અંક બંધ - ભાગ 3 Ghanshyam Katriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

અંક બંધ - ભાગ 3

ભાગ 3 : સનસેટ પોઇન્ટ
~ લેખક : ઘનશ્યામ કાતરીયા ~
------------------------------------------------
આજે ટ્યુશનમાં જાહેર કરવામાં આવ્યું કે ટ્યુશનમાંથી ટુર નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાંભળીને બધા નક્કી કરવા લાગ્યા કે કોણ કોણ ટુર માં જવાનું છે અને કોણ કોણ નથી જવાનું. સાંજે અમારા ગ્રુપમાં આ ટોપિક પર વાત કરવામાં આવી તો બધા એ હા પાડી. અમે ગ્રુપમાંથી બધા જ જવાના હતા.

સવારના વહેલા 4 વાગ્યે બસ ઉપડવાની હતી. અમારા ગ્રુપમાં આકૃતિ સિવાય બધા જ સમયસર પહોંચી ગયા હતા. અમે બધા હજુ આકૃતિ ની રાહ જોઈ રહ્યા હતા એટલા માં રાકેશ સર અમારી પાસે આવ્યા અને બોલ્યા કે તમે લોકો જેટલા આવી ગયા છો એટલા લોકો અંદર બેસવાનું ચાલુ કરો. જે બાકી હશે એ પાછળથી બેસી જશે. પરંતુ અમારે આવું ન'તું કરવું, અમારે આખા ગ્રુપને સાથે જ રેહવું હતું. મેં રાકેશ સર ને કહ્યું કે “સર, અમે આકૃતિ ની રાહ જોઈએ છીએ. એ આવશે એટલે અમે સાથે ચડી જઇશુ. તમે બીજા બધા ને બસમાં બેસવાનું કહી દો ને.” રાકેશ સર થોડુંક મન રાખતા બોલ્યા, “ઠીક છે, વાંધો નહિ. પણ તમારામાંથી કોઈ એને કોલ તો કરો કે એ હજુ સુધી કેમ આવી નહિ. એની વધારે રાહ ની જોઈએ. એ એક ના લીધે મોડું નહિ કરવામાં આવે. જો એને વધારે મોડું થશે તો બસ ઉપાડી લઈશું.” અમારા ગ્રુપ માં બધા ના મોઢા પર થોડી ચિંતા થવા લાગી કે જો એ સમયસર નહિ પહોંચે અને એના વગર જવાનું થશે તો શું કરીશું? જવું કે નહિ? મેં તો નક્કી જ કરી રાખેલું હતું કે જો આકૃતિ નહિ આવે તો હું નહિ જાવ. મેં સ્વરા ને એક વાર કોલ કરવા કહ્યું.
“મેં હજુ હમણાં જ થોડી વાર પેલા કોલ કર્યો હતો પણ એને ઉપાડ્યો જ નહીં.”
“એવું તો કઈ રીતે બને યાર, તું ફરી એક વાર ટ્રાય કર ને, જો એ ઉપાડી લેય તો”
“હા, સારું”
**********
“ના, નથી ઉપાડતી”
“અરે યાર, આ આવા સમયે જ કેમ કોલ નથી ઉપાડતી”. હું થોડા તીખા આવજે બોલી ઉઠ્યો.
એટલા માં આકૃતિ એના પાપા સાથે આવતી દેખાઈ. મને મન માં હાશકારો થયો.
“સોરી યાર, થોડું મોડું થઇ ગયું”. આકૃતિ બોલી.
“ચાલો હવે બસ માં બેસો”, રાકેશ સર તરત જ અમારી પાસે આવી ને બોલ્યા.
અમે લોકો બસ માં ચડી રહ્યા હતા. અમારી સિવાય બીજા બધા જ બસ માં બેસી ગયા હતા. બધા એ પોતપોતાની રીતે જગ્યા ગોતી લીધી હતી. અમારો વારો એકદમ લાસ્ટમાં હતો.
8 વાગ્યા ની આસપાસ લેક ગાર્ડન પાસે પહોંચી ને બસ ને ઉભી રાખી દીધી. સવારે નાસ્તા માં બટેકા પૌવા નો પ્રોગ્રામ હતો અને નાસ્તો કરી ને બપોર સુધી લેક ગાર્ડન માં જ રમતો રમવાની હતી.
**********
સાંજ ના સમયે અમને લોકો ને સનસેટ પોઇન્ટ પર લઇ જવાના હતા. અમે લગભગ 5 વાગ્યા ની આસપાસ ત્યાં પહોચી ગયા અને જાહેરાત કરવામાં આવી કે સાડા સાત વાગ્યા સુધી માં બધા એ અહીં હાજર થવાનું રહેશે. ત્યાં સુધી તમે બધા હરિ ફરી શકશો. આ સાંભળી ને બધા ખુશ થઈ ગયા કારણ કે અત્યારે બધા પોતાની રીતે છૂટ થી ફરી શકે તેમ હતા. જેની સાથે જવું હોય તેની સાથે જઈ શકે તેમ હતા. અત્યાર સુધી તો એવું હતું કે છોકરીઓ અને છોકરાઓ અલગ અલગ રહેતા હતા પણ હવે થોડાક કલાકો માટે એવી કોઈ હદ ન હતી કે જેમાં તમે એક બીજા સાથે ના રહી શકો.
આટલી વાર માં ભરત, અજય, અંકુશ ની સાથે મોનીકા પણ ચાલવા લાગી. મોનીકા ને જોઈને મને નવાઈ લાગી કેમ કે એ અત્યારે ભરત ની સાથે હાથ માં હાથ મિલાવીને ચાલી રહી હતી, એને કોઈ જ વાત નો ડર ન હતો કે બધા હજુ અહીં જ ઉભા છે અને બધા ની વચ્ચે એ આવી રીતે ભરતનો હાથ પકડી ને ચાલી ગઈ.
“આપડે અહીં જ ઉભું રેવાનું છે કે આગળ જઈને બીજું જોવાનું છે?”, રાહુલ થી ના રહેવાયું.
અમે લોકો આગળ ચાલવા લાગ્યા.મને અને આકૃતિ ને ફોટા પાડવાનો જરા પણ શોખ ન હતો, જયારે સ્વરા અને સાક્ષી ની તો વાત જ ના કરાય. અને એમાં પણ એમને ફોટા પાડવાનો શોખીન હોય એવો ફોટોગ્રાફર મળી ગયો હતો. હા, રાહુલને ફોટા પાડવાનો બહુ જ શોખ હતો. હું અને આકૃતિ એમની રાહ જોઈને કઁટાળી ગયા હતા.
“તમે લોકો, અહીં ફોટા પાડો. અમે આગળ જઈને બેઠા છીએ”, આકૃતિએ આટલું બોલી ને મને કીધું કે, “ચાલ, અપડે આગળ ચાલીયે. આ લોકો એનું પતશે પછી આવશે”
“સારું ઠીક છે. ચાલો, એમ પણ મનેય કંટાળો જ આવે છે આ લોકોના એક જ જગ્યા પાર 10-10 ફોટા પડાવીને.”

