CHECK MATE - 10 books and stories free download online pdf in Gujarati

ચેક મેટ - 10

પ્રકરણ 10

દેસાઈ ના મોઢા પર એક ગર્વ ભર્યું સ્મિત હતું એ જોઈ ને સોલંકી અને રાઠોડ બને સ્તબ્ધ થઇ જાય છે. પણ પછી તરત જ નોર્મલ થઈ ને..

રાઠોડ: તમારી ગર્વ ભરી મુસ્કાન કહે છે કે અમે બરાબર દિશા માં છીએ. બરાબર ને....

દેસાઈ: દિશા તો બરાબર જ છે . (અટકે છે)

સોલંકી (દેસાઈ ના હાવભાવ જાણીને): પણ..?

દેસાઈ: પણ ઘણા પાછળ છો. નહીં પહોંચી શકો.

રાઠોડ: એ અમે જોઈ લઈશું. હવે તમે આ વાર્તા માં કયા કિરદાર માં છો , તમારો રોલ શુ એ જણાવો. બાકી સુમિત ને તો પાતાળ માં થી પણ શોધી કાઢશું.

સોલંકી: અને હજી એ તો જમીન પર જ છે. તમે તમારું કહો. તમે કેમ આમા જોડાણા.

દેસાઈ: સુમિત મારો જમાઈ છે.

રાઠોડ, સોલંકી , શિવ અને રઘુ ચારે જણ આંચકો ખાઈ જાય છે.

રાઠોડ: એક મિનિટ. શુ.. કીધું. તમે સુમિત ના... સસરા થાઓ.

સોલંકી: ડો નેહા તમારી દીકરી છે?

દેસાઈ: હા.

સોલંકી: આખું ખાનદાન જ ચોર નીકળ્યું સર.

રાઠોડ: હાસ્તો. એક કસ્ટમ ઓફિસર પોતેજ એક ફેક આઈ.ડી થી સ્મગલિંગ નું રેકેટ ચલાવે, એમા એની ડોકટર wife ની મદદ મળે અને એમાં સસરા નો પણ સપોર્ટ મળે. વાહ ક્યાં ફેમિલી હૅ.

દેસાઈ: (મલકાઈ ને) જેટલા ટોણા મારવા હોય એટલા મારો. મને કોઈજ ફરક નથી પડવા નો. કારણ કે ઘણા વર્ષો પહેલા આના કરતાં વધારે ખરાબ અને બિન જરૂરી ટોણા અમે સાંભળી ચુક્યા છે.

સોલંકી: કોણ અમે? તમે ત્રણ..?

દેસાઈ: હા. પ્રદીપ ના બાપ , સુમિત ના ફાધર અને હું.. અમે ત્રણે જણ એક જ ગામ અમરેલી ના છીએ.
(આ સાંભળી 4 એ જણ ને પાછો ધક્કો લાગ્યો)

અમે ત્રણે જણ સાથે ભણીયા , ગણિયા અને સાથેજ નાણાવટ નો ધંધો ચાલુ કર્યો. પહેલા ના 4-5 વર્ષ તો બધું સારું ચાલ્યું પણ પછી લાલચ થી ભર્યું મગજ ધરાવતો કિશોર પટેલ એટલે કે પ્રદીપ નો બાપ મારી અને જયંતરાઈ એટલે કે સુમિત ના પપ્પા ની ફેક sign કરી ને એક લેણદાર ની પ્રોપરટી પણ પોતાના નામે કરાવી દીધી અને રાતો રાત વહેંચી ને પૈસા કરી ને મુંબઇ ભાગી આવ્યો. પણ કહેવાય છે ને કુદરત બધું જોવે છે.

વર્ષો પહેલા ના દુકાળ માં પોતાના ની જમીન , મિલકત ની સાથે પોતા નો જીવ ગુમાવી ગયો કિશોર અને એટલે આર્થિક તંગી આવતા પ્રદીપ પણ એના જ રસ્તે ચાલ્યો.

રાઠોડ: ત્યાં સુધી તમને ખબર હતી કે પ્રદીપ ઈમાનદાર અને કર્તવ્ય નિષ્ટ માણસ હતો.

દેસાઈ: હા. પણ મારે તો માત્ર મારો બદલો લેવો હતો. કારણ કે એના બાપ ના પ્રતાપે મેં મારી કમાયેલી બધું પૂંજી અને આબરૂ બને ગુમાવી દીધી હતી અને મારી ઘરવાળી અને નેહા નું પાલન પોષણ પણ અઘરું પડી ગયું હતું. એટલે જ હું પણ મુંબઈ આવી ને નાની મોટી નોકરી કરી ને નેહા ને ડોકટર બનાવી અને સમાજ માં નામ કર્યું.

સોલંકી: કાકા અમારી પાસે તમારી કથા સાંભળવા નો ટાઈમ નથી. સિદ્ધા મુદ્દા પર આવો. અને કહો સુમિત ને તમે અને નેહા કઇ રીતે મળ્યા , શુ ક્યારે અને કેવી રીતે plan બનાવ્યો એ કહો.

દેસાઈ: એજ કહું છું. એક વાર સુમિત નેહા ની ક્લિનિકે આવ્યો હતો. એ મેન્ટલ ટ્રોમાં મા થી પસાર થઈ રહ્યો હતો.

રાઠોડ: એના મા બાપ ની પુર માં મૃત્યુ ને કારણે?

દેસાઈ: હા. એતો ખરુજ. પણ એમના મૃત્યુ પછી ખબર નહીં કેમ એને કયા થી આ ભૂતકાળ ની ઘટના વિશે ખબર પડી હશે તો એના લીધે એ ટ્રોમાં માં આવી ગયો હતો. જેથી નેહા ને એક દર્દી તરીકે એણે આખી વાત કરી હતી. ઓફકોર્સ ફોર ટ્રિટમેન્ટ પર્પસ.

રાઠોડ: પણ એનો ઉપયોગ તમે કર્યો તમારા બદલા માટે. અને ડૉ નેહા ને કેમ કે સેમ કારણ હતું,.. સુમિત પ્રત્યે લાગણી થવા માંડી.

દેસાઈ: મને પણ. ક્યાંક ને ક્યાંક અમે બધા એક જ હોડી ના સવાર હતા. એટલે વિગતે બધી વાત કરી સુમિત સાથે.

રાઠોડ: અને સુમિતે ત્યાર પછી આ આખો પ્લાન રેડી કર્યો.

દેસાઈ: હા. હજી એને નોકરી મા જોડાયા ને માત્ર વર્ષ જેવુ થયું હતું. અને એને ખબર પડી કે પ્રદીપ સ્મગલિંગ રેકેટ માંથી કટકી કરે છે. એટલે એણે પણ એમાં જમ્પલવાયું.

સોલંકી: એક તીર ને બે નિશાન. કસ્ટમ માં હોવા થી આરામ થી સ્મગલિંગ ને પાર પાડી શકે અને એમાં થી કટકી કરવાની. અને બીજો પ્રદીપ નો કોન્ફિડન્સ જીતી ને આ પ્લાન થકી પ્રદીપ ને એરેસ્ટ માટે રેડી કરી ને એની બદનામી કરવી અને એને વિશ્વાસ દેવડાવો કે એ પાછળ થી છૂટી જશે,, અને ત્યાં સુધી માં એને પતાવી દેવાનો.

દેસાઈ: હા. બદલા નો બદલો.. અને ધંધા માં એક ચકરી શાસન. અને જ્યારે મને ખબર પડી કે પ્રદીપ અહીં એકલો રહે છે અને આ એનું બીજું ઘર છે ત્યારે મેં પણ એની બાજુ માં ઘર શોધ્યું અને નસીબ કહો કે જે મને એક દમ બાજુ નું ઘર જ વેચાતું મળ્યું અને મેં ખરીદી લીધું. જે થી એના દરેક કામ ઉપર, એને મળવા આવતા તમામ માણસો ઉપર નજર રાખી શકું. છેલ્લા ત્રણ ત્રણ વર્ષો થી એની બાજુ માં જ રહી એની સાથે ચા પાણી કરી ને એની અંદર બહાર ની વાતો ઓકાવી. એમજ મને જાણવા મળ્યું કે એને પેસમેકર લાગેલું છે. બસ .. ખૂટતી કડી મળી ગઈ પ્લાન એક્ઝિક્યુટ કરવા માટે. દેર આયે પર બડે દુરુસત આયે.

કહી ને ખડખડાટ હસવા માંડે છે. જાણે કોઇ પીર આવ્યા હોય એમ હસવા માંડે છે.


રાઠોડ: બદલા ની ભાવના માં કોઈ પણ રસ્તે જવા તૈયાર થઈ ગયા સાથે સાથે પોતાની દીકરી અને જમાઈ ને પણ ઘસેડી લીધા. વિચાર્યું નહીં શુ ભોગવવું પડશે?

દેસાઈ: (અકળાઈને)કંઈજ ગુનો કર્યા વગર પણ ભોગવ્યું ને અમે. ?!! તમારીજ સિસ્ટમ સામે ગળું ફાટી જાય એવી રીતે ન્યાય ની ભીખ માંગી.. અને શું મળ્યું? જેલ ના સળિયા, બદનામી. કાળું ભવિષ્ય. એતો સારું થજો કે આ બને બાળકો (સુમિત અને નેહા)એ વખતે માત્ર 2 કે 3 વર્ષ ના હતા. બાકી એમનું શુ થાત. જે કર્યું સમજી વિચારી ને જ કર્યું છે. અને અમને કોઈ ને કોઈજ જાત નો અફસોસ નથી.

સોલંકી નો ફોન વાગે છે

સોલંકી: હા ગોયલ બોલ..

ગોયલ(પોલિસ જીપ માં બેઠો છે અને સુમિત ની xuv ને ફોલો કરે છે અને ડ્રાઈવર સીટ ની બાજુ માં બેઠો છે): સર સુમિત પોતાની સિલ્વર xuv માં એરપોર્ટ માટે નીકળ્યો છે. હું એને ફોલો કરું છું સાથે તમને એનો ગાડી નમ્બર પણ મોકલું છું. Can you arrange extra team at airport?

સોલંકી: ઓકે ગોયલ. ગો અહેડ. હું extra પોલિસ ટીમ ને કહું છું. નજર ના ચૂકવી જોઈએ ગોહિલ.

ગોહિલ: સર..

સોલંકી: (પ્રદીપ ના ઘરે થી એક ફોન જોડે છે). જય હિન્દ સર. સર આ જે લેન્ડિંગ નો master Mind હતો એ બીજું કોઈ નહી પણ સુમિત જ હતો અને એ અત્યારે એરપોર્ટ તરફ જઈ રહ્યો છે. I am sanding you the pic of his car. Can you arrange extra police party at airport??.. (સામે થી કાંઈક વાત થાય છે એ સાંભળી ને..) ok sir. જય હિન્દ.

(રાઠોડ ને જોઈ ને) સર . એરપોર્ટ બાજુ નીકળ્યો છે અને એને પકડવા extra પોલિસ પાર્ટી ને પણ રવાના કરવા માં આવશે . હમણાં 10 જ મિનિટ માં રવાના થશે.

(દેસાઈ ને જોઈ ને) તમારી વાર્તા ગમે એટલી સારી અને સાચી કેમ ના હોય. You Cant justify your crime mr Desai.

(રઘુ અને શિવ ને જોઈ ને) કાકા ને લઈ જાઓ કારાવાસ ના પ્રવાસે. એમના અંતિમ ગણતવ્ય એ.

આ બાજુ એરપોર્ટ ના રસ્તે સુમિત ની સિલ્વર xuv જાય છે અને એની પાછળ 200 એક મીટર ની દુરી એ ગોયલ ની 5 માણસ ની ટિમ પોલીસ જીપ માં એનો પીછો કરે છે. Xuv જે દિશા માં વળી એજ દિશા માં જીપ ગોયલ ના ડ્રાઈવર એ વળાવી અને ગોયલ એ દ્રશ્ય જોઈ ને આવક બની ગયો. આગળ સુમિત જેવીજ એજ નમ્બર વળી એજ કલર ની 5 xuv છૂટી છવાઈ ચાલતી દેખાય છે અને હવે ગોયલ માટે એ નક્કી કરવું મુશ્કેલ છે કે આમાં થી સુમિત ની ગાડી કઈ છે.

આટલી એક સરખી કાર જોઈ ને ..

નેહા: સુમિત .. યુ ઓલવેઝ સરપ્રાઈઝ મી. આ કયા થી. ??

સુમિત: મેં તને શું કહ્યું હતું. હોલીવુડ બૉલીવુડ માં થી જ idea મળી રહે છે. ધે આર ટ્યુટોરીયલ મટીરીયલસ. ફોર ગુડ સેક એનડ ફોર અસ. (કહી ને લુચ્ચું હસે છે અને એને જોઈ ને નેહા પણ એમાં સાથ આપે છે).

આ બાજુ.. કૃષ્ણ કુંજ ની સામે ની બીલ્ડીંગ માં પણ હલચલ છે. એક સુટેડ બુટેડ માણસ સ્નાઇપર લગાવી ને ટેરેસ પર બેઠો છે.

સુમિત પોતાના બીજા નાના extra ફોન લઈ ને એમા એક unknown નંબર પર "Go For It" મેસેજ ટાઈપ કરી ને સેન્ડ કરે છે.

એ મેસેજ અહીં સ્નાઇપર ના ફોન માં આવે છે. અને એ પોતાના ગન ને લોડ કરે છે. એક ફાયર થાય છે. ધડામ...

પ્રદીપ ના ઘર માં થી રાઠોડ અને સોલંકી બધું પોતાના કામ નું સમેટી ને નીકળતા જ હોય છે કે એક બુલેટ "સુમમમ" કરતી સોલંકી ના કપાળ ને ઘસાઈ ને નીકળી જાય છે પણ એ પણ સોલંકી ને ખાસુ ડેમેજ કરી જાય છે.

સોલંકી ના ડાબા લમણે થી લોહી ની ધાર નીકળવા માંડે છે અને એ જમીન પર ફસડાઈ પડે છે. રાઠોડ તરત જ એને ઊંચકી ને નીચે લઇ જાય છે અને એ પહેલાં એ તરત જ એમ્બ્યુલન્સ ને ફોન કરી ચુક્યો છે. લઈ એ નીચે આવે છે.

અહીં સુમિત ના ફોન પર મેસેજ આવે છે " Rathod Missed.. Solanki Hit" એ વાંચી ને સુમિત ના મોઢે થી ગાળ નીકળી જાય છે. અને પાછળ જુવે છે હજી પોલીસ ની જીપ પાછળ જ છે.

સુમિત એ જોઈ ને માત્ર હસે છે. કારણ કે હવે આગળ શું થશે એ માત્ર સુમિત જ જાણે છે. નેહા પણ નહીં.


**********************************************

લેખક સૌમિલ કિકાણી

આ મિસ્ટ્રી નોવેલ મારા પહેલા નાટક નું નવલકથા સ્વરૂપ છે. એ અચૂક પણે વાંચશો અને આપના બહુમૂલ્ય અને honest feedbek 7016139402 ના whats app પર જરૂર થી આપશો.બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED