બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી
EPISODE :- 10
(આગળનાં ભાગમાં જોયું કે કાયરા અને આરવ વચ્ચે સોશિયલ મીડિયા થી કોન્ટ્રેક્ટ થાય છે અને આખરે બંને એકબીજા ને પ્રેમનો એકરાર પણ કરે છે, રુદ્ર અને ત્રિશા પણ એકબીજાની લાગણીઓ સમજે છે અને પોતાના પ્રેમનો એકરાર કરે છે, કાયરા નાં બર્થડે પર આરવ હવે કાયરાની નવી બુક નું કવરપેજ લોન્ચ કરવાનું કહે છે અને બધા તેની વાતથી સહમત થાય છે, બીજી તરફ આર્ય હવે કાયરા ને બરબાદ કરવા તેની પહેલી ચાલ ચલાવનાં મૂડમાં હોય છે, તે આરવ અને કાયરાની લવસ્ટોરી ને પોતાનું હથિયાર બનાવાનું નક્કી કરે છે અને યોગ્ય સમય ની રાહ જુએ છે)
આરવ હવે કાયરાની બુક પ્બલીશ કરવા માટે તૈયારી કરી રહ્યો હતો, રુદ્ર એ પોતાના પ્રોડક્શન હાઉસ હેઠળ પહેલીવાર એક નવલકથા ને પ્બલીશ કરવાનો નિર્ણય તેની ટીમ સામે મૂકયો. શરૂઆતમાં તો બધા લોકો થોડાં અસમંજસમાં હતા પણ રુદ્ર એ આખો પ્લાન તૈયાર કરી ને રાખ્યો હતો અને કંઈ કંઈ રીતે પબ્લિસિટી કરવી, કયાં કયાં શહેરોમાં ઈવેન્ટ કરવી અને સૌથી મહત્વનું કેટલી ભાષામાં આ બુક પ્બલીશ કરવી. રુદ્ર એ ત્રિશાની મદદથી કયાં કેટલી ઈવેન્ટ કરવી તેનો ચાર્ટ તૈયાર કરી લીધો. આ બુકમાં લવ અને લસ્ટ બંને હતું એટલે ખાસ કરીને યુથ ને કંઈ રીતે આકર્ષવું તેનાં માટે બધું પ્લાનિંગમાં કરવામાં આવી રહ્યું હતું.
બે દિવસ તો આ બધી તૈયારીમાં જ જતો રહ્યો, મુંબઈ નો સૌથી મોંઘો પાર્ટી હોલ બુક કરીને તેને તૈયાર કરવામાં આવ્યો. આખાં હોલમાં ફૂલોથી શણગાર કરવામાં આવ્યો, અને સામે એક સ્ટેજ બનાવમાં આવ્યું, તેનાં પર બેસવા માટે ખુરશીઓ હતી અને ખુરશીઓ સામે એક ટેબલ હતું, બધા પર મખમલી કપડાં નું આવરણ હતું, એક પોડીયમ પણ સ્ટેજ પર હતું. નીચે પોડીયમ ની સામે જ મીડિયા નાં લોકો માટે જગ્યા રાખવામાં આવી હતી, બાકી બધી જગ્યાએ ગોળ ટેબલ હતા અને તેની ફરતે ખુરશીઓ રાખી હતી, બધા ટેબલ પર મખમલી કપડાં ના આવરણ હતાં.
કાયરા સવારમાં ઉઠી અને ત્યાં જ તેનો ફોન રણકયો, કાયરા એ જોયું તો આરવ નો કૉલ હતો. કાયરા એ કૉલ રીસીવ કર્યો અને કહ્યું, “હલ્લો”
“ગુડ મોર્નિંગ મેડમ” આરવે કહ્યું
“ગુડ મોર્નિંગ, આજ સવાર સવારમાં અમારી યાદ કેમ આવી? ” કાયરા એ હસતાં હસતાં કહ્યું
“આજ કોઈક નો બર્થડે છે અને જો બધા થી પહેલાં મે તેને વીશ ના કર્યું તો આજ મારો છેલ્લો દિવસ હશે” આરવે કહ્યું
“અચ્છા, આટલો બધો ડર લાગે છે ” કાયરા એ કહ્યું
“ડર તો લાગે જ ને ગમે ત્યારે થપ્પડ પર થપ્પડ મારવાનું ચાલુ કરી દે” આરવે કહ્યું
“તો કરો વીશ ” કાયરા એ કહ્યું
“તો પહેલાં નીચે હોલમાં જા એટલે તું સમજી જાય” આરવે કહ્યું
કાયરા તરત જ નીચે હોલમાં ગઈ અને જોયું તો ઉપર છત ને ટચ કરે એટલું મોટું ફૂલોનું બુકે હતું.
“આરવ, આટલું મોટું બુકે?? ” કાયરા જોરથી બોલી
“તારા સામે તો આ બહુ નાનું છે, Happy Birthday My Lifeline”
“Thank You My Aru” કાયરા એ કહ્યું
“તો હવે એક કિસ.... ” આરવે કહ્યું
“હટટ, સવાર સવારમાં તું શરૂ થઈ ગયો, મારે હજી તૈયાર થવાનું પણ બાકી છે, ફ્રેશ પણ નથી થઈ” કાયરા એ કહ્યું
“તું કહેતી હોય તો હું ત્યાં આવું સાથે મળીને ફ્રેશ થઈએ” આરવે કહ્યું
“તું માર ખાઈ અત્યારે, હવે જા મારે બહુ કામ છે” કાયરા એ કહ્યું
“ઓકે જાવ છું, બાયયય ” આરવે કહ્યું
“બાયય” આટલું કહીને કાયરા એ ફોન કટ કર્યો અને તે તૈયાર થવા જતી રહી.
રુદ્ર અને ત્રિશા તો કયાર નાં તૈયાર થઈ અને હોલમાં પહોંચી ગયા હતા અને થોડીવારમાં આરવ પણ ત્યાં પહોંચી ગયો, સ્ટેજ પર લાલ કલરનાં મખમલી કપડાં માં કાયરાની બુક નું કવરપેજ ઢંકાયેલ હતું. આ બુકનું કવરપેજ શું હશે એ તો તમે જાણો જ છો કારણ કે મારી આ સ્ટોરીનું જે કવરપેજ છે એજ કાયરાની બુક નું કવરપેજ છે પણ હા તમારી દ્રષ્ટિ કેવી છે એનાં પરથી તમને ખબર પડશે આ કવરપેજ માં એવું શું ખાસ છે.
આ કવરપેજમાં બે હાથ છે એક છોકરાનો અને એક છોકરીનો, જેમાં છોકરીનાં હાથમાં રીંગ છે હવે છોકરીનો હાથ ઉપર છે અને છોકરાનો હાથ નીચે હવે જો તમારી નજરોમાં પ્રેમ હશે તો તમને આ જોઈને એવુંજ લાગશે કે બે પ્રેમીઓ એ એકબીજાનાં હાથ પકડયાં છે અને જન્મોજન્મ સુધી સાથ રહેવાની પ્રોમિસ કરે છે પણ જો આપણી નજરોમાં થોડી લસ્ટ લાવીને જોવાનો પ્રયત્ન કરશો તો જોવા મળશે કે બે વ્યક્તિ એકબીજાની અંદર રહેલી લસ્ટ ને સંતોષવા મથી રહ્યાં છે. બસ નજર નો ફર્ક છે જો નજરોમાં પ્રેમ હશે તો બધે એ પ્રમાણે જોઈ શકશો પણ જો થોડી પણ હવસ હશે તો પછી એ પ્રમાણે દેખાશે. આ તો મારો દ્રષ્ટિકોણ છે તમારો શું છે એ જો ઈચ્છા હોય તો મને જરૂર જણાવજો.
કાયરા હવે તૈયાર થઈ હતી, બ્લુ કલરનું જીન્સ અને ઉપર વ્હાઈટ કલરનું શર્ટ અને તેનાં પર બ્લુ કલરનું જેકેટ જેવું બ્લેઝર, આંખોમાં આછી આઈલાઈનર લગાવેલી હતી. એકદમ ખુલ્લા વાળ, મુલાયમ અને એકદમ સીધા વાળા તેની સુંદરતામાં વધારે નિખાર લાવતાં હતાં. હાથમાં સિલ્વર કલરનું બેર્સલેટ હતું. પગમાં એક કાળો દોરો પણ બાંધ્યો હતો. (છોકરીઓ પગમાં કાળો દોરો બાંધે એનું કારણ હજી સુધી મને સમજાયું નથી જો તમને કોઈ ને ખબર હોય તો જણાવજો જરૂર) વ્હાઈટ કલરનાં શુઝ પહેરીને તેણે એકદમ મસ્ત કોમ્બિનેશન કર્યું હતું અને આમ પણ છોકરીઓથી સારું કોમ્બિનેશન કોઈ કરી શકતું નથી.