હું અને આકૃતિ એક સાથે ચાલી રહ્યા હતા. જેમ જેમ અમે ચાલતા ગયા એમ એમ અમારી વચ્ચે નું અંતર ઘટતું ગયું. એક સમય એવો આવ્યો કે જયારે એનો હાથ મારા હાથ ને સ્પર્શ થવા લાગ્યો. હું જે અનુભવ કરી રહ્યો હતો એની તો શું વાત કરું! અમારી નજર સામે સૂર્ય અસ્ત થયી રહ્યો હતો, આકાશમાં બધા પક્ષીઓ પોતપોતાના માળા તરફ પાછા ફરી રહ્યા હતા. એક દમ શાંત વાતાવરણ હતું અને એ શાંત વાતાવરણ માં આકૃતિ ના હાથ નો સ્પર્શ મારા માટે શરીર માં દીલ સાથે જોડાયેલા તાર ને વીજળી નો પ્રવાહ પૂરો પડી રહ્યો હોય એવું લાગતું હતું. અમે ચાલતા ચાલતા એટલા બધા આગળ નીકળી ગયા હતા કે અમારી આગળ પાછળ કે આજુ બાજુ કોઈ જ દેખાતું ન હતું. એકાંત વાતાવરણ માં હું અને આકૃતિ સિવાય બીજું કોઈ જ ન હતું. અમારી આ પળોમાં અમારો સાથ આપવા વાળામાં કલરવ કરતા પક્ષીઓ, અસ્ત પામતો સૂર્ય, હવાની ઠંડી લહેરો સિવાય બીજું કોઈ જ ન હતું.

