sinh same saahas books and stories free download online pdf in Gujarati

સિંહ સામે સાહસ

મિત્રો આજે હું જે ઘટના કહેવા જઈ રહ્યો છું એ એક સત્ય ઘટના છે. આ વાત છે 2019 મે મહિનાની 19 તારીખ ની. હું તમને જણાવીશ કેવી રીતે આ ટૂંકો પ્રવાસ અંતમાં અમારા માટે દુર્લભ સ્વપ્ન બની ગયું અને અમને કાળરૂપી યમરાજ સમાન સિંહ નો સામનો થયો.

અમે બે દિવસની એક ટુર પર ગયા હતા, ટુર તો નહીં પણ અમારો એક મિત્ર જુનાગઢ રહે છે બસ એને ત્યાં લગ્નમાં અને સોમનાથના દર્શને ગયા હતા. અમે 13 મિત્રો અમદાવાદ થી 7:00 વાગે સાંજે બે ગાડી માં જુનાગઢ જવા નીકળ્યા, આશરે સવારે ચાર પાંચ વાગ્યાના આસપાસ જૂનાગઢ પહોંચ્યા.

જે મિત્ર ને ત્યાં પ્રસંગ હતું ત્યાં અમે હાજરી આપી અને સાંજે પાંચ છ વાગે અમે ત્યાંથી નીકળ્યા. ત્યાંથી થોડાક અંતરે અમારે એક બીજા મિત્ર ની આંબા ની વાડી હતી, એની વાડીમાં આશરે 800 - 1000 આંબા હશે. બસ ઉનાળાની ગરમીમાં થોડીક વાર ત્યાં આરામ કર્યો અને પછી એની વાડીમાં આંટો મારવા નીકળ્યા.
કેમકે વાડી બહુ મોટી હતી અને આટલા બધા આંબાના ઝાડ હતા તો અમે આંટો મારતા મારતા ઘણા અંદર સુધી આવી ગયા. એજ સમયે વાડીનો માલિક જે અમારો મિત્ર હતો એના ફોન પર એક ફોન આવ્યો. ફોન મુકતા મેં એને પૂછ્યું કોનો ફોન હતો? તો એને જણાવ્યું એના ગામમાં થી ફોન હતો એક સિંહ પરિવાર આપણા ગામ નજીક દેખાયો છે .ગામની સીમ એ વાડી થી ખૂબ જ ઓછા અંતરે આવેલી હતી.

એક મિત્રે પૂછ્યું ગામ કેટલુ દુર છે અહીંયાથી કે જ્યાં સિંહ પરિવાર દેખાયો છે? તો એ મિત્ર એ જણાવ્યું “ એક કિલોમીટર હશે આશરે”. બસ આ સાંભળતા જ અમારા પરસેવા છૂટી ગયા. કેમકે એનો સીધો મતલબ એ થતો હતો કે અમારે આસપાસ એક કિલોમીટરના અંતરમાં એક્ સિંહ પરિવાર છે અને એમાં કેટલા સિંહ- સિંહણ છે એનો અમને કોઈ અંદાજો નહોતો.
અમને ગભરાયેલા જોઈને અમારા એ મિત્રે અમને હિંમત આપતાં કહ્યું એ ગભરાવ નહીં અહીંયા તો રોજનું છે, અવારનવાર અહીં સિંહો આવી જ જાય છે પણ એ કોઈ નુકસાન નથી પહોંચાડતા, એટલું કહેતા એ આગળ વધ્યો અને અમે એના પાછળ પાછળ.
ત્યાંથી થોડાક જ આગળ વધ્યા હોઇશું ને જાણે એ મિત્રને શું અહેસાસ થયો તો એ મિત્રે અમને શાંત થઈ જવાનું કીધું. મેં એને કારણ પૂછતાં એને કીધું જે રીતે પક્ષીઓ અને વાંદરાઓ અવાજ કરી રહ્યા છે એનો મતલબ કે સિંહ અહીં આસપાસમાં જ છે, એનું આટલું કહેવું હતું અને અમારે તો જાણે હાથ પગ ઢીલા પડી ગયા, કંઠ સુકાઈ ગયા.

અમે બધાએ પાછા વળવાનું નક્કી કર્યું, દસ-પંદર ડગલાં ચાલ્યા હોઈશું અને પેલા મિત્રની નજર પર કઈ ચડ્યું, એને બધાને સ્થિર થઇ જવા જણાવ્યું અને હાથ લાંબો કરીને કંઈક બતાવ્યું. એ દિશામાં જોતાં એક નર સિંહ ઝાડ નીચે બેઠો અમારી બાજુ જોઈ રહ્યો હતો. એ સિંહ અને અમારા વચ્ચેનું અંતર આશરે ૨૫ થી ૩૦ મીટર હશે. ખરેખર એ સિંહને ઝાડ પાંદડા વચ્ચે થી જોવો અમારા માટે તો અશક્ય જ હતું પરંતુ આ તો પેલા મિત્ર ની ટેવાયેલી આંખો કામ કરી ગઈ.

