# ચાર્ટડ ની ઓડીટ નોટ્સ # CA.PARESH K.BHATT #
ધર્મ માં નિમ્નસ્તર થી નીચેનું કોઈ સ્તર ખરું ?
ભારતીય સંસ્કૃતિ નો જયારે સુવર્ણ યુગ હતો ત્યારે વેદો નો અભ્યાસ કરતા ત્યાર પછી આપણું લેવલ નીચું થતા બ્રાહ્મણ ગ્રંથો આવ્યા, એનાથી પણ નીચે આવતા ઉપનિષદો, સ્મૃતિ ગ્રંથો વગેરે આવ્યા ત્યારે પછી હજુ થોડા નીચે આવતા પુરાણો આવ્યા , તેનાથી પણ નીચે આવતા સ્તોત્ર, સ્તુતિ વગેરે પર આવ્યા હવે તેનાથી પણ નીચે આવતા ભજન -ગરબા વગેરે આવ્યા . આમાં પણ નરસિંહ મહેતા , મીરાંબાઈ ,તુકારામ વગેરે ના ભજનો ભક્તિ, અધ્યાત્મ , તત્વજ્ઞાન થી ભરપૂર હતા. આ યુગ સુધી તો આ હજુ ઘણું ઠીક ઠીક ચાલ્યું.પણ આપણે તો આ ટેકનોલોજી ને ઝડપ થી મેળવી લેવાની લાય ના યુગ માં તો ખરેખર દાટ જ વાળી દીધો છે. આપણે ગરબા પણ કેવા લખીએ , ગાઈએ , ને પાછા સંગીત બદ્ધ કરીએ " પાવલી લઇ ને હુતો પાવાગઢ ગઈ તી. માડી મને દર્શન દે નહીતો મારી પાવલી પાછી દે " આ હદે માં ની નિર્ભસ્તના ? માં ની કિંમત પાવલી ? અને એ પણ દર્શન દે નહિતર મારી પાવલી પાછી દે આવી ધમકી ? આપણ ને એમ થાય કે વિશ્વ જેની આધ્યાત્મિકતા માટે નોંધ લે એ ભારત માં આવા ગરબા લખાય ? શુ માતાજી ની આવી મશ્કરી ? આટલું નીચું આપણું બૌધિક લેવલ ? આવા લખવા વાળા ને શું કહેવું ? એણે ભૂલ કરી તો ગાવા વાળા એ પણ તેને ગાવા ની તૈયારી દેખાડી ? સંગીત વાળા એ પણ ન તેને કમ્પોઝ કરવા ની ભૂલ કરી ? છેલ્લે જેને તો માફ જ ન કરાય એવા આપણે પણ ! કે જેઓ આવા ગરબા પાછા ઉલી ઉલી ને ગાયે અને ગરબે ઘૂમીએ અને પાછા કહીએ અમે બુદ્ધિશાળી !
તુલસી વિવાહ હોય કે ભાગવત સપ્તાહ હોય કે રામ પારાયણ હોય તેના વરઘોડા માં કે પછી નવરાત્રી માં પણ આપણે શીલાની જવાની , જલેબી બાઈ , મુન્ની બાઈ કે ચાર બોટલ વોડકા જ વગાડીએ છીએ !
ત્યારે એમ થાય કે રામ , કૃષ્ણ કે માતાજી ઉપર પ્રેમ છે કે પછી આ મુન્ની બાઈ ને જ્લેબીબાઈ પર ? ખરેખર તો જે કોઈ કથાકાર કે વ્યાસપીઠ પર બેસનાર કે વિધિ કરાવનાર બ્રાહ્મણ પણ એવું ન કહી શકે કે આટલી આમન્યા જાળવી શકો તો જ હું આપને ત્યાં આવીશ. આટલી ખુમારી તો આ બ્રાહ્મણ પાસે કે કથાકાર પાસે પણ અપેક્ષિત હોય જ. એજ રીતે ડી.જે વાળા પણ પૈસા માટે ગમે તે પ્રંસગે જે કહો તે વગાડે ? ખરેખર એમ થાય કે એમના માં મોરાલીટી જેવું હોય તો કહી દેવાય કે આ પ્રસંગે આવા ગીતો હું નહી વગાડું તમારે કોન્ટ્રાક્ટ આપવો હોય તો આપો . ધર્મ ને સંસ્કૃતિ માટે આટલું ન કહી શકાય ? આમ તો ડીજે વાળા ને પણ શું કહેવાનું આપણી જ આટલી સમજણ ન હોય કે આ બધું બંધ કરાવીએ ? હમણાં જ ગણપતી ઉત્સવ ના દસ દિવસ ગયા ,ત્યાં એક પણ સ્ટોલ પર ગણપતી અર્થવશીર્ષ ન વાગે .....પણ આવા જ થર્ડ ક્લાસ ગીતો આયોજકો દ્વારા મુકવા માં આવે !
હવે હદ તો ત્યારે થાય છે કે ઘણી વખતતો આવા પવિત્ર પ્રંસગે આવા થર્ડ ક્લાસ ગીતો પર દારુ પીય ને ડાન્સ થતા હોય તો એમ જ કહેવાનું મન થાય કે ધર્મ માં હવે આ નિમ્નસ્તર થી નીચેનું કોઈ સ્તર ખરું ?
अस्तु . DT.૨૯.૦૯.૨૦૧૯.