અધૂરી જાણકારી પ્રેમની ભાગ 2
વાચક મિત્રો આપણે અગાઉ ના ભાગ 1 માં નવલકથામાં
સાગર હાસોટી જે એક વ્યાપારી છે અને એમના મમ્મી પપ્પા વિશે વાત થઈ હવે આગળ.
અધૂરી જાણકારી પ્રેમની ભાગ 2
સાગર પોતાની ગાડી પર બેસી આમજ દરિયા કિનારે પોતાના વિચારો નોટમાં લખે એ એનો નિત્યક્રમ હતો. તે પણ ચોક્કસ સમયે ને વારે જ સોમવાર ને બુધવાર .પણ આજે એના આનંદ નો પાર ન હતો .
એનું કારણ તો એની સાથે હરીફાઇ કરી રહેલી એમના ખાનદાની કમ્પની ને પછાડી ને નામના મેળવી હતી.આજે એટલો પાગલ થઈ ગયો હતો કે એને સમય નું પણ ભાન ન હતું કે ક્યાં છે ને સમય શુ થયો.એમ પણ સાગર સમયની ગરિમા ને કામની ગમભીરતાં સમજતો ને સારી રીતે જાણતો હતો.
આજના દિવસ ની શરૂઆત જ કઈક અલગ હતી.
કિમ નદી થી આગળ આવો એટલે કિમ રોડ ની સાથે એક રોડ જાય અણીતા કોલેજની બાજુમાંથી પસાર થતો રસ્તો જ્યાં એક આલીશાન શાનદાર મકાન જોવાં મળે.એ છે તો મકાન જ પણ એનું નામ છે માધવ વીલા
માધવ વીલા એટલે મનહરભાઈ પટેલનું ઘર.
જાણે પ્રકૃતિની અદમ્ય દેન.
ઘરમાં પ્રવેશતા જ સુંદર નાનો બગીચો જેનું નામ શિશુ વાટીકા.
સરળ ને સુંદર રીતે સજાવેલો આ બગીચો કોઈ રાજા શાહીનો બગીચા ને શરમાવે જ્યાં દેશી નાનાં નાનાં છોડ અને અલગ અલગ ફૂલોના વેલ ને એક નાનું એવું ઝરણું વહેતુ જેનું પાણી બગીચામાં ફરતું રહે ને મધ્યમાં હિંડોળો જે બે વૃક્ષની વચ્ચે એટલે છાંયડો મળે. વૃક્ષમાં એક કેરીનું અને બીજું લીમડો.ચારે બાજુ લીલાલહેર વેલા ને બગીચા માં પ્રવેશ પર મની પ્લાન્ટ અને નાગરવેલના છોડ અને બહાર નીકળી ને ઘરના મુખ્ય દરવાજા પાસે જ તુલસીનો છોડ સાથે જ્યાં મઘમઘતી મોઘરા ના ફૂલની મહેક.અને રંગબેરંગી ફૂલો.
ઘરમાં દાખલ થતાં જ એક ચોરસ હોલ જ્યાં સામે ટીવી ને સાથે mp playr જેમાં ભજનની મહેફિલ સાંભળીને મન પ્રફુલ્લિત રહે.
એની સામેની દીવાલ પર અન્નપૂર્ણાબેનના મમ્મી અને પપ્પા નો ફોટો જે આજે પણ મનહરભાઈ ની આંખમાં આશું લાવી દેય ને પછી હળવી સ્માઈલ.કેમ કરી ન આવે ચેહરા પર હાસ્ય એક સાસુ સસરા કરતાં માં બાપની જવાબદારી પણ સ્કરી રીતે નિભાવી છે, પરંતુ કાળ ની ઘડી યાદ કરતા તો આંખ ભીની થઈ જાય.એમના ફોટા ની નીચે સોફા ને સામે એમના કાળજાના કટકા નો ફોટો એમના લાડકવાયાઓનું બાળપણ પણ કેવી રીતે પસાર થઇ ગયું. હજી સુધી તો માટીમાં રમતા હતા અને આજે વ્યક્તિ ની નામના મેળવી એ પણ એમના સંસ્કારો ની દેન છે. આમ યાદોને તાજી કરતા
મનહર ભાઈ એ કહ્યું ચા મળશે કે આ સાંભળીને અન્નપૂર્ણબેન ચા નો કપ આપવા આવે છે.
અને બોલે છે હજી પણ તમને ચા જોઈએ જ આમ હળવી મજાક કરતા અન્નપૂર્ણાબેન ચા ની સાથે મેથીના થેપલા આપે છે.
અને આમ બન્ને જણા વાતો કરતાં કરતા નાસ્તો કરે છે.ત્યારે મનહરભાઈ કહે છે એ ય ને સવારમાં આ સુંદર પ્રભાતિયાં ભજન થી સુપ્રભાત થાય.ને તારા હાથની ચા
બીજી મારે ક્યાં છે રાહ. પછી સીધા એ ઉપરના માળે સાગરના રૂમમાં જાય છે ને સાથે જ ..ભજન શરૂ કરે છે કે
. ધુની રે ધખાવી અમે તારા નામની ....
અમે તારા નામની રે અલખ ના ધામની રે..
સુંદર ભજનના અવાજ સાંભળીને સાગર પોતાના બેડ પરથી ઉભો થઇ આંખો ખોલી એના પપ્પા ને ભેટી પડે છે ને જય શ્રીકૃષ્ણ પપ્પા. બોલી ધરતી માતા ને પ્રણામ કર્યા પછી સ્નાન કરીને પરોઢિયે સવારના સમયે એ સૂર્ય નમસ્કાર કરી સીધા એના મમ્મીને પગે લાગી ને નાસ્તો કરવા બેસે છે.આ એનું રૂટિન હતું.
સાગર
શ્યામ વર્ણ,
સરળ હેર સ્ટાઇલ
mr perfect look ન એને કોઇ પણ જાતની સ્ટાઈલ કે દેખાવ ન ગમે. એ પોતાના પપ્પા ની જેમ જ સરળ રહેવું ગમે.
મનહરભાઈ પણ સાદા સરળ એમના દેશી કપડાં પહેરવા ગમે એમના આઇડલ એટલે શ્રી નરેન્દ્રભાઇ મોદીજી
હજી પણ એમને જોવ તો આપણા pm મોદીજી જેવું સરખું જ એમના વર્તન ને વ્યહવાર. મોદીજી ની લાઇફ stlye સાથે 10 ટકા સુધી પણ પહોંચવું પણ એક અલગ જ મજા છે એવું એમનું માનવુ છે.વહેલા ઉઠી યોગાસન કરવા જળ અર્પણ કરવું ને નિત્યક્રમ હતો એમનો.
નાસ્તા ના ટેબલ પર બેસતાં સાથે જ મોરારીબાપુ ના પ્રવચનો વિચારો ને અલ્ગ અંદાજમાં સમજાવે છે આજ તો શીખ છે જે બાળકો જીવનમાં સફળતા મેળવી છે. નાસ્તો પૂરો કરી સાગર પપ્પાને કહે છે કે પપ્પા આજે તમે બગીચાની માવજત કરજો.ને ફોન મને આપો. એકપણ શબ્દ બોલ્યા વિના ફોન આપી દે છે. ને મમ્મી આજે તમે પણ ટીવી કે પાછળ ની ગલી માં ન જતા તમારી સભા છે તો આજે ઘરે જ ભજન સાંભરજો. હા માન્ય છે માધવ ગ્રુપના માલીક બસ હવે કઇ.
ના કઇ ની બસ જે હશે તે દિડું આવે ત્યારે .
અન્નપૂર્ણા બેન - શુ? મનુ
મનહરભાઈ- રાહ જો સાંજની
સાગર -હમ્મ,ચલો હું જાવ.
જય શ્રી કૃષ્ણ. અને સાગર એક નજર નાના નાની ના ફોટા બાજુ કરતાં આજે મારી પરીક્ષા છે. પણ મારી સાથે તમે ને દિડું છે. હું પાસ છું પણ અલગ સ્વાદમાં ક્યાંક પાછળ
ન રહું ને
જાણે એને સ્વગત બોલતા હોય તેમ જા માધવ ફતે કર.
બહાર નીકળી ગાડી લાઇ એ સીધો સુરત શહેર નીકળે છે.
ને ગાડી સુરત ઍરપોર્ટ પાસે આવી ઉભી રહે છે.ત્યાં જ સામેથી સૌથી મોટી ગુજરાતની બ્રાન્ડેડ રિચિરિચ કમ્પનીના મિ.સુજોય કાપડિયા આવે છે.
સાગર એમને જોઈ બહાર આવી વેલકમ કરે છે. કહે છે આવવામાં તકલિફ્ તો નહીં થઈને.
સામે થી એક મોટી સ્માઈલ આવે છે.
શું સાગરભાઈ હજી પણ તમે. એવાં જ છો.
સાગર- શું કરું મારાં પપ્પા ની દેન છે. ચાલો શુ પ્લાન છે આજનો તમારો
સુજોય-પ્લાનમાં મિટિંગ પહેલા તારાં હાથના દૂધી બેસનના પુડલા.ને આમલાં નું જ્યુસ.
સાગર- ઓકે સર .
પછી ગાડી સીધી માધવ રિસોર્ટ પાલ પાસે આવે છે.ને રિસોર્ટમાં પ્રવેશ કરે છે સાગરની સાથે સુજોય ને જોતા સ્ટાફ એમનું સ્વાગત કરે છે ને તુલસીનો છોડ ભેટમાં આપે છે ને સાથે ખાજા નું બોક્ષ જોતાં જ એ સાગર ને કિસ કરે છે થેન્ક્સ યાર . અને સાગર ચિડાય ને બોલે છે તારી આ આદત હજી ન ગઈ.
સુજોય - હમ્મ પણ આભાર. તું જ સાંજે વિનર બનશે.
સાગર - ખબર છે પણ સામે ફુઈ છે શો. દર
સુજોય- દર કે આગે જીત હે
સાગર- હા હવે વાયદા માં રહે. સ્ટાફ હવે એમનું વેલકમ ડ્રિન્ક આપી દો નહિ તો હજી જીવ લેશે બ્રેક ફાસ્ટ પણ લગાવી દેજો.ઓકે હું આવું 5 મિનિટ પછી રાહ જોવો.સુજોય
સુજોય - ઓકે દોસ્ત ડ્રિન્ક ટેસ્ટ કરતા જ ઓહ માય ગોડ અમલા નું જ્યુસ તે પણ અલગ રીતે વાહ વાહ મારા યાર યુ આર ગ્રેટ . અને નાસ્તામાં પુડલા સાથે રાયતું ને કેરીની ચટણી
આહ મજા પડી ગઈ.
સાગર- હમ ગમ્યું ચાલ હવે તો ચણા ના ઝાડ પર ની ચઢાવ આજ છે એ પણ મીટીંગ માં બતાવવાનું મેનુ .એક બાકી રહી ગયું. જે મિટીંગ માં આવી જશે ઓકે જઈએ હવે તો
સુજોય - અરે ભાઈ એવું ન ચાલે ફાઇનલ તું જ વિનર તો ટેસ્ટ કરવામાં શુ વાંધો .
સાગર - વાંધો કઈ નહિ પણ. તું ચાલ પછી કહુ .
બીજા ને પણ મોકો આપું ને હું મારી વાનગીનો.
મારા વ્હાલા ફુઈ ને હાહાહા👍😊
સુજોય- જોઈએ તારા ફુઈને તો .
ફુઈ ની વાત ત્યારે તો.મળ્યા તો ગયા જ આજે
આમ વાત કરતા તેઓ વેસુ tgb હોટેલ પહોંચી જાય છે જ્યાં આજના gujarat ના બેસ્ટ રિસોર્ટ ના માલિકો અને પોતાની મેનુ પ્રેઝન્ટ માટે આવ્યા છે જે મેનુ બેસ્ટ હશે ગુજ્જુ લ્હેકા માં તેને 1 વર્ષના ઓર્ડર અમાંઉન્ટ 10 કરોડ મળશે. 5 વર્ષ માટે સાથે ઇન્ટરનેશનલ લેવલે મેનુ ની રેસિપી માટે અલગ થી પેમન્ટ આપશે.
કોણ હશે ફુઈ ને કોન્ટ્રાક્ટ કોને મળશે
શુ હશે હજી સ્પેશ્યલ ડીશ માટે જોતા રહો
અધૂરી જાણકારી પ્રેમની ભાગ 3.
મને
insta -gayatripatel142 ફોલો કરજો ને આપ આપના કિંમતી પ્રતિભાવ જરૂરથી આપશો જેથી હું મારી વાત સારી રીતે રજૂ કરી શકું.
ધન્યવાદ