જો સિંહને અમારા પર હુમલો કરવો હોય તો ત્રણ છલાંગ અને બે સેકન્ડ મા અમારા સુધી પહોંચી જાય પણ કહેવાય છે સિંહ મનુષ્ય પર ત્યાં સુધી હુમલો નથી કરતો જ્યાં સુધી મનુષ્ય સુરક્ષિત અંતર જાળવી રાખે, પણ અમે જાણે-અજાણે એ અંતરથી આગળ વધી ચુક્યા હતા, અને કદાચ એટલે જ સિંહ એની પૂંછડી હલાવીને અમને ચેતાવણી આપી રહ્યો હતો.

સિંહ અમારા પાછા જવાના રસ્તામાં બેઠો હતો એટલે જો અમારે ત્યાંથી નીકળવું હોય તો સિંહની દિશામાં અમારે આગળ વધવું જ પડે. પણ આગળ એક પણ ડગલું ભરવાની હિંમત કરે કોણ? હવે તો પરિસ્થિતિ એવી હતી કે સિંહ શું કરે છે એ અમારે જોંવાનું હતું, અને સિંહ એ જોઈ રહ્યો હતો કે અમે શું કરીએ છીએ. હવે નાછૂટકે અમે બે-ત્રણ ડગલા આગળ વધ્યા ત્યાં જ અમારાથી એક ભૂલ થઇ અને સિંહ ઊભો થઈ અમારી સામે આયો , એક સેકન્ડ માટે તો વિશ્વાસ જ ના આવ્યો કે આ ભયાનક સત્ય છે કે સપનું. અચાનક આમ સિંહ ને સામે આવતા જોઈ ને બધા ગભરાય ગયા, પણ અમારા વાડી વાળા મિત્ર એ કીધું પીઠ બતાવી ને ભાગશો તો નક્કી મરશુ , એટલે અમે નક્કી કર્યું કે ભાગીશુ નહિ કેમ કે ભાગીશુ તો પાકુ કોક તો અમારા માંથી સિંહ નું કોડિયું બનશે જ.
અમારા પાસે ઝાડ ની ડાડીઓ પડી હતી એ પેલા વાડી વાળા મિત્ર એ ઉપાડી ને અમને પણ હાથ માં લેવા ને જોં સિંહ અમારી તરફ આગળ વધે તો તો ડાડી અને લાકડી જમીન પર પછાડવા કીધું. સિંહ એ 2-5 સેકન્ડ પછી ત્રાડ નાખી અને આક્રમક રીતે આગળ વધ્યો. એટલે પેલા મિત્ર એ ડાડી જમીન પર પછાડી બૂમો પાડવાનું ચાલુ કર્યું , અમે પણ એની જેમ લાકડી ને ડાડીઓ જમીન પર પછાડી બૂમો પાડવા લાગ્યા.

ખુબ ભયાનક દ્રશ્ય સર્જાયુ, સિંહ 2 ડગલા આગળ આવે એક ડગલું પાછળ જાય. 10-15 સેકન્ડ આ ચાલ્યું પણ હવે સિંહ વધારે આક્રમક થયો ને અમારી ખુબ નજીક આવી ગયો આ જોઈ અમારી પાછળ ઉભેલા 6 મિત્રો ની હિમ્મત જવાબ આપી ગયી, ને એ 6 મિત્રો સિંહ ની વિપરીત દિશા માં દોડ્યા
હવે થયું એમ કે “કૂતરું કાઢતા ઊંટ પેઠુ”, 6 મિત્રો જે અલગ દિશા માં દોડ્યા અને થોડીક વાર દેખાયા નહીં તો મને અને મારા એક મિત્રને એમ લાગ્યું કે તે 6 મિત્રો સુરક્ષિત જગ્યા ઉપર પહોંચી ગયા છે એટલે અમે બે જણા એમની દિશામાં દોડીયા , અડધૂ અંતર કાપ્યા બાદ જે દ્રશ્ય અમે જોયું એ જોઈને ભલભલાના કાળજે કાપી જાય, અમે જોયું કે અમારા એક 6 મિત્રો ઊંધા પગે જીવ બચાવવા દોડી રહ્યા છે અને એમની પાછળ હુંકારા મારતી સિંહણ ઊભી પૂંછડીએ દોડી રહી હતી , અમે જ્યાં હતા ત્યાં જ ઉભા રહી ગયા.

સદનસીબે એક બંધ પડેલી ઓરડી પાસે એ 6 મિત્રો પહોંચી ગયા, જો એમને જીવ બચાવવો હોય તો એ ઓરડી ઉપર ચઢવું પડે, પણ નસીબ કેટલા કાંઠા ઓરડી પર ચડવાની કોઈ સીડી નહતી. જોકે ચાર મિત્રો બારીની છાજલી પર લટકીને ઓરડી ઉપર ચડી ગયા, પરંતુ એક મિત્ર શરીરે થોડો ભારે હોવાથી ઉપર ચડતા નીચે પટકાયો, અને સિંહણ પણ ત્યાં પહોંચી ગઈ, હવે તો ખરાખરી ની આવી ગઈ તી, નીચે પડેલા મિત્રને બચાવવા એક મિત્ર આગળ આવ્યો જે બધાને ઉપર ઓરડી પર ચડવામાં મદદ કરી રહ્યો હતો.પાસે પડેલા ખાટલા ના પાયા થી ઓરડી ના પથ્થર ઉપર જોર જોરથી પછાડીને બૂમો પાડવા લાગ્યો, તે જોઈને ઓરડી ઉપર પહોંચી ગયેલા મિત્રો એ પણ સિંહણ સામે હાથ ઊંચા કરીને બૂમો પાડવા લાગ્યા,
અધવચ્ચે પહોંચેલા હું અને મારો મિત્ર એ તો જોઈ શકતા હતા કે ચાર મિત્રો ઓરડી પર સુરક્ષિત પહોંચી ગયા છે પણ એના નતા જોઈ શકતા કે નીચે ખરાખરીનો જંગ ખેલાઇ રહ્યો છે મિત્રોએ ઉપરથી અમને બૂમ પાડીને જણાવ્યું કે નીચે સિંહણ સામે બે મિત્રો પ્રતિકાર કરી રહ્યા છે અમે બે જણા એવી જગ્યાએ ફસાઈ ગયા હતા કે ના તો ઓરડી સુધી પહોંચી શકતા કે ના પેલા સિંહ વાળા મિત્રો સુધી પહોંચી સકતા, આમ-તેમ ડાફોળિયાં મારતાં અમને જોઈને એક મિત્રે ઓરડી પર થી બૂમ પાડી અમને પાસે આવેલી ટાંકી તરફ ઈશારો કર્યો, જે ભય ના મારે અમે તો જોઈ ન શક્યા કે અમારા નજીક પણ સુરક્ષિત સ્થાન હતું, અમે ઝટ ત્યાં પહોંચી લોખંડની સીડી ચડી ગયા ને અમારો જીવ બચાવ્યો.
સિંહણ સામે પ્રતિકાર ચાલુ હતું એવું લાગતું હતું કે સિંહણ એ બે મિત્રો જે નીચે રહી ગયા હતા એમાંથી એક જણને લઈ જ જશે, પણ મારા મિત્રોએ ખૂબ બહાદુરી પૂર્વક સિંહણ સામે પ્રતિકાર કર્યો અને આવો એક જુટ પ્રતિકાર જોઈને સિંહણ ત્યાંથી ભાગી અને ઓરડી પર મારા છ મિત્રો સુરક્ષિત ચડી ગયા.

બીજી તરફ હવે મારા 6 મિત્રો સિંહ સામે હજી પણ મોરચો સંભાળી ને ઉભા હતા. સૌથી લાંબો સમય સુધી પ્રતિકાર આ લોકો એજ કર્યો હતો. બૂમો પાડી ને લાકડા પછાડી ને સિંહ ને જેમ તેમ થોભી રાખ્યો હતો, બસ અમારો અવાજ સાંભડી ને ત્યાં ના આજુબાજુની વાડી વાળા મદદ માં આવ્યા ને ભીડ એકત્ર થતી જોઈ સિંહ ત્યાં થી ધીમે ધીમે પાછો હટવા લાગ્યો. તો પણ અમે થોડોક સમય આસ્વસ્થ થવા માં લીધો કે સિંહ કે સિંહણ પાછા આવી ને હુમલો ન કરી દે.
છેવટે બધું થાળે પડતું જોઈ અમે સુરક્ષિત બચી ને નીકળી ગયા. એ દિવસ અમારો નસીબ અને ગ્રહો અમારા પક્ષ માં હશે કે આટલી વિકટ પરિસ્થિતિ માંથી પણ અમે બચી ગયા. અને એ વાત પર વિશ્વાસ દ્રઢ થયી ગયો કે રામ રાખે એને કોણ ચાખે.

જો કે હું આજ પણ એ વાત માનું છું નસીબ ની સાથે અમારા બધાનો આબાદ બચાવ થવા મા ત્રણ મુખ્ય કારણ હતા.

પહેલું બંધ પડેલી ઓરડી કે જેણે છ મિત્રો નો જીવ બચાવ્યો,

બીજું પાણીની ટાંકી કે જેણે મારો ને મારા બીજા એક મિત્ર નો જીવ બચાવ્યો.

અને ત્રીજું સૌથી મહત્વનું મારા સિંહ જેવા મિત્રો કે જેમણે કાળ સમા સિંહ અને સિંહણ સામે બાથ ભીડી ને અમારા બધા નો જીવ બચાવ્યો.

બીજા રસપ્રદ વિકલ્પો