પાર્ટી હોલમાં ધીમે ધીમે બધા લોકો આવી રહ્યાં હતા, મીડિયાનાં રીપોર્ટર નાની નાની વાતો ને બ્રેકિંગ ન્યૂઝ બનાવી રહ્યાં હતાં. કાયરા પણ પહોંચી ગઈ હતી, પણ રુદ્ર એ કહ્યું હતું જયાં સુધી એ લોકો ના કહે ત્યાં સુધી તે હોલમાં ન આવે. મોટાભાગના આમંત્રિત કરેલા લોકો આવી ગયા હતા. હવે સમય હતો કાયરા ને લાવવાનો અને તેની સાથે રુદ્ર, આરવ અને ત્રિશા પણ આવવાનાં હતાં, હોલનાં દરવાજા થી લઈને સ્ટેજ સુધી રેડ કાર્પેટ પાથરેલ હતું. હવે કાયરા અંદર આવી અને બધા કેમેરાનું ફોકસ તેનાં પર જ હતું, તેની સાથે ત્રિશા હતી અને ત્રિશાની બાજુમાં રુદ્ર હતો અને એકબાજુ આરવ હતો, આરવે કાયરા ને ઈશારો કર્યો અને તે થોડી આગળ ચાલી અને પેલાં ત્રણેય થોડાં પાછળ પાછળ ચાલી રહ્યાં હતાં.
ચારેય સ્ટેજ પર પહોંચ્યા હતા અને થોડીવાર ત્યાં જ ઉભા રહ્યાં, મીડિયાનાં લોકોએ આ દ્રશ્યો ને કેમેરામાં કેદ કરવા દોડ મૂકી. ત્યાં ઉભેલા ગાર્ડ એ એ બધાને ત્યાં જ રોકી રાખ્યાં, કાયરા અને બાકી બધા પોત પોતાની જગ્યા પર બેસી ગયા. રુદ્ર એ અપોઈન્ટ કરેલી એન્કર એ શરૂઆત ની સ્પીચ આપી અને તેણે ત્યાં ઉપસ્થિત બધા લોકોનું સ્વાગત કર્યું અને અમુક મોટાં મોટાં લોકોનું નામ લઈને તેમને સંબોધી ને તેનું સ્વાગત કર્યું અને છેલ્લે તેણે રુદ્ર ને બોલવા માટે આમંત્રણ આપ્યું.
રુદ્ર ઉભો થયો અને પોડીયમ પાસે ગયો, તેણે માઈક થોડીં સરખું કર્યું અને કહ્યું, “તમે બધા જાણો જ છો મારું પ્રોડકશન હાઉસ આજ સુધી ઘણી બધી સુપરહિટ ફિલ્મો માટે પ્રોડકશન કર્યું છે અને આજે પહેલી વાર મારા પ્રોડક્શન હાઉસ હેઠળ હું એક નવલકથા ને પ્બલીશ કરવા જઈ રહ્યો છું અને આ નવલકથા ને પ્બલીશ કરવા મારા પ્રોડક્શન હાઉસ હેઠળ મે એક અલગ ડિપાર્ટમેન્ટ ઉભો કર્યો છે અને તેની હેડ છે મિસ. ત્રિશા, અને આ ડિપાર્ટમેન્ટ માં હું અને મારો બેસ્ટ ફ્રેન્ડ અને બિઝનેસ ટાયકુન આરવ મહેતા અમે બંને આ બુક ના પ્બલીકેશન માટે પૈસા પૂરા પાડીશું અને આ મારા પ્રોડક્શન હાઉસ હેઠળ ની પહેલી બુક છે અને મને આત્મવિશ્વાસ છે કે આ બુક એ ઉંચાઈઓ સુધી પહોંચશે જયાં સુધી પહોંચવાનું ઘણા લોકોનું સ્વપ્ન છે”
ત્યારબાદ આરવ, રુદ્ર અને કાયરા એ ભેગા મળીને બુકનું જે કવરપેજ હતું તેનાં પોસ્ટર પરથી પડદો હટાવ્યો અને “બેંઈતહા - લવ એન્ડ લસ્ટ” નું પહેલું કવરપેજ લોન્ચ કર્યું. જે રીતે મેં પહેલાં વર્ણન કર્યું એ જ રીતે લોકો પોતાની નજરથી બુકનું ટાઈટલ અને કવરપેજ જોઈને પોતાના મંતવ્યો મનમાં ને મનમાં બનાવા લાગ્યા. એન્કરે કાયરા ને બોલાવી જે આ બુક પર થોડો પ્રકાશ નાખે.
કાયરા પોડીયમ પાસે ગઈ અને તેણે પણ માઈક સહેજ સરખું કર્યું અને કહ્યું, “મેં અત્યાર સુધી ત્રણ નવલકથા પ્બલીશ કરી અને તે ત્રણેય સુપરહિટ રહી પણ આ નવલકથા મારા માટે બહુ સ્પેશ્યલ છે, આજની યુવાપેઢી ને સંબોધી ને મેં આ સ્ટોરી લખી છે લવ અને લસ્ટ નું કોમ્બિનેશન છે આ સ્ટોરી. આજે એક છોકરો કોઈ છોકરી ને જુવે છે તો દસ મિનિટ માં તેને ટ્રૂ લવ થઈ જાય છે પણ જો બીજી છોકરી દેખાય તો એનાં સાથે પણ પ્રેમ થઈ જાય છે પણ હકીકતમાં આ કોઈ લવ નથી માત્ર એક આકર્ષણ છે જે સમય જતાં બદલાય જાય છે અને અમુક લવ માત્ર લસ્ટ પૂરતાં જ હોય જે શારીરિક સંબંધ પછી ઓછા થઈ જાય છે અને આ બુકમાં મેં એક એવી જ લવ સ્ટોરી લખી છે જેમાં લવ અને લસ્ટ છે પણ જયારે તમે વાંચશો તો ખબર પડશે કે અંતમાં લવ જીતે છે કે લસ્ટ”
કાયરાની સ્પીચ પૂરી થતાં મીડિયાનાં લોકો તેને સવાલ પર સવાલ પૂછવા લાગ્યા. કાયરા એ અમુક સવાલોનાં જવાબ આપ્યા અને ત્યારબાદ કાયરા, આરવ અને રુદ્ર ત્યાં ઉપસ્થિત બધાં લોકોને મળી રહ્યાં હતાં. આ ભીડમાં કોઈક કાયરા તરફ વધી રહ્યું હતું, અચાનક કોઈક એ કાયરા સાથે હાથ મિલાવ્યો અને તેનાં હાથમાં એક ચીઠ્ઠી આપીને જતો રહ્યો, કાયરા એ ચિઠ્ઠી જોઈ અને તે આમતેમ જોવા લાગી કે આખરે કોણે તેને ચિઠ્ઠી આપી પણ ભીડમાં તે કંઈ જોઈ શકી નહીં. કાયરા એ ચિઠ્ઠી ખોલી તો તેમાં એક તારીખ લખી હતી, તે દિવસે કાયરા એ આ બુક પૂર્ણ કરી હતી, પણ કાયરા વિચારવા લાગી કે આખરે એવું તો કોણ છે જે તેની વિશે આવી નાની નાની વાતો જાણે છે પણ અત્યારે આ વાતો વિચારવાનો સમય ન હતો એટલે તેણે ચિઠ્ઠી ડસ્ટબીનમાં નાખી દીધી. કાર્યક્રમ પૂરો થયો એટલે બધા નીકળી ગયા અને હવે ટાઈમ હતો પાર્ટી નો અને આરવ, રુદ્ર અને ત્રિશા કલબમાં બધું નક્કી કરવા ગયા અને કાયરા ઘરે જતી રહી પણ કોઈક હતું જે તેનો પીછો કરી રહ્યું હતું.
આખરે મારે કહેવાની જરૂર નથી કે કોણ હતું જે કાયરા ની પાછળ લાગ્યું હતું પણ હવે કવરપેજ નાં લોન્ચ થયાં પછી કાયરા બહુ જલદી બુકને પ્બલીશ કરી દેવાની હતી. પણ હવે આર્ય બહુ જલ્દી એક જોરદાર ચાલ ચલી ને આખી સ્ટોરીનાં પ્રવાહ ને બદલી નાખવાનો હતો પણ આખરે આર્ય કોણ છે??? યાર જો તમને ખબર હોય તો મને બતાવો બાકી આ સ્ટોરી નાં છેલ્લાં એપિસોડ સુધી રાહ જોવી પડશે, બસ હવે થોડો સમય પછી આ સ્ટોરી નો પ્રવાહ બદલાઈ જશે તો બસ પ્રવાહ બદલતો જોવા માટે વાંચતાં રહ્યો, “બેંઈતહા - લવ, લસ્ટ એન્ડ યારી”
મારી એક નમ્ર વિનંતી છે મારા તમામ વાંચકોને તમારી દસ સેકન્ડ કાઢી ને આ સ્ટોરી પર આપનો પ્રતિભાવ અથવા રેટિંગ અવશ્ય આપો એ મારા માટે પ્રેરણાદાયી છે તો હું આશા કરું છું કે આ પોતાના અમૂલ્ય પ્રતિભાવ અવશ્ય આપશો.