The Accident - 3 - 4 books and stories free download online pdf in Gujarati

ધ એક્સિડન્ટ - session 3 - 4

ઇન્ડિયાસવાર ના 6 વાગ્યા છે.... સુમેર ઇન્ડિયા માં આવીને પોતાનો થાક ઉતારી રહ્યો છે...
અચાનક એના રૂમના દરવાજા પર કોઈ જોરથી ખખડાવે છે... સુમેર ની આંખો ખુલે છે, હાલ પણ એ ઊંઘમાં છે... અને એની આંખો લાલ થઈ ગઈ છે આંખોમાં ઊંઘ અને શરીર પર થાકેલો છે એ સાફ દેખાય છે...

સુમેર : કોણ??

આરોહી : બંદર હું છું ખોલ..

સુમેર : WAIT આવું છું... ( બેડમાંથી ઉભો થાય છે )

(( સુમેર દરવાજો ખોલે છે ))

આરોહી : ઓય તું હજુતૈયાર નઈ થયો ?

સુમેર : બસ હાલ ઉઠતો જ હતો

આરોહી : જલ્દી પછી LATE થશે તો કહેતો નહિં હા... 15 મિનિટ માં આવી જા નહિતો હું એકલી જાઉં છું

સુમેર : ધમકી ના આપ જો કહી દઉં.

આરોહી : કરી શું લઈશ હે..!!!

સુમેર : જા જા હવે તારી જોડે કોણ ઝગડે...

આરોહી : ના ના... રાજકુમારી છે તુ છોકરી છે હા એશા LATE હોય ... નાની નાની વસ્તુ સમજાવવી પડે છે તને....

સુમેર : જાને ચુડેલ ચાલ નવા દે મને...

આરોહી : હા તો નાહ ને મેં ક્યાં રોક્યો તને....

સુમેર : હા તો ચાલ સાથે ચાલ બાથરૂમ માં નજીક થી જો મને.

આરોહી : છી.... હટ્ટ...

સુમેર : હા તો એમ ઉભી રહીશ તું મારા રૂમમાં આગળ તો આમ જ કહીશ ને...

આરોહી : ઠીક છે બાપા હું જાઉં છું (ગુસ્સો કરે છે )

સુમેર : હા BYY નીચે જા આવું છું (દરવાજો જોરથી બંધ કરે છે )

દરવાજો બંધ થતાં ની સાથે આરોહી નીચે જવા આગળ વધે છે. એનાં મોઢા પર નો ગુસ્સો અચાનક એની મુસ્કાન નું કારણ બની ગયો.... આમ ગુસ્સામાં પણ મોઢા પર SMILE આવી જાય તો કારણ શું હોઈ શકે....? એતો આગળ જતાં જ ખબર પડશે....)





આરોહી નીચે બેઠી છે અને સુમેર ઉપર થી તૈયાર થઈ ને આવે છે....સૂમેરને આમ બિલકુલ અલગ જ અવતારમા જોઈને આરોહી એને જોતી જ રહી જાય છે અને હાથમાં રહેલો ગ્લાસ એના હાથમાંથી પડી જાય છે .....તરત જ સુમેર દોડતો દોડતો આરોહી પાસે આવે છે એનો હાથ પકડે છે અને જોવે છે એને વાગ્યું નથી ને.... પણ કાંઈ વાગ્યું નથી હોતું......સુમેર હાથ પકડે છે એ ફીલિંગ આરોહી માટે અલગ જ છે.






સુમેર : ઓયય ધ્યાન રાખ ને

આરોહી : અરે કાઈ નથી થયું...


ગ્લાસ ફૂટવાનો અવાજ સાંભળી ને પ્રીશા દોડતી આવે છે

પ્રીશા: શું થયું બેટા ....?

આરોહી: અરે મમ્મી કાઈ નથી થયું આ તો હાથમાંથી ગ્લાસ પડી ગયો.

પ્રીશા : બેટા ધ્યાન થી વાગી જશે તો...

સુમેર : આન્ટી ચુડેલ ને ના વાગે આનું ટેન્શન નઈ લેવાનું..


આરોહી : બંધ થા ને તુ ....

સુમેર : હંમેશા સચ કડવા હી લગતા હૈ...

આરોહી : તુ બંધ કર નહિ તો હું સુઈ જઈશ ઉપર જઈને.

સુમેર : ધમકી કોને આપે છે તું નઈ આવે તો હું એકલો જઈશ હો...ખોવાઈ નઈ જાઉં આ તમારા અમદાવાદમાં.

આરોહી : હા પણ તુ રાજકુમારી છે ને એટલે લોકો તને હેરાન કરશે 😂😂😂😂

સુમેર : તું બંધ થા...

પ્રીશા : ચાલો ઝઘડો નહિ અને જાઓ તમે સાચવીને બહુ તડકામાં ના રહેતા...

આરોહી : મમ્મી મારું ટેન્શન ના લે ભૂરા નુ લે છોકરી છે બિલકુલ ,લંડન માં ગરમી તો જોઈ નહી હોય અહીંયા ની ગરમી જોઈને એક કલાકમાં ઘરે આવી જશે જોજે.

સુમેર : જાને બે.... મગજ ના ખા.

પ્રીશા : હા પણ એને ગાડીમાંથી બહાર ના નીકાળતી બહુ ચાલવુ પડે એવું કંઈ ના કરતી.

આરોહી : મમ્મી અમે કાર લઈને નથી જવાના અમે બસમાં જવાના છીએ...

સુમેર : ઓહ હેલ્લો બસમાં ના બેસું હું ક્યારે નથી બેસ્યો લંડન માં બી નહીં કયારે મને કાર સિવાય ના ફાવે

આરોહી: ઇન્ડિયા માં આવ્યો છે ને તો હવે અહીંયા ના લોકોના જેમ જીવીને અમદાવાદ જો વધારે મજા આવશે.... બસ માંથી આવતાં પવન ની મજા કારના A. C માં નથી...

સુમેર : OHK ઠીક છે અને ધ્રુવ અંકલ ક્યાં ગયાં ?


પ્રીશા : કાલે LATE આવ્યા તો આરામ કરે છે તુ આવીને મળજે એમને...

સુમેર : OK....

આરોહી : ચાલ બંદર LATE થાય છે...

બંને ઘરથી ચાલતા ચાલતા બસના સ્ટેશન તરફ જવા નીકળે છે.... સુમેર જોડે એનો કેમેરો પણ છે જેમાં બહુ બધાં પળને કેદ કરવા માંગે છે. આ જોઈને આરોહી કહે છે "અમુક પળ ને કૅમેરામાં કેદ કરવામાં સમય બગાડ્યા સિવાય એને આંખોના કેમેરાથી દિલમાં SAVE કરીશ તો યાદગાર બની જશે...." સુમેર કહે છે તુ અહીંયા જ રહીશ મારે અહીંયા થી હજારો કિલોમીટર દૂર જવાનું છે ત્યારે આ PHOTOS અમદાવાદની યાદ અપાવશે...






થોડે દુર જઈને બંને B. R. T. S. ની બસમાં બેસે છે ..... બંને ને નવી નવી જગ્યા એ ફરવાનો બહુ જ શોખ છે...

સુમેર : અરે પણ તું મને એતો કે આપડે કરવાના શું છીએ ?

આરોહી : બહુ બધું...

સુમેર : હા પણ નામ તો કે 2 / 3 જગ્યા હશે માંડ ફરવાની..

આરોહી : 2 / 3!!! ગાંડા બહુ બધી જગ્યા છે જો કહું તને.

આખા વિશ્વમાં પ્રખ્યાત એવો સાબરમતી આશ્રમ,
અમદાવાદ નું દિલ એટલે કાંકરિયા અને રિવરફ્રન્ટ , કલાકૃતિ નો પ્રખ્યાત નમુમો એટલે સિદ્દી સૈયદની જાળી અને ઝુલતા મિનારા,
ધર્મપ્રેમી દેશની સાક્ષી પૂરતા મંદિરો જેવા કે ઇશકોલ મંદિર જામા મસ્જીદ , અને વૈષ્ણવદેવી મંદિર..

વિજ્ઞાનના કદમ સાથે કદમ મિલાવતા ઇન્ડિયા ની રજુઆત સાયન્સ સિટી,
4500 વર્ષ જૂની લોથલ સિટી પણ અહિયાંનો જ એક ભાગ છે

સુમેર : ઓહહ આટલું બધું અને શોપિંગ માટે કઈ નહિ?

આરોહી : અરે છે ને યાર... અમદાવાદ ઓને મોલ જે સિટી નો મોટો મોલ છે , રાધે શોપિંગ મોલ ,લાલ દરવાજા હોય કે આલ્ફાવન મોલ , માણેકચોક , લૉ ગાર્ડન નું નાઈટ માર્કેટ બધી જગ્યાઓ અલગ અલગ વસ્તુ માટે ફેમસ છે.

સુમેર : WOW આટલું બધું..... પણ મને ખાવાનો બહુ જ શોખ છે અને મેં સાંભળ્યું છે ગુજરાત એના ખાવાની વિવિધતા માટે જાણીતું છે પણ મને તો એવું કંઈ જોવા મળ્યું જ નહીં..

આરોહી : પાગલ જો તારી વાત સાચી છે ગુજરાતમાં બહુ બધું છે જે તને લંડન ની 5 STAR હોટેલ ને ભુલાવી દેશે...

સુમેર : ઓહો...

આરોહી : અમદાવાદ ના લોકો નું FAVORITE FOOD ખાખરા, ઢોકળા, ફાફડા, થેપલા, દાળવડા, દાબેલી, વડાપાઉં , દાળઢોકળી , કઢીને રોટલા, પાણીપુરી...

સુમેર : અરે બસ કર યાર મોઢામાંથી પાણી આવી ગયું મારા તો... અમુક અમુક નામ તો પહેલીવાર સાંભળ્યા પણ હું જરૂર ટેસ્ટ કરીશ...

