prem ni ramat books and stories free download online pdf in Gujarati

પ્રેમની રમત

પ્રેમની_રમત

જીવનમાં પ્રેમ એવી વસ્તું છે,કયારે કોની સાથે થાય કે કોણ કોને લઇ જાય એ ખબર જ નથી પડતી,હું વાત કરું છું મનીષા અને ધવલની.

એક દિવસ રાત્રીના બાર વાગે અચાનક ધવલના ફેસબુક પર મેસેજ આવ્યો.હાય,હું મનીષા..!!હું તમને ઓળખું છું,તમે બી-કોમના ફર્સ્ટ-યરમાં અભ્યાસ કરો છો.શું તમેં મારા મિત્ર બનશો.

ધવલે ફેસબુક પર એની પ્રોફાઈલ ચેક કરી.પ્રોફાઈલ પર તેનો ફોટો ન હતો,પણ જોવામાં તેનું ફેસબુક આઈડી ફેક નોહતું લાગતું.તે મારાથી ચાર વર્ષ મોટી
હતી.હું જાણતો નોહતો કે તેની બર્થ ડેટ ખોટી છે કે સાચી.પણ મેં તે દિવસે તેનો એ મેસેજ જોઈને રીપ્લાય ન આપ્યો.

બે દિવસ થઈ ગયા હું મનમાં હજુ પણ વિચારી રહ્યો હતો કે શું તે કોઈ છોકરીનું જ ફેસબુક આઇડી હશે કે
કોઈ મારો મિત્ર ફેસબુક આઇડી બનાવી મારી સાથે મજાક કરવા માંગે છે.હજુ તો હું વિચાર કરી રહ્યો હતો ત્યાં જ તેનો મેસેજ આવ્યો.શું તમે મારા મિત્ર બનવા નથી માંગતા?

ધવલ મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો કે આ છોકરીને હું જવાબ આપું કે નહીં.ધવલે તે વિચારમાં જ મેસેજ કરી દીધો.હા,કેમ નહિ મનીષા..!!
એ પછી ધવલ અને મનીષા એકબીજા સાથે દરરોજ રાત્રે વાતો કરવા લાગ્યા.ક્યારેક કયારેક તો એકબીજાને ગિફ્ટની પણ આપલે કરતા.પણ જયારે ધવલ કહેતો કે મનીષા આપણે કોઈ સારી જગ્યા પર મળીયે.હું તને જોવા માંગુ છું.તો મનીષા કહેતી અત્યારે નહિ સમય આવે હું તને સામેથી મળીશ.હું તને કશ ધવલ હું તને આ જગ્યા પર મળવા માંગુ છું.

ધીમે ધીમે ચાર વર્ષ વીતી ગયા.બંને એકબીજા સાથે વાતો કરતા પણ તે ક્યારેય એકબીજાને મળ્યા નોહતા.ધવલ હવે મનિષાને ખૂબ પ્રેમ કરવા લાગ્યો હતો.તે મનીષા સાથે લગ્ન કરવા માંગતો હતો.મનીષા વગર હવે રહી શકતો ન હતો.દરરોજ એક વખત તો મનીષા જોડે વાત કરવા તો જોઈએ જ.

ધવલને બી-કોમ પૂરું થઈ ગયું.તેને આગળ ભણવા માટે કેનેડા જવું હતું.અને ત્રણ મહિનામાં જ જવાનું હતું.ધવલે મનિષાને કહ્યું,મનીષા હું ત્રણ મહિના પછી કેનેડા જાવ છું.તું મારી સાથે એકવાર મુલાકત કર.હું તને જોવા માંગુ છુ.આપણે ચાર વર્ષેથી એકબીજા સાથે વાતો કરીએ છીયે.તું પણ મને ખુબ પ્રેમ કરે છે,અને હું પણ તને ખૂબ પ્રેમ કરું છું.હું તો તારી વગર હવે રહી શકું તેમ જ નથી.બની શકે તો આપણે ત્રણ મહિનામાં લગ્ન પણ કરી લઇએ.આપણા માં-બાપ સાથે વાત કરીને.

હા,ધવલ તારી વાત સાથે હું સહમત છું.હું તને કાલે વાત કરીશ.આપણે ક્યાં મળીશું તે હું તને જણાવીશ.ધવલ આજ ખુશ હતો કે કાલે તેની પ્રેમિકા તેને મળશે.ઘણા વર્ષનો ઇંતજાર ખતમ થશે.

હજુ સાંજ પડવાને થોડીજવાર હતી.સામેના ઘરમાં રહેતા કવિતા ભાભીના ઘરે ઝઘડો થયો.તેમના હસબન્ડ હજુ કાલે જ કેનેડાથી આવ્યા હતા.તેમની સાથે જ મારે કેનેડા જવાનું હતું.તેમણે જ મને ત્યાં નોકરી અપાવી હતી.તે જ મને ત્યાં લઇ જવાના હતા.તેમને એક નાની છોકરી પણ હતી.જે મને ખુબ ગમતી.

અનિલભાઈ તેમના ઘરેથી ઝઘડતા ઝઘડતા મારા ઘરે આવ્યા.ધવલ તું આને ઓળખે છે,આ કોણ છે?આ જ તારી પ્રેમિકા છે.તું જેમની સાથે અત્યારે સુધી વાત કરતો હતો તે આ તારી કવિતા ભાભી હતી.આજ મેં તારી સાથે વાત થયેલી તે બધા જ મેસેજ રીડિંગ કર્યા.

આ કવિતા ફેસબુક પર ફેક આઇડી બનાવી તારી સાથે વાત કરી રહી હતી.તેનું નામ મનીષા નથી કવિતા છે.હજુ આજે જ એ ફેક આઈડી પર મારી નજર પડી.મેં.જોયુ કે તે કોની સાથે વાત કરી રહી છે.જોયું તો ફેસબુકનું તારું આઇડી હતું.તારો વાંક નથી ધવલ વાંક આનો છે.

આવું શા માટે કર્યું કવિતા ભાભી તમે?હું તો તમને સન્માનની નજરે જોતો હતો.તમે મારા સાથે જ પ્રેમની રમત રમ્યા.

કવિતા તને તારી સામે રહેતા છોકરા સાથે પ્રેમની રમત રમતા શરમનો આવી.તું એક છોકરીની "માં"છો.તું જાણે છો,હું તને કેટલો પ્રેમ કરું છું,અને આ ધવલ તેના જિંદગીનો પહેલો પ્રેમ આજ હારી ગયો.તેની આખી જિંદગી તે યાદ રાખશે કે કવિતા એ મને પ્રેમમાં ઉલું બનાવ્યો.તે કોઈ સાથે પ્રેમ કરતા પણ હવે ડરશે.
તેની જિંદગી પણ તે નરક જેવી બનાવી દીધી.

અનુપમ મને માફ કરી દે.મારી ભૂલ થઈ ગઈ.જે થઈ ગયું તે થઈ ગયું.હું બધું ભૂલી મારી નવી જિંદગી શરૂ કરવા માંગુ છું.

તું કોની સાથે હવે તારી જિંદગી શરૂ કરીશ,મારી સાથે કે ધવલ સાથે.પ્રેમ શું છે એની તને ખબર જ નથી.તું પ્રેમમાં મારી એક સાથે નહિ અમારી બંને સાથે રમત રમી છો.
તું સ્ત્રી કહેવાને લાયક જ નથી.નીકળી જા આ ઘરમાંથી.

લિ.કલ્પેશ દિયોરા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED