# ચાર્ટડ ની ઓડિટ નોટ્સ - 47 #
# Ca.PARESH K.BHATT #
*** ભારતનું ગણતર ને અમેરિકા-બ્રિટનનું ભણતર ***
ધીરુભાઈ , મફતભાઈ , કરશનભાઈ કે આપણા મોટા ભાગના હીરાવાળા એજ રીતે બિલ ગેટ્સ કે જેક માં આ બધાએ બિઝનેસમાં એ સાબિત કરી આપ્યું કે અમેં ભલે ભણ્યા નથી પણ ધંધો કેમ કરાય એ IIM કે હાવર્ડ ને કેમ્બ્રિજમાં અમારા ઉદાહરણ લઈ ને ભણાવે છે. અત્યાર સુધી આ વાત બિઝનેસ ક્ષેત્રે હતી એવુંજ આપણે માનતા હતા. બાકી દેશ ચલાવવા માટે તો ભણતર જ જોઈએ. પણ મી.બોરિસ કે મી.ટ્રમ્પએ સાબિત કર્યું કે અમારા ભણતર કરતા મોદી સાહેબ નું ગણતર ઘણું આગળ છે. આપણે ત્યા એક વાર્તા હતી કે ચાર બ્રાહ્મણ વિદ્યા શીખીને આવ્યા કે મરેલા ને જીવતો કેમ કરાય. જંગલમાં જતા હતા તેમની સાથે એક ગ્રામ્ય યુવાન પણ હતો . જંગલમાં મરેલો વાઘ જોયો એટલે ચારેય જણા કહે આને જીવતો કરીએ. પેલો ગ્રામ્ય યુવાન કહે ન કરાય. આ ત્રણેય કહે અરે ભણતર થી અમે સક્ષમ છીએ. તું ભણેલ નથી એટલે ડરે છે. પેલો યુવાન કહે સારું હું ઝાડ પર ચડી જાવ પછી તમે જીવતો કરો. આ ભણેલા વાઘ જીવતો કરે છે અને ચારેય ને ખાય જાય છે. બસ આવુજ બ્રિટનના વડાપ્રધાન અને આરોગ્ય પ્રધાને કર્યું. આપણા ગામડા વાળા એ પોતાના ગામના દરવાજા બંધ કરી દીધા અને આ લોકો એ ઇટલી સ્પેન પાસે થી પણ કઇ ન શીખ્યા અને કોરોનાનાં વાઘ ને પોતાના દેશમાં જીવતો કર્યો. આજ રીતે ટ્રમ્પ પણ ફાંકા ફોજદારી માં નીર્ણય નથી લઇ શકતા કે અર્થતંત્ર બચાવું કે માનવતંત્ર ? બન્ને બાજુ ખાઈ છે. જ્યારે મોદીસાહેબે વિચાર્યું કે માનવતંત્ર હશે તો અર્થતંત્ર તો ફરી પણ બેઠું થશે. ત્યારે આટલા મોટા દેશના નેતા ઓ મુંજાય છે કે રાજસતાના ત્રાજવા એક તરફ પ્રજા છે ને બીજા પલ્લામા અર્થતંત્ર છે. ગમે તે બાજુ નુકશાન જાય રાજસતા હલબલી જાય એમ છે.
ભારતની વિચારધારા એ ક્યારેય અર્થ પ્રધાન નથી રહી. વેદોમાં सुवर्ण च मे रतनै च मे .....આમ च मे च मे કહી ને અઢળક સંપતિ માગી છે આપણને કહ્યું હોય તો પાંચ દસ વાતો માગતા આવડે પણ અહીં તો આપણે થાકી જઈએ અને કલ્પનામાં ન આવે એટલી વાતો ઈશ્વર પાસે માંગી છે પણ આ સંપત્તિ ની સાથે સાથે વિવેક બુદ્ધિ, સંસ્કાર સંપત્તિ પણ માગી છે. પરિણામે આજે પણ જયારે એક પલ્લા માં અર્થ ને બીજા માં માનવ છે ત્યારે માનવનું પલ્લું નમી જાય છે.
ભૂતકાળમાં રાજા પોતે સાહસી હોય શોર્યવાન હોય , બુદ્ધિશાળી હોય - ભલે પોતે ભણેલ ન હોય. પરંતુ તેમને સલાહ આપનાર પ્રધાન મંડળ કે અધિકારી ઓ ભણેલા હોય. આ લોકો માં સલાહ આપવાની ખૂબ સારી આવડત હોય પણ નિર્ણય લેવાની ક્ષમતા ન હોય. ભણેલ અને ઓછું ભણેલ કે અભણ વચ્ચે આજ તફાવત હોય છે. ભણેલમાં સાહસ વૃત્તિ ઓછી હોય અથવા તો ન હોય જ્યારે અભણ માણસમાં સાહસ વૃત્તિ વધારે હોય. ભણતર અને સલાહ તો ખરીદી શકાય છે સાહસ અને સુજબૂજ કે ગણતર ખરીદી નથી શકાતું. એટલે જ સત્યમ નડેલા ને 25-50 કરોડ માં ખરીદી શકાય પણ બિલ ગેટ્સ તો જન્મે જ તે. ધીરુભાઈ ને ત્યાં 500 CA , IIM, IIT, MBA વગેરેની ફોજ ખરીદી શકાય પણ ધીરુભાઈ તો જન્મે જ.
આમ ભણતરથી જો મૂલ્યાંકન થતું હોત તો આજે અમેરિકા ને બ્રિટનની આ દશા ન હોત. ન્યુયોર્ક માં માસ્ક ને વેન્ટિલેટર નથી તો. બીજા સ્ટેટની તો શુ દશા હશે. ન્યુયોર્ક તો હાર્ટ ઓફ અમેરિકા છે તેની આ દશા છે તો બીજા સ્ટેટની તો કલ્પનાજ કરવાની રહી. સ્પેન, ઇટલી પાસે થી પણ જો બ્રિટન ના વડાપ્રધાન , ચાર્લ્સ પ્રિન્સ કે આરોગ્ય પ્રધાન જો કઈ ન શીખે તો એ ભણતર કામનું શું ? એ કેમ્બ્રિજ કે હાવર્ડ કામના શુ ? ત્યારે નથી લાગતું કે આપણા ચા વાળા વડાપ્રધાન નું ગણતર આ લોકો કરતા ઘણી ઉંચાઈ ધરાવે છે.
अस्तु
Dt.01.04.2020