H બ્લોક Ravi Sharma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

H બ્લોક

ઉત્તરપ્રદેશ ના નાના ગામ મા રહેતો અશોક નોકરી માટે અમદાવાદ આવે છે. બન્યું એવુ કે અશોક ના ગામ મા રહેતો ગોવિંદ 3 વર્ષ થી અમદાવાદ મા એક સિક્યુરિટી કંપની મા નોકરી કરતો હોય છે એના કેહવા પર અશોક અમદાવાદ આવે છે.
ગોવિંદે અશોક ને કહી રાખ્યું હતું કે કોઈ માણસ ની જરૂર હશે એટલે તને બોલાવીશ, એટલે જેવી જ ગોવિંદ ની સિક્યુરિટી કંપનીમા સિક્યુરિટી ગાર્ડ ની જરૂર પડી ગોવિંદ એ અશોક ને બોલાવી લીધો .

અશોકને એક નવા બનેલા ફ્લેટ્સ મા નાઈટ ડ્યૂટી મા મુકવામા આવ્યો ,કમનસીબે થયું એમ કે અશોક આયો એના પેહલા જ આગલી શિફ્ટ વાળો ગાર્ડ જઈ ચુક્યો હતો.
હવે પેહલો જ દિવસ હતો એટલે અશોક બહાર ગેટ પર પહેરો દેવા બેઠો.

પહેલોજ દિવસ હતો એટલે એ થોડુંક આંટા મારી ને ચકાસણી કરી રહ્યો હતો.

બરાબર રાત ના 3 વાગ્યાં હશે અશોક મુખ્ય પ્રવેશ પર એની ખુરસી મા બેઠો હતો, ત્યાંજ એને નાના બાળકો નો રમવાનો અવાજ આયો, રાત્રે 3 વાગે કોણ રમતું હશે એ કુતુહલતા થી અશોક ઉભો થઈ ને અવાજ ની દિશામા વધ્યો. એને જોયું તો છેલ્લા
H બ્લોક નીચે 4 બાળકો રમી રહ્યા હતા.

એ ઝડપ થી ત્યાં ગયો પણ ત્યાં પહાચ્યો તો જોયું ત્યાં કોઈ નહતું પણ અવાજ બાળકો નો હજી આવી રહ્યો હતો, એને જોયું તો આ વખતે અવાજ એ છેલ્લા H બ્લોકના ધાબા પર થી આવી રહ્યો હતો.

એને ઉપર નજર કરી તો એ બાળકો ઉપર થી નીચે જોઈ રહ્યા હતા, 3 વાગે રાતે બાળકો આમ ક્યારેક ધાબા પર ક્યારેકે નીચે જોઈ અશોક ને અજુગતું લાગ્યુ, પણ નોકરી નો પેહલો જ દિવસ હતો એટલે તકેદારી જરૂરી હતી.

અશોક એ બ્લોક ના ધાબે જવા આગળ વધ્યો, આમ તો આ રહેણાંક એપાર્ટમેન્ટ મા ઘણા બ્લોક હતા પણ આજ એક H બ્લોક સંપૂર્ણ ખાલી હતો ને એ છેલ્લે ખૂણામાં પણ હતો.

અશોક ધાબે પહાચ્યો તો જોયું ઉપર તો કોઈ નહતું પણ બાળકો ની કિકિયારી હજી આવતી હતી,.

અશોક એ ધાબા પર થી નીચે નજર કરી તો જોયું એ 4 બાળકો નીચે ઉભા ઉપર અશોક ને એકી ટસે જોઈ રહ્યા હતા.
અશોક મૂંઝાયો કે આ શુ થઈ રહ્યું છે.

જેવો જ અશોક પાછળ ફર્યો એક આધેડ ઉંમર નો માણસ ધાબા ની પાડી પર થી નીચે ની તરફ પગ લટકાવી ને બેઠો હતો. આ જોઈ અશોક ને ફાડ પડી કે આ શુ થઈ રહ્યું છે.
હિમ્મત કરી ને અશોક ધીરે ધીરે એ વ્યક્તિ પાસે જાય છે, અંદર થી તો ખુબ ગભરાયેલો અશોક ત્યાં પહોંચી ને દબાતા અવાજ મા કહેવા જાય છે કે કેમ અયા બેઠા છો? કોણ છો?

એટલું બોલતાંજ એ વ્યક્તિ એનું મોઢું અશોક બાજુ ફેરવે છે જે જોઈ ને અશોકે ની ચીસ પડી જાય છે.

