નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે ધરા ના પિતા સુબોધ કેવો ધંધો, કરતો હોય છે અને કેવી રીતે ધરા ને અજય ને સોંપે છે. મોહિની અને એના મા બાપ ની હત્યા સુબોધ ના મોઢે કઢાવવા માટે રનજીતસિંગ એક યુક્તિ કરે છે હવે જોઈએ આગળ. . . . . . .
રણજીતસિંગ : સૌથી પહેલા તો મોહિનીજી હુ આપને કહીશ કે ગુનેગાર અજય નથી એટલે આપ એમને કોઈ નુકશાન ના પહોંચાડશો. એટલે એ આપણી મદદ કરી શકે સુબોધ ના કારનામા બહાર લાવવામા.
મોહિની : હા હુ મારો બદલો લેવા આવી છુ હવે જ્યારે ગુનેગાર અજય છે જ નહી તો હુ શુ કરવા એને મારીશ.
રનજીતસિંગ : અજય આપ સુબોધ ને ફોન કરી ને એમ કહો કે મોહિની ની હત્યા થઈ ગઈ છે આપણે એમને શોધ્યા પણ એ કોઈ મળ્યુ નહી તો કેવી રીતે મળે, એ લોકો જીવતા હોય તો મળે ને? હવે મને એની આત્મા દેખાય છે એ એનો બદલો લેવા આવી છે , એ કોઈ ને નય છોડે એને એમ છે કે એમની હત્યા મે કરી છે. જો એ ધરા ને પણ નુકશાન પહોંચાડી શકે છે, એટલે તમને કહ્યુ તમે ધરા ને હવે તમારી પાસે રાખો અને મને મારો હેત સોંપી દો. બસ પછી ધરા ને ત્યા મોકલી દો. આમ પણ ધરા ખુબ જ સમજદાર છે એટલે એ એની રીતે સુબોધ ના મોઢે બધી વાત કઢાવી રેકોર્ડ કરી લેશે .
ધરા : હા આપની યુક્તિ તો બોવ સારી છે કેમ મોહિની?
મોહિની : હા સારી છે પણ ભલે એ બધુ કબૂલ કરે સજા તો હુ એને મારા હાથે જ આપીશ અને કોઈ નુ સાંભળુ નય હુ અમારી હત્યા નો બદલો લેવા ખૂબ જ તડપી રહી છુ.
રનજીતસિંગ : હા ભલે આપ આપનો બદલો પુરો કરજો પણ એની હકીકત બધા સામે લાવવી પણ જરુરી છે.
બધા જ બધુ વિચાર કરી ને ઘરે ગયા , મોહિની હજી પણ એનો બદલો લેવા આતુર હતી પણ ધરા ને એ બહેન માનતી હતી એટલે એના કહેવાથી એ ત્યા સુધી એનો બદલો પુરો નય કરે જ્યા સુધી સુબોધ એના મોઢે ગુનો કબૂલ નય કરે. અજય રનજીતસિંગ ના કહેવા પ્રમાણે સુબોધ ને ફોન કરી બધુ જણાવે છે.
સુબોધ : અજય તારે ધરા ને બધુ કહેવાનુ ન હતુ, કોઈ બીજુ કારણ બતાવી દેવુ હતુ તારે? પણ કઈ નય ધરા ની જાન નુ જોખમ છે તો તુ ધરા ને અહી મોકલી દે હુ તારા હેત ને તારી પાસે મોકલી દઉ છુ.
અજય સુબોધ સાથે વાત કરી ને ધરા ને બધુ કહે છે. ધરા રનજીતસિંગ ને બોલાવે છે અને એમને બધી વાત કરે છે. રનજીતસિંગ ધરા ને સુબોધ પાસે જવા કહે છે અને, અજય એની પાછળ જવાનુ નક્કી કરે છે. બધા જ લોકો પ્લાન મુજબ સુબોધ સાથે વાત કર્યા ના ૨ દિવસ પછી જવા નીકળે છે. એઈરપોર્ટ પર પહોંચી ફ્લાઈટ પકડે છે. એ બધા દુબઈ પહોંચે છે એઈરપોર્ટ પર થી બહાર આવી બધા ભેગા થાય છે.
રનજીતસિંગ : ધરા આપ ધ્યાન રાખજો કે આપણુ કામ બગડે નય આપણે સુબોધજી ના મોઢે બધી વાત કઢાવવાની છે અને મોહિની ને ન્યાય અપાવાનો છે.
ધરા : હા મને ખબર છે આપ ચિંતા ના કરો હુ મારી રીતે બધુ જ સંભાળી લઈશ.
અજય : સારુ ધરા તુ હવે જા સુબોધસર ના ઘરે અમે તારી પાછળ આવીએ છે, તુ રેકોર્ડીંગ કરવાનુ ના ભુલતી.
પછી ધરા ઘરે જવા નીકળે છે થોડીવાર મા અજય અને રનજીતસિંગ પણ પાછળ નીકળે છે. ધરા સુબોધ ના બંગલે પહોંચે છે , ગેટ પર કોઈ હોતુ નથી એટલે ધરા અંદર જાય છે દરવાજા પાસે પહોંચી ને બેલ વગાડવા જાય છે તો એનુ ધ્યાન દરવાજા પર પડે છે દરવાજો થોડો ખુલ્લો હોય છે એટલે એ દરવાજો ખોલી ને અંદર જાય છે અંદર એને કોઈ દેખાતુ નથી એ ચારે બાજુ નજર ફેરવે છે હોલ ની હાલત જોઈ ને એવુ લાગે છે કે કશુ થયુ હોય. ધરા ને એમ લાગે છે કે કદાચ મોહિની એ એના પિતા ને મારી તો નય નાંખ્યા ને. પણ પછી વિચારે છે કે ના મોહિની હમણા એવુ તો નય કરે. એ વિચારતી જ હોય છે કે અજય અને રનજીતસિંગ ત્યા પહોચે છે.
અજય : શુ થયુ ધરા સર ક્યાં છે? તુ મળી એમને ?
ધરા : ના ભાઈ હુ આવી પણ અહી તો, કોઈ દેખાતુ નથી દરવાજો પણ ખુલ્લો હતો ખબર નય પડતી શુ છે અને હોલ ની હાલત જોઈ ને એમ લાગે છે કે અહી કોઈ તો બનાવ બન્યો છે.
રનજીતસિંગ : કદાચ મોહિની એ તો આ બધુ. . .
ધરા : ના ના મોહિની પર મને ભરોસો છે કે એ હમણા એવુ નય કરે એને પણ ખબર છે કે પહેલા પપ્પા ના મોઢે થી હકીકત બહાર લાવવાની છે.
અજય : હા તો રહસ્ય શુ છે કંઈ ખબર નય પડતી.
રનજીતસિંગ : આપણે આખા બંગલા ની તપાસ કરીએ કોઈ છે કે નહી બંગલા મા.
અજય : હા આપણે આખો બંગલો શોધી મારી એ.
ત્રણેય જણા બંગલા ની શોધખોળ કરે છે, એક રુમ માથી ધરા ને બેડ ની બાજુ મા કોઈ સુતુ હોય એમ લાગે છે, ધરા નજીક જાય છે જોવે છે તો ખુન થી લથપથ લાશ પડેલી હોય છે, ધરા ના મોથી ગભરાટ મા મોટી બૂમ પડી જાય છે, ધરા ની બૂમ સાંભળી અજય અને રનજીતસિંગ ત્યા દોડી આવે છે ત્યારે અજય ની નજર પેલી લાશ પર પડે છે એ લાશ સુબોધ ની હોય છે અને ધરા ને કોઈ બુકાનીધારી એ પકડી રાખી હોય છે બંદૂક ની અણી એ. એ અજય અને રનજીતસિંગ ને કહે છે કે કોઈ ચાલાકી ના કરતા નહીતર આ છોકરી નુ ભેજુ ઉડાવી દઈશ ચલો, બધા બહાર હોલ મા . બધા બહાર હોલ મા આવે છે પેલા બુકાની઼ધારી ની એક બૂમ થી ઘણા બુકાનીધારીઓ આવી ને અજય રનજીતસિંગ ને ઘેરી લેય છે. અજય પુછે છે કે કોણ છે તુ ? આ બધુ કેમ કરી રહ્યો છે અને સુબોધ સર ની હત્યા કરી કેમ? બુકાની ધારી જવાબ આપે છે કે બધુ જ જણાવીશ શાંતિ રાખો થોડી પહેલા આ છોકરી ને મારી ઢાલ તો બનાવી લઉ એ ધરા ને બાંધી દેય છે અને એક માણસ ને એની પાસે ઊભો રાખી ને કહે છે કે જો આ લોકો કોઈ પણ ચાલાકી કરે તો આ છોકરી ને ગોળી મારી દેજે. પછી એ એના ચહેરા પર થી નકાબ હટાવે છે એનો ચહેરો, જોઈ ને અજય અને ધરા હેબતાઈ જાય છે.
અજય : હેત તુ ? તે આ બધુ કર્યુ કેમ?
હેત : મને જે દિવસ થી ખબર પડી કે હુ સુબોધ નો નય તમારો દિકરો છુ ત્યાર થી હુ બોવ ડઘાઈ ગયો છુ. મને એમ હતુ કે હુ કરોડો, ની સંપત્તિ નો માલિક છુ પણ સંપત્તિ તો મારી નય બીજા કોઈ ની છે. તો, હુ આ કરોડો ની સંપત્તિ કેવી રીતે જવા દઉં.
રનજીતસિંગ : હેત તે સુબોધ ની હત્યા કરી ગુનો કર્યો છે તને કાનુન નય છોડે તારા કર્મો ની સજા તને મળશે.
હેત : શાંતિ રાખો થોડી ઈન્સપેક્ટર સાહેબ સજા તો મને ત્યારે મળશે ને કે તમે અહી ઼થી જીવતા જશો.
અજય : હવે આપણે કેવી રીતે જાણીશુ કે સુબોધસરે શુ કર્યુ હતુ મોહિની સાથે અને મોહિની જો આમ જ એના બદલા માટે તડપતી રહેશે તો એ ખતરનાકપણ સાબિત થઈ શકે છે
હેત : રિલેક્ષ માય ડીયર ડેડ, મોહિની ની હત્યા નુ રાઝ હુ તમને કહુ છુ મોહિની ની હત્યા કોણે કરી કેમ કરી બધી જ મને ખબર છે.
રનજીતસિંગ : જલ્દી કહે કોણે કરી છે?
હેત : એક દિવસ મારા ડેડ એટલે કે અજયજી નો ફોન આવ્યો સુબોધજી પર અને એમની વચ્ચે વાતચીત થતી હતી ત્યારે મને ખબર પડી કે હુ સુબોધજી નો નય અજયજી નો દિકરો છુ. મને લાગ્યુ કે જે સંપત્તિ હુ મારી સમજતો હતો એ મારી નથી કોઈ બીજાની છે જે મારા થી સહન ના થયુ અને મે એક એવી યોજના બનાવી કે જે યોજના મા બધા જ લપેટાઈ જતા અને હુ આ કરોડો ની સંપત્તિ નો માલિક બની જતો.
ક્રમશ: . . . . . . . . . . . . . . . . . . .