બેધડક ઈશ્ક - 7 jay patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેધડક ઈશ્ક - 7

બેધડક ઈશ્ક ભાગ-7
પાર્થે કહ્યું, અર્જુન મને આ આતંકવાદી ઓનો પ્લાન સમજાઈ ગયું છે પણ હું કહું છું તે રસ્તા પર થોડું રિસ્ક લેવું પડશે. જો આ આતંકવાદી કાલે મુંબઈ શહેરમાં જુદા જુદા બાર સ્થળોએ બોમ્બ વિસ્ફોટ કરવાનો હતો પણ હાલ તે પકડાઈ ગયો છે પણ તેની ખબર આ સ્લીપર સેલના ચીફ સુધી તથા આ આતંકવાદી ના બીજા સાથી સુધી ત્યારે જ પહોચશે જ્યારે કાલે બોમ્બ વિસ્ફોટ નહીં થાય. અને જો તેમનો આ પ્લાન નિષ્ફળ જશે તો તેઑ પાસે તો આવા અનેક પ્લાન તૈયાર જ હોય છે તેથી હવે મારો પ્લાન સાંભળ, પેલો આતંકવાદી જે હાલ જેલમાં છે તેને છોડી દેવામાં આવે તો જ આપણે તેના બીજા સાથીઓ સુધી પહોંચી શકીશું. આ આતંકવાદી ને છોડી દેતા તે પોતાના જુદા જુદા બાર સાથી ને મળીને બોમ્બ આપશે ત્યારે જ આપણે તેમને ખતમ કરી દઈશું પણ તેના માટે આપણે પણ બાર માણસો જોઈશે અને આપણા બાર માણસોની ગન ચલાવવાની આવડત સારી હોવી જરૂરી છે તો તુ એ બાર લોકોને કાલે સવારે બોલાવી રાખજે. ઓકે પાર્થ હું મારા મિત્રો ને ફોન કરી કાલે સવારે જ બોલાવી દઉ છું.હવે આખા દિવસની મુલાકાત બાદ બંને છૂટા પડે છે. પાર્થ પોતાના રૂમ પર આવી મમ્મીને ફોન કરી સમાચાર પૂછે છે પાર્થને જાણવા મળ્યું કે આર્યા ને તેની ખૂબજ યાદ આવે છે અને તે ઘણા સમય સુધી એકતા બહેનની પાસે જ હતી. હજી આર્યા પોતાના રૂમમાં પહોંચી છે ત્યાં તો પાર્થનો ફોન આવે છે. એક પણ ક્ષણના વિલંબ વિના ફોન ઉપાડે છે. હલો આર્યા સાંભળ્યું છે કે તને મારી બહુ યાદ આવે છે . હા પાર્થ મને તમારી ખૂબજ યાદ આવે છે હવે તો દીદી પણ વાંચ્યા કરે છે તો સમય પસાર થતો જ નથી. આર્યા જરા પણ ટેન્શન ના લે હું બે જ દિવસ માં પાછો આવી જઈશ. પાર્થ ઘણા સમય સુધી આર્યા સાથે વાત કર્યા કરે છે.
બીજા દિવસે સવારે પાર્થ અને અર્જુનના મિત્રો બધા અર્જુનના ઘરે ભેગા થયા છે અને અર્જુને પેલા આતંકવાદી ને છોડી દેવા માટે પોલીસ સ્ટેશનમાં જણાવી દીધું છે . પાર્થ તેના બધા સાથીઓને બોમ્બ ડિફયુઝ કરવાનું શીખવાડે છે. પાથ્થ અને તેના સાથીઓ ગોળીઓ થી ભરેલી બંદૂક સાથે પોલીસ સ્ટેશનની બહાર ઉભા છે. પાર્થ અર્જુનને પોલીસ સ્ટેશનમાં ફોન કરવા કહે છે. અને બધા સાથીદારો ને આગળની યોજના જણાવી દે છે અને બધા સાથીઓ ને પોતાના સાથે બ્લૂટૂથ દ્વારા જોડાયેલા રહેવા જણાવે છે હવે આ બારેય લોકો મિશન સ્ટાર્ટ કરવા તૈયાર છે. પેલો કેદી રામૂ પોલીસ સ્ટેશનમાં થી બહાર નીકળે છે . બધા તેનો પીછો કરે છે. રામુ એક મોબાઈલની દુકાનમાં થી બોમ્બ ભરેલી બેગ લે છે અને આગળ વધે છે તે બીજા બે વ્યક્તિને મળીને છાપામાં વીંટેલ બોમ્બ કંઈક ગણતરી કરીને આપે છે .તે લોકો બીજા લોકોને બોમ્બ આપતા આપતા આગળ વધે છે . હવે કુલ બાર લોકો પાસે છાપામાં વીંટેલ બોમ્બ હતો અને તે દરેક વ્યક્તિનો પીછો કરતો પાર્થની ટીમનો સભ્ય પણ હતો .પાર્થ બધા સાથે બ્લૂટૂથ થી કનેકટેડ હતો હવે તે ખાતરી કરી લે છે કે દરેક પાસે એક એક બોમ્બ છે અને દરેક આતંકવાદી દીઠ પોતાની ટીમનો સભ્ય પણ છે . હવે બધા આતંકવાદી આગળ વધી રહ્યાં છે જે પેલા નકશામાં દર્શાવેલ હતું. હવે પાર્થ ઑર્ડર આપે છે: ટૅક પોઝીશન્સ . બધા પોતાની ગન કાઢીને તૈયાર થઈ જાય છે. લૉક યોર વિકટીમ. બધા નિશાન તાકે છે . હવે પાર્થ ઓર્ડર આપે છે:shoot . ઑર્ડર મળતાની સાથે જ એક સાથે બધા ફાયરિંગ કરે છે અને બારેય લોકો ના ત્યાં જ બાર વાગી જાય છે. હવે પાર્થના ટીમના બધા સભ્યો ફટાફટ બોમ્બ લઈને સુરક્ષિત જગ્યાએ પહોંચી જાય છે અને બધા જ બોમ્બ ડિફયુઝ કરી દે છે. આ બધા ની મૃત્યુ ના સમાચાર ટીવી પર આવી જાય છે . શ્રુતિ પાર્થને તરતજ ફોન કરે છે, આ તમારું જ પરાક્રમ છે ને! એમ કહી શાબાશી આપે છે. હવે બધા અર્જુનના ઘરે ભેગા થાય છે .પાર્થે કહ્યું, કોઈની વિકેટ બાકી તો નથી રહી ગઈ ને!! બધા હસી પડે છે. પાર્થે કહ્યું, બધાએ તે વ્યક્તિની તપાસ તો લીધી જ હશે તેમના પાસેથી કંઈ મળ્યું? બધા ના પાડે છે પાર્થે કહ્યું , મને ખબર હતી કે આ બધા તો માત્ર કઠપૂતળી જ છે તેમને નચાડનારો તો બીજો કોઇ જ છે. મેં જાણી જોઈને જ પેલા કેદી ને મારવાનું મારી પાસે રાખ્યું હતું તેની પાસેથી મને એક સેલફોન મળ્યો છે મને લાગે છે તે જરૂર પેલા આતંકવાદી નો જ છે. હવે બધા જતા રહે છે. માત્ર અર્જુન અને પાર્થ બેઠા બેઠા વાતો કરી રહ્યા છે. થોડી વાર બાદ પેલા સેલફોન પર રિંગ વાગે છે. પાર્થ ધીમેથી ફોન ઉપાડે છે. હલો હા બોમ્બ બ્લાસ્ટ ના સમાચાર ન્યૂઝ વાળા બતાવતા નથી. શુ ન્યૂઝ સેન્ટર પણ ઉડાવી દીધા? પાર્થ તાડૂકયો , એ તારા જેવા હજારો આતંકવાદી આવી જશે ને તો પણ અમારા દેશનું કંઈ પણ નહીં બગાડી શકે. તારી ન્યૂઝ ચેનલ બદલ તો તારા સમાચાર તને મળે. પેલો અચાનક ગુસ્સે થાય છે. તુ જે કોઈ પણ હોય તે મારા લોકોને મારીને બહુ મોટી ભૂલ કરી દીધી છે તારે તેની કિંમત ચૂકવવી પડશે. પાર્થે કહ્યું, કિંમત કોણે ચૂકવવી પડશે તે તો સમય આવ્યે જ ખબર પડશે? અને તરતજ પેલો આતંકવાદી ફોન મૂકી દે છે .પાર્થ સેલફોન જુએ છે તો એક મિનિટ ને ત્રેવીસ સેકન્ડ વાત ચાલી હતી. તે ખુશ થઇ જાય છે .તે તરતજ શ્રુતિ ને ફોન લગાવે છે. હલો શ્રુતિ આ આતંકવાદી નુ લોકેશન મળ્યું? પાર્થ જાતે કરીને જ કોલ નો સમય લંબાવતો હતો . તેણે શ્રુતિ ને પહેલેથી જ સેલફોન વિશે જણાવી દીધું હતું. ષણ શ્રુતિ ના કહ્યા મુજબ જો એક મિનિટ થી વધારે સમય કોલ ચાલુ રહે તો કોલ કયાથી લગાવવામાં આવ્યો છે તે જાણી શકાય છે. હવે પાર્થને શ્રુતિ પાસેથી જાણવા મળ્યું કે આ ફોન ગુલમર્ગ ની પહાડી ઓના વિસ્તારમાંથી આવ્યો હતો. હવે આગળ કામગીરી શ્રુતિ કરવાની હતી પાર્થનુ કામ પૂર્ણ થઈ ગયું હતું. પાર્થ બાકીનો દિવસ અર્જુન સાથે મુંબઇ મા ફરવામાં વીતાવે છે અને આર્યા માટે એક સરસ ગિફટ લે છે અને સાથે સાથે આસ્થા માટે પણ. બીજા દિવસે સવારે પાર્થની ફલાઈટ હોય છે. અર્જુન પાર્થને મૂકવા એરપોર્ટ પર આવે છે . પાર્થ એરપોર્ટ પર આવીને મમ્મી પપ્પાને ફોન કરે છે. ત્યાં તો રમેશભાઇ પાર્થને કહે છે બેટા આજે આર્યા તેના પરિવાર સાથે આપણા ઘરે જ જમવાની છે તો તું જલદીથી આવી જજે. હા પપ્પા હું હાલ એરપોર્ટ પર આવી ગયો છું એક જ કલાકમાં આવી જઈશ અમદાવાદમાં.
વધુ આવતા અંકે........
આપના સૂચનો અને અભિપ્રાય સદા આવકાર્ય છે. તમે મારી gizapodul@gmail.com પર સાથે પોતાના અનુભવ શૅર કરી શકો છો.
ધન્યવાદ.....💐💐💐💐💐.