વિલાપ Krishna Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

શ્રેણી
શેયર કરો

વિલાપ

આજ લગ્ન ના 35 વર્ષ પુરા થયા, અને કાજલ એ 35 વર્ષ પેહલાની સ્મૃતિઓ વાગોળવા લાગી શુ રંગીન દિવસો નવા નવા લગ્ન થયા હતા સાથે વિતાવેલી બધી જ ક્ષણો ... આચનક કાજલ નો ચહેરો ફિકો થઈ ગયો...

મહેશ કાજલને જોવા ગયા, પ્રેમ થયો અને લગ્ન પણ થયા, અરેન્જ મેરેજ લવમેરેજમાં પરિવર્તિત થયા. ખૂબ સારી રીતે જીવન પસાર થઇ રહ્યું હતું. સહપરિવાર માં રહેતા મહેશ અને કાજલ મધ્યમ વર્ગ ના ખુશીથી જીવતાને નાના મોટા ખાટામીઠા ઝગડા ચાલતા પરંતુ બન્ને વચ્ચે પ્રેમ અકબંધ હતો.

લગ્ન ના 8 વર્ષ થયા કાજલ ચિંતિત હતી, એટલો સમય થયો પણ એનો ખોળો ખાલી હતો, એને કોઈ બાળક નહતુ. અનેક ડૉકટર ને બતાવ્યું માનતા લેવાઈ અને કઈ જ બાકી ન રાખ્યું હતું . પણ ભગવાને તો એની કસોટી જ કરવી હતી અને જોત જોતામાં ભગવાને એમની એ ઈચ્છા પણ પુરી કરી દીધી. એમના ઘરે એક દીકરી નો જન્મ થયો અને 2 વર્ષ બાદ એક દીકરાનો જન્મ થયો. સમય વીતતો ગયોને બાળક મોટા થતા ગયા. બાળકો ને ખૂબ ભણાવ્યા સંસ્કાર આપ્યા દાદા દાદી સાથે હરયુભર્યું ઘર ખૂબ જ મજા થઈ રેહતું હતું. સુખ અને દુઃખ ના સમય ને ખૂબ જ મજા થી જીવી ઉત્સાહ ઘટવા ન દેતા.. એવા માં એક અણધારી ઘટના એમના સાથે બની.
દિવાળી નજીક આવી રહી હતી પરિવાર કાજલ અને મહેશ બાળકો સાથે ખૂબજ ઉત્સાહ થી દિવાળી ની તૈયારી કરી રહ્યા હતા, જાત જાત ની મીઠાઈ ફટકતા રંગોળી અને ફરસાણ ની તૈયારો ખરી જ, અને એ દિવાળી શુ નસીબ લઇને આવી રહી છે એ કોઈ ને ક્યાં ખબર જ હતી!!!!!! દિવાળી ને દિવસે અચાનક આખા દિવસ ની મજા પછી થકી ને થોડા સુવા શુ ગયા પરિવારએ પળવાર માં જ બધુ જ બદલાતું જોયું...બરાબર દિવાળીના દિવસે રાતે જ મહેશની તબિયત બગડી અને અચાનક હોસ્પિટલમાં લઇ જવા પડ્યું દાખલ કરવાની નોબત આવી, રોપોર્ટ થયા ત્યારે આવી હકીકત જાણવા આવી કે જેને પરિવારના સભ્યો ને બાળકોને કાજલને આઘાતમાં નાખી દીધા. સ્વપ્ને પણ ન વિચાર્યુ હોય એવી બાબત સામે આવી, અને એટએટલું થઇ ગયું હોવા નો અંદાજ પણ ન આવ્યો.ન વિચારેલી એવી વાસ્તવિકતા સામે આવી કે જેનો કોઈ રસ્તો ન હતો. કોઈ પણ બચવા ની સંખ્યતા જ નહતી પરિણામ બધા ની સામે હતું ...રિપોર્ટમાં મહેશને બ્રેઈનટ્યુમર આવ્યું હાતું, અને ડોક્ટરે મહેશ ને 3 મહિનાનો સમય આપ્યો હતો. આ સમયે પરિવાર ની મનઃ સ્થિતિ ની કલ્પના પણ કરવી શક્ય ન હતી..

8 કલાક ના ઓપરેશન ને સફળતા મળી પરંતુ એ માત્ર સાંત્વના હતી. કાજલ અને પરિવાર ના બધા જ દિવસે દિવસે એના પતિ ને પિતા ને પુત્ર ને મરતા જોય રહ્ય હતી. બધા ને ખબર જ હતી કે વાસ્તવિક્તા શુ હતી ,એના શરીર માં ધીમે ધીમે ફેલાય રહ્યું હતું. 6 મહિના બાદ અચાનક તબિયત બગડતા હોસ્ટપીટલ માં લાઇ ગયા એ રાત તો જાણે કાળ એને ભાખવા જ આવ્યો હોય એવું લાગી રહ્યું હતું અને અંતમાં એ જ થયુ અને એજ રાતે મહેશ નું મૃત્યુ થયું.
પરિવાર ના લોકો ઉપર કુદરત નો કેર વર્ષયો હતો, કાજલ વિલાપ કરતી રહી કે એ સપના આપણે આપણા બાળકો માટે આપના માટે જોયા હતા અને કેટલા વાયદાઓ કર્યા હતા એ બધા અધૂરા મૂકી મને એકલી મૂકી વિધવા બનાવી ગયા... બાળકો ઉપર થી છત જતી રહી અને પરિવાર માંથી થળ..
સત્ય ઘટના