આરોહી : હજુ તો બેટા શરૂઆત છે, હજુ તો મેં ખાલી અમદાવાદ વિશે કહ્યું ગુજરાતમાં તો બહુ બધું બાકી છે..

સુમેર : WOW યાર.... એટલું બધું.... અને અમદાવાદ વિશે હજુ કેને મને..

આરોહી : અમદાવાદ સિટી એટલે ગાંધીજીએ જે શહેરમાં પોતાનો આશ્રમ બનાવ્યો એ નગરી પાટણ સિટી ને જોઈને બનાવામાં આવેલી. અમદાવાદ સિટી ની અમુક જગ્યાઓના નામ એકદમ પાટણ જેવા જ છે... અમદાવાદને કર્ણાવતી કહેવામાં આવતું... અહીંયા તને બહુ બધા ધંધા જોવા મળશે... આખા ઇન્ડિયા માં સહુથી વધારે CAR DRIVE GIRLS અમદાવાદમાં જ કરે છે... અહીંયા એપોલો સિવિલ, સિમ્સ , ઝાઇડ્સ જેવી મોટી હોસ્પિટલ મોટા મોલ અને મોટી બિલ્ડીંગ નુ અદભુત નજરાણું જોવા મળશે... આ સિટીમાં તને ગરીબ પણ જોવા મળશે અને અમિર લોકો પણ.
અહિયાનું કલ્ચર અલગ જ છે અહીંયા તને *ક્યાં ગયો તો ?* થી લઈને *ચ્યો જ્યો તો?* સુધીની બધી જાતની ગુજરાતી સાંભળવા મળશે... સાયકલ થી લઈને અહીંયા તને મોટી મોટી ગાડીઓનું ટ્રાફિક જોવા મળશે..

આ સિટી આખી રાત જાગે છે આખીરાત અહીંયા લોકોની અવરજવર થાય છે અમદાવાદના નિર્માણ વિશે એક લેખકે કહ્યું હતું કે " जब कुत्ते पे सस्सा आया, तब बादशाह ने शहर बसाया "

બહુ જૂની વાત છે એ તો...

સુમેર : આટલું બધું ઇન્ડિયા આગળ આવી ગયું છે થોડા વર્ષોમાં અમારા લંડન ને પાછળ પાડી દેશે... જાણીને ખુશી થઈ

આરોહી : હા એતો છે જ ( મોઢા પર SMILE છે )


સુમેર : હા પણ લોકોના વિચારો નહિ બદલાય ત્યાં સુધી તો કઈ નહીં થાય ઇન્ડિયા નું..

આરોહી : કહેવા શુ માંગે છે સુમેર તું...?






બસ અચાનક ઉભી રહે છે આગળ થી ડ્રાઈવર બોલે છે
" કાંકરિયા આવી ગયા...."

આરોહી : ચાલ આપડી જગ્યા આવી ગઈ.... કાંકરિયા લેક છે અહીંયા બેસીશું અને લંચ કરીશું આપડે.

સુમેર : OK...


બંને ચાલતા ચાલતા અંદર તરફ જાય છે ટીકીટ લઈને બંને કાંકરિયા માં એન્ટ્રી લે છે. બન્ને ચાલતા ચાલતા કાંકરિયા તળાવની આજુબાજુ ફરવાનું નક્કી કરે છે અને આરોહી ને યાદ આવે છે બસ વાળી વાત બાકી રહી ગઈ....



આરોહી : હા તુ કંઈક કહેતો હતો....

સુમેર : હા..... લોકોના વિચારો નહી બદલાય ત્યાં સુધી તો કઈ નહિ થાય ઇન્ડિયા નુ...

આરોહી : જેમ કે....


સુમેર : જો અહીંયા 22વર્ષના છોકરા છોકરી થાય તો પણ એમના મોમ ડેડ જોડે એક જ ઘરમાં રહે છે અમારે ત્યાં તો છોકરા મોટા થાય એટલે જાતે જોબ કરે અને બીજે રહેવા જતા રહે FAMILY ને ભાર ના આપે... અહીંયા એવું કંઈ નથી.

આરોહી : હા એ વાત ઠીક છે ત્યાં એ બધું હશે પણ તમારા જેમ અમારે પોતાના જ મમ્મી પપ્પા ના ઘરે જવા અપોઈમેન્ટ નથી લેવી પડતી... મને ખબરછે ત્યાં સુધી ત્યાં અલગ થયા પછી જ્યારે છોકરા છોકરી એમના ઘરે આવવા માંગે તો એમને એમના મમ્મી પપ્પા પાસે અપોઈમેન્ટ લેવી પડે એના કરતાં અમારું ઇન્ડિયા સારું છે. જ્યાં એકજ ઘરમાં રહીને લોકો ફેમિલી ને કેવી રીતે સંભાળવું અને ફેમિલી શું છે એ શીખે છે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED