Kitlithi cafe sudhi - 30 - last part books and stories free download online pdf in Gujarati

કીટલીથી કેફે સુધી... - 30 - છેલ્લો ભાગ

કીટલીથી કેફે સુધી
આનંદ
(30)
 
થોડીવાર અમે એક બીજાને જોતા રહ્યા. અમારી આંખમા કદાચ એ કનેક્શન છે કે બોલવાની જરુર નહોતી. એવુ લાગે કે અમે વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ. મને જરાય એવુ નથી લાગતુ કે અમે પહેલી વાર મળ્યા. એણે પણ એવુ નહી જ લાગ્યુ હોય. 
 
ફાઇનલી મને ટી પાર્ટનર મળી ખરી...
જેની રાહ મે અત્યાર સુધી ખાલી સપનામા જ જોયેલી...
મારુ જીવન સાર્થક થઇ ગયુ...
કહેવાય ને કે ‘Life is Perfect Buddy…’.
 
એક માણસ આવીને પાણીની બોટલ મુકી ગયો. હુ એના બોલવાની રાહ જોતો હતો. મને કાયમ એવુ લાગતુ કે વધારે બોલવાની મને ટેવ છે. આજે એ પણ કામ ન આવી. 
 
“Looking Great…
Like your hairstyle…” મારે શરુઆત કરવી પડી.
 
“You to…
denim suits you…” મારી આંખમા આંખ નાખીને એણે કહી દીધુ. 
 
આજથી પહેલા કોઇપણ છોકરી સાથે મે આટલી સભ્યતાથી વાત નહી કરી હોય.
 
“Well…
thanks and thanks…”
 
“Come on dude…” એણે કહ્યુ.
 
“You like the place...” મે કહ્યુ.
 
“Yah...
Infect Loved the place…” વાળની લટ ચશ્મા પરથી બાજુમા કરીને કહ્યુ.        
 
 “I know વડોદરા જેવુ café તો ન થઇ શકે. But ચાલે સૌરાષ્ટ્રમા...” હુ ધીમેથી હસ્યો.
 
“અરે ના યાર એવુ ન હોય...” ફોન ટેબલ ઉપર મુકીને બોલી. “મને સૌરાષ્ટ્ર ફરવુ વધારે ગમે. જ્યારે પણ ટાઇમ મળે ત્યારે અહી જ આવી જઉ...બસ એમ કહી શકો કે કાઠીયાવાડમા રહેવા માટે નો કોઇ જ મોકો નહી છોડવાનો...”
 
“Ohh…
આટલો પ્રેમ કાઠીયાવાડ સાથે...
કાઠીયાવાડમા કોઇ ગમ્યો કે પછી...” હુ મજાકે ચઢયો છુ.
 
“Infect મને અહીના માણસો વધારે ગમે... 
Always helpful હોય...
ગમે ત્યારે મદદ કરવા તૈયાર થઇ જાય. તમારુ જ Example લઇ લો...” એણે મારી સામુ જોઇને કહ્યુ.
 
“હુ આટલો નસીબદાર કેમ...
હમ ઇતને કીસ્મત વાલે કેસે હો ગયે...” મે વચ્ચે કહ્યુ.
 
“That’s Funny haa…” કહીને એ અચાનક જ એ હસી પડી.
 
“Oh god…
એટલુ બધુ Funny હતુ...
Seriously…” મે સામે પુછયુ.
 
“Yes…Yes…
That’s Funny…” એનુ હસવાનુ ચાલુ જ છે. મારી કલ્પના સાચી પડી. આટલી રમુજી છોકરીને પહેલા ક્યારેય મળ્યો નથી. એની હર એક વાતમા મજા પડે છે. 
 
“So…” હુ બોલતા અટક્યો.
 
થોડીવાર મારી સામુ જોઇ રહી. 
 
“So what…
મારા વીશે કાઇ વાત કરુ એમને...” મારી પહેલા તો એણે કહી દીધુ. 
 
“તને ખબર કઇ રીતે પડી યાર...” હુ આશ્ચર્યમા હતો.
 
“I know Everything…” એણે ચેઅર થોડી આગળ કરી.
 
“Great…” 
 
“Nirvani Gandhi…” કહીને મારી સાથે હાથ મીલાવ્યો.
 
હુ બસ સાંભળતો રહ્યો.
 
“Student of Architecture… 
from Navrachana University Vadodara…” એ ફરીથી હસવા લાગી. 
 
“Hmm…” હુ વચ્ચે બોલ્યો.
 
“I love Saurastra…
And Kathiyawadi Tea…”
 
 
“તો ઘણુ ખરુ જાણતા લાગો છો અમારા કાઠીયાવાડ વીશે એમને...” મે ચેઅર થોડી આગળ કરી. “By the way થોડીવાર પહેલા જ કોઇએ Formal ન બનવા જેવી વાત કરી હતી...”
 
