નવી આશા
સરીતાએ આટલું બધું સમજાવી છતાં પણ પલક કે એની મમ્મી માંંથી કોઈ ઉભું થતું નથી. જેથી સરીતા ઉભી થઈ અને પલકનો હાથ પકડીને ઉભી કરી, કહ્યું ચલ તુંજ મને બધાં ડોક્યુમેન્ટ આપીદે.પલક સરીતાને ગળે વળગીને રડતી રડતી સરીતાને કાનમાં કહ્યું સરીતા હું "માં" બનવાની છું....
પલકની વાત સાંભળીને સરીતા અવાચક થઈ ગઈ.એણે પોતાનામાં બેઉ હાથ પોતાનાં મોઢાં ઉપર દ્ઈને એકદમ સોફા ઉપર બેસી ગઈ. એનાં આખાં શરીરમાં પરસેવો છૂટી ગયો. એનું બીપી આમતેમ થવાં લાગ્યું. પોતાનાં દુપટ્ટાને હાથમાં લ્ઈને પરસેવો લુછવાં લાગી. અને એકદમ નીશબ્દ થઈ અને ચુપચાપ પગ ઉપર પગ ચડાવીને બેસી ગઈ.
શીખાએ કહ્યું પલક તું પાગલ છે,તું ખરેખર ડોબીજછે,
તને આટલી સમજાવવા છતાં પણ તું દસ દિવસ પોતાની જાતને સંભાળી ન શકી,મને સરીતાએ બધી વાત કરી હતી. એમ પણ કહ્યું હતુંકે પાંચ છ દીવસ વીશાલ તારી પાસે આવ્યો નહતો,તો આ બધો કાંડ તે ક્યારે કરી નાખ્યો. આટલાં બધાં ઝઘડામાં પણ તને આવો સમય મળી ગયો.તો હવે ભોગવ બીજું શું ? હાથે કરીને જીંદગીની પથારી ફેરવી નાખી.આમતો શીખા કોઈદિવસ આટલું બધું નહોતી બોલતી પણ આજે એણે પણ પીત્તો ગુમાવી બેઠો છે. માર્મીક શબ્દો કહ્યાં જા મર જ્ઈને કુવામાં પડવાનો શોખ છેને તો જા પડ ભાડીયા કુવામાં અને આખી જીંદગી રાડો નાખ્યાં કર....
બધાની વાત સાંભળીને પલકે કહ્યું,જો મારી હીતેચ્છુ આ દુનિયામાં તમારી જેટલી કોઈ નહીં હોય, એક વ્યક્તિ સીવાય, અને એ છે આકાશ..કદાચ આકાશ જેટલી મારી સંભાળ મારી મમ્મી પણ ના કરી શકે. અને તમે બધી બીજા સ્થાને આવો છો.પરંતુ આજે મને મારા મનમાં કશુંક અવનવા
વીચારો જન્મ લ્ઈ રહ્યાં છે.એક "નવી આશા"મારા કાળજે જન્મ લ્ઈ ચુકીછે.એટલું કહીને ફરી પલક રડવાં લાગી.
સરીતા વચ્ચે ટોકીને બોલી અંરે !યાર ક્યાં ગ્ઈ એ મરદ જેવી છોકરી જે વાતનીવાતમાં લડી પડતી,ને સામેની વ્યક્તિને ગાઢ મોકળાં કરી નાખતી એ આજે વાત વાતમાં રડવાનું શરૂ કરી નાખેછે.અજીબ વિડંબના છે વીધીની કોઈ કહેશેકે આ એજ છોકરી છે,જેનાંથી આખીય કોલેજ ડરતી હતી.અને છોકરાઓતો જાણે આ છોકરીથીતો નહી એની
બહેનપણીઓથી પણ કોઈ પંગો નહોતાં લેતાં, એ જાબાંજ છોકરી આજે અચાનક ડરપોક બની બેઠીછે.
શીખાંએ કહ્યું પલક તને આકાશની યાદ હજીસુધી અંતરમાં સતાવી રહીછે ? તું કોઈપણ વાતમાં આકાશને યાદ કર્યા વગર રહેતી નથી નહી.આજે તને સાચી વાત સમજાણી હશેકે અમે તને જે કહેતાં હતાં કે તું આકાશ સાથે લગ્ન કરી લે..ત્યારે તું અમને હડધૂત કરતી હતી.
