CHECK MATE - 7 books and stories free download online pdf in Gujarati

ચેક મેટ - 7

પ્રકરણ 7
રાઠોડ અને સોલંકી બને મૂંઝવણ માં પ્રદીપ ના ઘર ના હોલ માં આંટા માંંરી રહ્યા છે. સતત વિચારો ના ચકડોળે ચડયા છે.અને ત્યાન્જ રાઠોડ નેે કાઈ સુજ્યું હોય એમ એ સોલંકી ને જોઈ ને..

રાઠોડ: સોલંકી ,.. પ્રદીપ ના ફિંગરપ્રિન્ટ ગ્લાસ પર મળ્યા અને એ ચેક થયા , એ બરાબર ... પણ સુમિત પેહલે થી અહીયા જ હતો , તો એના પ્રિન્ટ્સ ડો દિક્ષિત ને match કરવા માટે ક્યાં થી મળ્યા , ક્યાં થી કલેક્ટ કર્યા? અને ત્રીજા ગ્લાસ પર પણ પણ અધકચરા નિશાન માટે ..

સોલંકી: sir તમે કઈ બાજુ નજર નાખો છો ? ડો દિક્ષિત પર પણ..

રાઠોડ: હા.., બની શકે, ક્યાં છે ડો દિક્ષિત ?

સોલંકી: સર એ ડો નેહા ની બોડી ને ફોરેન્સીક માં મોકલવા માં આવી હતી, તો એમ ને examin કરી ને અહીં આવે છે એમ કીધું હતું. આવતા જ હશે.

રાઠોડ: કેટલો time થયો એ વાત થયા ને..

સોલંકી: લગભગ 20-25 મિનિટ.

રાઠોડ: તો બીજી 30 એક મિનિટ માં પહોંચવા જોઈએ.. right?

સોલંકી: સરટનલી સર..

રાઠોડ: ગુડ. બી ઇન ટચ વિથ હિમ.

સોલંકી ને આશ્ચર્ય થતા રાઠોડ ને ...

રાઠોડ સોલંકી ની આશ્ચર્ય ભરી નજર જોઈ લે છે અને એની અનુભવિ આંખો સમજી લે છે એટલે સોલંકી ની મૂંઝવણ દૂર કરતા સમજાવતા explain કરે છે.

રાઠોડ: હું તમારી મૂંઝવણ અને પ્રશ્નો સમજુ છું. હવે તમારી નજર સમક્ષ ડો નેહા નું જ example છે એજ જોઈ લો. ડો નેહા મુંબઈના પ્રખ્યાત ડોક્ટર હતા , તેમ છતાં એમનું પણ involment બહાર આવ્યું ને?

સોલંકી: sir , હજી પાક્કા પુરાવા નથી મળ્યા, આપણે ખાલી શંકા સેવી શકીએ છે .

રાઠોડ : હા , શંકા તો છેજ ને, ક્યાંક ને ક્યાંક કડી જોડાય છે ડો નેહા સાથે એનો ૧ % પણ ચાન્સ તો દેખાય જ છે ને .અને એમ પણ સોલંકી નામ મોટા હોવા થી કે પદવી મોટી હોવા થી માણસ ની માનસિકતા અને ચરિત્ર સાફ નથી થઇ જતાં. મેં ઘણા એવા case જોયા છે જેમાં નામાંકિત વ્યક્તિઓ એ ગુના આચર્યા છે, કેમ તલવાર કેસ ભૂલી ગયા ? અને તમેજ કહો. તમેજ વિચારો. જો ઇનવોલમેન્ટ ના હોત તો પ્રદીપ, સુમિત પછી ડો નેહા કેમ? તમે કે હું કેમ નહીં?.


સોલંકી: sir તમારી વાત તો નોટીસેબલ છે , તમારી શંકા અસ્થાને તો નથીજ, બટ કોઈ ડોકટર, આવું.. સાલું વિશ્વાસ નથી પડતો. કોના ઉપર ભરોસો કરવો.

રાઠોડ: પોતાના instinct ઉપર. જેમ તમે અગાઉ કર્યુજ છે.
અને એટલે જ કહું છું સોલંકી investigation વખતે હમેશા આંખ પર સમાનતા ના ચશ્માં પેહરી ને કામ કરવું, રીસલ્ટ સચોટ આવશે. અને એટલેજ હું ન્યાન ની દેવી ને અનુસરું છું જે નામ કે પદવી નહી પણ સત્ય અને અસત્ય ને જોખી ને ન્યાય આપે છે.

સોલંકી: પણ sir આંખે પાટા બાંધ્યા હોય તો કોનું ભાર વધારે એ કઈ રીતે ખબર પડે ?

(રાઠોડ સોલંકી તરફ લૂક આપે છે ત્યાન્જ ડો દીક્ષિત પ્રવેશ કરે છે એમના હાથ માં ત્રણેક જેવી files છે. એમને જોઈ ને રાઠોડ જરા ટોન્ટ મારતા..)

રાઠોડ: welcom ડો દીક્ષિત . તમારી જ રાહ જોવાતી હતી. અને ધારણા કરતા ઘણા વ્હેલા આવી ગયા તમે. ..

આ ટોન્ટ ડો દીક્ષિત સમજી ગયા પણ મગજ ઠંડુ રાખી ને એમણે પોતાની વાત આગળ ધપાવી.

ડો દીક્ષિત: હા . કારણ કે ડો નેહા ની બોડી નું examination મેં મારા આસિસ્ટન્ટ ને સોંપી ને હું આવ્યો છું as સોલંકી સાહેબ નો મને અર્ધા એક કલાક પહેલા કોલ આવ્યો હતો ફોરેન્સીક રિપોર્ટ સબમિશન માટે.

રાઠોડ: જી. બિલકુલ. જોકે તમે એના વિશે ફોન પર જણાવી જ દીધું હતું તેમ છતાં મારે તમારી પાસે થી થોડીક વધારે જાણકારી લેવા ની હતી.

ડો દીક્ષિત : જી પૂછો.


રાઠોડ: તમેં પ્રદીપ ના ફીન્ગરપ્રિન્ટ ક્યાં થી match કર્યા? I mean match કરવા માટે પ્રિન્ટ્સ ક્યાં થી કલેક્ટ કર્યા ?

ડો દીક્ષિત: એમના હાથ પર થી , ઓબ્વિઅસ્લી.

રાઠોડ: કેમ કે તમારી પાસે પ્રદીપ ની બોડી હાજર હતી , લેબ માં. right ?

ડો દિક્ષિત: યેસ , પણ તમારે પૂછવું શું છે ? શેમાં ડાઉટ છે ?

રાઠોડ: સુમિત ના પ્રિન્ટ્સ માં.

ડો દિક્ષિત: એટેલ ?

રાઠોડ: એટલે એમ કે સુમિત અમે અહીં આવયા ત્યારથી જ અહીયાજ હતો , તો એના પ્રિન્ટ્સ બીજા ગ્લાસ પર ના પ્રિન્ટ્સ સાથે match કરવા માટે તમને ક્યાં થી મળ્યા ? અહિયાં થી તો એમના પ્રિન્ટ્સ તમે કલેક્ટ નથી જ કર્યા એ હું જાણું છું. સો એક્ષ્પ્લૈન મી docter, કઈ રીતે તમે સુમિત ની હાજરી વગર સુમિત ના પ્રિન્ટ્સ પેલા ગ્લાસ ના પ્રિન્ટ્સ સાથે match કર્યા જેના ઉપર સુમિત ના પ્રિન્ટ્સ છે ?

ડો દિક્ષિત : અકચુલી મેં એમના પ્રિન્ટ્સ એમના department ના biometric punching ડેટા માં થી કઢાવ્યા હતા?

સોલંકી: તમને કઈ ભાન છે ડોક્ટર, આ રીતે તમે ચાલુ case માં department માંથી કોઈ ના deta કઢાંવો અને તમે કોઈ જાણ પણ નથી કરતા ?

રાઠોડ: Do you have any Idea કે આ એક crime છે ? તમે incharge officers ને જાણ કર્યા વગર તમારી process માં કઈ પણ કરો ,, આ શું રમત છે તમારી માટે?

ડો દિક્ષિત: I extreamly sorry સર. પણ એ વખતે મને ખ્યાલ નહોતો કે સુમિત ને પેનિક એટેક આવ્યા ને કારણે ડો નેહા એમની ક્લિનિક લઈ ગયા હતા. જો ખબર હોત તો ત્યાં થીજ કલેક્ટ કર્યા હોત. પણ સર એમાં થીજ તો આપણ ને break through મળ્યો છે કે ત્રીજા ગ્લાસ પર અધકચરા નિશાન પણ સુમિત ના છે એટલે એ involve છે .

રાઠોડ: માન્યું , but this is not the way docter , તમારે આની કીમત ચૂકવવી પડશે .

ડો દિક્ષિત: બટ sir ,

રાઠોડ: please docter દિક્ષિત, તમે તમારા એથીક્સ તોડ્યા છે , so you have to pay for it.

ડો દીક્ષિત નિરાશ થઈ ને જવાજ માંડે છે કે ત્યાં દીક્ષિત નો કોલ આવે છે.

દીક્ષિત : હા પંકજ.. બોલ.. ( જરા સાંભળે છે .. થોડીક સેકન્ડસ પછી) .. બે વાર ચેક કર્યું. કોઈ ડાઉટ નથી ને. (સામે છેડે થી જવાબ આવયો એ સાંભળી). ઠીક છે. એક કામ કર.. મર્ડર સ્પોટ ના ફોટોસ અને અત્યારે જે રિપોર્ટ બનાવ્યો છે એ બને મને whats ap કર. ક્વિક..

(કહી ને કોલ કાપે છે)

(દીક્ષિત રાઠોડ અને સોલંકી તરફ વળે છે અને...)

દીક્ષિત: ડો નેહા નું પોસ્ટ મોર્ટમ થઈ ગયું છે.

રાઠોડ: આટલું જલ્દી.

દીક્ષિત: હા. કારણ કે માત્ર ને માત્ર માથા ના આગળ ના ભાગ માં ભારી વસ્તુ થી મારવા થી ખોપરી ના હાડકા નો કટકો મગજ ના ભાગ માં ઘુસી જવા થી હેમરેજ ને કારણે મૌત થયું છે.

રાઠોડ: એટલે જ્યારે એ file લેવા ગયા ત્યારે કોઈ એમની ઉપર પણ watch રાખતું હતું.

સોલંકી: કદાચ શિવનારાયણ..?

રાઠોડ: કદાચ. અને એમની ઓફીસ માં થીજ કોઈક ભારી વસ્તુ થી માથા પર ઘા કર્યો. (કાંઈક વિચારે છે .. અને થોડીક ક્ષણો માં.. એ પોતાની ઘડિયાળ જોવે છે અત્યારે 7:15 થવા ને છે એ જોઈ ને..).. આ કેસ પરોઢે 4:30 વાગ્યા થી સ્ટાર્ટ થયો. અને તમે અને ડો નેહા લગભગ 5 ની આસપાસ આવ્યા હશો?

દીક્ષિત:(હકાર માં માથું હલાવતા) નિયરલી..

સોલંકી: પછી માત્ર 15-20 મિનિટ ના intarogation ના અંતે સુમિત ને પેનિક એટેક આવ્યો જેથી એને ડો નેહા પોતાની જ ક્લિનિક એ લઇ ને primary treatment આપી.

રાઠોડ: અને પછી એ સુમિત ને લઈ ને લગભગ 6 વાગ્યા ની આસપાસ આવ્યા અને બીજી બધી પૂછતાછ માં બીજા 15 એક મિનિટ ગઈ. એ દરમિયાન જ ખબર પડી કે સુમિત ને psudologia fantastica છે.

સોલંકી: પછી લાઈટ ગઈ અને સુમિત પર એટેક થયો અને એમ્બ્યુલન્સ માં એને લઇ જાવા મા આવયો ત્યારે ..

રાઠોડ (વચ્ચે થી અટકાવતા): લગભગ 6:30 જેવું થયું હતું.

દીક્ષિત આ કન્વેરસશન નો તાળ મેળવતા જાત એને એક મગજ માં ઝબકારો થાય છે અને તરત જ એ રાઠોડ અને સોલંકી ને જોઈ ને...

દીક્ષિત: અને ડૉ નેહા ઉપર હુમલો થાય છે 6:50ની આસ પાસ.

રાઠોડ અને સોલંકી બને શોક થઈ જાય છે.

રાઠોડ: are you sure ડોકટર?

દીક્ષિત: 100 પર્સન્ટ. અને આટલી જલ્દી એટલા માટે pm થયું કેમ કે જ્યારે સોલંકી સાહેબ નો કોલ આવયો ત્યારે હું અને પંકજ ત્યાં એમની કલીનીક એ જ હતા અને મેં પંકજ ને કહ્યું કે બધું ત્યાન્જ જોઈ લે.

સોલંકી: એટલે હેમરેજ કનફરમ છે??

દીક્ષિત: ઓહ યસ સર. જે એલ્યુમિનિયમ ના જાર થી મારવા માં અવાયું એમા ખાસો ડેમેજ નો ઘસારો છે.

રાઠોડ: એટલે જ 20 મિનિટો માં તમે અહીં આવ્યા ત્યાં સુધી માં pm થઈ ગયું.

ત્યાન્જ whats app બલિન્ક થાય છે. જેમાં ફોટા અને રિપોર્ટ ની pdf આવી છે એ દીક્ષિત રાઠોડ સર ને બતાવે છે જે જોઈ ને આ બાબતે કોઈ શંકા ને સ્થાન નથી રહેતું.

સોલંકી: ઓહ.. ચહેરો પણ નથી વર્તાતો .

દીક્ષિત: exectly. ખોપરી ફાટી ગઈ હોવા ના કારણે internal અને external બ્લીડિંગ થયું છે અને ચામડી ઘણી ચિરાઈ ગઈ છે.

રાઠોડ (વિચારતા): આ બધું પેરફેક્ટ ટાઇમ ટેબલ પ્રમાણે કરવા માં આવ્યું છે.

સોલંકી: સર મારુ instinct કંઈક અલગ કહે છે.

રાઠોડ સોલંકી ની સામે સહકાર ના ભાવે જોવે છે.

રાઠોડ: મારુ પણ. કદાચ આપણા બને નું instinct એક જ દિશા માં છે.

એમા ડો દીક્ષિત ઇન્ટરફિયર કરતા કહે છે..

દીક્ષિત: સર. વિથ ડયુ રિસ્પેક્ટ.. હવે જો મારુ કાઈ કામ ન હોય તો હું જઈ શકું. મારે આ રિપોર્ટ્સ ની પ્રોપર ફાઈલિંગ કરવા નું છે જે થી તમને બને ને submit કરી શકું. .

રાઠોડ હકાર માં માથું હલાવી ને પરમિશન આપે છે.

રાઠોડ: પણ ડો દીક્ષિત.. બી ઇન ટચ. કંઈક પણ બીજું ધ્યાન માં આવે તો અમને જણાવજો.

દીક્ષિત: Most Sertainly.

(કહી ને બહાર નીકળે છે. અને અહીંયા સોલંકી ને ફોન આવે છે)

સોલંકી(ફોન ઉપાડી ને): હા ગોયલ.. બોલ શુ લીડ. (સાંભળે છે. અમુક સેકન્ડ સુધી સામે થી આવતી વાત સાંભળે છે અને તેમ તેમ એ વધારે શોક થાય છે. બધું સાંભળી લીધા પછી જરા ખોંખારો ખાઈ ને.. ).. confirm છે. ભૂલ નથી ને કોઈ?? (સામે થી જવાબ આવે છે એ સાંભળી ને એક ઊંડો શ્વાસ લઈ છે). ઠીક છે. બીજું કાંઈ મળે તો જો અને તને એક નમ્બર મોકલું છું એનું સ્ટેટ્સ જો. હા. ઓકે. (ફોન મૂકે છે અને તરત જ એક msg whats ap કરે છે.. આ બાજુ રાઠોડ સોલંકી તરફ જોઈ ને)

રાઠોડ: શુ થયું સોલંકી? શુ લીડ મળી?

સોલંકી: જે ડો નેહા ની હત્યા થઈ એ ડો નેહા જ નથી.

રાઠોડ : વ્હોટ?? (એક દમ મગજ ફરી જાય છે). શુ બોલો છો?

સોલંકી: yes sir.. we were trapped.. ડો નેહા ના નામ થી જે લેડી આવી હતી એ કોઈ બીજી હતી ડો નેહા નહોતી.. . અને એનીજ હત્યા થઈ છે. નેહા ની ક્લિનિક માં.

રાઠોડ: એ કઈ રીતે શક્ય બને સોલંકી.. ? તમેજ કહ્યું હતું કે તમારા ડિપાર્ટમેન્ટ માટે છેલ્લા અમુક વર્ષો થી કામ કરે છે.. તો તમે કેમ ના ઓળખી શક્યા..?

સોલંકી: સર એ અમારા ડિપાર્ટમેન્ટ માટે વર્ષો થી કામ કરે છે એ સાચું.. બટ.. એટલીસ્ટ મારે એમની સાથે આજે પહેલીવાર જ મુલાકાત થઈ છે. જ્યારે પણ મેડમ ની જરૂર પડતી કોઈ પણ આરોપી કે વિટનેસ માટે ત્યારે અમારા સિનિયર જ એ હેન્ડલ કરતા.. એટલેજ તો ગોયલે જાણકારી આપી પછી હું પણ confuse થઈ ગયો..

રાઠોડ: how. કોઈએ કેમ નોટિસ ના કર્યું. આપણે કઇ રીતે ચુકી ગયા?

સોલંકી: કે પછી ચુકાડવા માં આવ્યા..?

રાઠીડ ની તેજ તીખી નજર સોલંકી તરફ પડે છે.

બને જણ ઊંડા વિચારો માં ખોવાઈ જાય છે. અને હજી એમને એ પણ જાણ થવા ની બાકી છે કે એમની નજીક માં જ કોઈ છે જે આ બધું મોનીટર કરી રહ્યું છે.

**********************************************

લેખક સૌમિલ કિકાણી.

આ મિસ્ટ્રી થ્રિલર વાર્તા વાંચી આપના ઈમાનદાર ફીડબેક 7016139402 પર જરૂર થી આપશો.
બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED