Shutdown - 1-4 books and stories free download online pdf in Gujarati

અક બંધ - ભાગ 1.4

મેં ઘણી વાર સાંભળ્યું છે કે જે નસીબ માં લખેલું હોય એ જ થાય, મારી સાથે પણ એવું જ કઈ થવાનું હતું. સ્કૂલ ના સર કે ટીચર કોઈ ગ્રુપ ટ્યુશન કરાવે છે કે નહિ એ જાણવા માટે જવાનો વારો તો મારો જ આવ્યો. આકૃતિ સાથે થયેલી પેહલી મુલાકાત પછી તો મને પણ એની સાથે વાતની શરૂઆત કરવાથી ડર લાગતો હતો. મેં જેમ તેમ કરીને હિમ્મત જુટાવી અને રીસેશમાં એ ત્રણેય ની પાસે ગયો. હું સહજ ધીમા અવાજે બોલ્યો,"આકૃતિ!" આકૃતિ એ કદાચ મને અવગણ્યો એવું લાગ્યું, એણે મારો અવાજ સાંભળવા છતાં મારી સામું પણ ના જોયું. એણે એનો ચેહરો ફેરવી લીધો અને જાણે એવી રીતે મારી સાથે વર્તન કરી રહી હતી કે અમારે જનમો-જન્મ નો વેર હશે. મને એ જ વાતની નવાઈ લગતી હતી કે કોઈ છોકરી આટલી નાની એવી વાત માટે પણ આવું કઈ રીતે વર્તન કરી શકતી હશે? મને તો મનમાં થોડી વાર માટે એના પર એટલો ગુસ્સો આવ્યો કે શુ વાત કરું? એવું જ થયું કે આની સાથે તો વાત કરવી જ બેકાર છે. મેં થોડી વાર માટે મારા ગુસ્સા ને બાજુ માં રાખ્યો અને ફરી વાર એનું નામ લઇ ને એને બૂમ પાડી. આ વખતે એણે સામું તો જોયું પણ મોઢું બગાડીને બોલી,"શું છે તારે?". મેં વળતો જવાબ આપ્યો કે,"તને ખબર છે, આપડા ક્લાસ ના સર કે ટીચર કોઈ ગ્રુપ ટ્યુશન કરાવે છે કે નહિ?" મેં તો આટલું જ પૂછ્યું હતું જે સ્વાભવિક રીતે જોવા જઇયે તો યોગ્ય માણસ ને જ પૂછ્યું કહેવાય, કારણ કે અમારા ક્લાસમાં તો એ ત્રણ છોકરીઓ જ એવી હતી કે જે પેહલા પણ આ જ સ્કૂલ માં ભણતી હતી, જેથી એમને આ વાત ની ખબર હોય. એણે તો મને એવો જવાબ આપી દીધો કે,"મને નથી ખબર, તું બીજા કોઈ ને પૂછી લે". મને થોડુંક તો લાગી આવ્યું એની આ વાત ના લીધે કારણ કે, મેં તો સહજતાથી જ એને પૂછ્યું હતું અને એણે સરખી રીતે જવાબ આપવાના બદલે આવી રીતે જવાબ આવ્યો. મેં એના કહ્યા મુજબ જ કર્યું, એણે મને એવું કીધું હતું કે તું બીજા કોઈ ને પૂછી લે. મેં આકૃતિ ને બદલે સાક્ષી ને આ જ વાત પૂછી અને એણે મને જવાબ પણ આપ્યો અને એ પણ સરખી રીતે. સાક્ષી એ જવાબ આપતા ની સાથે જ નાની એવી સ્માઈલ પણ આપી જેના લીધે હું ખુશ થયો અને મારા ચેહરા પર હળવું સ્મિત ફેલાયું.


અમે ગ્રુપના બધા છોકરાઓ એકી સાથે રાકેશ સર ને મળવા ગયા અને એમને વાત કરી કે અમારે તમારે ત્યાં ટ્યુશન માં આવવું છે. રાકેશ સરે ટ્યુશન નું સરનામું આપ્યું અને કહ્યું કે આજે બપોર પછી 3.30 વાગ્યે આવી જજો તમે બધા. અમે બધા 3.15 એ જ રાકેશ સર એ આપેલા સરનામાં મુજબ ટ્યુશન પહોંચી ગયા અને ક્લાસ માં અંદર જઈ ને બેસી ગયા. મેં અંદર જઈ ને જોયું તો મારી સામે ની પાટલી માં જ સાક્ષી અને સ્વરા બંને બેઠી હતી. એમની સાથે એ જ પાટલી પર કદાચ આકૃતિ પણ બેસતી હશે. આકૃતિ ક્લાસ ની અંદર દાખલ થયી એણે જોયું અમે આખું ગ્રુપ આજે આવેલું હતું, એને પેહ્લે થી મન માં તો એવું હશે જ કે અમે લોકો પણ અહીં જ આવના છીએ. એ આવી ને કોર્નર ની જગ્યા પર બેસી ગઈ, સંજોગોવસાત બન્યું એવું કે આ બાજુ છોકરાઓ ની પાટલીઓ માં પણ ત્રીજી લાઈન માં જ અમે બેસેલા હતા અને વળી કોર્નર ની જગ્યા પર હું જ હતો. મારી અને આકૃતિ વચ્ચે કોઈ એક માણસ પસાર થયી શકે એટલી જ જગ્યા હતી.


