અધૂરી જાણકારી પ્રેમની - 9 Gayatri Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

અધૂરી જાણકારી પ્રેમની - 9

કાવેરી - અરે આજે વાત પૂરી કરી દેશે કે તમે નાની
ચાલો જમવા .

સાગર- હા હું એજ કહું છું પણ.

કાવેરી-પણ શું આગળ બોલશો તમે.

નાના-દીકરા સાગરે અમદાવાદ જોવા જવુ છે જો તું સાથે જાય સારું લાગે અમને.

કાવેરી -પણ નાના હમણાં જ ભાઇ આવી જાય તો ભાઈ સાથે જશે. એ.

નાની- તારે જવાનું છે કામ તો સુજોય કરી દેશે .અને હું જમાડી પણ દઈશ.
પણ તારે એની સાથે જવું જોઈએ તને પણ સારું લાગશે.

કાવેરી-મો ચઢાવી ને હા જઇશ તમને જમાડી ને.
પણ તમે જમ્યા પછી
હવે જમી લઈએ.
આમ પણ તમારા મહેમાનનું ભાવતું જ બનાવ્યું છે.

મોળા દાળભાત કઢી. મેથી બટાકા ભાજી.ભીંડાના રવૈયા.ગોળ વાળી રોટલી.ને દહીંનું રાયતું.

બધા સાથે જમવા બેસે છે અને ત્યારે સુજોય પણ આવી જાય છે. એ પણ ફ્રેશ થઈને જમવા બેસી જાય છે. જમવાનું જોતા જ બોલી ઉઠે છે.

ક્યાંક ક્યાંક વાદળો પ્રીત માટે વરસી ગયા છે.
અહીં તો જુઓ હૈયા એકબીજા માટે તરસી રહ્યા છે..
પ્રેમના આગમનમાં સાગર પણ છલોછલ વહી ગયા છે.
કોક નદીને તો પૂછો એ ક્યારે સાગરને તો કહો કિનારે આવીને મળી ગયા છે

કેવું લાગ્યું જમવાનું માધવના રાજા.ક્યાંક તારા મનમાં વાગે છે વાજાં.

સાગર- સરસ છે. તારી કાવ્ય રચના
અને જમવાનું પણ સારું છે ને નાની.
આમ બોલતા એ નાના ને ઈશારો કરે છે.

નાના-સુજોય એક કામ બાકી રહી ગયું. ફ્રેક્ટ્રીમાંકચેરીનું.
કાવેરી તું જઈ આવ. હમણાં કાલે જતા જ સાંજ થશે હજી.
તન્વી પણ નહીં આવી.

સુજોય-શુ હજી તનું નહિ આવી. તમે કીધું પણ ના મને.હું લઈ આવું છું.

નાના -અરે ભાઈ એ આવી જશે.હજી 8.30 કિધુ છે.બસ સ્ટેન્ડ પર

સુજોય -તો હું નીકળું એને લેવા .સાગર તું કાવેરી સાથે જા .
ગાડી લઈ ને જજે અને એ નીકળી જાય છે.

સાગર-હા ઓકે. તારી ગાડી.પણ.
અરે નીકળી પણ ગયો .

કાવેરી -એવો જ છે પણ ભાઈ છે.મારો.

સાગર-હા અમે તો દુષમન કે તમારા ટોન્ટ મારી ને બોલે છે.

કાવેરી-ના

નાની -હવે જાઓ અહીં જ ઝગડો કરશો તો એ આવી પણ જશે .

બંને સાથે જ હા નાની.

સાગર ગાડી કાઢે છે. અને બંને જાય છે લોન્ગ ડ્રાઈવ પર
ગાડી એની રીતે રસ્તા કાપતી હતી. આ બાજુ સાગર કાવેરી ને જોયા કરતો હતો. શાંત વાતાવરણ
ગુજરાતી ગઝલ. સાથે એકબીજા ને બોલ્યા વિના પણ ઘણું બધું કહી દેતા હતા

સામેં એકબીજાને ગુસ્સેથી જોતા હતા.સમય સાથે પહેલી મુલાકાતની યાદમાં

સમય હતો.મનું ના લગ્નનો દિવસ ઓછા કામ વધુ .
બધા જ લોકોને આમંત્રણ પત્રિકા પણ અપાઈ ગઈ હતી.
બધા મહેમાનો પણ આવી ગયા હતા .
ગુજરાત માં લગ્ન હોય તો પટેલ નો વટ પડે તેવા જ કરે.
લગ્નની તૈયારી ચાલતી હોય છે 2 3 મહિના પહેલાં જ કરી રહ્યા હોય. છોકરી વાળા ને ત્યાં તો કામ જ કામ હોય .
જોત જોતા માં આજે મંડપ મુહૂર્ત એટલે હલડી રસમ હતી.
સાગર પોતાના કામમાં વ્યસ્ત હતો.લગ્નનો થાક પણ ન લાગતો હતો એના ચહેરાની રેખા જોઈને આનંદ અલગ જ દેખાતો હતો ને આજે મંડપનું ડેકોરશેન પોતાની થીમ પર રાખ્યું હતું એની લાડલી બેનના લગ્ન છે તો સાગર ઘર આંગણે રંગોળી
કરતો હતો.
ત્યારે જ
ત્યાં એક શ્યામવણ છોકરી
નદીના વહેતા ધોધની જેમ
છોકરી પાસે આવી અને સીધી સાગર સાથે જ અથડાઈ ગઈ.અને એના પીઠી વાળા હાથ સાગરના ગાલ પર લાગ્યા.આજુબાજુના લોકો હસવા લાગ્યા
કહેવાય છે કે એકના લગ્ન થાય ત્યાં બીજાનું પણ ગોઠવાય જાય.અને આમજ એક નજરમાં એકબીજાને પસંદ તો કરી દીધા .અને સંગીત સંઘ્યામાં જ એનું ધ્યાન એના પર હતું.એક બાજુ સુજોય એના મામા છોકરો એટલે ડાન્સ પર્ફોમન્સ કરવાની હતી.ત્યારે જ સાગર ને કાવેરીનાં નામની ખબર પડી
અને ત્યારથી જ એનો ચાહક બની ગયો સાગર.
લગ્નની દરેક વિધિમાં એ કાવેરીનો જોતો હતો. ગ્રહ સાતક થઈ ગઈ.પછી વરઘોડો આવી ગયો સામે માન આપવા માટે પણ એની નજર તો એની ચાહત ને શોધતી હતી
જ્યારે કાવેરી પર પડી તો એ પાણી પાણી થઈ ગયો
એના ગુલાબી હોઠ
આંખો પર કાજલ અને સાથે શરમથી જુકેલી નજર.
એના પર ચાર ચાંદ લગાવે એવી એનું હાસ્ય .
પોપટી કલરના ચણીયા ચોલી સાથે જાંબુડી લાઈટ કલરનો દુપટ્ટો
બને હાથોમાં બંગડી અને કાનમાં ગોલ્ડન ઝૂમખાં
પગમાં પાયલનો ઝણકાર.
વર ઘોડા માં એની બહેન સાથે ડાન્સ કરતા આગળ આવતા એના વાળ.
કુદરત પણ હેરાન થાય જ્યારે છોકરી સોળે શૃંગાર કરે.

દુનિયામાં એક સ્ત્રી જ છે જે સમયનું પતું બદલી શકે જો કરવાની રીત હકરાત્મક હોય તો ધારે તેને પોતાના કરી શકે એટલી તાકાત સ્ત્રીમાં હોય છે. અને આ તો સાગર હતો.જે સામે જ નદીને મળવા જતો હતો.
હવે લગ્નનું મુહૂર્ત પણ થઈ ગયું હતું.
કન્યા ને બોલવવામાં આવી.
મનું દુલહનના રૂપમાં એક પરીથી કમ ન હતી લાગતું.
લગ્નની વિધિ શરૂ થઇ .
આ બાજુ સાગર અને એનો ભાઈ મોજડી લેવાના વિચારમાં હતા.
ત્યાં જ મોજડી સામે આવી એમને રસ્તો આપી દીધો.આમ સાગરને ખબર હતી કે મોજદિ ની જવાબદારી કાવેરી એ લીધી છે તો મળવા માટે આવશે.જ
બીજી તરફ કાવેરી મોજડી શોધતી હતી.
પણ ક્યાંય એને ન મળી. પોતે હાર માની લીધી ત્યારે જ તેની એનાં નાની આવીને બોલ્યા કે
મોજડી સાગર પાસે છે લઇ આવ તું.

હવે આ કાવેરી ને ડર લાગતો હતો. ક્યાંક એની આંખો સાગર વાંચી ન લે.પણ કહેવાય છે કે જે થતું હોય તે કુદરતના હાથમાં હોય. અને તે સાગર ને શોધતી મનડપ થી ઘરમાં સુધી પહોંચી ગઈ.સાગર બહાર ગેલેરીમાં બેઠો હતો. એની રાહ જોઇને.

પાયલના અવાજથી સાગર સ્વસ્થ થઈ ગયો. અને મોજડી હાથમાં લઈ લીધી. મોજડી માટેનું સુકનનું ગિફ્ટ પહેલાં જ સુજોય આપી દીધુ હતું.પણ કાવેરી સાથે 1 મુલાકાત કરવી હતી.
અને એના માટે જ સીધો એ ઘરમાં આવી ગયો બધા લોકો થી દુર વાત કરવા માટે કાવેરી આવતા જ બોલી મને મોજડી આપશો.
સાગર-હા પણ આનું ગિફ્ટ શું મળશે.

કાવેરી -તમે માંગો.એ

સાગર -સાચું હું જે કાંઈ માંગુ એ

કાવેરી-હા તો

સાગર- બસ એક કપ ચા માટે મળશો મને.?

કાવેરી-ઓક્કે

સાગર-પણ ક્યાં ક્યારે તે બધા માટે ફોન નમ્બર જોઈશે

કાવેરી સાગર ને પોતાનો ફોન નમ્બર આપે છે. અને પછી મોજડી લઈને નીકળી જાય છે મનડપ માં.

અને આ બાજુ સાગર ખુશીથી ફૂલી નહિ સમાતો. અને ખુશ થઈ ને લગ્ન મંડપ માં આવી જાય છે.લગ્નની વિધિ પણ પૂર્ણ થાય છે અને લગ્ન કર્યા પછી બધા વડીલના આશીર્વાદ લઈને
ઘરમાં કુલ દેવના દર્શન કરી પતિ પત્ની એકબીજાને મોઢું મીઠું કરાવે છે.પછી જમવા જાય છે ત્યારે સાગર પોતાની બેનને હાથે જમાડે છે. એકબીજાની આંખોમાં આંસુ આવી ગયાં હોય છે પણ કોઈ બોલ્યું નહિ બે માંથી. પાછળથી નાનો ભાઈ પાર્થ આવીને એકબીજાને ભેટીને ખૂબ રડે છે.આ જોઈને આસપાસના લોકો પણ રડી પડે છે. મનુની વિદાય આપે છે. એક બાજુ પ્રેમને જીવનમાં આવી ગયા ની ખુશી અને બીજી બાજુ પિયર થી દુર જવાનું દુઃખ.મન પર પથ્થર મૂકીને દિકરીને એક પિતા જ વિદાય આપી શકે છે. જે પરિવાર માં નાની હતીને મોટી થઇ એ ઘરને છોડી ને બીજા પરિવાર ને સાચવવો એક સ્ત્રીની દેન હોય .
પિતાને ભેટીને મનમૂકી રડી અને પછી સુજોયની મમ્મી એ આવીને એને પોતાની પાસે લઈને ગાડીમાં બેસાડી .જ્યાં સુધી ગાડી નજર સામેથી દૂર ના થઈ ત્યાં સુધી બધા તેને જોતા રહ્યા.
આમ એક દીકરીની વિદાયની ઘડી પણ વીતી ગઈ. અને બીજે દિવસ વહેલા ઉઠી ગયા કારણ કે આજે એમની લાડલી ને તેડવા જવાનું હતું. અને બંને ભાઈઓ તૈયાર થઈ ગયા હતા .સગુંન ની વસ્તુઓ લઇને નીકળી ગયા હતા.
5 કિમિ પછી એમની મનું ને મળવાનું હતું.