એ માણસ માણસ કે જે પણ કહો કાળા કપડાં મા બેઠો હોય છે, એના મોં કાદવ થી સંધાયેલો હોય છે સફેદ આંખો અને એની આસપાસ એક વિચિત્ર ઠંડક આટલું જોતાજ અશોક ઉભી પૂંછડી એ ભાગે છે.

પણ જેવો જ પાછો દોડવા ફરે છે એક સ્ત્રી ધાબા ના દરવાજા પાસે નીચે વચ્ચોવચ બેસેલી હોય છે એનો એજ રૂપ કાદવ થી અડધો સંધાયેલો ચહેરો સફેદ આંખો.

અશોક નું કાળજું મોઢે આય જાય છે એ બીજી દિશા મા દોડે છે ને બીજી સીડી ના દરવાજા પાસે પહોંચી ને જેવો દરવાજો ખોલે છે એક સફેદ કપડાં મા સફેદ પડી ગયેલો ચહેરા વાળો પ્રેત દરવાજા પર લટકી રહ્યો હોય છે.

હવે મોત ના મોઢા મા પોતાને જાણી અશોક મરણીયા પ્રયાસ કરે છે.

દરવાજા ને જોર થી લાત મારી ને દરવાજો ખોલી નીચે ભાગે છે, ભાગતા પડતા સીડીઓ ઉતરી ને એ નીચે પહોંચે છે, નીચે નું દ્રશ્ય જોઈ એને કાપો તો લોહી નહિ એ હાલત થાય છે.

એ જોવે છે નીચે એજ એક સ્ત્રી ને 2 પુરુષ અને 4 બાળકો ની લાશ કફન ઓઢાડેલી ને ચહેરો દેખાય એમ મુકેલી હોય છે.
અને થોડી દુર ઉભા આ 7 પ્રેત એકી ટસે અશોક ને જોઈ રહ્યા હોય છે.
અશોક તીવ્ર ગતિ મા ગેટ તરફ દોડે છે ને સિક્યુરિટી ની કેબિન મા જઈ ને પોતાને લોક કરી લે છે,.

બીક ના મારે એ બેભાન થઈ જાય છે, સવારે ગોવિંદ ને સિક્યુરિટી નો ગાર્ડ એને જોવે છે દરવાજો ખખડવા પર પણ જયારે અશોક નથી ઉઠતો તો દરવાજો તોડી ને એને ગોવિંદ અને બીજા માણસો મોઢે પાણી છાટી ને ઉઠાડે છે.
ગભરાયેલો અશોક બધી હકીકત જણાવે છે,
ત્યારે ગોવિંદ જોડે નો સિક્યુરિટી ગાર્ડ જણાવે છે કે આ ફ્લેટ્સ બન્યા એ પેહલા ત્યાં એક મોટુ તળાવ હતુ, એ તળાવ બઉ ઉજ્જડ હતુ ને એમાં 3 વ્યક્તિઓ 2 પુરુષ અને એક સ્ત્રી અને 4 બાળકો કાદવ ના તળાવ મા ધસી ને મુર્ત્યુ પામ્યા હતા.
આ જે H બ્લોક બનેલો હતો એ બરાબર એજ જગ્યા પર હતો, એ આત્માઓ ને હજી છુટકારો ના મળતા હજી એજ જગ્યા પર એજ બ્લોક મા ક્યાંક ને ક્યાંક દેખાય છે.

કેમ કે અશોક ડ્યૂટી પર આવ્યો એના પેહલા આગલી શિફ્ટ નો ગાર્ડ જતો રહ્યો હતો એટલે એને આ બધું જાણકારી ના આપી શક્યો,
આ બધું સંભાળી અશોક સ્તબ્ધ થઈ ગયો પેહલા તો નોકરી છોડીને જવાનો વિચાર કર્યો પણ પછી ગોવિંદ ના સમજાવા પર માની ગયો.

3 વર્ષ પછી આજે પણ અશોક ત્યાં નાઈટ શિફ્ટ મા ચોકીદારી કરે છે,
એ બાળકો નો અવાજ અને 3 આત્માઓ H બ્લોક પાસે એ ક્યારેક ક્યારેક દૂર થી જોવે છે પણ એ તરફ અશોક જવાનો વિચાર પણ નથી કરતો.

આજે પણ જયારે કોઈ નવો ગાર્ડ ત્યાં જોઈન કરે છે અશોક H બ્લોક તરફ રાત્રે ના જવા જણાવી ને માહિતગાર કરી દે છે.