Shutdown - 2 - 1 books and stories free download online pdf in Gujarati

અક બંધ - ભાગ 2.1

દોસ્તી

જેમ જેમ સમય પસાર થતો ગયો એમ એમ અમે બધા એક બીજા ના ફ્રેન્ડ્સ બનવા લાગ્યા હતા. હા, તમે સાચું જ વિચાર્યું છે કે અમે મતલબ આકૃતિ, સ્વરા, સાક્ષી, રાહુલ અને હું. અમારું ગ્રુપ બની ગયું હતું. અમે લોકો હવે એક બીજા સાથે વાતો કરતા હતા, ભણવા માટે ની કોઈ માહિતી એક બીજા સાથે શેર કરવાની હોય તો એ કરતા હતા. અને આના સિવાય અમારું વહાર્ટસપપ માં ગ્રુપ કોંવેર્સાશન તો થતું જ હતું.


અમારું સારું એવું ગ્રુપ બની ગયું હતું એટલે મને હવે એક ચિંતા વધવા લાગી. મને એ જ વાત ની ચિંતા હતી કે અમારા ગ્રુપ પાર ક્યાંક કોઈ ની નજર ના પડી જાય અથવા તો અમારા ગ્રુપ માં કઈ એવું અંદરો અંદર ના બનવું જોઈએ જેના લીધે ગ્રુપ માં જ વાંધો પડે અને ગ્રુપ તૂટી પડે. કોઈ પણ સંબંધ હોય એ હંમેશા વિશ્વાસ ની દીવાલ પર નભેલો હોય છે, ભલે પછી એ સબંધ પ્રેમ નો હોય કે દોસ્તી નો. હા, કોઈ પણ સબંધ હોય એમાં બધા થી વધારે જરૂરી હોય તો એક જ વાત છે અને એ છે વિશ્વાસ. એક બીજા ની વાત પર વિશ્વાસ હોવો જોઈએ પણ એનો મતલબ એવો પણ નથી કે વિશ્વાસ હોય એટલે બધું જ માની લેવાનું. બધું માની લેવાનું એ વાત સાચી પણ, જયારે મન માં થોડી પણ શંકા ઉદ્ભવે ત્યારે એની ખાતરી કરી લેવી સારી. સામે વાળા ને એ વાત નો ભરોસો અપાવવો પણ જરૂરી છે કે તમે એની વાત ની ખાતરી કરવા નથી માંગતા. તમે ઈચછો તો અલગ થી ખાતરી કરી શકો અને જો તમારો દોસ્ત એ ખાતરી માં સાચો ના ઠરે તો તમે એને સામે જ બધું કહી શકો, જેનાથી સામેવાળા ને એવું ના થાય કે તમે જાણ્યા વગર જ એની વાત નો ભરોસો ના કર્યો.


મારા મન માં ચાલી રહેલા વિચારો ને મેં સાઈડ માં મૂકી રાખ્યા કારણ કે મને દૂર દૂર સુધી એવા કોઈ એંધાણ ના દેખાતા હતા કે જેના લીધે અમારું સારું એવું બનેલું ગ્રુપ તૂટે. પણ કહેવાય છે ને કે, "સારું જોઈ ને ખુશ થવા વાળા બોવ ઓછા લોકો હોય છે, પણ નરસું જોવા માટે બધા જ તૈયાર થયી જશે". અમારી સાથે પણ કદાચ એવું જ થવાનું હશે.


અમારા ટ્યુશન માં મોનીકા નામ ની છોકરી આવતી હતી જેને મેં ક્યારેય અમારી સ્કૂલ માં તો જોઈ જ ના હતી. ધીમે ધીમે એનું આકૃતિ સાથે બોલવાનું શરુ થયું. આકૃતિ સાથે બોલવાનું ચાલુ કર્યા પછી એને સ્વરા અને સાક્ષી સાથે પણ ફ્રેન્ડશીપ આગળ વધારી. થોડા જ દિવસો માં તો એ અમારા ગ્રુપ માં શામેલ થય ગયી અને અમારા ગ્રુપ માં એક નવું મેમ્બર એડ થયું. અમે ગ્રુપ ના લોકો બધા જેવી રીતે નોર્મલ રહેતા હતા, એવી જ રીતે મોનીકા સાથે પણ રેવા લાગ્યા. અમે મોનીકા ને એવું ના લાગવા દીધું કે એ અમારા ગ્રુપ માં પેલે થી નથી, અમે મોનીકા ને એવો અહેસાસ જ ના થવા દીધો જાણે કે એ હજુ હમણાં જ અમારા ગ્રુપ માં આવેલી હતી.


આ બધા માં એક વાત નો વિચાર કરવા જેવો હતો કે મોનીકા એ અમારા ગ્રુપ માં આવાનું નક્કી કર્યું તો એટલું મોડું કેમ? એ પેલે થી જ અમારી સાથે એક જ ટ્યુશન માં આવતી હતી, તો એ પેલા દિવસ થી જ ગ્રુપ માં કેમ ના જોડાયી? એણે કેમ આકૃતિ સાથે પેલા વાત ચિત ના કરી, એ તો એક છોકરી હતી જેને બીજી છોકરી સાથે ફ્રેન્ડશીપ કરવામાં કઈ અજુક્તું ના લાગવું જોઈએ. અમારા ગ્રુપ માં જોડાયા પહેલા એ બીજા ગ્રુપ માં હતી, તો એને એ ગ્રુપ સાથે વાત ચિત કરવાનું ઓછું કરી ને અમારા ગ્રુપ સાથે શા માટે વધાર્યું? મારા મગજ માં તો મોનીકા ને લીધે બોવ બધા સવાલ ઉઠેલા હતા. પણ, હું કઈ જ કરી શકું એમ નહોતો. હું જો મોનીકા ને આવા બધા સવાલો કરું તો કદાચ મારા જ ગ્રુપ માં બધા મારા માટે એવું વિચારવા લાગશે કે આને વળી શું પ્રોબ્લેમ છે મોનીકા થી? હું સાચું કહું તો મને મોનીકા થી કોઈ જ પ્રોબ્લેમ ન હતો, પણ મને એનું આવું કરવા પાછળ નું કારણ જાણવું હતું. કોઈ પણ વ્યક્તિ હોય એ ભલે છોકરો હોય કે છોકરી, કઈ કારણ વગર તો આવું ના જ કરે, કોઈ એવી વાત તો હશે જ કે જેના લીધે એ મજબુર થયી હોય. એ ભલે એના પોતાના ફાયદા માટે વિચાર્યું હોય, એનાથી મને કોઈ પ્રોબ્લેમ નહોતો, પરંતુ એના લીધે અમારા ગ્રુપ માં કઈ ડખો ના થવો જોઈએ એ વાત ની મને બીક હતી. તમને લોકો ને કદાચ એવું લાગતું હશે કે હું શા માટે આટલો બધો ઇન્સીકયોર થાવ છું આવી નાની અમથી વાત ના લીધે, પણ મારા માટે આ ગ્રુપ એવું હતું કે જેને હું ક્યારેય તૂટવા દેવા માંગતો ન હતો. અને આવા સમય પાર જો કોઈ આવી ને એને તોડવાની કોશિશ કરતુ હોય અથવા તો કોઈ વિખેરવાનો પ્રયાસ કરતુ હોય તો એ મરાઠી સહન થાય તેમ ન હતું.


અમે લોકો એ વહાર્ટસપપ માં એક ગ્રુપ બનાવ્યું હતું, જેમાં નવરાશ મળે એટલે બધા જ લાગી પડતા. આજે આકૃતિ એ મોનીકા ના સંદર્ભ માં એવો મેસેજ કરી નાખ્યો કે "મોનીકા, તું કેતી હોય તો અક્ષય કે તો રાહુલ ને વાત કરું?" આ મેસેજ કર્યા પછી થોડી વાર માં જ આકૃતિ નો મેસેજ આવ્યો કે "સોરી, ભૂલ થી ટાઈપ થય ગયું". મને થોડી તો નવાઈ લાગી કારણ કે આકૃતિ એ મોનીકા ને અનુલક્ષીને એવું કીધું કે તારી વાત કરીયે એમ? મેં ગ્રુપ માં પૂછ્યું કે શું વાત ચાલે છે જરા અમને તો કહો. મારા સવાલ ને આકૃતિ એ "કઈ નથી" એમ કહી ને ટાળી દીધો.


મને જે મન માં હતું એવું જ કંઈક થવા લાગ્યું હતું. આકૃતિ એ ગ્રુપ માં કરેલો મેસેજ અને મારા પૂછવા પર એને કરેલો ઇન્કાર. આટલું તો નક્કી થઇ ગયું હતું કે ગ્રુપ માં એવી તો કોઈ વાત થયેલી હતી કે જે મને ખબર ન હતી. અને કદાચ રાહુલ ને પણ ખબર ન હોય અથવા તો એને ખબર હોય પણ શકે. આ મન માં જ આવી બધી સમભાવનો થી ઘેરાયેલો હતો એટલા માં જ મારા મોબાઈલ માં મોનીકા નો પર્સનલ માં મેસેજ આવ્યો કે "મારે તારી સાથે એક વાત કરવી છે ". આ મેસેજ વાંચી ને મને ખાતરી થઇ ગયી કે મોનીકા કદાચ એ જ વાત કરવા માંગે છે કે જે વાત વિષે હમણાં જ ગ્રુપમાં આકૃતિ એ ભૂલ થી મેસેજ કરી દીધી હતો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED