CHECK MATE - 9 Saumil Kikani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

CHECK MATE - 9

પ્રકરણ 9

આ બાજુ સુમિત પોતાના ઘરે આવે છે. ઘર નો દરવાજો ખખડાવે છે. દરવાજો ખુલતા જ એક લેડી દેખાય છે અને એ છે ડો નેહા (જે ગોયલ એ સોલંકી ને ફોટા મોકલ્યા હતા એમાં જે હતી એ) .. સુમિત ની wife.

બને જણ પ્રેમ સભર ભેટે છે. એક બીજા ને પ્રેમ સભર કિસ કરે છે. અને અંદર આવે છે.

નેહા: હવે..

સુમિત: પપ્પા નો વારો.

આ બાજુ રાઠોડ અને સોલંકી હવે આ કેસ ને આટોપી લેવા નું મન બનાવે છે ત્યાં..

સોલંકી: સાલું જબરું કહેવાય સર. એક એકટ્રેસ ને ડો બનાવી ને આપણો મામૂ બનાવ્યો. કોને ખબર આ પસ્યુડોલોજીયા ફેંટાસ્ટીકા એ બીજા કેટલા ફટકા માર્યા છે.

આ વાક્ય જાણે રાઠોડ ના મગજ પર તિર ની જેમ વાગ્યું.

રાઠોડ: યસ.. સોલંકી .. યસ. આપણે આ ભૂલી જ કેવી રીતે ગયા.

સોલંકી: શુ??

રાઠોડ: યાદ કરો. આપણે સુમિત નું આખું ઇન્ટરોગેશન અહીજ ઘર માં .. બલ્કે ઘર માં પણ મોસ્ટલી અહીં હોલ અને સ્ટડી રૂમ માં કર્યું છે.

સોલંકી: (હકાર માં માથું હલાવતા) હા સર. અને જ્યારે આરામ ની જરૂર પડી ત્યારે બેડરૂમ. અને પેનિક એટેક વખતે નક્લી નેહા ની સાથે બહાર. ..

બને જણ એક બીજા ને જોવે છે અને જાણે શુ કરવાનું છે એ નજરે થી કહી ને કામે લગે છે.

સોલંકી બેડરૂમ માં જઇ ને તપાસે છે અને રાઠોડ સ્ટડી રૂમ માં. અને શિવ અને રઘુ હોલ ને બરાબર ચેક કરે છે.

હોલ માં સોફા ના ખાંચા, જે તે ટેબલ ના ડ્રોવર અને બીજું ઝીણું ઝીણું ચેક કરે છે.

બેડરૂમ માં સોલંકી બેડ , બેડ ના ગાદલા ઉથલાવી ને જોવે છે, કબાટો ના ખાના, ટેબલ ના ખાના બધું ચેક કરે છે.

અને સ્ટડી રૂમ માં થી રાઠોડ ની બુમ સંભળાય છે.

રાઠોડ: સોલંકી...!!!.. come ફાસ્ટ.

સોલંકી , રઘુ અને શિવ બધા દોડતા સ્ટડી રૂમ માં પહોંચે છે. અંદર જતા જ અમુક મેગીઝીન, ન્યુઝ પેપર ના કટિંગ્સ ને બધું રાઠોડ ના હાથ માં જોવે છે અને કૌતુક ભરી નજરે જોવે છે.

રાઠોડ સોલંકી ના હાથ માં એ બધું આપે છે. સોલંકી વાંચી અને જોઈ ને સ્તબ્ધ થઈ જાય છે. અને આશ્ચર્યભાવે એના મોઢા માંથી ગાળ નીકળી જાય છે.

સોલંકી(રાઠોડ ને જોઈ ને): આટલી મોટી રમત. ?!!

રાઠોડ: રમત નહીં.. ખીલવાડ. આ જુઓ એના 3 માસ્કેટીયર્સ..

મેગેઝીન બતાવતા.. એના પર આંગળી મૂકી ને દર્શાવે છે.

સોલંકી એ વાંચે છે. મેગેઝીન ના કવર પેજ પર લખ્યું હોય છે..

Conversation with legends.

Brain Lara
Sachin tendulkar
Shiv naranyan Chandrapaul
Stive wagh.

એમા શિવનારાયણ ચંદ્રપૌલ નું નામ વાંચી ને સોલંકી ને જાટકો વાગે છે. એ અચરજ ભરી નજરે રાઠોડ તરફ જોવે છે અને રાઠોડ સોલંકી ને જોઈ ને..

રાઠોડ: હજી આ વાંચો..

એમ કહી એક ટેગ લાઇન પર આંગળી મૂકે છે જ્યાં ઇંગલિશ માં લખ્યું છે..

How the King of jungle killed..

અને આ લાઇન જે ફોટા ની નીચે લખી છે એ ફોટો વિરપ્પન નો છે.

સોલંકી: વિરપ્પન??

રાઠોડ: આખું અને સાચું નામ કુસી મુનિસ્વામી વિરપ્પન. બને નું નામ ભેગું કરી ને બનાવ્યું શિવનારાયણ મુનિસ્વામી.

બીજો. અબ્બાસ માજિદ. જેમાં માજિદ આ..

એમ કહી ને ન્યુઝ પેપર ની કટિંગ બતાવે છે. જેમાં લખ્યું છે ઈરાની director માજીદ માઝદી ઇન્ડિયા માં એક ફિલ્મ બનાવા જઇ રહ્યા છે. ક્યારે એ સમય હજી નક્કી નથી.

સોલંકી: અને અબ્બાસ. ..

રાઠોડ: આપણાં ઘર ના director duo.

કહી ને મેગેઝીન નો પાછલો પેજ બતાવે છે જેમાં લખ્યું છે. અબ્બાસ મસ્તાન કોમેડી કિંગ કપિલ શર્મા ને લઇ ને બનાવવા જઇ રહ્યા છે એક ફિલ્મ. ..

સોલંકી: આ બને નું મળી ને બનાવ્યું અબાસ માજિદ.

શિવ: અને પેલો ફ્રાન્સ વાળો.

રાઠોડ: આ હા. તારું પણ ધ્યાન છે. ગુડ.

કાગળિયા ઓ માંથી એક cd કાઢે છે. જેમાં એક દાઢી વાળો ફ્રેન્ચ માણસ દેખાય છે. જેની નીચે લખ્યું છે. Symphoni music by Oliver Shanti.. (Oliver Serano Elvi).

સોલંકી: આટલી ઊંડી રમત.?? અહીંયા બેઠા બેઠા આટલા શોર્ટ ટાઈમ માં કઇ રીતે. ?

રાઠોડ: શોર્ટ ટાઈમ નહીં. એ પ્રદીપ ને કાલે 10:45 એ પતાવ્યો એ પહેલાં થીજ .. જ્યારે આ આખો પ્લાન બનાવ્યો ત્યાર થીજ શુ કરવું, શુ કહેવું એની સ્ક્રિપ્ટ રેડી રાખી હતી.

સોલંકી: તો પછી.. પેલો ગુલામ મુરતુઝા અલી , એસ એસ કાલરા એ બધા પણ. ??

રાઠોડ: હોઈ શકે. એ પણ નામ કદાચ ફેક હોઈ શકે..

આ સાંભળતાજ રઘુ ચમકી ને ...

રઘુ: સાહેબ.. ગૂગલ ટ્રાઈ મારીયે.

રાઠોડ: not a bad Idea. જોવો. ત્યાં સુધી માં આપણે સુમિત ના નામ નું એલર્ટ આપી દઈએ. આ જાટકા ઓ માં આપણે મોડા પડીયા છે.

સોલંકી: ના સર. ગોયલ ને મેસેજ કરી દીધો છે. એની પાછળ જ છે.

રાઠોડ: I am Impressed. સોલંકી. Good job.

રઘુ પોતાના ફોન માં ત્યારે ગૂગલ કરે છે અને જે જોવા મળે છે જોઈ ને એ બોલી પડે છે. ..

રઘુ: એની માને.. આ સુમિત તો કાફર નીકળ્યો... આ જુવો એસ એસ કાલરા કોણ છે એ..!!

રાઠોડ , સોલંકી અને શિવ જોવે છે અને એ લોકો પણ સ્તબ્ધ થઈ જાય છે. ત્રણે જાણ એક સાથે..

ત્રણે જણ: ગુલઝાર સાહેબ. !!!

સોલંકી (તરત જ): અને ગુલામ મુરતુઝા કોઈ છે.. ?

રઘુ : હા સર. એક જ મીનિટ.

(કહી ને એનું નામ લખી ને જુવે છે અને એમાં પણ ધડાકો લાગે છે.. એ screen સીધો બતાવે છે..)

રાઠોડ: UP નો અંડર 19 પ્લેયર. હેલ..

સોલંકી: બરાબર ચકડોળે ચડાવ્યો. સર.

(જરા શાંતિ થી વિચારી ને).. મને શું લાગે છે સોલંકી.. ખબર નહીં કેમ .. પહેલીવાર આવું ફિલ થાય છે.. 18 વર્ષ ની કેરિયર માં પણ.. અંદર ખાને થી એમ લાગે છે કે સુમિત ને અહીં થીજ ... આ ઘર માંથી જ નીકળવાની કોઈએ મસ્ત સેટિંગ કરી રાખ્યું હતું. કોઈ સતત આપણી વચ્ચે હતું પણ આપણી સમક્ષ નહતું. અને એજ સુમિત ના પ્લાન નું સુપર વિઝન કરતું હતું અને લગભગ લગભગ એણે જ નેહા ને પણ અહીં થી કાઢી.

સોલંકી: પણ કોણ?

રાઠોડ: એજ ને સોલંકી .. કોણ??

બને જણ ગહન વિચાર માં પડે છે અને બને એક સાથે બોલી ઉઠે છે..

રાઠોડ અને સોલંકી: કદાચ એ જ. ..

રાઠોડ: તમે પણ એજ વિચારો છો ?

સોલંકી: હા સર. એજ ..

રાઠોડ: તો ઉઠાવો. અંધારા માં તીર મારી જોઈએ. લગભગ નિશાન પર જ લાગશે.

સોલંકી: સર. રઘુ, શિવ ઉઠાવો એને.

આંખે થી ઈશારો કરે છે કોને અને ક્યાં થી ઉઠાવા નો છે અને બને જણ સમજી જાય છે. રઘુ અને શિવ બને જણ દેસાઈ ને પાડોશ માંથી ઉઠાવવા નીકળે છે.

આ બાજુ સુમીત અને નેહા બને પોતા ના આલીશાન ઘર ના મેન હોલ માં થી બહાર આવી રહ્યા છે અને એમની સાથે બે મોટી ટ્રાવેલ બેગ લીધી છે. એ લઈ ને એ લોકો પોતાની xuv car માં બેસે છે અને ડ્રાઈવર ને એરપોર્ટ તરફ ગાડી લેવા નું કહે છે.. ત્યારે..

નેહા: તને શું લાગે છે. પપ્પા ને કાઈ થશે તો નહીં ને. ..

સુમિત: ના. જો ઘભરાયા વગર આપણે નકકી કર્યું એમ જ કરશે તો... કંઈજ નહીં થાય. હા .. પણ.

નેહા: I know. Imprinsonment.

એમ કહી ને થોડી નરમ પડી જાય છે. .

નેહા: પણ.. જૂનો બદલો લેવા કોઈએ તો કિંમત ચુકાવી જ પડે.

સુમિત: ધીરજ રાખ . નેહા. આપણે રાઠોડ ના રડાર માં થી નીકળી જઈએ પછી પપ્પા ને પણ કાઢી લઈશું.

નેહા: તો હજી આપણે નથી નીકળ્યા??

સુમિત: બસ એક વ્હેત દૂર. પપ્પા ની જુબાની પતે ત્યાં સુધી ની વાર. એક ઘા અને બે કટકા.

એજ સમયે આ બાજુ પ્રદીપ ના પાડોશ માંથી દેસાઈ ને પકડી ને રઘુ અને શિવ અંદર આવે છે.

પણ દેસાઈ ના મોઢા પર એક પણ ટકા તકલીફ , દુઃખ કે અફસોસ નથી .. ઉલટા નું એક ગજબ ગર્વ ભર્યું સ્મિત છે.

જે જોઈ ને રાઠોડ અને સોલંકી બને છક થઈ જાય છે.

**********************************************

લેખક સૌમીલ કિકાણી.

આ મિસ્ટ્રી વાર્તા અચૂક પણે વાંચ જો અને આપના honest feedback જરૂર થી 7016139402 ના whats aap પર આપશો.