એ શું હતું? આ સવાલ આજે પણ મનમાં ઘણી વાર આવે છે, મિત્રો આ વાત આશરે 1995 -1999 ના વર્ષ ની હશે. હું 10-11 વર્ષ નો હોઈશ. અમે પોલીસ વસાહત માં રહેતા હતા. અમે જે સમયે ત્યાં રહેતા હતા તે દરમિયાન ઘણા અણબનાવ ત્યાં બની ચૂક્યા હતા, દર પાંચ-સાત ઘર છોડીને આત્મહત્યા જેવા બનાવ બની ચૂકેલા.
એમાં એક બનાવ એવો બન્યો કે અમારા બ્લોક-A ની સામે બ્લોક-B આવેલો હતો, એમાં ત્રીજા માળે એક દંપતી રહેતું હતું, એ ઘરમાં કંકાસ ખૂબ જ હતો,, ઝઘડા તો રોજ જ થતા હતા, અને બીજે ત્રીજે દિવસે એ ઝઘડા હિંસક પણ થઇ જતા, જ્યારથી એ દંપતીના લગ્ન થયા હતા થોડાક્જ સમય માં કંઈક ને કંઈક વાત પર એ નવપરણિત છોકરી ને સાથે ઝગડા કરી મારઝુડ કરવામાં આવતી.એ નવપરણિતા ઘર ની બહાર પણ ભાગ્યેજ નીકળતી.
થોડા સમય બાદ જાણવા માં આવ્યું કે ઝગડા નું કારણ એજ આપણી જૂની દહેજ પ્રથા છે, સાસરિયાઓ ની ખુબ માંગણી હતી ને એ નવપરણિતા નું પરિવાર એટલું આર્થિક સધ્ધર ના હતું કે બધું પૂરું કરી શકે.
મને ખાસ યાદ છે હું ઘણી વાર મારા એક મિત્ર ના ત્યાં કે જે એમના બ્લોક માં રહે છે ત્યાં રમવા જતો , તો ઘણી વાર એ નવપરણિતા ને ક્રૂરતા પૂર્વક મારવાનો ને એનો રડવાનો અવાજ શરીર માં ધ્રુજારી લાવી દેતો. એ સમય પર બીક એવી લાગતી ને મન માં એ પણ થતું બંધ બારણે કેટલો ત્રાસ ગુજરવામાં આવે છે આમના પર.
બરાબર 1 વર્ષ જેવું આ સતત ચાલ્યું, આખરે એક દિવસ 11:00 વાગે નો સમય હતો, પૂરજોશમાં ઝઘડો ચાલી રહ્યો હતો, હંમેશાની જેમ એ નવપરણિતા ને મારવાનો રુદન નો અવાજ આવી રહ્યો હતો. પછી અડધો કલાક બિલકુલ શાંતિ રહી. અચાનક એ થયું જેની કલ્પના પણ નોતી કરી એ નવપરણિતા ભડભડ અગ્નિ ની જ્વાળાઓ સાથે દોડતી એના ઘર ની બહાર નીકળી. એની પીડાદાયક બૂમો થી બધા બહાર આવી ગયા
એ બિચારી ત્રીજા માળે થી પડતી, ભટકાતી દોડતી નીચે આવી ને આવતા આવતા અમારા ઘર સુધી આવી. અમારા પાડોસીઓ એ ધાબળા ને પાણી ને રેતી નાખી ને આગ ઓલવા વાનો પ્રયત્ન કર્યો પણ એમાં સમય બઉ લાગી ગયો, નવપરણિતા ને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા પણ જીવ ના બચ્યો. એના પતિ નું કેહવુ હતું કે એ બાથરૂમ માં નાહવા બેઠો હતો ને એને આત્મહત્યા કરી લીધી. સત્ય શુ એ તો એ સ્ત્રી ને એનો પતિ જ જાણતો હશે.
આ ઘટના ના 1 વર્ષ પછી ત્યાં ના રહેવાસી ઓને અજૂગતા અનુભવ થવા લાગ્યા, હું પોતે એ અનુભવી ચુક્યો છું, મેં કઈ એવુ જોયું તો નથી પણ રોજ રાત ના 2 કે 2:15 ના ટાઈમે એક અવાજ આવતો. જે ધીમે ધીમે વધતો જતો . આ અવાજ હતો એ નવપરણિતા ના પગ ની ઝાંઝરીનો.
રોજ રાતના બે વાગે એવી અનુભૂતિ થતી એ જાણે એ નવપરણિતા એના ઘરમાંથી બહાર નીકળતી અને ધીમે ધીમે ચાલતી ચાલતી અમારા બ્લોક સુધી આવતી અને પાછી જતી રહેતી, આ રોજ નું નિત્યક્રમ એનું.
ઘણી વાર તો એવો એહસાસ થતો કે જેમ જેમ ઝાંઝરી નો અવાજ નજીક આવતો તો એવુ લાગતું કે અત્યારે દરવાજો ખખડાવશે અમારો. એમનો રૂટ અમારા ઘર ની બારી ને દરવાજા બને આગળ થી હતો. અને આ અવાજ વચ્ચે આવતા બધા ઘર ના લોકો એ સાંભળેલો.
એની સીમા એટલીજ હતી એ જ અંતર જેટલું એ સળગતા દોડી હતી એટલે આવી ને પછી વળી જતી, પણ કોઈ ને નુકસાન ના કરતી ખુબ સજ્જન નારી હશે એ કદાચ.
મને આ વાત ખાસ યાદ છે કેમકે 1996 નો ક્રિકેટ વર્લ્ડ કપ જોવા હું અને મારો ભાઈ મોડા સુધી જાગતા એ દરમ્યાન આ અવાજ અચૂક સાંભળ્યો અમે. ઘણી વાર એવું મન કરતુ કે જયારે અવાજ આવે તો બારી માંથી છાની રીતે જોઉ. પણ એટલુ જીગર ના ચાલે.
મેં અને મારા પાડોસીઓએ 1995-1999 સુધી આ અવાજ સતત સાંભળ્યો. એ. પછી અમે બીજે શિફ્ટ થઈ ગયા . પણ 2008 સુધી કોઈક વાર મારે ત્યાં જવાનું થતું , તો હું આ સવાલ મારા જુના પાડોસીઓને પૂછતોજ કે હજી 2 વાગે રાતે પેલા b/11 માંથી ઝાંઝરી નો અવાજ આવે છે તો ત્યાં ના લોકો કેહતા હા હજી પણ એ દરરોજ આવે છે.
2008 પછી એ બધી પોલીસ વસાહતો તોડી પાડવામાં આવી ને મોટુ ખુલ્લું મેદાન કરી દીધું છે ત્યાં, વિચારું છું એક વાર રાત્રે 2 વાગે જવાનો પ્રયતન કરીશ ત્યાં, દિવસ દરમ્યાન ઘણી વાર જાઉં છું ત્યાં આવેલા એક મંદિર માં, પણ મન માં એ સવાલ છે કે શુ અત્યારે પણ એ નવપરણિતા ભટકી રહી હશે કે કેમ? અને એ શુ હતું જે સાંભળ્યું પણ જોયું નહતું ?