પ્રેમાત્મા - ભાગ - ૬ Mehul Kumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમાત્મા - ભાગ - ૬

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે ધરા બેભાન થવા થી એને તાત્કાલિક દવાખાને લઈ જાય છે. ધરા ને સારુ લાગવાથી રજા લઈને ઘરે આવે છે હવે જોઈએ આગળ. . . . . . .
ઘરે આવી ને શારદાબેન ધરા ને આરામ કરવા કહે છે, ધરા એના રુમ મા જાય છે, એને થોડીવાર મા ઊંઘ આવી જાય છે મોડી રાત્રે અચાનક ધરા ની આંખ ખુલે છે એને લાગે છે કે રુમ મા કોઈ આંટા મારે છે. ધરા ઊભી થઈ ને જોવે છે તો એને એ જ પ્રતિબિંબ દેખાય છે ધરા ડરી જાય છે અને એના મોંમા થી નીકળી જાય છે કે કોણ છે ત્યાં. ધરા ના બોલવાથી એ પ્રતિબિંબ ધીરે ધીરે ધરા ને દેખાવા લાગે છે, એકદમ ભયાનક ચહેરો આંખો ની જગ્યા એ ઊંડા ખાડા ચહેરા પર લોહી નીકળી રહ્યુ છે, હોંઠ માથી પણ લોહી નીકળે છે શરીર બળેલુ હોય છે, ધરા થી આ બધુ જોવાતુ નથી એ એકદમ પાછી જોર થી બૂમ પાડે છે. પણ એનો અવાજ દબાઈ જાય છે અને એની સામે રહેલી સ્ત્રી બોલે છે ગભરાઈશ નહી ધરા હુ તને કંઈ નય કરુ મારી વાત સાંભળ મારે તારી મદદ જોઈએ છે, જો તુ કરીશ તો સારુ નય કરે તો પણ મારે જે કરવાનુ છે એ હુ કરીશ બોલ ધરા મારી મદદ કરીશ, બોલ જલ્દી મારી મદદ કરીશ. ધરા ની ચારે બાજુ આ અવાજ ગુંજ્યા કરે છે, ધરા બંન્ને હાથે એના કાન દબાવી દેય છે અને બોલે છે જતી રહે અહીયા થી મારે હમણા કઈ જ નય કહેવુ એમ બોલતી હોય છે ને અચાનક શારદાબેન ધરા ને જોવા રુમ મા આવે છે. ધરા ને આમ જોઈ શારદાબેન તરત ધરા પાસે દોડી આવે છે.
શારદાબેન : ધરા શુ થયુ બેટા કેમ કાન દબાવી ને બેઠી છે.
ધરા : મમ્મી અહી કોઈ સ્ત્રી છે જે એકદમ ભયાનક અને ડરાવની છે એ મારી પાસે કંઈ મદદ માંગી રહી હતી એનો અવાજ મારા કાન મા ગુંજ્યા કરે છે.
શારદાબેન : ના બેટા એવુ કશુ નહી તારો વહેમ હશે નય તો કોઈ સપનુ જોયુ હશે અહી કોઈ જ નથી.
ધરા : ના મમ્મી મારી નજરે મે એને જોઈ છે એ બોવ જ ભયાનક દેખાતી હતી.
શારદાબેન : બેટા એક કામ કર આપણે ૨-૩ દિવસ તારા ભાઈ ના બંગલે જતા રહીએ તને થોડો આરામ મળશે અને સારુ લાગશે તારા મન માથી બધો વહેમ દુર થઈ જશે.
ધરા : હા મમ્મી આપણે કાલે જ જઈશુ, હમણા તમે મારી સાથે જ ઊંઘી જાવ મને બોવ બીક લાગે છે.
શારદાબેન : હા બેટા હુ અહી જ ઊંઘી જાઉ છુ બસ.
બંન્ને ઊંઘવા પડે છે શારદાબેન ને થોડીવાર મા ઊંઘ આવી જાય છે પણ ધરા ને ઊંઘ નથી આવતી ધરા ને પેલી સ્ત્રી જ દેખાયા કરે છે એના જ વિચારો આવે છે, બોવ વિચાર્યા બાદ ધરા નક્કી કરે છે કે એ એના ભાઈ ના ઘરે નય જાય અને કાલે એ સ્ત્રી ને પુછશે કે એ કોણ છે અને એને શુ મદદ જોઈએ છે. પછી ધરા ને ઊંઘ આવી જાય છે. બીજા દિવસે સવારે શારદાબેન ધરા ને તૈયાર થવા કહે છે પણ ધરા કહે છે કે ના મમ્મી મને સારુ છે તમે સાચુ કહેતા હતા એ તો મારો, વહેમ હતો, બીજુ કંઈ નય. શારદાબેન પણ માની જાય છે અને એમના કામ મા લાગી જાય છે . ધરા પણ એનુ કામ પતાવી ઓફિસ જતી રહે છે. સાંજે ઘરે આવી ને જમી ને બધુ કામ પતાવી શારદાબેન ને કહે છે કે મમ્મી તમે શાંતિ થી ઊંઘી જજો, મને સારુ છે કંઈ હશે તો હુ બોલાવી લઈશ. પછી ધરા એના રુમ મા આવી જાય છે. ધરા જાગતી હોય છે અને રાહ જોતી હોય છે પેલી સ્ત્રી ની, મોડી રાત્રે ધરા ને આભાસ થાય છે કે એના બેડ પર કોઈ બેઠુ છે. ધરા તરત જ ઊભી થઈ જાય છે. પેલી સ્ત્રી ને જોઈ ને થોડી ડરી જાય છે એ સ્ત્રી ધરા ને પુછે છે કે તે શુ વિચાર્યુ મારી મદદ કરીશ કે નય. ધરા એને કહે છે કે હુ બધુ જ તારુ સાંભળીશ મદદ કરીશ પણ પહેલા તુ આ ભયાનક રુપ માથી તારા અસલી રુપ મા આવ મને આ રુપ થી બોવ ડર લાગે છે. ધરા ના કહેવાથી એ એના અસલી રુપ મા આવી જાય છે. ધરા એને પુછે છે કે કોણ છે તુ? એ જવાબ આપે છે કે મારુ નામ મોહિની છે.
ધરા : મોહિની કોણ? તારે મારી શુ મદદ જોઈએ છે.
મોહિની : હુ મોહિત ની પત્નિ મોહિની, મને ક્રુરતાથી મારી નાંખવામા આવી છે, મારા મા બાપ ને પણ નય છોડ્યા હુ એનો બદલો લેવા આવી છુ અને મારા પ્રેમ ને લઈ જવા આવી છુ. તુ મદદ કરી શકતી હોય તો કર
ધરા : હા બહેન હુ તારી મદદ કરીશ પણ તને કોણે મારી અને કેમ મારી શુ દુશ્મની હતી તારી સાથે?
મોહિની : ધરા તે મને બહેન કહી છે તુ પણ મારી બહેન જેવી છે અને હુ એ પણ જાણુ છુ કે જે થયુ એમા તારો કોઈ હાથ નથી તુ નિર્દોષ છે. મને અને મારા મા બાપ ને જેણે માર્યા છે એને તુ સારી રીતે ઓળખે છે પણ જો તારા મા સાંભળવાની તાકાત હોય તો, હુ તને કહુ.
ધરા : હા બહેન જે હોય એ કહે હુ સાંભળીશ.
મોહિની : તો સાંભળ અમને બધા ને મોત ને ઘાટ ઉતારનાર બીજુ કોઈ નહી પણ તારો ભાઈ અજય છે.
ધરા : ના બહેન એવુ ના બને મારો ભાઈ એવુ ના કરે.
મોહિની : ધરા તુ બોવ નાદાન છે પણ આ વાત સાચી છે હુ તો મરી ગઈ છુ તો હવે ખોટુ બોલી ને મને શુ ફાયદો. હુ ધારુ તો મારો બદલો તારી મદદ વગર પણ પુરો કરી શકુ છુ, પણ હુ અજય ને મારવા નય માંગતી એને કાયદેસર રીતે બધા ની સામે કબૂલ કરાવી ને સજા કરવા માંગુ છુ કેમ કે આ જ મારા મા બાપ ની છેલ્લી ઈચ્છા હતી.
ધરા : મને વિશ્વાસ નય થતો કે મારો ભાઈ આવુ પણ કરી શકે છે? પણ મારા ભાઈ એ તમને માર્યા કેમ?
મોહિની : તારા પ્રેમ ના કારણે.
ધરા : હુ કાઈ સમજી નય.
મોહિની : અજયે તને બહેન નય એક દિકરી ની જેમ મોટી કરી છે એના છોકરા કરતા પણ વધારે તને પ્રેમ આપ્યો છે. તને મોહિત ગમે છે અને તુ એની સાથે લગ્ન કરવા માંગે છે, પણ મોહિત અને મારા લગ્ન થઈ ગયા, અમારા લગ્ન તોડાવી અને તારી સાથે મોહિત ના લગ્ન કરવવા તારો ભાઈ કોઈ પણ હદ સુધી જઈ શકતો, હતો અને એ ગયો પણ અમને બધા ને શામ દામ દંડ ભેદ બધી જ રીતે સમજાવ્યા પણ અમે બધુ સહન કરી ગયા તો અમને છેલ્લે મારી નાંખ્યા.
ધરા : મારો ભાઈ આટલી હદ સુ઼ધી જઈ શકે છે, જાણુ છુ કે એ મને બોવ પ્રેમ કરે છે મને જે જોઈએ એ હાજર કરે છે પણ એનો મતલબ એ તો નહી કે એ મારી ખુશી માટે કોઈ ની પણ હત્યા કરી દે આ ખોટુ છે. બહેન ભૂલ મારી જ છે ના મે ભાઈ ને મોહિત સાથે લગ્ન નુ કહેત ના આ બધુ થાત. ( ધરા રડવા લાગે છે. )
મોહિની : ધરા રડીશ નહી હુ જાણુ છુ કે તે ખાલી લગ્ન ની વાત કરી હતી કોઈ ની હત્યા ની નય એમા તારી કોઈ ભૂલ નથી તુ રડીશ નય બહેન. ( ધરા થોડી શાંત થાય છે. )
ધરા : બહેન હુ તારી સાથે છુ ભાઈ એ જે પણ કર્યુ એ ગુનો છે અને ગુનેગાર નો સાથ હુ નય આપુ પછી ભલે એ મારો ભાઈ હોય મારો બાપ હોય મારો દિકરો હોય કે પછી મારો પતિ હોય ગુનેગાર ને સજા થવી જ જોઈએ. પણ બહેન મને તો મારા ભાઈ એ એમ કહ્યુ હતુ કે મોહિની એ રાજી ખુશી થી મોહિત ને છોડી દીધો છે પછી આ બધુ કેવી રીતે અને કેમ થયુ ?
ક્રમશ : . . . . . . . . . . . . . . . . . . . . .