(આ વાર્તાલાપ સવીતાબેને સાંભળ્યો અને એ રસોડામાંથી આવ્યાં ને કહે છે)
શીખા તું શું બોલી આકાશ વીશે ? મને વીગતવાર કહે જોઈ એ છોકરો બહુ ડાહ્યો છે.એનાં વીષે કોઈ આડુંઅવળું બોલશોમાં એ છોકરાએ મારો પડ્યો બોલ જીલ્યો છે.એનાં જીવનની શું વાત કરવી..
શીખાએ કહ્યું માસી એતો હું પલકને કહું છું કે તું આવા નફ્ફટ સાથે લગ્ન કરવાને બદલે આકાશ સાથે લગ્ન કરીલીધા હોતને તો એ છોકરો તને આંખો માથાં પર રાખેત.
પણ આકાશને આપણે થોડું કહેવાય અમારી અને એમની જાતી અલગ અલગ હતી.સવીતાબેને કહ્યું.. અને આપણે એ છોકરાને થોડું કહેવાય, વાત કરતાં કરતાં સવીતાબેન ગળગળા થઈ ગયાં. જાણે ભગવાન હજીએ કોઈ કરામત કરે અને એની દીકરીને આકાશ સાથે પરણાવી આપે તો સારું. મનમાં એવાં ભાવ જાગવાં લાગ્યાં.
સરીતાએ કહ્યું માસી તમને ઈ વાતની ખબર નથી, જ્યારથી પલકનાં વેવિશાળની વાત ચાલતી હતી ત્યારથી પલકને એ તમારો આકાશ હજાર વખત કહી ચુક્યોછેકે એ પલકને પ્રેમ કરેછે,અને તમારી પલક પણ એને મનોમન પ્રેમ કરતી હતી. અને આજે પણ કરેછે,પરંતુ આ વેહવારીકની દીકરી એને સ્પષ્ટ પણે ક્યારેય નથી કહ્યુંકે એ પણ આકાશને પ્રેમ કરેછે.
(પલકે એને વચ્ચે ટોકીને કહ્યું બસ બંદ થા હવે)
સવીતાબેને કહ્યું પલક શું આ વાત સાચી હતી બેટાં.એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. અને કહ્યું અરેરે ઈ તો મારાં દીકરા જેવોજ હતો,એણે મને જો એક વખત કીધું હોત તો હું એને સામેથી પલકનો હાથ એનાં હાથમાં સોપી દેત.અરેરે ઈ છોકરાએ મારીથી આ વાત કેમ છાંની રાખી હશે
આમતો એ બધીજ વાત મને કરતો હતો.
સરીતા બોલી માસી એ તમને કેમ કહી શકે આ તમારી દીકરીએ એને ના પાડી હતી. એણે લગનનાં પંદર દિવસની વાર હતીને ત્યાં સુધી કહ્યું હતું. તું હજી કહે તો હજીએ પણ હું માસીને સમજાવી લ્ઈશ. પરંતુ આ એકની બે ન થઈ હવે ભોગવે બીજું શું કરીએ આપણે.
સવીતાબેને મોટો પહાડ જેવડો નીસાસો નાખ્યો, અને કહ્યું
હે ભગવાન આ છોકરીએ મને કીધું પણ નહી.ઈ છોકરો તો મને હદથી વધારે વહાલો હતો.એકાદ વખત પણ જો કોઈએ કીધું હોતને તો હું એને મારી પલકને એમનામજ લગ્ન કર્યા વગરજ આપી દેત.
મમ્મીની વાત સાંભળી પલકે કહ્યું મમ્મી મે તને મારા લગ્ન પહેલાં કહ્યું હોત તો તું મને આકાશ સાથે લગ્ન કરવાની પરમીશન આપી શકેત ? મને તો એ વાતનો ડર હતોકે તું એ વાત સાંભળીને પણ ગુસ્સામાં લાલ પીળી થઈ ગ્ઈ હોત.
અરેરે ! છોકરી (પલક) તે મને જો કીધું હોતને કે તને ઈ છોકરો(આકાશ)પ્રેમ કરેછે,તોતો તને હું મારી આંખ્યું વીચીને પણ એનાં હાથમાં તારો હાથ સોપી દેત.મને હવે સમજાય છે,
કે એ આકાશ અને એનાં પરીવારે શહેર છોડીને કેમ ભાગી ગયા.મને ઈ વાતનો વસવસો હતોકે એમણે કશું મને પણ કહ્લુ નહીં. મને એવું લાગતું હતુંકે આટલો બધો સંબંધ હોવા છતાંયે પણ મે કેટલીય વખત પુછ્યું હતું કે તમે અહીંયા બધું બરાબર ચાલેછે ,તો પછી આ શહેર છોડીને જવાનું શું કારણ છે.પરંતુ આજે મને સમજાયુંકે નાનીસૂની વાત પણ વીભા કહીદેતી પરંતુ આવડી મોટી વાત મને કેમ ન કહી.આતો એ વાતનો અત્યારે ફોડ પડ્યોકે વાત આમ હતી.અરેરે ! એને હવે હું ક્યાં શોધું. (સવીતાબેન વીલાપ કરેછે)
શીખાએ કહ્યું માસી હવે તમે જીવ બાહશો માં...ઈતો હવે ઈનાં કર્યા ભોગવશે.અને હજીસુધી પણ એને સમજણ નથી પડતી તો આપણે શું કરીએ ? આપણે જાણીએ છીએકે એ એક નાનાં બાળકને માં નાં પેટમાં મારવું એ એક જઘન્ય અપરાધ છે.પરંતુ એનાથી કોઈની જીંદગી બચી જતી હોય તો એ પાપ કરવામાં કોઈ વાંધો નથી. શીખાએ પણ પરાણે કોચવાતા મન સાથે કહ્યું. કારણકે એ પણ મનથી તો કોઈ ભ્રૃણની પેટમાં હત્યા થાય એવુંતો નથી ઈચ્છતી.
દરેકની વાતને ધ્યાનથી સાંભળીને પલકે કહ્યું બધાએ બોલી લીધું ? હવે એક વાત મારી ધ્યાનથી સાંભળો,મે નીર્ણય કરી લીધોછે.મને મારા આવનાર બાળક કરતાં વધારે મારી જીંદગી પણ નથી.અને મને પુરી ખાત્રી છેકે,મારો પતી પણ એનાં બાળકનાં માટે એટલોજ લાલાઈત હશે અને છે પણ, તો મને એક "નવી આશા"એ તૃપ્તિનો અનુભવ કરાવ્યો છે. મારી જીંદગીમાં ભલે અનેકો દુઃખ આવી પડે,પરંતુ હવે મે જે નક્કી કરી લીધુંછે,એને ભગવાન પણ બદલી નહી શકે.મારી જીંદગી હવે હું મારા આવનારા બાળક માટે અર્પણ કરી દ્ઈશ.જગત આખું ભલે મારાથી વીમુખ થઈ જાય. અને હાં મને જો ખબર હોતને મમ્મીકે તું આકાશને આટલો બધો પસંદ કરતી હતી,તો હું તને લગ્નની આગલા દિવસે પણ કહી દેત.તને ખબર નથી મમ્મી આકાશની ભાભીએ પણ મને બહું જ સમજાવી હતી.પરંતુ મેજ તેમને કહ્યું હતુંકે સમાજમાં મારી મમ્મીનું નામ ખરાબ થઈ જશે.એથી મે મારાં મનને મારી ને પણ ઈચ્છા ન હોવા છતાં પણ વીશાલ સાથે લગ્ન કરવાં મજબૂર બની.પરંતુ મમ્મી આજે તને કહું હું પણ આકાશને ખૂબ જ પ્રેમ કરું છું......................... ક્રમશઃ
(દરેકના સમજાવવા છતાં પણ પલક પોતાના આવનાર બાળક માટે પોતાની જીંદગીમાં ગમેતેવી મુશ્કેલી નો સામનો કરવા માટે તૈયાર થઈ ગઈ.......... પુત્રમોહ.....જોઈશું... ભાગ:-49:-પુત્રમોહ માં )