#ચાર્ટડની ઓડિટ નોટ્સ - 63 #
# Ca.Paresh K.Bhatt #
___________________________
ધર્મ-સંપ્રદાય-ફાંટા આ ખામી કે ખૂબી ?
___________________________
આજ કાલ ધર્મ, સંપ્રદાય કે ઈશ્વર ની ટીકા કરવી, તેમાં ન માનવું, તેની વાતો ઉતારી પાડવી આ બધી વાતો કરીને પોતે ખૂબ બુદ્ધિશાળી છે એવું સાબિત કરવાનો પ્રયત્ન ઘણા લોકો કરે છે. વાસ્તવમાં એમનાથી કઈ સાબિત તો થતું જ નથી. કોઈ ધર્મ કે સંપ્રદાય કે એમના કોઈ ફાંટા કે વિચારધારાનો વિરોધ કરવો એ બુદ્ધિશાળી હોવાની સાબિતી નહિ પણ નરી મુર્ખતા સાબિત થાય છે. કોઈ પણ ધર્મની શરૂઆત થઈ ત્યાર થી અત્યાર સુધીમાં ઘણા સંપ્રદાયો અને ફાંટાઓ પડયા છે અને હજુ પણ આવતા પાંચસો હજાર વર્ષમાં વધારે ફાંટા ઓ પડશે અને પડવાજ જોઈએ. આ પડવાજ જોઈએ એ શબ્દ ઘણા ને શૂળ ભોંકાય એમ ખુચ્યો હશે.
# Ca.Paresh K.Bhatt #
પોતાને રેશનલ ગણતા લોકો ની દ્રષ્ટિ ખુબજ સીમિત છે. એ પોતાની જાત ને રેશનલ ગણે છે પણ એમનું થીંકીંગ રેશનલ નથી અને દ્રષ્ટિ ખુબજ ટૂંકી છે. જે ધર્મ ને સંપ્રદાયથી આગળ વિચારી કે જોઈજ નથી શકતા. ભારતીય સંસ્કૃતિની જ વાત કરીએ તો એમાં ચાર વેદ જેટલા મોટા અને મહાન ગ્રંથો છે અને તેની સામે ब्रह्नसूत्र અને योगसूत्र છે જે બે, ત્રણ કે ચાર શબ્દોનું એક વાક્ય છે. આ એક એક સૂત્ર પર એક એક ભાષ્ય છે આ ભાષ્યને પાછા સમજવા માટે ટીકા છે ( ગુજરાતી માં કહીએ એ ટીકા નહિ પણ ભાષ્ય ને સરળ કરી ને સમજાવે તે ) આ ટીકા સમજવી પણ એટલીજ અઘરી છે. હવે કોઈની બુદ્ધિને ટપ્પો ન પડે ને એમ કહે કે આવા શુ જુદા જુદા સૂત્ર શુ આપ્યા આમ કહી ને પોતાની બુદ્ધિના ઝિરો ના લેમ્પ થી પ્રકાશ ફેંકવાની ફેકમ ફેંકી કરે છે. યોગ સૂત્રમાં પણ ધ્યાનયોગ પણ છે ને હઠયોગ પણ છે. બન્ને રસ્તે ધ્યેય સુધી પહોંચાય છે. આજ રીતે હિન્દૂ ધર્મ હોય કે મુસ્લિમ કે ક્રિષ્ચયન ધર્મ આ દરેક ધર્મમાં કોઈ પ્રભાવી વ્યક્તિત્વ થાય અને તેને એમ થાય કે આ માર્ગ મારી પ્રકૃતિને અનુકૂળ પડે છે. લોકો ને આ માર્ગે ધ્યેય સુધી પહોંચવાનું સરળ પડશે એમ માનીને એક પદ્ધતિ, એક પુસ્તક કે એક વિચારધારા નક્કી કરે અને તેને એક અલગ ઓળખ આપવામાં આવે ને એક સંપ્રદાય અસ્તિત્વમાં આવે છે. આવતા 500-1000 વર્ષમાં કોઈ નવા કૃષ્ણ, બુદ્ધ, ઈસુ કે ઇમામ આવશે ને નવો ધર્મ સંપ્રદાય ઉભો કરશે. એમને આજ ધર્મમાં થી કોઈ નવું તત્વ મળશે અને નવો ધર્મ કે સંપ્રદાય આવશે. એ પછીના બીજા 500-1000 વર્ષ પછી ફરી કોઈ આવશે અને આવુ અવિરત ચાલશે.પરિવર્તન સંસારનો નિયમ છે.આવુ ક્યાં ક્ષેત્રમાં નથી થતું ?
# Ca.Paresh K.Bhatt #
વિજ્ઞાન છે તો શરૂઆતમાં વિજ્ઞાનમાં કોઈ ફાંટા ન હતા પછી કોઈએ તેને ભૌતિક વિજ્ઞાન તરીકે વિકસાવ્યું , કોઈએ રસાયણ શાસ્ત્ર તરીકે, કોઈએ જીવ વિજ્ઞાન આજ રીતે ગણિત છે તો કોઈએ બીજગણિત, કોઈએ ભૂમિતિ, કોઈએ અંકગણિત . અરે સાહિત્યમાં પણ મુખ્ય બે સંપ્રદાય ગદ્ય અને પદ્ય. હવે ગદ્યમાં પણ નવલકથા (એમાં પણ રહસ્યકથા , પ્રેમ કથા, ઇતિહાસ કથા વગેરે ), નવલિકા, ટુંકી વાર્તા, લઘુ કથા, નિબંધ આવા કેટલા ફાંટા. આવુજ પદ્યમાં છે કવિતા, ગીત ,ગઝલ, કાવ્યમાં પણ હાઈકુ, સોનેટ વગેરે. આવુજ એન્જીયરીંગ એમાં પણ અનેક શાખા. જેમ જેમ કોઈ ધર્મ , વિજ્ઞાન, સાહિત્ય ,કલા વિકસતા જાય એમ ને એમ તેમાં સ્પેશ્યલાઇઝેશન આવતું જાય છે .આવુજ ડોકટરના અભ્યાસ ક્રમમાં છે. શરીર એક જ છે પણ કોઈ ને હદયરોગમાં રસ પડ્યો ને કાર્ડિયોલોજી વિભાગ વિકસ્યો , કોઈને આંખના રોગોમાં રસ પડ્યો ને ઓપથોલોજી વિભાગ વિકસ્યો, કોઈ ને હાડકાના રોગો માં રસ પડ્યો ને ઓર્થો વિભાગ વિકસ્યો. હવે શરીરતો એક જ છે . એમ છતાં આ સ્પેશયલાઇઝેશન શુ જરૂરી નથી ? એક જ શરીર છે તો એકજ ડોકટર જોઈએ એવું કોઈ ટૂંકી બુદ્ધિથી વિચારીને કહે તો ? એ બુદ્ધિશાળી ? .જેમને હાર્ટની તકલીફ છે એ હાર્ટ સ્પેશ્યલિસ્ટ પાસે જઈ ને તંદુરસ્તી મેળવે, આંખની તકલીફ વાળા ઓપથોલોજીસ્ટ પાસે જઈ ને તંદુરસ્તી મેળવે. આવા સ્પેશયલાઇઝેશન ધરાવતા ડોકટરોના સંપ્રદાયો કરવાંની શુ જરૂર ? આવુજ ધર્મના બારામાં છે ઈશ્વર એક જ છે . કોઈને પ્રાર્થના દ્વાર પામવા ગમે છે, કોઈને ધ્યાન દ્વારા પામવા ગમે છે , કોઈ ને ઉપદેશ આપી ને પામવા છે , કોઇ ને સેJવા દ્વારા પામવા છે તો આમા ખોટું શું છે ? .હવે જો કોઈ એમ કહે ન્યુરોલોજી જ શ્રેષ્ઠ, કાર્ડિયોલોજી નહિ અને ઝગડો કેરો તો ? આવું જ જો કોઈ ગઝલવાળા ને કવિતાવાળા સાથે ઝગડતા જોઈ જાય ગઝલ જ શ્રેષ્ઠ ને કવિતા જ શ્રેષ્ઠ , એજ રીતે ભૌતિક વિજ્ઞાન વાળા જીવ વિજ્ઞાન વાળા સાથે ઝગડે કે ભૌતિક વિજ્ઞાનજ શ્રેષ્ઠ તો એમાં વાંક કોનો ?
# Ca.Paresh K.Bhatt #
કોની સમજણનો ? આ ઝગડો જોનાર જો ટૂંકી બુદ્ધિ થી વિચારે કે આવા ઝગડા થાય છે એટલે આવા વિભાગ જ ન જોઈએ વિજ્ઞાન એટલે વિજ્ઞાન આવા ફાંટા શા ? ગણિત એટલે ગણિત આવા ફાંટા શા ? સાહિત્ય એટલે સાહીત્ય આવા ફાંટા શા ? આવુજ ધર્મમાં અને સંપ્રદાયમાં થયેલું છે. કોઈ ધર્મ કે સંપ્રદાય ચોરી કરો, લૂંટ કરો, બળાત્કાર કરો આવું શીખવાડે છે ? આજ રીતે બુદ્ધિશાળી લોકોજ સૌથી મોટા કૌભાંડ કરે છે. અણુબોમ્બ ને વિશ્વયુદ્ધ કોઈ મૂર્ખ લોકો એ તો નથી કર્યા તો શું બુદ્ધિશાળી લોકો ને ઇગ્નોર કરવા એમને ધિક્કારવા યોગ્ય છે ?
# Ca.Paresh K.Bhatt #
અરે ભાઈ આ ધર્મ કે સંપ્રદાયે આજે વર્ષો થી માનવ જીવન પર પ્રકાશ ફેલાવેલો છે અભણ, ગરીબ, બુદ્ધિશાળી, શ્રીમંત બધાજ તેને અનુસરે છે તો કંઈક તો એ વાતમાં તથ્ય હશે ને . આજે આવી રેશનલ વાત કરવા વાળાની ઘરવાળી પણ તેને નથી અનુસરતી , તેના દીકરા કે દીકરી પણ તેને નથી માનતા ન કે નથી અનુસરતા .
અહીં કોઈ લેભાગુ, કૌભાંડી, કે ક્યાંય ન ચાલે ને બાબા કે સાધુ થઈ જાય ને તેના દ્વારા શરૂ કરાયેલ પ્રવૃત્તિને સંપ્રદાય નથી ગણતા. જેમ દોર ધાગા થી રોગ મટાડવા વાળને ડોક્ટર નથી ગણતા એમ સમજીને જ ચાલવાનું છે. હાલમાં ધર્મની હાટડી ખોલીને ઢોગીઓ નીકળી પડ્યા છે એમની આ વાત નથી. કોમ્યુટર છે તો હેકર્સ નામના ચચિયા છેજ પણ એથી કરી ને કોમ્પ્યુટર વગર ની દુનિયા શક્ય છે ? એમ ધર્મ અને તેની જુદી જુદી શાખાઓ સંપ્રદાયો રહેવાનાજ અને એમાં આવા છુપા હેકર્સ પણ હોવાના આપણે જાગૃત રહીને જેમ કોપ્યુટર મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ એમ જ ધર્મ , સંપ્રદાય નું છે.
# Ca.Paresh K.Bhatt #
કોઈ પણ વિચાર, સિધ્ધાંત, ધર્મ ને ચીરકાળ સુધી સમાજમાં કે વ્યક્તિમાં સ્થિર કરવો સહેલો નથી. હા વિરોધ કરવો, ઠેકડી ઉડાવવી આ બધું સહેલું છે.કોઈ પણ બિલ્ડીંગ ઉભું કરવુંજ અઘરું છે તોડવું તો ખૂબ સહેલું છે. આપણી બુદ્ધિથી કોઈ પરંપરા, સંપ્રદાય, ધર્મ ને તોડવો તો સહેલો છે પણ તેમાંનું તત્વજ્ઞાન ઉપાડી ને સમાજ સામે પીરસીએ એ સાચું રેશનલિઝમ છે.
આથી જ Let's think differently.
अस्तु ।
Dt.26.05 2020