એ સ્કૂલ માં જે રીતે આવે છે એના કરતા ટ્યુશન માં કંઈક અલગ રીતે જ તૈયાર થયી ને આવી હતી, મને એના વાળ માંથી મોહક કરી દે એવી સુગંધ આવતી હતી, એણે કપડાં પર છાંટેલો પરફ્યુમ મને અતિશય પસંદ આવ્યો, મને એની સ્મેલ લેવાનું ગમ્યું. મેં નજર એની તરફ ફેરવી અને એ જ સમયે એણે પણ મારી સામે જોયું, હું તો એના ચેહરા ને જોતો જ રહી ગયો. એના ચેહરા ની ચમક, એના વાળ ની મોહક, એના કપડાં પર છાંટેલો પરફ્યુમ કે જેણે મને એટલો મોહિત કરી દીધો કે હું જાણે કોઈ અલગ દુનિયા માં જ જતો રહ્યો હોવ એવું લાગ્યું. મારી નજર એની સામેથી હટતી જ ના હતી. મેં તો મન માં એવો વિચાર કરી લીધો કે જો આકૃતિ રોજ માટે આવી રીતે આવવાની હોય તો મારે ખાલી એને જોવા માટે જ આ ટ્યુશન માં જોઈન થવું પડશે.


આજે વળી એવું તે શું થયું કે મને જેના પર સવારે ગુસ્સો હતો એ જ મને આટલી બધી મોહિત કરી રહી હતી. સવારે હું જેનો ચેહરો જોવા ન માંગતો હતો, અત્યારે એ જ ચેહરા પરથી નજર હટાવવાનું મન નથી થતું. સવારે જેના માટે મારા દિલ માં નફરત ઘર કરી ગયી હતી એ જ નફરત ભરેલા આશિયાના માં અચાનક જ લાગણી ના બીજ ક્યાંથી રોપાઈ ગયા. મને કઈ જ સમજાતું ના હતું કે મને અચાનક શું થયી રહ્યું છે. હું કોની સાથે લાગણીઓ માં બંધાઈ રહ્યો છું. હું શા માટે એની તરફ આકર્ષયી રહ્યો હતો? એણે મારી સાથે એવું તો શું જાદુ કર્યું હશે કે મારી નજર પણ હટતી ન હતી. એના ચેહરા ને જોઈ ને મારી આંખો ને મળેલી ઠંડક ને હું કઈ રીતે વર્ણવું, એ જ મને ખબર નથી પડતી. મારી આંખો ને મળેલી ઠંડક તો એવી હતી કે જાણે વર્ષો થી દુકાળ પડેલા ખેતર માં ખેતી કરી રહેલો ખેડૂત જયારે વરસાદ ની માંગણી કરતો હોય અને ભગવાન એના પાર પોતાની કૃપા વરસાદ રૂપે વરસાવતા હોય. મારી પાસે આકૃતિ ની એ સમય ની છબી વર્ણવા માટે શબ્દો પણ નથી, મને ખબર નથ પડતી કે હું શું કરી રહ્યો હતો, મારુ ધ્યાન એના પરથી હતી રહ્યું ના હતું. હું સપનાઓ ની દુનિયા માં જતો રહ્યો હોય એવું લાગતું હતું. અને એ સપનામાં બસ મારી નજર સામે મને આકૃતિ નો ચેહરો જ દેખાતો હતો.


આકૃતિ ના સપનામાં ખોવાયેલો હતો ત્યારે જ રાહુલ એ મને જરાક ધક્કો આપ્યો અને મને સપનાઓ ની દુનિયામાંથી બહાર લાવ્યો. હું જયારે સપનાની દુનિયા માંથી બહાર આવ્યો અને મેં જોયું તો મારી અને આકૃતિ ની વચ્ચે રાકેશ સર ઉભા હતા. હું મન માં જ વિચારવા લાગ્યો કે આ બધું શું થઈ ગયું? રાકેશ સર ક્યારે આવી ગયા? અને એ આવી ને મારી પાસે જ કેમ ઉભા રહી ગયા? આવા ઘણા બધા સવાલોના જવાબ મારે જોઈતા હતા પણ આ જવાબો આપવા વાળું મને રાહુલ સિવાય બીજું કોઈ જ દેખાતું ન હતું. મેં રાકેશ સર સામે નજર મિલાવી ને સેજ ડોકું હલાવ્યું. મેં એમને પૂછવાનો પ્રયત્ન કર્યો કે"બોલો સર, તમે મને કઈ કેહવા માંગો છો?" એટલા માં રાકેશ સર બોલ્યા,"શું ભાઈ, શું?" બસ એમના આ 3 શબ્દો પછી નું ? જ ઘણું બધું કહી જતું હતું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED