માઁ (મધરડે સ્પેશિયલ) Krishna Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માઁ (મધરડે સ્પેશિયલ)

માં
આજ મધરડે છે અને આજ વિષય ઉપર મારે થોડી વાત કરવીછે.આજ જયારે સવારથી મારો સેલફોન જોઉંછુ ત્યારે બધાજના સ્ટેટ્સમાં મમ્મી સાથેના ફોટા કે પછી વિડીઓ જ જોવા મળેછે.સમજાતું નથીકે આપણે આવો દેખાડો શુકામ કરી રહ્યા છીએ.
અનુકરણ કરતા પેહલા થોડું વિચારવું જોઈએ એવું નથી લાગતું!!!!!! કેમકે, જ્યાંથી આ બધા અલગ અલગ પારિવારિક દિવસો ઉજવવાનું કેહવામા આવેછે એલોકો તો આપણી સંસ્કૃતિ, રીત રીવાજ અને રહેણીકરણી સાવ જ અજાણ્યા છે. અધૂરામાં પૂરું એ જ કે આપણને આ બધી જાણ હોવા છતાય અણજાણ્યાની જેમ વર્તન કરી રહ્યાછીએ અને અથવાતો વિચાર્યા વગરનું અનુકરણ કરી રહ્યા છીએ .
પ્રશ્ન થાય છેકે હું આવું શુકામ કહુંછુ?? તો સહેજ મારા દ્રષ્ટિકોણથી પણ વિચારી જોવો... જે વ્યક્તિ આપણા માટે કોઈ પણ કચાસ નથી રાખતી, પોતે અડધી રોટલી જમી બાળકનું પેટ પહેલા ભરે છે, નવ-નવ મહિના પોતાની અંદર સાચવે છે, આ નવ મહિના દરમ્યાન અનેક તકલીફ દુખ પીડા સહન કરેછે પોતાના બાળકને જન્મ આપવા માટે.પોતાના શોખ,આદત,રહેણીકરણી બધું બદલીપોતાના બાળકના અનુકુળતા સાથે મેળવી દે છે, રાતના બાળક જાગેતો માં પોતાની નિંદરના ભોગે બાળકને સુવડાવે છે. એટલું જ નહિ જે દવાઓ પીવા પહેલા અપને સો વખત વિચારીએ છીએ એ જ દવાઓ માં પોતાના બાળકને પીવડાવતા પહેલા જાતે ચાખીને આપે છે અને એવું કહે છેકે હું પેહલા પીં તો તને કડવું નહી લાગે... નાનકડી તકલીફ પણ માં બાળક ને આવા નથી દેતી. જે વાતો આપને બોલતા શીખ્યા ન હોય અને અપના રોવા પાછળ નું કારણ બરાબર સમજી એનું ટાઈમટેબલ ગોઠવી જ લે છે. પોતાના સંતાનના સુખનો વિચાર માં સિવાય અન્ય કોઈ કરી પણ કેવી રીતે શકે. માત્ર આંખો જોઈને સમજી જતીમાંને વાચાની જરૂર ક્યાં હોય છે..
બાણપણથી લઇને આપણા મોટા થવા સુધી માં જ આપને સૌથી વધારે સમજે છે, માં આપણા જીવન માં એક સાથે કેટલા રોલ નિભાવે છેને બાળકને મોટા કરવામાં સમયે એક શિક્ષકબની સૌથી પહેલા ચાલતા, જીવતા,રેહતા જમતા બોલતાની સાથે સાથે ખરાબ અને સારાની સમજ સંસ્કાર નું સિંચન કરી પોતાના બાળકને બરાબર મજબુત અને સમજદાર બનાવે છે. એટલાથી હજુ પૂરું ક્યાં થાય છે!!!! જયારે બાળકને તબિયત ખરાબ લાગે ત્યારે ડોક્ટર બની જાયછે અને નજર ઉતારવાથી લઇ આયુર્વેદ અને દવાઓનો ઢગલો કરી દે છે.. પણ પોતાના બાળકને હેરાન થવા દેવા નથી દેતી ..
યુવાનીમા માં જ આપને સાચો રસ્તો દેખાડી ગેરમાર્ગે જતા રોકી દિશા બતાવે છે, બાળકને અમ તેમ ભટકવા નથી દેતી, બાળકનું સુખ કેમાંછે એ જાણે જ છે પણ કઈ વાતથી કેટલું નુકસાન થાય એની તકેદારી માં જ વધારે રાખે છે. જીવનના કોઈ પણ તબ્બકામાં માં પોતાનું સ્થાન કે ફરજ નિભાવાનું નથી ચૂકતી. જયારે બાળક હારી જાય એ પરિક્ષા અભ્યાસની કે જીવનની કેમ ન હોઈ માં પોતાના બાળકને હારવા નથી જ દેતી. તકલીફો સહન કરી જીવનની પરિક્ષામાં પાસ કરાવી જ દે છે. આપણો આત્મવિશ્વાસ સતત વધારે છે, હસતા મોઢે જીવન જીવવાની કળાશીખવે છે. એક માં પોતાના સંતાનો માજ પોતાની ખુશી સમાવીલે છે.
પિતા જેમ ઘર નું થડ છેતો સામે માં એજ થડની હરિયાળી, માં વગર ની ઘર સાચે ઘર નથી રેહતું.... એતો ફક્ત મકાન બની રહેછે.. એમાં પણ ગુજરાતીમાં ઘણી બધી કેહવત માં ઉપર લખાયેલી છે અને આપને ખબર પણ છે.. મને હજુ પણ ગુજરાતીમાં આવતી કવિતા યાદ આવેછે “ જનની ની જોડ સખી નહિ જડે રે લોલ”, ઓલી કહેવત પણ આપને યાદ જ હશેને “ ગોળ વિના મોળો કંસાર, માં વિના સુનો સંસાર”..
ભારતમાં આપણો જન્મ થયોછે તે ભૂમિ સૌથી પવિત્ર ભૂમિ છે, જ્યાં શ્રી કૃષ્ણને ૨ માતા પાલક માતા અને જન્મદાતા બન્ને અલગ હોવા છતાંપણ એમને સ્નેહ માં મમતામા ખામી નથી રહી. ભારતમાં આપને માં ને સૌથી ઉચો દરજ્જો આપ્યો છે., આપણે ભૂમિ એટલે ધરતીને માં કહીએ ગાયને માં કહીએ નદીઓને માં કહીએ છીએ.. જ્યાંના સંસ્કાર સૌથી ઉચ્ચ કોટીના છે એ જગ્યાએ રહેવા છતાં પણ કેમ આપને બીજાઓ નું અનુકરણ કરી રહ્યા છીએ?? પાશ્ચાત્ય દેશમા ના તો આવા સંસ્કાર છેકે ના તો કોઈ રીત... ત્યાં પોતાના માં બાપને મળવા માટે પણ સમય લેવો પડે છે જયારે આપને માં-બાપ નો સ્નેહ દરરોજ મળતો રહે છે, હું કોઈ દિવસકે તેહવારની નિંદા નથી કરતી હું આટલુ જ સન્માન કરું છુ જેટલું આપ કરો છો. મારો પ્રશ્ન માત્ર એટલો છેકે જે આપણને દરરોજ સ્નેહ વર્ષા કરી આપને સુખ આપેછે તો શું આપણે એને એજ દિવસ પ્રેમ આપીશું કે એક જ દિવસ એમનો આભાર વ્યક્ત કરીશું??? માં ના માતૃત્વની આપણે કલ્પના પણ ન કરી શકીએ..દરેક માં પોતના બાળકના સુખ માટે કઈ પણ કરી શકેછે, અને આપણે મત્ર ફોનમાં સ્ટેટ્સ મૂકી ડીપી બદલી દેખાડો કરી એમનું ઋણ ઉતારી શકશું ખરા? સાચું સન્માન આપણા મનમાં હોવું જોઈએ લાગણી વ્યક્ત કરવા ક્યાં કોઈ દિવસની ખરેખર જરૂર છે? સાચા અર્થમાં જો માનો આભાર વ્યક્ત કરવો હોયતો માં ને સમજો એમની લાગણી સમજો, એમની એ ફરિયાદ જે શક્ય છે એ ક્યારેય કોઈને કરી નથી શકતી એ સમજી અને દુર કરો સન્માન આપો, અને ઘડપણમા સહારો...
અંત માં એટલું જ કેહવા ઈચ્છુંછુ કે જેને આપણા માટે પોતાનું બધું જ જતું કરી આપણા જીવનને સફળ બનાવ્યું એના સમર્પણમા આપને રોજ મધર્સડેની માફક સાથ આપી કોઈ પણ આભાર માનવાનો મોકો ચુક્યા વગર દરેક દિવસે મમતાનું ઋણ ઉતારવાનો પ્રયત્નકરીએ અને હમેશાં માંને સમર્પિત રહીએ....
મારી જન્મદાતાને અર્પણ