અક બંધ - ભાગ ૪ Ghanshyam Katriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

અક બંધ - ભાગ ૪

૪. કુરબાની

~ લેખક : ઘનશ્યામ કાતરીયા ~

------------------------------------------------------------------------------------------------

આજે મારા માટે ખુબ જ ખુશીનો દિવસ હતો। આજે મારા મમ્મી અને પાપા બંને આકૃતિના ઘરે બેસવા જવાના હતા. મેં મારા મમ્મી ને વાત કરી રાખી હતી અને પાપા ને મનાવવાનું કામ એમનું હતું. આકૃતિએ પણ એમના ઘરે વાત કરીને રાખી હતી. આકૃતિના મમ્મી પાપાને પણ કઈ જ પ્રોબ્લેમ ન હતો.


મેં ઘરેથી નીકળતા પહેલા આકૃતિને મેસેઝ કરી દીધો કે, “અમે લોકો નીકળીયે છીયે”

“ઓકે”

“તે વાત તો કરી છે ને તારા ઘરે?”

“હા”

“એ લોકો માની તો જશે ને?”

“અરે હા, યાર”

“પાક્કું ને”

“હવે, હું તને તારી પાસે આવીને કહું તો તું માનીશ?”

“ના, ચાલશે, વાંધો નહીં. એમ પણ હમણાં મળવાના જ છીએ ને”

“ઓકે”


ખબર નહિ, પણ કેમ આજે આકૃતિના લાંબા ટોપિક ને બદલે ટૂંકમાં જ પતેલી વાતને લીધે મને મનમાં ક્યાંક ડર હતો. મને મનમાં ડર સતાવ્યા કરતો હતો કે આકૃતિના મમ્મી પાપા માની તો જશેને. મેં ખુદ મારા મનને સાંત્વના આપી અને હું મારી ફેમિલી સાથે આકૃતિના ઘરે જવા માટે નીકળ્યા.


થોડી જ વારમાં અમે આકૃતિના ઘરે પહોંચી ગયા અને ‘આવો’ એમ કહીને અમારું સ્વાગત કરવામાં આવ્યુ. મારા પાપા અને આકૃતિના પાપા બંને એકબીજા સાથે હીરાબજાર ની વાતોમાં લાગી ગયા જયારે અમારી બંનેની મમ્મીઓ પોતાની ઘર ગ્રહસ્થિની વાતોમાં લાગી વળ્યું.


હું એકલો બેસીને કંટાળી ગયો હતો એટલે મેં આકૃતિ ને મેસેજ કર્યો કે તું બહાર આવ અને અમારી સાથે બેસ, તો હું તારી સાથે વાતો કરી ને અથવા તો તને જોઈને કંઈક સમય પસાર થાય મારો.

“હા, ઠીક છે આવું છું પણ પહેલા મને તારા માટે કોફી અને તારા મમ્મી પાપા માટે ચા તો બનાવી લેવા દે”

“હા, સારું. વાંધો નહિ. પણ જલ્દી કરજે હો યાર”

થોડીવારમાં આકૃતિ પ્લેટ માં 4 ચાના કપ લઇને આવી.

“બેટા, આમને પણ ચા આપ”, આકૃતિ ના પાપા બોલ્યા.

“ના અંકલ, હું ચા નથી પીતો”

“તો બીજું શું ચાલશે? કોફી?

“હા અંકલ, કોફી ચાલશે”

“આકૃતિ બેટા, એમના માટે કોફી અલગથી બનાવ”

“પાપા, કોફી બની જ ગઈ છે, હમણાં લઈને આવુ”

“જોયું તમે, આજકાલના છોકરાવને થોડું કઈ કહેવું પડે”, આકૃતિના મમ્મીથી ના રહેવાયું.

ચા કોફી પીઇ લીધા પછી અમારા બંનેના મમ્મી પાપા ફરી એમની વાતોમાં લાગી ગયા. હું અને આકૃતિ એકબીજાની આંખોમા આંખ નાખીને જોઈ રહ્યા હતા.

અમે આંખોની રમત રમી રહ્યા હતા. અમે મનમાં જ એક બીજા સાથે વાતો કરી રહ્યા હતા. આંખો આંખોથી જ ઈશારાઓ થયી રહ્યા હતા. અમને આવી રીતે જોઈને મારી મમ્મીએ આકૃતિની મમ્મી ને ઈશારો કરતા કહ્યું, એટલામાં જ મારા પાપા અને એના પાપા ની નજર પડી.

“તમારી બંનેની એક બીજા સાથે વાતો પુરી થયી ગયી હોય તો જે કામ માટે આવ્યા છીએ એ વાત કરીયે?”, મારા પાપા બોલ્યા.

“હા, પાપા”.

“અરે આમા વાત શું કરવાની હોય. આપણને ખબર જ છે ને”, આકૃતિના પાપા એ જવાબ વાળ્યો.

“પણ, આ વાત મને મંજુર નથી”, આકૃતિના મોઢેથી આ શબ્દો સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મને એક મોટો જ ઝટકો લાગ્યો. અમારા બંનેના મમ્મી પાપાને પણ આ શબ્દો સાંભળીને નવાઈ લાગી કે અચાનક આને શું થયું? એમના કરતા પણ વધારે વિચારમાં હું પડી ગયો. મારા મનમાં એક જ વિચાર આવ્યા કરતો હતો કે “આવું શા માટે?” આકૃતિએ કેમ આવું કહ્યું? અમે એક બીજાને સાથ આપવાનો નિર્ણય કર્યો છે. અમે એક બીજાને વચન આપ્યું છે કે જિંદગીભર સાથે રહીશું. મેં એની પાસે માંગેલા જિંદગીભર સંગાથનો એણે હાથ માં હાથ આપીને આપેલો સાથ, આ બધું ક્યાં ગયું? એવું અચાનક એને શું થયું કે એણે આવી વાત કરી. હજુ મિનિટો પહેલાની જ વાત કરીયે તો હું અને એ બંને, એક બીજા ની આંખો માં આંખો પરોવી ને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે કે વર્ષો જુના પ્રેમ માં તરસી ને. ભવો ભવ પછી મળેલા સાથ ને. એક બીજા ને જોવા માટે તડપેલી આંખો ની તરસ છીપાવવા લડી રહ્યા હતા.


મારા મમ્મી એ મારી સામે અચરજતાથી જોયું જાણે કે એના મન માં બોવ બધા સવાલો ઉભા થયી ને બેઠા હતા. હું એમના મનમાં ઉઠેલા સવાલો ને જાણતો હતો પણ એ સવાલોનો કોઈ જવાબ મારી પાસે ન હતો. અમે બધા ચોંકી ઉઠ્યા હતા. આકૃતિ ના એક જ વાક્ય ને લીધે અમે બધા પરેશાન હતા.

"બીટા, આ તું શું બોલે છે તને ખબર છે?"

"હા, મમ્મી. મને ખબર છે કે હું શું બોલું છું એ"

"પણ બેટા."

"બસ મમ્મી, મારે અક્ષય સાથે એકલા માં થોડી વાત કરવી છે. હું એને કહી દઈશ"

"સારું, જાવ તમે બંને વાત કરીલો તમારે જે વાત કરવી હોય એ. પણ એક વાર વિચારી જો બેટા"

"મેં વિચારેલું જ છે. મમ્મી "


હું અને આકૃતિ. બંને આકૃતિના રૂમ માં ગયા. અંદર પહોચતાની સાથે જ આકૃતિએ મને હગ કરી લીધી અને એની આંખો ભીંજાય ગયી.

"અક્ષય, મને ખબર છે કે તારા મન માં અત્યારે બોવ બધા સવાલો ચાલી રહ્યા છે. મેં તારી સાથે જે કર્યું છે એ મારે ન કરવું જોઈએ પણ હું એવી ઈચ્છા રાખું છું કે તું મને સમજીશ", આકૃતિ રડતા રડતા બોલી.

"પણ, વાત શુ છે એ તો મને સરખી રીતે કર", મેં આકૃતિ ના આંસુ લૂછતાં એને કહ્યું.

"આપડા પ્રેમ ની સામે દોસ્તી ની જીત થયી"

"મતલબ? કઈ સમજાયું નહિ મને"

"હું તને કઈ રીતે સમજવું યાર"

"તું કોઈ પણ રીતે સમજાવ મને"

"મેં આજે સવારે સ્વરા ને ફોન કર્યો હતો અને આપડા વિષે એને કહ્યું હતું કે આજે તારા મમ્મી પાપા અને મારા મમ્મી પાપા મળવાના છે અને આપડી સગાઇ નું નક્કી કરવાના છે."

"હા, તો!"

"મારી વાત પુરી થયા પછી એ રડવા લાગી અને જયારે મેં એને રડવાનું કારણ પૂછ્યું તો એણે મને કહ્યું કે એ તને ખુબ પ્રેમ કરે છે."

"હે?", મેં આચાર્યચકિત થયીને પૂછ્યું.

"હા, એ સાચું જ બોલે છે. એ તને પ્રેમ કરે છે. અને સાથે એ મારી બોવ જ સારી દોસ્ત પણ છે એટલે મેં મારી દોસ્તીની સામે મારા પ્રેમ ની કુરબાની આપી દીધી. એણે તું મળે અને જો એ ખુશ થાય તો હું તારા વગર પણ વધારે ખુશ થઈશ"

*****************

જો તમને આ ભાગ ગમ્યો હોય તો રેટિંગ અને રિવ્યુ આપવાનું ભૂલતા નહિ. હું આશા રાખું છું કે હજુ આગળ તમે આનંદ માણશો. ધન્યવાદ

*****************