આકાશે તરત જ હા ભણતા કહ્યું મેમ એક તો હું અને મારી સાથે કાર્તિક અને રેશ્મા પણ રોકાશે.
આમ આકાશ, કાર્તિક, રેશ્મા સુંદરી મેમની ઓફિસમાં બેસી ત્રણ વાગવાની રાહમાં બેઠાં હતા પણ આકાશ ત્યાં બેઠો મનોમન વિચારી રહ્યો હતો કે નમન આખરે છે કોણ ?
જો નમન હા કહેતો જ મેમ આગળ પગલું ભરી શકે.
મળવું પડશે એ નમન નામના વ્યક્તિને સમજે તો ઠીક છે નહિતર મારા હાથનો મેથીપાક ચખાડવો પડશે.
એવા વિચારમાંથી આકાશ બહાર નીકળ્યો ત્યાં ત્રણ વાગી ગયાં અને ઓફીસમાં રાજનસર આવી ચોક ડસ્ટર મૂકી સીધા ચાલ્યા ગયા રાજનસરના ગયા પછી સુંદરી મેમ, નમન,
કાર્તિક અને રેશ્મા એકીસાથે નમનના ક્લાસમાં ગયા અને બહાર દરવાજેથી "સુંદરી મેમ બોલ્યાં નમન બહાર આવજે તારુ કામ છે.."
"નમન બેન્ચ પરથી ઉભો થતા બોલ્યો જી મેમ."
નમન બેન્ચ પરથી ઉઠી બહાર જેવો આવ્યો કે આકાશની નજર નમન પર પડતા પહેલા તો એ મંદમંદ હસતો મનોમન બોલ્યો આ છે નમન? આ તો સાવ નાના છોકરા જેવો દેખાય છે સાવ બટકો ગોળ ચહેરો અને ચેહરા પર લીંબુના ફાડ જેવી મોટી આંખો ,ચેહરા પર સેટ કરેલી આછી દાઢી એટલે ખ્યાલ આવે કે આ યુવાન છે, આવા છોકરું દેખાતા નમને શું મેથીપાક ચખાડવો આકાશને નમનો દેખાવ જોતા દયા આવી ગઈ..
"એટલામાં નમન દરવાજે આવી બોલ્યો જી મેમ કહો શું કામ હતું ?"
'સુંદરી મેમે નમન સમક્ષ વાત કરતાં કહ્યું નમન પહેલી બેચ અને તમારી બીજી બેચના વિદ્યાર્થીઓને રાજનસરની શિક્ષણ પદ્ધતિ પસંદ નથી. જો નમન તું અને તારા ત્રણ મિત્રો માની જાઉં તો મેં વિચાર્યું છે આવતીકાલે મૃત્યુંજય જોષી નામના સર અહીં આવે અને એની પાસે બન્ને બેચમાં એક એક તાસ લેવડાવીએ તો તમને એની શિક્ષણ પધ્ધતિ પસંદ આવે તો મને કહેજો."
"સોરી મેમ આ શક્ય નથી હું તમારી આ વાત સાથે પહેલા પણ સહમત ન'હતો અને આજે પણ નથી નમને સુંદરી મેમને કહ્યું."
નમનનો આ જવાબ સાંભળતા "આકાશ બોલ્યો યાર તને શું પ્રોબ્લેમ છે ? મૃત્યુંજય સર કાલે ભલે આવતા એની શિક્ષણ પધ્ધતિ સારી લાગે તો જ આપણે હા કહેવાની છે એવું ગુસ્સામાં આકાશે નમનને કહ્યું."
આકાશનો ગુસ્સા સાથે લાલ થયેલો ચેહરો જોઈ નમનને હા ભણી દીધી અને વિદ્યાર્થીઓ છુટા પડ્યાં. અને બીજે દિવસે મૃત્યુંજય સરે બન્ને બેચમાં એકેએક તાસ લીધો, બન્ને બેચના વિદ્યાર્થીઓને મૃત્યુંજય સરની શિક્ષણ પધ્ધતિ પસંદ આવી એટલે રાજનસરને રજા આપી એની જગ્યાએ મૃત્યુંજય સરની નિમણૂક કરતા સુંદરી મેમેં હાશકારો અનુભવ્યો..
અને ધીમેધીમે મૃત્યુંજય સર વિદ્યાર્થીઓ સાથે સેટ થઈ ગયા અને બન્ને બેચના વિદ્યાર્થીઓ પણ મૃત્યુંજય સરની શિક્ષણ પધ્ધતિથી ખુશ હતા .
આ રીતે શરૂવાતનું એક અઠવાડિયું પસાર થઈ ગયું બીજા અઠવાડિયાથી આકાશને સવારે પોતાની મોબાઇલની દુકાને જવાનું હોવાથી આકાશે સવારની બેચની બદલે બપોરની બારથી ત્રણની બેચમાં આવવાનું નક્કી કર્યું."
અને બપોરની બેચમાં આજે આકાશનો પ્રથમ દિવસ હતો અને આકાશને નમન સાથે પહેલી બેન્ચમાં બેસાડ્યો પણ આકાશને નમન પ્રત્યે મનમાં પહેલાં દિવસથી જ ગુસ્સો હતો એટલે આજે એ નમન સામું કશું બોલ્યો નહીં, પણ જેમજેમ દિવસો પસાર થતાં ગયા એમ આકાશ અને નમનની મિત્રતા વધુ ગાઢ બનતી ગઈ હવે તો ક્લાસમાં આકાશ અને નમનને રામ લક્ષમણની જોડી કહેવા લાગ્યા બન્ને મિત્રો કરતા તો સગા ભાઈ હોય એવું લાગતું.
નમન ગામડેથી ઉપડાઉન કરતો હોવાથી ક્યારેક બસ ન આવતી તો આકાશના ઘરે રોકાઈ જતો,અને આકાશ ક્યારેક નમનના ઘરે રોકાઇ જતો અને....
(વધુ આવતા અંકે)