prematma - 7 books and stories free download online pdf in Gujarati

પ્રેમાત્મા - ભાગ - ૭

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે ધરા ને જે ડરાવની સ્ત્રી દેખાતી હતી એ બીજુ કોઈ નય પણ મોહિત ની પત્નિ મોહિની હતી. મોહિની ની હત્યા ધરા ના ભાઈ અજયે કરી છે એ બધુ મોહિની ધરા ને કહે છે. એની હત્યા કેમ કરી એ ધરા મોહિની ને પુછે છે હવે જોઈએ આગળ. . . . . . . . . .
મોહિની : બહેન મે તને પહેલા પણ કહ્યુ કે અજયે શામ દામ દંડ ભેદ બધી જ રીતે પ્રયત્ન કર્યો પણ એ મને અને મોહિત ને જુદા ના કરી શક્યો. એટલે એણે મારી હત્યા કરી નાંખી.
ધરા : બહેન મને વિસ્તાર મા જણાવ કે તારી સાથે શુ થયુ હતુ ને મારા ભાઈ એ તારી હત્યા કેવી રીતે કરી.
મોહિની : તારે જાણવુ જ છે તો સાંભળ. એક દિવસ તારો ભાઈ અજય અમારા ઘરે આયો મોહિત ઓફિસ મા જ હતા. અજયે અમને બધા ને એક એક કરી બોલાવ્યા, પહેલા મને બોલાવી મને રુપિયા ગાડી બંગલા ની લાલચ આપી મોહિત નો સાથ છોડી દેવા કહ્યુ પણ હુ ના માની.
ધરા : હા આ બધી લાલચ તો મારા ભાઈ એ મોહિત ને પણ આપી હતી પણ મોહિત તારી સાથે દગો કરવા તૈયાર ન હતો. પછી આગળ શુ થયુ?
મોહિની : એ, પછી મારા સાસુ સસરા એટલે કે મોહિત ના મમ્મી પપ્પા ને બોલાવી ને શુ વાત કરી એ તો મને ખબર નહી, પણ એના ગયા પ઼છી થી જ મારી સાસુ નુ વર્તન એકદમ બદલાઈ ગયુ મારી સાથે કોઈ ના કોઈ વાત પર ઝઘડો કરે મારા થી સહન ના થયુ તો હુ પણ બોલી એટલે એમણે મને ઘર માથી કાઢી મુકી હુ મારા પિયરે જતી રહી મને મોહિત પર વિશ્વાસ હતો કે એ મને લેવા આવશે પણ ખબર નહિ મારા સાસુ એ મોહિત ને એવુ તો શુ કહ્યુ કે મોહિત મને લેવા આવવાની વાત તો દૂર પણ મને એક ફોન પણ ના કર્યો. એક દિવસ મારા પપ્પા એ મોહિત ને ફોન કર્યો, તો મોહિતે કહ્યુ કે એને બંગલો, ગાડી અને ખૂબ રુપિયા જોઈએ છે. મારા પપ્પા એ પછી વિચારી ને ફોન કરવા કહ્યુ.
અમને સમજાતુ ન હતુ કે આગળ શુ કરીએ કેમ કે મારા પપ્પા ની એટલી હેસિયત ન હતી કે એ મોહિત ની માંગ પુરી કરી શકે. એમની હાલત જોઈ ને મારા થી ના રહેવાયુ એટલે મે મારા પપ્પા ને કહ્યુ કે મારે હવે મોહિત સાથે નથી રહેવુ કરી દો છુટ્ટુ અને એમની પાસે થી રુપિયા લઈ લો જે આગળ જતા તમને કામ લાગે. એ પછી બીજા દિવસે મોહિતે ફોન કરી અમને અજય ના ફાર્મ હાઉસ પર મળવા બોલાવ્યા. અમે ફાર્મ હાઉસ પર જવા નીકળતા જ હતા ત્યા અજયે અમને લેવા ગાડી મોકલી. અમે એમા બેસી ગયા કેમ કે મોહિત નો ફોન આવ્યો, હતો અને એણે ગાડી મા બેસવા કહ્યુ હતુ. ફાર્મ હાઉસ પહોંચી ને મને ત્યા ઉતારી અને મારા મમ્મી પપ્પા ને મોહિત પાસે લઈ જવાનુ કહી ને એ લોકો લઈ ગયા. હુ ત્યા બેઠી હતી ત્યારે અજય ત્યા આવ્યો અને મને કહ્યુ કે બોલ તારે શુ કરવુ છે મોહિત ને છોડવો છે કે નહિ. મે કહ્યુ કે છોડી દઈશ પણ તારી મિલકત માથી અડધી મિલકત મારા નામે કરી દે. તો એણે કહ્યુ કે એ શક્ય નથી તને હુ એક ફ્લેટ ને રુપિયા આપુ છુ. પણ મે કહ્યુ મોહિત ને છોડવા ની આટલી જ કિંમત ના લઉ હુ જે કહુ એ આપ. મને લાલચ ન હતી પણ રુપિયા ના અભિમાન મા અજય આંધળો થઈ ગયો હતો એટલે મે આમ કર્યુ. પણ અજયે મને ધમકી આપી કે હવે તને કશુ જ નય આપુ તને તારા મા બાપ સલામત જોઈતા હોય તો, મોહિત ને છોડી દે. હુ ગભરાઈ ગઈ અને એની વાત માનવા તૈયાર થઈ ગઈ. પણ મને, વિચાર આયો કે કદાચ મારા મા બાપ ને કંઈ નુકશાન પહોચાડશે તો? એટલે મે અજય ને કહ્યુ કે પહેલા મારા મા બાપ ને મારી સામે લાવ પછી જ હુ મોહિત ને છુટ્ટો કરીશ. અજય મારી વાત માની ને મારા મા બાપ ને લેવા નીકળ્યો હુ પણ એની પાછળ પાછળ ગઈ. એણે કોઈ જૂની ફેક્ટરી મા મારા મા બાપ ને રાખ્યા હતા. અજય મારા મા બાપ પાસે પહોંચ્યો ત્યારે મારા પપ્પા એ એને કહ્યુ કે તુ પાપી છે આ બધુ કરી ને તુ તારુ પતન નજીક લાવી રહ્યો છે, તારુ ભલુ નય થાય તને એની સજા મળશે. તુ વધારે સમય સુખી નય રહી શકે. મારા પપ્પા ની વાત સાંભળી ને અજય ને ગુસ્સો આવ્યો એટલે અજયે બંદૂક કાઢી ને મારા પપ્પા સામે ધરી દીધી. હુ કંઈ કરુ એ પહેલા અજયે મારા પપ્પા ને ગોળી મારી દીધી. હુ અચાનક ત્યા જ થંભી ગઈ અને પછી એણે મારા મમ્મી ને પણ ગોળી મારી દીધી. એટલે મારા થી ચીસ પડાઈ ગઈ, અજય મને જોઈ ગયો એણે એના વર્કરો ને મને પકડી લાવવા કહ્યુ હુ ત્યા થી ભાગી પણ વધારે ના ભાગી શકી અને પકડાઈ ગઈ.
ધરા : બહેન મને અફસોસ છે કે મારો ભાઈ આટલી હદ સુધી પણ જઈ શકે છે આ બધુ મારા લીધે કર્યુ એણે બોવ ખોટુ કર્યુ , પછી આગળ શુ થયુ બહેન.
મોહિની : મારા પકડાઈ ગયા પછી અજય મને મારવા જતો હતો મે અજય ના પગે પડી ગઈ કહ્યુ કે મને ના મારીશ તુ જે કહીશ એ કરીશ મોહિત ને પણ છોડી દઈશ પણ મને જવા દે પણ અજય ના માન્યો એટલે મને ગુસ્સો આવ્યો તો મે અજય ને લાફો મારી દીધો, એ પછી અજયે મને બોવ મારી એટલી મારી કે મને ચાલવાના પણ હોંશ ના રહ્યા અને છેલ્લા એણે મને ગોળી મારી દીધી. હુ થોડી જીવતી હતી પણ અજય ને ખબર ન હતી. મોહિત ત્યા પહોચ્યા તો એ આ બધુ જોઈને ગભરાઈ ગયા અને અજય સાથે ઝઘડો કરવા લાગ્યા તો અજયે મોહિત ને ધમકી આપી કે તારા મા બાપ સલામત જોઈતા હોય તો આ બધુ ભુલી જા મારી બહેન સાથે લગ્ન કરી લે. મજબૂરી મા મોહિત તારી સાથે લગ્ન કરવા તૈયાર થયો. અને પછી મને અને મારા મા બાપ ને એ ફેક્ટરી ના કંમ્પાઉન્ડ મા જ દાટી દીધા. મારા મા બાપ ને તો મોક્ષ મળી ગયો પણ મારી મોહિત ની ચાહત ના લીધે હુ એક આત્મા બની ગઈ. હવે હુ મારો બદલો, લેવા આવી છુ.
ધરા : બહેન આબધુ મારા કારણે થયુ છે, હુ મારા ભાઈ ને મોહિત સાથે લગ્ન કરવાનુ કહેતી નય તો તમારો સંસાર સુખે થી ચાલ્યા કરતો, મારે જીવવાનો કોઈ હક્ક નથી, મને મારી નાંખ તુ બહેન નય તો હુ મરી જઉ.
મોહિની : ના બહેન એમા તારો કોઈ વાંક નથી તે તો તારા ભાઈ ને લગ્ન નુ કહ્યુ હતુ હત્યા નુ નય. લગ્ન નુ કહેવુ એ કોઈ પાપ નથી , પણ પાપ તારા ભાઈ એ કર્યુ છે. અને મારે તો તારી મદદ જોઈએ છે , તુ કરીશ ને મારી મદદ.
ધરા : હા બહેન કદાચ તારી મદદ કરી ને મારુ પાપ થોડુ તો ઓછુ થશે. બોલ મારે શુ કરવા નુ છે.
મોહિની : મે ઘણીવાર તારા ભાઈ ને મારવાની કોશિશ કરી પણ ના મારી શકી કેમ કે એના ગળા મા અભિમંત્રિત લોકેટ છે. એ લોકેટ જ્યા સુધી એના ગળા મા છે ત્યા સુધી હુ એને નય મારી શકુ. હુ એને મારવા તો માંગુ છુ પણ એની આ હેવાનિયત પણ દુનિયા ની સામે લાવવા માંગુ છુ, એમા મારે તારી મદદ જોઈએ છે.
ધરા : હુ સમજી ગઈ ભાઈ ના ગળા માથી લોકેટ તો હુ કઢાવી લઈશ પણ દુનિયા ની સામે મારા ભાઈ નુ સાચુ રુપ કેવી રીતે લાવીશુ?
મોહિની : એ તુ મારી પર છોડી દે તુ ખાલી એ લોકેટ કઢાવી દે બાકી આગળ નુ હુ જોઈ લઈશ.
ક્રમશ: . . . . . . . . . . . . . . . . . . . . .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED