Pretatma - 11 books and stories free download online pdf in Gujarati

પ્રેમાત્મા - ભાગ - ૧૧

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે અજય મોહિની ની હત્યા ની સચ્ચાઈ શુ છે એ કહેતો હોય છે, અજય ધરા નો ભાઈ નથી એણે એના દિકરા ના લીધે વાત છુપાવી મોહિની ની હત્યા અજયે નહી પણ એના બોસે કરી છે જે ધરા ના પિતા છે. રનજીતસિંગ અજય ને કહે છે કે જે હોય એ કહો વાત ગોળ ગોળ ના ફેરવો હવે જોઈએ આગળ. . . . . . .
અજય : હુ હમણા જે કંપનિ મા ઊંચી પોસ્ટ પર છુ પહેલા હુ એક નાનકડા એમ્પ્લોય તરીકે કામ કરતો હતો. મારી મહેનત અને ઈમાનદારી થી બધા ખુશ હતા અહી સુધી કે કંપનિ ના માલિક દિવાકર સર પણ ખુશ હતા. દિવાકર સર ના પાર્ટનર એટલે કે ધરા ના પપ્પા સુબોધ સર પણ ખુશ હતા. સુબોધ સર અહી રહેતા ન હતા દુબઈ મા જ રહેતા હતા, એમણે મને એક દિવસ દુબઈ કામ કરવા માટે બોલાવી લીધો દિવાકર સરે પણ મને ત્યા જવા કહ્યુ. પછી હુ મારી પત્નિ રીના અને હેત ને લઈને દુબઈ જતો રહ્યો. એ સમયે હેત ૪ વર્ષ નો હતો. એને હજી મમ્મી પપ્પા ની એટલી લાગણી ન હતી. સુબોધ સરે મને કહ્યુ કે તારા કામ થી હુ ખુબ ખુશ છુ આજ થી તુ મારો એમ્પ્લોય નય મારો છોકરો જ છે, અને હેત નો હુ દાદા છુ. અમારુ જીવન ખુશી થી વ્યતિત થતુ હતુ. એક દિવસ અચાનક દિવાકર સર દુબઈ આવી પહોંચ્યા એ સીધા સુબોધ સર પાસે પહોંચ્યા ને ગુસ્સા મા બોલ્યા આ બધુ શુ નાટક છે તારુ સુબોધ? સુબોધ સરે મને બહાર જવા કહ્યુ હુ બહાર તો ગયો પણ ધીમે રહી ને દરવાજે ઊભો એમની વાત સાંભળતો હતો.
દિવાકર : સુબોધ હુ તને ભાઈ થી પણ વધારે માનુ છુ અને તુ આપણી કંપનિ ની આડ મા અવળુ કામ કરે છે?
સુબોધ : શુ અવળુ કામ કરુ છુ.
દિવાકર : બોવ ભોળો ના બન તુ કંપનિ ના નામે માલ સપ્લાય ની આળ મા ડ્રગ્સ નો કારોબાર કરે છે.
સુબોધ : તો પાર્ટનર તને ખબર પડી ગઈ, પણ વાંધો નય તુ મારા આ ધંધા મા પણ પાર્ટનર બની જા. જે પ્રોફિટ આપણે ૬ મહિના મા કમાઈએ છે એટલો પ્રોફિટ આ ડ્રગ્સ ના ધંધા મા મહિના મા કમાઈ લઈશુ.
દિવાકર : હુ જરુર પાર્ટનર થતો પણ જો તુ સારો ધંધો કરતો હોત તો મને તો તને મારો પાર્ટનર કહેતા પણ શરમ આવે છે. આમ લોકો ની જિંદગી સાથે રમત રમી ને તને શુ મળશે?
સુબોધ : એ બધુ જોવા રહીશ તો હુ અમીર કેવી રીતે બનીશ? આપણી કંપનિ મા જે પણ પ્રોફિટ થાય છે એમા તો હુ સારો બંગલો પણ નય લઈ શકુ તો બધી મહેનત શુ કામ ની. એના કરતા આ ધંધા મા હુ જલ્દી અમીર બની જઈશ. જો તુ ચિંતા ના કર તુ પણ મારી સાથે આવી જા તને કંઈ પણ નય થવા દઉ. હુ બધુ જ મેનેજ કરી લઈશ.
દિવાકર : પહેલા તુ તારી જાત ને તો બચાવી લે.
સુબોધ : તુ કહેવા શુ માંગે છે.
દિવાકર : તારા કારનામા વિશે હુ પોલિસ ને બધુ કહી દીધુ છે તને ગમે ત્યારે પકડી લેશે.
સુબોધ : પણ એની માટે પુરાવો જોઈએ તારી પાસે કે પોલિસ પાસે કોઈ પુરાવો છે, હવે તુ જાણે છે કે હુ આ ધંધો, કરુ છુ તો તને પતાવી દઈશ એટલે કોઈ પુરાવો ના રહે.
દિવાકર : મને ખબર તો હતી જ કે તુ બદમાશ છે પણ આટલો નીચે પડી જઈશ એ નય ખબર, આ જો રેકોર્ડર આપણે જે પણ વાત કરી ને એ બધી પોલિસે રેકોર્ડ કરી લીધી છે હવે તુ નય બચે.
આ સાંભળતા જ સુબોધ ગુસ્સે થઈ ને રેકોર્ડર તોડી નાંખે છે અને દિવાકર સામે બંદુક તાકી ગોળી મારી ને હત્યા કરી નાંખે છે, મારા મોઢે થી ચીસ નીકળી જાય છે સુબોધ સર મારી સામે જોવે છે હુ ભાગવા જ જતો, હતો કે સુબોધ સર મારા પગ પાસે ગોળી ચલાવે છે અને હુ ત્યા રોકાઈ જવ છુ.
સુબોધ : કેમ અજય બોવ જલ્દી મા છે કંઈ અહી સુધી પહોચવા માટે મે કેટલાય ને બરબાદ કર્યા અહી સુધી કે મારા પાર્ટનર ને પણ ના છોડ્યો અને તુ બચી જઈશ એમ?
અજય : સર મને જવા દો હુ આ વિશે કોઈ ને કશુ નય કહુ હુ અહી થી ઈન્ડિયા પાછો જતો રહીશ. મને જવા દો સર.
સુબોધ : પણ ગેરેન્ટી શુ કે તુ બહાર બીજા કો઼ઈ ને કશુ નય કહે આ ડ્રગ્સ ના કેસ મા તો હુ થોડા સમય મા બહાર આવી જઈશ પણ દિવાકર ની હત્યા વિશે કંઈ કહીશ તો?
અજય : સર હુ મારા છોકરા ની કસમ ખાઈ ને કહુ છુ હુ કોઈ ને કશુ નય કહુ સાચુ .
સુબોધ : હા છોકરા પર થી યાદ આવ્યુ કે તને જવા દઉ પણ એ શરતે કે તારો હેત હવે થી મારી પાસે રહેશે મારી સલામતી માટે જો તુ કોઈ ને કશુ પણ કહીશ તો હુ તારા છોકરા ને મારી નાંખીશ.
અજય : સર એવુ ના કરશો મારી પત્નિ એના વગર નય રહી શકે એ મને પુછશે તો હુ શુ જવાબ આપીશ.
સુબોધ : એનો પણ રસ્તો છે આ વાત કો઼ઈ નથી જાણતુ પણ હુ તને કહુ છુ. મારા દુશ્મનો બોવ છે એટલે મારા લીધે મારા પરિવાર ને કોઈ તકલીફ પડે નય એટલે એમને હુ બધા થી છુપાઈ ને રાખતો હતો. મારી પત્નિ હતી જે હાલ નથી રહી મારી દિકરી ના જન્મ પછી એ મૃત્યુ પામી મારી દિકરી છે. મને લાગે છે કે એ અહી સુરક્ષિત નથી તુ એને લઈ ને ઈન્ડિયા જતો રહે અને ત્યા જે અમારી કંપનિ છે એ તુ સંભાળજે કાગળ હુ જલ્દી તારી પાસે મોકલી દઈશ કંપનિ ના મારી છોકરી ને તારી છોકરી સમજી મોટી કરજે તારો છોકરો મારી પાસે રહેશે અને જો તે કઈ પણ ચાલાકી કરી કે મારી છોકરી ને તકલીફ પડી તો તારો છોકરો જીવતો નય રહે.
હુ રીના ને બધી હકીકત જણાવી સમજાવી ને ધરા ને લઈ ઈન્ડિયા આવતો રહ્યો અને ત્યાર થી જ ધરા નો ભાઈ બની એને લાડ કોડ થી મોટી કરી.
ધરા : મારો બાપ આવો હતો એના કરતા તો ના હોત તો સારુ હતુ એણે કેટલા લોકો ને હેરાન કર્યા છે. ભાઈ તમે ભલે મારા સગા ભાઈ નથી પણ સગા થી પણ વધારે છો. પણ હુ જઈશ હવે એ બાપ પાસે ને એણે કરેલા બધા ગુના નો હિસાબ માંગીશ અને એને સજા અપાવીશ.
મોહિની : તુ નય ધરા હુ સજા આપીશ મારા મા બાપ અને મારા હત્યારા ને મારા હાથે થી સજા આપીશ.
રનજીતસિંગ : તમે બંન્ને એક મિનિટ શાંત થાવ મને અજય ને કશુ પુછવુ છે. તો અજય તમને ક્યા થી ખબર કે હત્યા તમારા બોસ એટલે કે ધરા ના પિતા એ જ કરી છે.
અજય : એ તો તમને બધા ને કહ્યુ ને કે જ્યારે આ બધુ થયુ ત્યારે હુ અહી હતો જ નય બોસે મને બહાર મોકલ્યો હતો અને બોસ ને કહ્યુ હતુ કે મોહિની સમાધાન કરવા માટે આવે છે. પણ જો નય માને તો? ત્યારે બોસે કહ્યુ કે તુ એક કામ કર મોહિની ને હુ મળી લઈશ તુ કામ માટે બહાર જતો આવ.
રનજીતસિંગ : તો એમ વાત છે પણ ધરા અને મોહિની આપણે બોવ સાવધાની થી કામ કરવુ પડશે, એ એક અપરાધી છે મોહિની ભલે એને સજા આપતી પણ પહેલા એના મોઢે બધુ સાચુ બહાર કઢાવવુ પડશે.
ધરા : હા તમારી વાત સાચી છે. મોહિની સજા તુ જ આપજે મારા બાપ ને આવો બાપ શુ કામ નો જે લોકો ની હત્યાઓ કરી ને આગળ આવ્યો હોય, પણ એના અપરાધ પણ સામે લાવવા જરુરી છે.
મોહિની : ધરા તારી વાત સાચી છે આપણે કંઈ વિચારવુ પડશે કે જેથી બધી જ હકીકત એ એના મોઢે કહી દેય.
રનજીતસિંગ : બધુ જ એના મોઢે કઢાવવા માટે મારી પાસે એક યુક્તિ છે.
ક્રમશ : . . . . . . . . . . . . . . . . .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED