તને સાવ કઈ રમતાજ નથી આવતું, શીખ કંઇક શીખ મારા પાસેથી,કિંજલ એ કૃણાલને કહ્યું,કિંજલ અને કૃણાલ બન્ને એક સાથે છેલ્લા ૬ મહિનાથી નોકરી કરતા હતા,નોકરીનો સમય એવો હતો કે એમાં કામ સમયે જ કામ રહેતું બાકી કામ ન રહે. રોજ નવરાશના સમયમાં બોવ કંટાળો આવતો ઓફીસમાં લાઈફ ઇન્સ્યોરન્સનું કામ કરવાનું હતું,એ કામમાં બન્ને જણ માહિર હતા ગ્મ્મેતેવા અઘરા માથા વાળા વ્યક્તિ કેમ ન હોય આ બન્ને એમને ગળે વાત ઉતારી જ દેય અને એટલે જ ત્યાંના લોકોએ બન્નેને પસંદ કરતા અનેએ બન્નેને નવરાશના સમયમાં રમતો રમવાની ના પણ ન પાડતા ત્યાંનો સ્ટાફ એક પરિવારની જેમ રહેતો એમાં પણ કૃણાલ અને કિંજલનું બોન્ડીંગ જ કઈંક અલગ હતું,એ બન્ને જયારે સમય મળ્યો નથી અને બન્ને અલગ લગ ગેમ્સ રમવા લગતા એ પણ બાળકો રમેને એવી મીંડું ચોકડી,ચોકઠાં, નંબર છેકવાના,પોતાનો નામનું બોક્ષ બનવાનું,અને છેલ્લે કઈંજ ન મળેને ત્યારે અલક મલકની વાતો કર્યા કરતો અલગ જ પ્રકારની ચર્ચાઓ થતી ક્યારેકતો ખબર જ ન રહેતી કે બીજા બધા પણ એમને સાંભળી રહ્યા છે કૃણાલ કિંજલને કાનું જ કેહતો, કાનું આમ કાનું તેમ બસ આમ જ ચાલતું
કૃણાલની એક ગર્લફ્રેન્ડ હતી સીયા એવાત કિંજલને જ સૌથી પેહલા કીધેલું,કિંજલ અને કૃણાલની ચોઈસ પણ સરખીજ હતી.એ બન્ને માત્ર દોસ્તો હતા,એક બીજાની વાત કોઈથી છુપાવતા નહિ બધું શેર કરતા.સાથે જમવાનું સાથે તોફાન કરવાના પણ એક હદમાં રહીને બન્ને દોસ્તીની મર્યદા જાણતા હતા અને અનુસરતા પણ હતા બધું બરાબર ચાલી રહ્યું હતું એટલામા જ એ ઓફીસ બંધ થઇ ગઈ બધા અલગ થઇ ગયાહતા પણ મળવાનું થતું રહેતું કૃણાલને બાઈક ચાલવાનો ખુબજ ગાંડો શોખ હતો,અને ઝડપનો પણ એની ગાડી પણ કઈ સ્ટાઈલીશ હીરોથી ઓછી ન હતી. પણ કૃણાલ સાફ મનનો થોડો જીદ્દી અકડું તોફાની અને શરમાળ છોકરો હતો અને છોકરીઓથી બોવ ઓછી વાત કરતો એ હમેશા કિંજલને કેહતોકે મને છોકરીઓ સાથે નથી ફાવતું પણ ખબર નહી તારા સાથે કેમ ફાવે છે અને કિંજલ હસીને એકજ જવાબ આપતી હું છોકરી જ છું.. ખરેખર કાનું અને કૃણાલની નિખાલસતા જ હતી જે એકબીજાને જોડી રાખતી હતી
ઓફીસ બંધ થઇ પછી કૃણાલ સીયાના સંપર્કમાં થોડો સમય રહ્યો અને પછી સીયા એના ગામ જતી રહી અને કૃણાલ અહિયાં એકલો કિંજલએ પણ એની બીજી નોકરી શોધીલીધી હતી અને ઘણા સમયથી વાત પણ નતી થઇ..કિંજલ એની નોકરી નોકરીમાં વ્યસ્ત હતી એવા લમાં અચાનક એક દિવસ સાંજે કૃણાલના ફોન માંથી ફોન આવ્યો અને કિંજલે ફોન ઉપાડતા સાથેજ જગડો કરવાનું ચાલુ કરી દીધું ક્યાં હતો એટલા દિવસ થી? કેમ ફોન નકરતો? અને કિંજલને અટકાવીને રોહન બોલ્યો હું કૃણાલનો મિત્ર વાત કરુંછું ..આમતો કિંજલ અને રોહન સાથે પરિચિત હતી પણ કૃણાલના ફોનમાંથી એ વાત કરતા સાંભળી વિચારવા લાગી હજુ કિંજલ કઈ સમજેકે આગળ કઈ બોલે એપહેલાલ રોહનએ એવું કહી દીધુંકે કિંજલના પગની નીચેથી જમીન સરકી ગઈ,કૃણાલ હવે ક્યારેય કોઈને ફોન નહી કરી શકે, કિંજલને સમજ માં નઆવ્યું એને ફરીથી પૂછ્યું કેમ શું થયું? રોહન સ્પષ્ટતા કરી બોલ્યોકે કૃણાલનું ગઈકાલ રાત્રે બાઈક ચલાવતા એક્સિડન્ટ થઇ ગયુંછે અનેએ ત્યાંથી પાછો નથી આવ્યો કે નહિતો ક્યારેય આવીશકે,કિંજલએ ગુસ્સામાં પૂછ્યું તું શું બોલશ એનું ભાન છે?અને રોહન આ વાતને સ્વીકારવા મનાવે છે..
કૃણાલતો એનું જીવન વિતાવીને ચાલ્યો ગયો પણ હવે કિંજલને કાનું કેહવા વાળું હવે કોઈ નથી રહ્યું અને એક સ્વજનની કમી એના જીવનમાં સદાકાળ રહીગઈ..