Chartered ni audit notes - 7 books and stories free download online pdf in Gujarati

ચાર્ટડ ની ઓડીટ નોટ્સ - 7

#ચાર્ટડ ની ઓડીટ નોટ્સ

# CA.Paresh K.Bhatt #

-: લાઈફ ઇઝ એ બેલેન્સ :-

આજે બંગલો શાંત વિસ્તાર માં હોય છે પણ બંગલા માં ક્યાંય શાંતિ નથી , ઘરમાં સોફાસેટ છે પણ માણસ અપસેટ છે , મ્યુઝીક સીસ્ટમ છે પણ જીવન માંથી સંગીત ચાલ્યું ગયું છે , ઘરે બે ત્રણ કાર છે પણ પગ બેકાર થઇ ગયા છે , બ્યુટી કોસ્મેટીક ખુબ છે પણ ક્યાય ખુબસુરતી નથી, સુકામેવા ના ડબ્બા ભર્યા છે પણ તંદુરસ્તી ખાલી થઇ ગઈ છે . આવું થવા નું કારણ શું ? આજે આપણા જીવન નું બેલેન્સ ખોરવાયું છે .

આજે બાળપણ મેદાન ની બદલે મોબાઈલ માં વેડફાય છે , યુવાની ના વિષયો બાળપણ ને તરુણાવસ્થા માં જ વેડફાય જાય ને અકાળે વૃધ્ત્વ દેખાય , જ્યાં ને ત્યાં યુવાન ડોસલા જ દેખાય . યુવતી ઓ પણ કાંતો સાઠીકડા જેવી નહી તો ઢોલ જેવી . પરિણામે ટીવી ની જાહેરાત સિવાય કોઈ ના દાડમ ની કળી જેવા દાંત નથી દેખાતા કે સૌંદર્ય સભર વાળ નથી દેખાતા . આ ટીવી માં જાહેરાતો આવે છે એટલે એમ થાય કે ખરેખર દાત ને વાળ નું સૌંદર્ય આવું હોય , નહીતર બાળકો ને ખબર જ કેમ પડત કે વાળ લાંબા ને કાળા હોવા જોઈએ . એમણે તો આજુ બાજુ માં કે ઘર માં અડધા ફૂટ થી વધારે વાળ ની લંબાઈ જ ન જોઈ હોય ! યુવાની માં પૈસો મેળવવા ની લાય માં ડાયાબીટીસ , બી.પી. , કોલેસ્ટ્રોલ મેળવી લે છે , અને આ બધા રોગો કાઢવામાં પાછા એ પૈસા ખર્ચી નાખે છે , પછી તો પ્રૌઢાવસ્થામાં પણ દુકાન નો થડો છુટે નહી .

એટલે જ કવિ કાલીદાસે કહ્યું છે કે .....

शैववेभ्यस्तविद्यानां योवने विषयैपिणाम् ।
वार्धक्ये मुनिवृत्तीनां योगेनान्ते तनूत्यजाम् ॥

જીવન એટલે જ બેલેન્સ. માણસ નું પ્રત્યેક જગ્યા એ બેલેન્સ જરૂરી છે . નોકરી માં , ધંધા માં , કુટુંબ માં , સમાજ માં આ બધા માં બેલેન્સ હોય તોજ મજા આવે ! . માણસ કાયમ નોકરી માજ રચ્યો પચ્યો રહેતો ? કે ધંધા માં જ સતત રચ્યો પચ્યો રહે કે પછી કોઈ બસ સમાજ સેવા જ કર્યા કરે તો ! માણસ ના જીવન નું બેલેન્સ ખોરવાય જાય .વ્યક્તિ ૪૦-૪૫ વર્ષ સુધી સફળ બિઝનેસમેન થવાની લાય માં લગ્ન જ ન કરે . એ પછી લગ્ન કરે તો એ સંસાર ની પણ શું મજા ! ભારતમાં એટલે જ ૧૦૦ વર્ષ ના આયુષ્ય ના ચાર ભાગ કર્યા હશે . પહેલા ૨૫ વર્ષ એટલે બાળપણ , તારુણ્ય અને યુવાની . જેને બ્રહ્મચર્યાશ્રમ કહ્યો છે કે એ સમય માં ખુબ અભ્યાસ કે બાકી ના વર્ષો જીવવા નું ધ્યેય નક્કી કરવાનો ગાળો કે જીવન ઘડવા નો સમય. ત્યાર બાદ ના ૨૫ વર્ષ એટલે ગૃહસ્થાશ્રમ નાં દિવસો . આ સમય માં તેના અભ્યાસ ને ઘડતર ના સમયે કરેલા ઇન્વેસ્ટમેન્ટ નું લણવા નો સમય . શેર બજાર ની ભાષા માં કહીએ તો પ્રોફિટ બુકીંગ નો સમય. આ સમય માં બાળકો નો અભ્યાસ , નોકરી , ધંધો , બાળકો ના લગ્ન , નોકરી વગેરે માટે ૨૫ વર્ષ છે . પછી વ્યક્તિ નો વન પ્રવેશ થાય એટલે કે જીવન માં જે કઈ ખૂટતું હોય તે ભરવા ના દિવસો , ઉજવવા ના દિવસો , ઉત્સવ ના દિવસો. આ સમયે વ્યક્તિ બધીજ જવાબદારી માં થી મુક્ત થઇ ને પોતાનું સમાજ માં એક સ્થાન બનાવ્યું હોય છે તેને માણવાના દિવસો એટલે આ પ્રોઢાવસ્થા .
જીવન ની સંધ્યાએ પોતે વાવેલું તો લણી જ લીધું હોય છે . પણ એ તો ભોતિક ચીજ વસ્તુ નું વાવેલું લણ્યું હોય છે. ઉપર ના ત્રણેય ગાળા માં એ બધાની સાથેજો અધ્યાત્મ ની ખેતી કરી હશે , બાળકો માં આ વાતો નું સિંચન હશે . એમને અભ્યાસ ની સાથે અધ્યાત્મ , ધંધા ની સાથે ધર્મ , નોકરી ની સાથે નીતિમતા આ બધાનું બેલેન્સ જો લાઈફ માં શીખવ્યું હશે તો જ જીવન ની અંતિમ સંધ્યા ખીલેલી લાગશે , નહિતર પ્રશ્ચાતાપ , ચિંતા , બળાપો જેવી ઉધય વૃધ્ત્વ ને કોરી ખાય તેવું લાગશે .

Don’t just count your years,
Make your years count
………George Meredith

अस्तु. ૧૧/૦૧/૨૦૨૦.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED