દરિયાના પેટમાં અંગાર - 2 MaNoJ sAnToKi MaNaS દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દરિયાના પેટમાં અંગાર - 2

(આ સ્ટોરી મારી આત્મકથા છે. મેં જે જોયું છે, અનુભવ્યું છે અને જે સાંભળ્યું છે એ અહીં હું લખી રહ્યો છું. હરેક ઘટના હું સચોટતાથી લખી રહ્યો છું. જ્યારે સત્ય લખવાની વાત આવે છે ત્યારે હું પાછો ક્યારેય હટ્યો નથી તો મારા જીવનમાં જે બન્યું છે અને જે જોયું છે કઈ લખવામાં મને જરાય ડર નથી લાગતો. લખવાની હિંમત હું કરું છું પ્રકાશિત કરવાની કે વાંચવાની હિંમત તમારી હોવી જોઈએ. હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી સાહિત્ય સમાજ અને દેશનો અરીસો છે. અને તમે મારા લખાણને રાજનીતિ સમજીને હડસેલી નહિ દ્યો એની મને ખાત્રી છે.)

ફેબ્રુઆરીના અંતિમ દિવસો હતા. અયોધ્યાથી કારસેવા કરી રામ ભક્તો આવી રહ્યા હતા. ટ્રેન ગોધરા સ્ટેશન પર ઉભી રહી. જોત જોતામાં ત્યાં મુસ્લિમ લોકોના ટોળા ભેગા થયા અને ટ્રેનના ડબ્બાને આગ લગાવી દીધી. એ ફોલાદી ડબ્બા પણ સળગી ગયા તો માણસના શરીરની શુ ઔકાત હોઈ શકે. લગભગ 52 લોકો જ જીવતા સળગી ગયા હતા. ગોધરામાં જે કઈ બન્યું એ બાબત પર અનેક વાતો પ્રકાશમાં આવી, કોઈ કહે છે કે ડબ્બામાં બેઠેલા લોકો શ્રી રામના નારા લગાવતા હતા જેથી આહત થઈ મુસ્લિમ લોકોએ આ કાંડ કર્યો તો કોઈ કહે છે કે ત્યાંની દુકાન પર હિન્દૂ વ્યક્તિ એ ત્યાંના મુસ્લિમ દુકાનદાર જોડે બોલાચાલી થઈ અને વાતાવરણ તંગ બન્યું! પણ વિચારવા જેવી એ બાબત છે કે એક ફોલાદી ડબ્બા ને સળગાવવા માટે નું ઇંધણ વિપુલ પ્રમાણમાં કઈ રીતે તાત્કાલિક એ જગ્યા પર આવી ગયું? અને બીજો પ્રશ્ન એ કે શ્રી રામના નારા થી શુ કોઈની ધાર્મિક ભાવના આહત થાય છે? બીજી વાત એ કે એક દુકાનદાર સાથે જે માથાકૂટ થઈ એનો ભોગ બીજા 52 લોકોને કેમ બનાવવામાં આવ્યા?

એ સમયે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલતું હતું અને પુરી ઘટનાની માહિતી સદનમાં આપવામાં આવી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગોધરા માટે જવા રવાના થઈ ગયા. ત્યાં પડેલી સળગેલી લાશો જોઈ, ત્યાં હાજર રહેલા વિશ્વ હિન્દુ પરિષદના લોકોનો આક્રોશ જોયો. એક પત્રકારના કહેવા પ્રમાણે એ ટોળાનો આક્રોશ મોદી તરફ હતો. એક હિન્દૂવાદી માણસ ગુજરાતની સત્તા પર છે છતાં હિન્દૂઓને જીવતા સળગાવી દીધા અને સરકાર મૌન ધારણ કરી બેસી ગઈ!

તમામ સળગેલી લાશોને અમદાવાદ લાવવામાં આવી, એક સરઘસ કહી શકાય એમ તેને ફેરવવામાં આવી પછી મને યાદ છે ત્યાં સુધી સોલા હોસ્પિટલમાં લાવવામાં આવી હતી અને થોડાક જ સમયમાં ત્યાં દશ હજાર જેટલા લોકો ભેગા થઈ ગયા હતા. પછી શું હોઈ..? ક્રિયાની પ્રતિક્રિયા થવાની જ હતી. પછી ચાલુ થયા ગુજરાત રમખાણ, હા, આ એ જ રમખાણ છે જેને પુરા વિશ્વમાં વગોવવામાં આવ્યા પણ ક્યારેય ગોધરાકાંડનું નામ ન લેવામાં આવ્યું. આ એ જ રમખાણ છે જે વિશ્વના સમાચારપત્રોમાં રહ્યા. આ એ જ રમખાણ છે જેના પછી પૂરું અમદાવાદ કરફ્યુ મુક્ત થયું હતું. અબ્દુલ લતીફના નામ પર જે ભાજપ 1995માં સત્તા પર આવ્યું એ ભાજપ માટે 2002નું વર્ષ હિન્દુત્વની કસોટી પર રહ્યું છે. નરોડા પાટિયાકાંડ, ગુલબર્ગ સોસાયટી કે પછી ત્યાં રહેતા કોંગ્રેસના નેતા અહેસાન ઝાફરીની ટોળા દ્વારા કરવામાં આવેલ હત્યા. આ તમામ બાબત બનતી રહી અને મોદી મૌન સાધી બેઠા હતા. કદાચ પોતે હિન્દૂ માટે કાર્યરત છે એ દર્શાવવા માટે પણ એ મૌન લીધું હોય, જેટલી ખુમારી થાય છે એ સત્તા માટે લાભદાયક હશે. આમ પણ જેટલા રક્તકાંડ થયા એ તમામ પાછળ રાજકીય પક્ષનો લાભ રહ્યો જ હોઈ છે.

ધીરે ધીરે બધું સામાન્ય થવા લાગ્યું, માયા અને બાબુ બજરંગીના નામ હત્યાકાંડમાં આવ્યા. મોદી, ઝડફિયા જેવા લોકો પર ચાર્જશીટ લાગી, તત્કાલીન વડાપ્રધાન દિવંગત અટલજી એ ગુજરાત ની સ્થિતિ ની મુલાકાત લીધી. એ સમયે ભાજપના હાઇકમાન્ડ ઓર પ્રેસર હતું કે ગુજરાતમાં મોદીને કાઢી બીજા કોઈ ને મુખ્યમંત્રી બનાવવામાં આવે. પણ પુરી ઘટના જે રીતે બની એમાં મોદી હિન્દૂના હીરો બની ગયા હતા. ભાજપ પણ મજબુર બની ગઈ હતી. કારણ કે ગુજરાત ભાજપ માટે હીન્દુત્વની પ્રયોગશાળા રહ્યું છે. અને એ પ્રયોગમાં મોદી પાસ થઈ ગયા હતા.

(ક્રમશ:)