“Ohh sorry...
My mistake…” કહીને એણે ફરીથી સ્માઇલ આપી. એની એક સ્માઇલની કીંમત મને ખબર છે. 
 
સરળતા એજ એનો સ્વભાવ છે. પછી ભલે વાત વીચારો ની હોય કે વાણીની...
 
વેઇટર મારા ઇશારાની રાહ જોતો દુર ઉભો છે. એને ખબર ન પડે એવી રીતે મે હાથથી ઇશારો કર્યો.
 
આ એક કલાક મારી છે. શક્ય હોય એનાથી વધારે એને ખુશ રાખવાનો. એની લાઇફની યાદગાર મેમરીમાની સૌથી યાદગાર આજની આ કલાક હોવી જોઇએ. 
 
મારી સામેની બાજુથી વેઇટર આવ્યો. Nirvani ના પાછળથી ફરીને વચ્ચે ઉભો રહ્યો. ટ્રે ઉપર હતી ત્યા સુધી કાઇ દેખાયુ નહી. એને ટેબલ પર ટ્રે મુકી. 
 
એમા સાત અલગ-અલગ પ્રકારની કીટલી હતી. બધી કીટલી અલગ અને બધા કપ અલગ. વેઇટર ટ્રે મુકીને સામે ગયો.
 
કીટલી જોઇને પહેલા તો એ કાઇ બોલી જ ના શકી. થોડીવાર કીટલીઓ સામે જોઇ જ રહી.
 
“Anand…
What is this yaar…” અચાનક જ એણે કહ્યુ. એના ચહેરાનુ તેજ કાઇ અલગ જ હતુ. મારા જેવા ઉશ્કેરાયેલા માણસને પળવારમા જ સ્થિર કરી શકે એટલી સુંદરતા એનની પાસે છે. 
 
દેખાય એના કરતા ક્યાંય વધારે...
એને સમજવામા વર્ષોના વર્ષ નીકળી જાય...
 
“કાઠીયાવાડી ચા...” મે તરત એની સામે જોયુ. “અમે લોકો તો ચા કહીએ આને વડોદરામા ખબર નહી...”
 
“આ બધી...” ત્યા એ અટકી ગઇ. એના ચશ્મા અડધા નાક પર સરકી ગયા છે. અને વાળની લટ પવનમા હીલોળા લઇ રહી છે.
 
એની ચહેરા પરની સ્માઇલ એની સામે આ ચાનુ મૂલ્ય કેટલુ...
 
“Yes…
Only for you…” શબ્દને ખેંચીને મે કહ્યુ. 
 
નદીનુ ખડ-ખડ વહેતુ પાણી સ્થિર થઇ જાય એમ દુનીયા મારા માટે થંભી ગઇ છે.
 
“પણ આટલી બધી...
Are You out of your mind...
પાગલ સાવ...” ચશ્મા સરખા કરીને મને પ્રેમથી ખીજાઇ રહી છે.
 
“પાગલ તો ચાર વર્ષ પહેલા જ થઇ ગયો છુ...” હુ સાવ ધીમેથી બોલ્યો. જાણે દેવાનંદ મારી અંદરથી બોલી રહ્યા છે.
 
“પાછી મોકલાવી આપ તો આ બધી...” ફરીથી એણે મારા પર’ ગુસ્સો કર્યો. એના Angry Face મા તો એનાથી પણ વધારે Cute લાગી રહી હતી. હુ બસ એને ખુશ જોવા માંગતો હતો. જેમા કદાચ મને સફળતા મળી રહી હતી.
 
“ટી-પોસ્ટનો એક નીયમ છે...
એ લોકો ગ્રાહકના ટેબલ પરથી ચા પાછી નથી લઇ જતા...
અને પુરી ન થાય ત્યા સુધી હુ જવા નથી દેતો...” કીટલી ની સામે જોઇને હુ બોલ્યો.
 
“મને તો એવુ નથી લાગતુ...
તુ કયે છે તો માની લીધુ ચાલ...”
 
“આટલી જલ્દી...”
 
“Well…
એટલે જ તો મને કાઠીયાવાડી લોકો વધારે ગમે...
ખાસ કરીને તારા જેવા Sweet And Handsome…” 
 
“વેસે હમ ઇતને ખુશ નસીબ કબસે હો ગયે...”
 
“ઓહો...
તુ તો સાચે ફીલોસોફર નીકળ્યો...”
 
“સમયે બનાવી દીધો...
બાકી મારી તો હેસીયત જ ક્યા...” 
 
“મારા માટે આટલુ બધુ કેમ...” એણે અચાનક જ પુછયુ.
 
“ચા કોઇની રાહ જોવે છે...” મે વાત ને ટાળી નાખી.
 
“Stupid…” એણે ધીમેથી કહ્યુ. 
 
મને જાણે આ જ શબ્દની રાહ હતી.
 
“Thanks Buddy…” મારા હાથ પર હાથ મુકીને કહ્યુ. એનો સ્પર્શ મારી રોમ-રોમ મા જીવંત થઇ ગયો. સ્થિર ઝરણુ જાણે તરત જ ધોધમાર વહેવા લાગ્યુ. 
“Thanks નો Answer મા કાઇ એવુ છેને...
બીજી સાત ચા મંગાવીએ...
સાત ને સાત એટલી તો Enough છે...
શુ કહેવુ...
ખાલી હાથ જ ઉંચો કરવાનો છે ત્યા આવી જશે...” હુ એકદમ જ હસી પડયો.
 
“Stop yaar…
નો Thanks બસ...”
 
 
“પણ આ બધુ કરવાની શુ જરુર હતી...”એણે ધીમેથી હાથ પાછળ કર્યો. એનો હાથ અત્યાર સુધી મારા હાથ પર હતો.
 
“Just...
Because you are Special for me…” ટેબલ સામે જોતા મે કહ્યુ. એની આંખથી આંખ ન મેળવી શક્યો.
 
“What…” એણે માથુ હલાવતા કહ્યુ.
 
“કાઇ નઇ...
ચા ઠંડી થઇ રહી છે...
ચાય કી જગહ પે કોફી હોતી તો મઝા આતા કયા કહેના હે આપકા...” થોડા ટાઇમ માટે મે વાત ને ટાળી.
 
“Whatever…” સેકન્ડ માટે Irritate થઇને હાથ કાઇ ઇશારો કર્યો. પણ એ ખુશ હતી. 
 
“My pleasure…” એક હાથ ઉપર કરી એની સામે થોડો જુક્યો.
 
“You are Inbelievable man…
I mean Seriously...
તને ખબર...
કેટલો જીદદી છે તુ...” એની બધી વાત સાંભળવી મને ગમવા લાગી.
 
“જો ભગવાને મોકો તો આપ્યો કોઇએ તો મને સારો ગણ્યો...
બાકી તો સ્વાર્થી દુનીયા...” કીટલી તરફ મે હાથ લંબાવ્યો.
 
“અરે પણ...”
 
“તુ કાયમ આટલુ ઓછુ બોલે છે...
હવે તારો Turn…”
 
“ના યાર... 
મને તારા જેવા Stupid માણસોની વાતો સાંભળવી વધારે ગમે...
ક્યારેક કોઇને Dare આપી દઉ...
તને બોલતો અટકાવી શકુ છુ...” તરત જ એ હસી પડી.
 
“એવુ...
Try કરી શકે...
કદાચ તારા World Record મા મારુ નામ Register થઇ જાય તો...”
 
“Okey…
First Heart Break Story…
Your Time Starts Now…” એણે એકદમ જ કહી દીધુ. મારા બોલવાની રાહ જોઇ બેસી રહી.
 
“એને તો વર્ષો વીત્યા...
ઘા પાળ્યા એ પોતે વર્ષો પછી મળ્યા...
હવે શુ કહુ તમને...” મારી ડાયરીના જુના પન્ના ફરીથી ખુલવા લાગ્યા.
 
“એવા શુ ઘા પડયા તને...” 
 
ખબર નહી...
તમે આવીને રુજાવ્યા...” ચા ની કીટલી સામે જોતા મારાથી અચાનક જ બોલાઇ ગયુ.
 
હુ દેવાનંદની જેમ કદાચ નસામા ગળાડુબ થઇ ગયો છુ. કદાચ કોઇ મારી આંખ જોવે તો તરત જ વર્તાઇ આવે. 
 
“Which One is luckiest…” મે ચા ની કીટલી સામે હાથ મુકીને કહ્યુ.
 
“The Third One…” એણે ત્રીજી કીટલી પર હાથ મુક્યો. “હુ Help કરુ છુ...”
 
“પહેલાથી જ નક્કી હતુ...
‘ચા મારી અને વાતો તારી...’ ” મે એનો હાથ ધીમેથી બાજુ પર મુક્યો.
 
ત્રીજી કીટલી ધીમેથી ઉપાડીને મે એક કપ ગોઠવ્યો.
“સેફ આનંદ આપકી સેવા મે હાઝીર હે...” કહીને મે કપમા ચા ભરવાનુ ચાલુ કર્યુ.
 
એ બસ શાંતીથી મને જોઇ રહી હતી. કીટલીથી કપમા ભરાતી ચા ને શાંતીથી જોઇ રહી છે. કદાચ એને ચા કરતા મારી નાદાની જોવામા વધારે રસ છે. કપ ભરાઇ ગયો. મે ઉપર જોયુ. એનુ ધ્યાન મારી તરફ છે. ચશ્માની પાછળ એની ઘેરી કાળી આંખ જાણે મને કાઇ કહેવા માગી રહી છે. કોઇ કારણથી એ અટકી રહી છે.
 
ક્ષણવાર માટે અમે બેય એકબીજાની સામે તાકી જ રહ્યા.
 
“શુ જોઇ રહ્યા છો...
ઓ મેડમ ક્યા ખોવાયા... 
I know હુ Cartoon જેવો લાગુ છુ...” મે ધીમેથી એની બાજુ કપ મુક્યો.
 
“એકલા-એકલા...” મારી સામે રીસાઇને જોયુ. “મારે નથી પીવી એકલી ચા...”
 
મારા હાથમાથી કીટલી લઇને એને બીજો કપ ભર્યો. આ વખતે મારો વારો નહોતો.
 
“ચા નહોતી પીવી તો અહી આવવાનુ શુ Reason…” એની નજરમા મે જીદ જોયી. કદાચ મારા માટે હોય શકે. મને એક જ વાતની ચીંતા છે. કલાક હમણા નીકળી જશે. આગળનુ કાઇ જ મને ખબર નથી. 
 
“ફાઇનલી મને ‘ટી પાર્ટનર’ મળ્યા એવુ માની શકાય ને...” મે વચ્ચેથી કહ્યુ.
 
અણગમા સાથે હજી પણ એ મારી રાહ જોઇ રહી છે. હોઠ પર હોઠ બીડીને નાના છોકરા જેવો ચહેરો બનાવી રાખ્યો છે. મને એવુ લાગી રહ્યુ હતુ કે અમે પહેલા પણ મળી ચુક્યા છીએ.
 
“Okey Fine…” મે કહ્યુ. 
“અરે લઉ છુ યાર ક્યા સુધી ખીજાયા કરીશ...
એક જ તો પતી છે...
હજી પણ છ બાકી છે...”
 
“Oh god…” એણે પહેલો કપ ઉપાડીને હોઠ પર લગાડયો. ચાનો એક ઘુટડો પીધા પીધા પછી. “Nice…” આંખ બંધ કરીને સ્માઇલ સાથે બોલી.
 
“Like it or Playlist બદલાવુ…” ચા નો ઘુટડો ભરીને બોલ્યો. 
 
“આગળ વધીએ...” આજુબાજુ શુ ચાલી રહ્યુ છે એમા મારુ કોઇ જ ધ્યાન નથી. મારી બાજુમાથી કોણ આવીને નીકળી જાય છે એ મને નથી ખબર.
 
ત્રણ ચા સુધી એ માંડ પહોંચી. 
 
“Anand…” કપ બાજુ પર મુકતા એ બોલી.
 
“Yes…” હુ એની બાજુ ફર્યો.
 
“You are Great Writer and Poet Yaar…” એ અચાનક જ બોલી પડી. હુ સાંભળીને એકદમ ખુશ થઇ ગયો.
 
“Well Thank You…
But how do you know…” એને ખબર કઇ રીતના પડી હશે. હુ એ વીચારવામા પડયો.
 
“Friend of Friend…” એણે એટલુ જ કહ્યુ. આગળ મારાથી ન પુછી શકાયુ.
 
“Well…
હુ એટલો બધો Famous તો નથી…” હુ દેખાવ પુરતો હસ્યો.
 
“મારી કોલેજમા વાતો થાય છે ખાલી...” એણે કહ્યુ.
 
“અરે બાપ રે...” મારાથી કહેવાઇ ગયુ.
તુ તો ધારે એ છોકરીને Impress કરી શકે યાર...
I loved your Poetry and Write-ups…
Specially this one…
તમે આવ્યા અને ચાલ્યા ગયા, સામે અમારી કયા જોયુ છે...
તમને તો ખબર ય ન પડી કે કેટલુ પામ્યુ ને કેટલુ ખોયુ છે...” 
 
હુ બસ એની વાતો સાંભળ્યા કરુ છુ. ધારુ તો આખી લાઇફ એની વાતો સાંભળી શકુ છુ.
 
“Come on yaar...
એટલી બધી સારી નહોતી...” 
 
“By the Way કોણ હતુ એ Stupid…
જે તારા પ્રેમને ઓળખી ન શક્યુ...” એણે મજાક-મજાક મા પુછયુ. 
 
“હતુ કોઇ...
જીવન જીવતા શીખવાડી ગયુ...” એને કેમ કહી શકુ મારા હ્દયની વેદના.
 
“એની જગ્યા પર હુ હોઉ તો...” એણે મને મુશ્કેલી મા મુકી દીધો. મારી પાસે કોઇ જવાબ જ ન રહ્યો.
 
“તો તને દીલ આપી ચુક્યો હોત...” 
 
“કયા બાત હે શાયર સાહબ...
Heart Break કે બ્રેક અપ...” એણે બસ એ વાત મારી પાસેથી જાણવી હતી.
 
“Leave it…
છોડને હવે સમય ગયોને વાત ગઇ…” થોડીવાર પુરતી વાત ને ટાળવા માંગતો હતો.
 
“Sorry Dear…
થોડુ વધારે Personal થઇ ગયુ...
મને ટેવ છે એવી...
મારો સ્વભાવ જ એવો છે...” પળવાર માટે એની સ્માઇલ ખોવાઇ ગઇ.
 
“અરે ના યાર એવુ કાઇ જ નથી…
Why so serious…
કહીશ તને એ બધુ...
અત્યારે Just Enjoy your ‘Kathiyawadi Tea’…” એને ઉદાસ થતા કોઇપણ શરતે જોઇ શકુ એવી મારી તૈયારી નથી.
 
“Okey so now…”
 
“Tea And Tea…
Anand And Nirvani…” મે મજાક કરતા કહ્યુ.
 
“No way…
Already ત્રણ કપ થઇ ગયા...
હવે નહી...” એના ચહેરાની સ્માઇલ ફરીથી જોઇને મને શાંતી થઇ.
 
“Still Four to go…” મે બાજુની કીટલી બતાવી. મે ધીમેથી હાથ ઉંચો કરીને વેઇટરને ઇશારો કર્યો.
 
“હજી તો ઘણુ બધુ બાકી છે...” મે કહ્યુ.
 
એક માણસ ટ્રે લઇને આવ્યો. ચા કીટલી થોડી દુર કરીને બીજી ટ્રે મુકી ગયો. ટી-પોસ્ટમા મળતુ બધુ જ કાઠીયાવાડી ખાવાનુ એમા છે. ગાંઠીયાથી લઇને થેપલા સુધીનુ બધુજ...
 
“Anand…” એણે મસ્તીખોર ચહેરા સાથે કહ્યુ.
 
“Yes My Lady…” 
 
“ફરી નવુ શુ ચાલુ કર્યુ તે...
આ બધુ કોના માટે છે...”ગુસ્સે થઇને એણે મારી સામે જોયુ. હુ Careless માણસની જેમ Ignore કરતો રહ્યો.
 
“Only for you…” મારી પાસે આ એકજ જવાબ હતો.
 
“તુ સાચે પાગલ છે...
તારા જેવી આઇટમ આજ સુધી મે નથી જોયી...
બની હોય તોય તારી નકલ તો ન જ હોઇ શકે...
વીચાર તારી લાઇફ પાર્ટનર કેટલી Lucky હશે...” એ અચાનક જ મારા લાઇફ પાર્ટનર વીશે વાત કરવા લાગી. 
 
હુ બસ એને સાંભળતો જાઉ છુ.
 
“છેલ્લી બે ચા બાકી છે...
પછી આપણી પાસે ટાઇમ જ ટાઇમ છે...” મે ઘડીયાળ સામે જોયુ સાડા પાંચ વાગવા આવ્યા છે.
 
છેલ્લા બે કપ મે ભર્યા. એ મારી સામે જોઇ રહી છે. એને કદાચ ખબર હોય મારા વીશે તો એ મારી સામે બેઠી હોત ખરી. મને તરત વીચાર આવ્યો. 
 
છેલ્લી ચાનો કપમે એને માંડ-માંડ પુરો કરાવ્યો. અત્યાર સુધી એ મારી સાથે સાવ હળી-મળી ગઇ છે.
 
“You are such a Great Guy yaar…
કોઇ તારા જેવાને છોડવાનુ વીચારી પણ કેમ શકે...” અચાનક જ એ ગંભીર થઇ ગઇ. એના મજાક અને ગંભીરતા વચ્ચેનો ફરક હવે તો હુ ઓળખી શકુ છુ.
 
“તારાથી વધારે મહાન ક્યારેય નહી...” મારાથી અચાનક જ બોલાઇ ગયુ.
 
“ગમ્યુ કાઠીયાવાડી Food...” ફરીમે વાતને ટાળી.
 
“મને હવે વડોદરા જવુ નહી ગમે...
તારા જેવા Friend નથી મળ્યા મને આજ સુધી...
છે એમા તારા જેવી આઇટમ કોઇ નથી...” 
 
“રાજકોટ તમને કાયમ આવકારે છે...
અને મોરબી તમારી સેવામા કાયમ હાજર છે...
મોરબી આવો તો આનંદ ને આનંદ થશે...” દીલથી તો એને કાયમ માટે રોકી રાખવા માંગતો હતો. સંજોગો કદાચ થોડો સાથ આપી શકે તો...
 
“જરુરથી આવીશ મોરબી...” મારો હાથ પકડતા કહ્યુ.
 
“હુ રાહ જોઇશ...” મે દબાયેલા મન સાથે કહ્યુ. 
 
“મારા માટે ચા તૈયાર રાખજે...
પણ એક જ...” એણે Cute Smile આપી.
 
“You know what…
સંજોગો જ માણસનુ મુલ્ય વધારે છે...
ગમતી વ્યકિત સાથે સમય કેટલો ઝડપથી ચાલ્યો જાય છે...
કદાચ તુ અહીં રોકાઇ શકે...” મારુ દુઃખ એની મેળે વ્યક્ત થઇ રહ્યુ હતુ.
 
મે વેઇટરને ટેબલ પરથી બધો સામાન લઇ જવા કહ્યુ. એ બધુ લઇ ગયો.
બીજુ ટેબલ તૈયાર છે એ એવો એને ઇશારો કર્યો.
 
“ચાલ મારી સાથે...” મે મારી ચેઅર પાછળ કરી. એનો હાથ ધીમેથી પકડીને સીડી તરફ લઇ ગયો.
 
“કયા લઇ જાય છે...” એણે ધીમેથી પુછયુ. 
 
અત્યાર સુધીમા એને મારા પર પુરેપુરો વીશ્વાસ આવી ચુક્યો હતો. મે એનો ભરોસો પહેલા જ જીતી લીધો હતો.
 
સીડી ચઢતી વખતે મે એને પહેલા રસ્તો આપ્યો. 
 
“ઉપર કેમ...
આનંદ ફરી કોઇ મજાક સુજે છે તને...” 
 
“Just wait for a Moment…
The last one…” છેલ્લા ટેબલ તરફ જવા મે ઇશારો કહ્યો. એ ટેબલ બીજા કરતા અલગ હતુ.
 
ફાઇનલી ટાઇમ આવી ગયો હતો. જે થવાનુ એ થઇને જ રહેશે...
 
મે એનો હાથ હજી સુધી છોડયો નથી. એ મારી સાથે જ આગળ સુધી ચાલી રહી છે.
 
મે એના માટે ચેઅર આગળ કરી. “Here My Lady…”
 
થોડીવાર તો મને લાગ્યુ કે કોઇ નાટક ચાલી રહ્યુ છે.
 
“Thanks…
 
“Anything For You…” હુ મારા ધબકારા ગણતો હતો.
 
“આપણે અહી કેમ આવ્યા...”
 
“જગ્યા કાયમ બદલતી રહેવી જોઇએ...
વારંવાર એકને એક જગ્યાએ બેસવાથી મન અકળાય...
એને રમવા માટે ખુલ્લી જગ્યા જોઇએ...” હુ મારા અનુભવ પરથી કહેતો જતો હતો.
 
‘એ હાથ પર હાથ રાખીને મારી વાતો સાંભળી રહી છે...
સાચુ હોય કે ખોટુ બસ એ મારી વાતો સાંભળતી રહેવા માંગે છે...”
 
“અહીથી કોલેજ પણ દેખાય છે...
એટલે અહી સુધી આવ્યા અને કોલેજ ન ગયાનો મોહ તુટી જાય...” હુ મારી વાતો કર્યે જતો હતો. એ બસ મારી વાતો ધ્યાન દઇને સાંભળી રહી છે. એના ચહેરા પર મારા માટે ના ભાવ હુ સમજી શકુ છુ.
 
“અરે હા કોલેજ જવુ છે આપણે...
તારે કાઇ થીસીસનુ કામ હતુ એ તો ભુલાઇ જ ગયુ સાવ...” મે વચ્ચે કહ્યુ.
 
“હમણા નહી...” એણે ખાલી એટલુ જ કહ્યુ. હુ જવાબ સમજી ગયો હતો.
 
“પણ એક વાત મને કહીશ...
એક અજાણતી છોકરી માટે આટલુ બધુ કેમ...” એણે મારી આંખ મા આંખ નાખીને પુછયુ.
 
“જાણવુ જરુરી છે...” હુ ચેઅરની પાછળ ઉભો રહ્યો.
 
“હા...” આંખો નાની કરીને એને મારી સામે જોયુ.
 
“મને એ વાતનો ડર છે કે...” એટલુ બોલીને હુ અટકી ગયો. મે આંખો બંધ કરી નાખી.
 
“કે શુ...
આગળ કહીશ...” એણે મારા હાથ પર એનો રાખ્યો. એના હાથની ગરમી મને રાહત આપી રહી છે.
 
“જો હુ કહી દઇશ તો...
કદાચ હુ પોતે હુ નહી રહુ...
તુ મને ઓળખી જઇશ તો પછી...” આનાથી આગળ મારાથી ન બોલાયુ...
 
“આગળ કહીશ...” મને અચકાતો જોઇને એણે બીજો હાથ મારા બીજા હાથ પર મુક્યો. “Now you feel better…”
 
“I know you before you know me…
Since July 2019…
If you Remember Heritage Walk of Ahmedabad…
તુ ત્યા હતી...
ત્યારથી તને ઓળખુ છુ...” મારી લાઇફનો સૌથી મોટો ક્રાઇમ મે સ્વીકાર્યો.
 
મને એમ હતુ કે એને ખબર પડશે મારા પર ગુસ્સે થઇ જશે. એવુ કાઇ જ ન બન્યુ. અહી તો કઇ અલગ જ Game થઇ ગઇ.
 
મે આંખ ખોલી. મને હતુ કે હવે બધુ પુરુ થઇ જશે. અત્યાર સુધીની શાંતી તો એમ જ કહી રહી છે. 
 
એ મારી સામે હસી રહી છે. હુ ભાવહીન પરીસ્થીતીમા ગરકાઉ થઇ ગયો.
 
“Raj...
બસ આટલુ જ...
પત્યુ હવે...” મને રાજ કહ્યુ ત્યા જ હુ હેબતાઇ ગયો. મને થયુ કે એણે ખબર ક્યાથી પડી.
 
“અરે ઓહ...
Senti Master…
મને નહોતી ખબર તુ આટલો Senti થઇ જઇશ...” એ પહેલા કરતા પણ વધારે જોરથી હસી પડી. હુ મારા જ Paradox મા અટવાયો. મને કાઇ જ સમજાઇ નથી રહ્યુ. મારુ મન રોઇ રહ્યુ છે. 
 
મે ચેઅર આગળ કરી અને એની સામે બેસી ગયો.  
 
“Even I keep Secret from you…” એણે આંખ બંધ કરીને કહ્યુ. કોઇ એવી વાત એ કરે છે જેનાથી હુ પુરેપુરો અજાણ્યો છુ.
 
“What…”
 
“I know you from day of Heritage walk…
All of the others are moving in behind The Keeper of sheep…
But you are creating some weird video clips…” એક જ સાથે એણે કહી દીધુ. મને એકધારો શોક લાગ્યો. ગેમ બદલાઇ ગઇ છે. મને એમ હતુ કે મને એક ને જ ડુમો સંઘરતા આવડે છે પણ હુ ખોટો પડયો.
 
“તો તે મને કેવી રીતે શોધ્યો...” મે તરત જ પુછયુ.
 
“Friend of Friend…” એણે તરત જ કહ્યુ.
 
“Seriously...” હુ હસ્યો. હવે વાત બદલાઇ ગઇ હતી. મજાની વાત એ છે કે અમે બેય એકના બે ન થયા તે ન જ થયા. અમારા બેયના પેટમા પાણી પણ ન હલ્યુ. 
 
બધુ મારી વીચારધારા બહારનુ છે. મારો બોલવાનો Turn પુરો થયો. 
 
હવે મારે બસ સાંભળવાનુ જ છે.
 
“Yes…yes…” એણે ચશ્મા કાઢીને બાજુ પર મુક્યા. હુ એની આંખની ભીનાશને જોઇ શક્યો.
 
“I am waiting…” મે વચ્ચે કહ્યુ.
 
“હા પણ...
એક મીનીટ શાંતી રાખીશ...
આલે પાણી પીલે...” મને ગ્લાસ આપીને એણે એ બેગમાથી કાઇ શોધવા માંડી.
“Sorry…” મે કાન પકડયો. 
 
બેગમાથી એણે લગભગ કોઇ બુક બહાર કાઢી. દુરથી નામ નહોતુ વંચાયુ. કવર પેઇજ કાઇક જાણીતુ લાગ્યુ. મને નવલકથા જેવુ લાગ્યુ.
 
એકદમ જ એણે બુક મારી સામે ટેબલ પર મુકી. મારુ અનુમાન સાચુ પડયુ. એ નવલકથા જ હતી. 
 
 “કીટલી થી કેફે સુધી...” મે ધીમા અવાજે ટાઇટલ વાંચ્યુ.
 
“મોટેથી વાંચીશ તો મને ગમશે...” એને Irritate થઇને કહ્યુ. 
 
“કેમ...” મારી પાસે હવે શબ્દો ખુટી ગયા છે. કાઇ જ કહેવા માટે બાકી નથી રહ્યુ. મને કાઇ જ સમજાતુ નથી. આ બધુ શુ ચાલી રહ્યુ છે.
 
“આ શુ હતુ...” એણે પ્રેમથી મને કહ્યુ. એ બસ મારા જવાબની રાહ જોઇ રહી છે. હુ એ બુકથી સાવ અજાણ્યા હોવાનુ નાટક કરુ છુ. મને ખબર નથી કેમ...મને થયુ આવા ટાઇમે ચા મળી જાય તો કેટલી મજા પડે.
 
“Novel છે આ તો...” હુ એવી રીતે જોઇ રહ્યો જાણે મને કાઇ ખબર જ નથી.
 
“એ મને ખબર છે...
ખોટા નાટક કરવાનુ બંધ કરીશ...
તારે કાઇ ખુલાસો આપવાની જરુર નથી...
Infect તારી નવલકથાએ બધુ જ કહી દીધુ છે...” એણે શાંતીથી મને બધી વાત કરી. મને છેલ્લે એ ખબર પડી કે એણે મારી Novel વાંચી છે. 
 
મારી આશ્ચર્યનો કોઇ જ પાર નહોતો. એની પાસે મારી નવલકથા છે એનાથી વધારે મારે શુ જોઇએ.
 
“I know તે તારા બીજા કોઇ Account પરથી Text કર્યો હતો...
એ પણ મને ખબર છે...” એણે હસીને કહ્યુ.
 
“પણ તે તો મને બ્લોક કર્યો તો ને...” હુ બોલ્યો.
 
“મારી Novel નો બીજો ભાગ લખીશ ત્યારે વાત...
અત્યારે એટલુ સમજી લે...
આનંદને ઓળખવામા થોડી મોડી પડી...”
 
 
“Oh my god…
I am Out of the Game yaar…
Seriously…
મારી પાસે કાઇ કહેવા માટે જ નથી...” આટલુ બોલીને અટક્યો. મારી આંખમા કદાચ હરખના આંસુ આવ્યા.
 
“Anand…
It’s Okey…
Every Thing is Fine…
Well હજી પણ ટાઇમ છે તારી પાસે...
જરાય Late નથી થયુ...” એ ઉભી થઇને મને ભેટી પડી. હુ એના હ્દયના ધબકારા સાંભળી શક્યો. 
 
મારી કહાની પુરી થઇ...
 
મે હાથ ઉંચો કરીને વેઇટરને બોલાવ્યો.
 
“Anand…
Are You Out of Your Mind…” આ વખતે કદાચ એ સમજી ગઇ.
 
ફાઇનલી ટાઇમ આવી ગયો. એક માણસ હાથમા મોટી ડીશ લઇને આવ્યો. 
 
મે એનો હાથ ધીમેથી મારા હાથ પર રાખ્યો.
 
હુ એકપગવાળીને એની સામે ઉભો રહ્યો...
 
એના મોઢા પર હજી પણ એજ સ્માઇલ છે...
 
અમે એકબીજાની આંખમા આંખ નાખીને જોઇ રહ્યા છીએ... 
 
એ માણસે મારી તરફ ડીશ લંબાવી. મે હાથ લાંબો કરીને કપ અને એક ગુલાબ હાથ મા લીધુ...
પળવાર માટે સમય જાણે ઉભો રહી ગયો છે.
મને મારા ધબકારા સંભળાય છે...
 
સેકન્ડ માટે તો શુન્યાવકાશ પથરાઇ ગયો. નદીના પાણીની જેમ વહેતુ જીવન પળવાર માટે ઉભુ રહી ગયુ.
 
“Will You like to be My Permanent Tea Partner…” આંખ બંધ કરીને હુ ગુલાબ એના હાથ પાસે લાવ્યો.
 
થોડીવાર માટે એકદમ શાંતી પ્રસરી ગઇ. કોઇ કાઇ જ ન બોલ્યુ.
 
મે આંખ ખોલીને એની સામે જોયુ...
એણે પણ આંખો બંધ કરી દીધી છે...
 
ધીમે-ધીમે એણે આંખો ખોલી...
ત્યા સુધીમા એનો ચહેરો પુરેપુરો દેખાયો...
 
એની આંખમા જોઇને મને જવાબ મળી ગયો...
ધીમેથી એણે માથુ હલાવ્યુ અને રડી પડી...
 
અમે બેય એકબીજાને ગળે મળ્યા...
 
“પહોચ્યો ખરો તુ...
‘કીટલી થી કેફે સુધી...’...
કે...
‘રાજથી આનંદ સુધી...” ધીમેથી મને કાનમા કહ્યુ.
 
“મને Auto Graph મળશે...
તારા Passion ને Salute કરુ છુ...
ચાર વર્ષ સુધી તે મારી રાહ જોયી...
Really Sorry For That...
મારી મજબુરી હતી...
I Have No Choice At That Time…
ચાર વર્ષ થયા આ વાતને...” એણે મારી સામે જોઇને કહ્યુ. 
 
એક ચા નો મોટો કપ અમારી સામે પડયો હતો... 
“હવે આ ચા કોને પીવાની...”એણે મારી સામે જોયુ.
 
“આપણે બેયને...
કોને હોય...” મે એની સામે જોઇ ને કહ્યુ.
 
“દેવાનંદ ગયા...
આવી ગયા રોબર્ટ ડાઉની જુનીયર...” હુ સમજી ગયો.
 
છેલ્લે બેય એ ઘરે જવાનુ માંડી વાળ્યુ...
મોડી સાંજ સુધી અમે બેસી રહ્યા...
ચા પીતા રહ્યા અને...
વાતો કરતા રહ્યા...
 
 
 
Stay Tuned…
Stay Connected…
 
Anand 
20.04.01
 
From Bottom of My Heart…
For Someone Special…
 
જીંદગી ચલાવે, દોડાવે અને ઉડાવે છે...
પણ હદયના ધબકાર તો આંગળી પકડનાર જ ચઢાવે છે...
 
સમાપ્ત
 
***
 
 
 
 
 
                                                                  
 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED