નથી હુ તો ભગવાનને બસ એટલી જ પ્રાર્થના કરીશ કે આપણા બંનેને શકય તેટલો ઓછો વિરહ વેઠવો પડે. પાર્થ: હા આર્યા હુ બીજા લોકોની જેમ નથી કે જે લગ્ન પહેલાં તો મીઠી વાતો કરે અને લગ્ન પછી પોતાના ધંધામાં ખોવાઈ જાય. હું તો લગ્ન પછી તારી સાથે જ સમય વીતાવવા ઈચ્છુ છું . તૂ જે દિવસ કહે તે આપણા માટે હોલિડે. મારા માટે તું જ સૌથી મહત્વની છે. આર્યા:બસ કર હવે મને રડાવીશ કે શું? પાર્થ: આર્યા હું તારી આંખોમાં કયારેય પણ દુઃખ ના આંસુ જોઍ શકતો નથી . સારૂ આર્યા હવે દસ વાગી ગયા છે બે કલાક જેવો સમય વીતી ગયો છે ખબર નહિ નીચે મમ્મી તારા અને મારી વિશે શું વિચારતા હશે? ચાલ હવે હું જાઉં છું અને ફરીથી ઓલ ધ બેસ્ટ. અને હા કાલે દસ વાગ્યે હુ તને લેવા આવી જઈશ પછી આપણે બંને સાથે જ જઈશુ પરીક્ષા આપવા. એમ કહી પાર્થ હવે વંદનાબહેનને મળીને ત્યાં થી ઘરે જવા નીકળી જાય છે
વધુ આવતા અંકે.......
મિત્રો આપના પ્રતિભાવ સદા આવકાર્ય રહેશે.
જોડાયેલા રહો આ પ્રેમરસથી ભરપૂર નવલકથા સાથે.
ધન્યવાદ....!!!!💐💐💐💐💐 .....!