હું આ પળોને યાદગાર બનાવવા માંગતો હતો પણ હું આકૃતિ ના મનમાં શું ચાલી રહ્યું છે એનાથી અજાણ હતો. મેં આકૃતિનો હાથ પકડ્યો અને એને ઉભી રાખી.
“આકૃતિ, મારે તને કંઈક વાત કરવી છે”
“હા, બોલ”
“હું આ પળ ને યાદગાર બનાવવા માંગુ છું”
“હા તો બનાવ ને. એમાં પૂછવાનું શું હોય”
“ના એવી રીતે નહિ”
“તો કેવી રીતે”
“મને તારો સાથ જોઈએ છે”
“હું અહીં જ તો છું”
“એમ તો તું અહીં જ છે, પણ મને તારો જિંદગી ભર સાથ જોઈએ છે”
બસ આટલું સાંભળતાની સાથે જ અચાનક શું થયું એ ખબર જ ના પડી. હું અને આકૃતિ બંને એક બીજાની આંખોમાં આંખ પરોવીને જોઈ રહ્યા. અમારા બંને ના હાથ એક બીજા ની હથેળી માં જકડાઈ ગયા. બંને વચ્ચે નું અંતર એટલું નજીક આવી ગયું હતું કે એક બીજાના શરીરનો પુરે પૂરો સ્પર્શ અનુભવી શકાતો હતો. એની આંખો જાણે કે મને આમંત્રણ આપી રહી હોય એવું લાગતું હતું. મેં એને મારી બાહોંમાં જકડી લીધી. મારો એક હાથ એની કમર પાછળ આપો આપ જતો રહ્યો. બીજો હાથ એની પીઠ બાજુ, એની રેશમી વાળો સાથે રમવા લાગ્યો હતો. આકૃતિ હજુ પણ એમનમ જ ઉભી હતી જાણે કે પથ્થરની મૂર્તિ બની ગયી હોય. મારો અને એનો ચેહરો એકદમ નજીક આવી ગયો હતો. અમારા બંને ના હોઠ એક બીજા સાથે સ્પર્શ કરી રહ્યા હતા. સાચા અર્થમાં અમે બંનેએ સાથે મળીને એ પળોને જે માણી છે એ કદાચ કોઈ વર્ણવી જ ન શકે.
થોડી વારમાં અમે બંને ને ભાન થયું કે અમે લોકો શું કરી રહ્યા હતા અને બંને છુટ્ટા પડ્યા. બંનેએ એક બીજા ને સોરી કીધું, પણ આ સોરી શેના માટે હતું એ બંને માંથી કોઈને જ ખબર ન હતી.
“થેન્ક યુ”
“કેમ?”
“આ મારા જીવનની એકદમ યાદગાર પળો છે એમાં મારો સાથ આપવા માટે”
આકૃતિ થોડી શરમાઈ.
“પણ, મને હજુ તે જવાબ ના આપ્યો હો”
“શેનો?”
“મેં જે પૂછ્યું હતું એનો”
“તો તારે હજુ એનો જવાબ જોઈએ છે?”
મારા હા બોલતાની સાથે જ આકૃતિ એ મને એની બાહોમાં જકડી લીધો અને અમે બંને ફરી એક બીજા ના હોંઠોના રસ ચૂસવામાં મશગુલ થઇ ગયા.
અમે અમારી પળો માણી રહ્યા હતા એટલા માં જ કાને રાહુલ, સ્વરા અને સાક્ષી એ અવાજ સંભળાયો.
જયારે અમે અલગ પડ્યા અને જોયું તો એ ત્રણેય અમારી સામે હતા અને અમને જોઈ રહ્યા હતા.

***********
જો તમને આ ભાગ ગમ્યો હોય તો રેટિંગ અને રિવ્યૂ આપવાનું ભૂલતા નહિ. હું આશા રાખું છું કે હજુ આગળ તમે આનંદ માણશો. ધન્યવાદ
***********