પુસ્તક-પત્રની શરતો - 7 DEV PATEL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુસ્તક-પત્રની શરતો - 7

પુસ્તક-પત્રની શરતો

ભાગ-૭

જીની- જોસેફ બંન્ને જીનીનાં પીતાનાં ઘરે રહેવા આવી ગયાં.જીનીનો સ્વભાવ એકદમ બદલાઇ ગયો.તે ફરી પહેલાં જેવી થઈ ગઈ-સાવ સાદી, સરળ અને પ્રેમાળ.

જોસેફ જીનીનું પરિવર્તન જોઈને ખુશ જાયો એ સાથે તે એ વાત પણ સમજી ગયો કે કહો ન કહો ગડબડ પેલા ઘરમાં જ હતી.

જો એ ધરમાં ગડબડ હતી તો તેની પાછળ સ્પષ્ટ પણે શંકા ટેમ્બર્ક પરિવાર પર જાય તેમ હતી. વિંન્ગસ્ટ વિસ્તારમાં વર્ષોથી રહેતા લોકોને પૂછતાં જોસેફને જાણ થઇ કે ટેમ્બર્ક પરિવાર ત્રીસ વર્ષ પહેલાં ત્યાં રહેતો હતો.એક દવસ જોની ટેમ્બર્કના ઘરે તેનો છોકરો ફિલિપ્સ અને પડોશીના છોકરા રમત-રમતા હતાં.રમતાં રમતાં તે બાળકોને ખબર જ ન પડી કે ઘરને આગ લાગી ગઇ છે.બાળકો આગમાં ફસાયા અને બળીને ભસ્મ થઇ ગયાં. આ ઘટનામાં જોની ટેમ્બર્કની પત્ની પણ મૃત્યુને ભેટી.પોતાના પરિવારને એક ઝટકે ખલાસ થઇ જતાં જોઈને જોની ટેમ્બર્ક ગાંડા જેવો થઈ ગયો.- આટલી વાતતો બધાને યાદ હતી પરંતુ કોઈને ખબર ન હતી કે તે ઘટના પછી જોની ક્યાં ચાલ્યો ગયો.

વિન્ગ્સ્ટન વિસ્તારમાં રખવાડી કરતાં એક ઘરડા ગાર્ડને પૂછતાં જાણ થઈ કે જોની ગાંડો થઇ ગયો પછી દૂર સુદૂર ચાલ્યો ગયો.જોસેફે જ્યારે પૂછ્યું કે ક્યાં દૂર તો તેણે કંઈફ જ ઉત્તર ગાર્ડ તરફની ન મળ્યો.

વિન્ગ્સ્ટન વિસ્તાનમાં કેટલાક જમીન દલાલો સાથે જોસેફે મુલાકાત કરી, કે એ જાણવા સારૂં કે ઘર બળી ગયા પછી શું થયું. દલાલો પાસેથી જાણવા મળ્યું કે ઘર બળી ગયું એ પછી ઘરનાં તમામ માલિકી હકક લાઈફ લોગ ટ્રસ્ટને સોંપવામાં આવ્યા.એક સ્ત્રીએ આ ખંડેર ધરના રિનોવેશન માટે ખૂબ મોટું ડોનેશન આપ્યું અને એક શરત પણ રાખી કે તે ઘરને રીનોવેશન કરાવ્યાં બાદ ટ્રસ્ટે ઘર કોઈને વેચવું કે ટ્રસ્ટના કામમાં પણ ન વાપરવું. શરત ખૂબ જ ચૌકવનારી રાખવામાં આવી હતી, પરંતુ ટ્રસ્ટે શરતી સ્વીકારી લીધી કેમકે તે લડીએ શરત બદલ ખૂબ સારું એવું ડોનેશન આપેલું.

દલાલો સાથેની મુલાકાત પછી જોસેફના મગજમાં પશ્નો ઉદભવ્યાં, " જો લેડી એ ઘરન ન વેચવાની શરત કરી હોય તો ટ્રસ્ટે ઘર કેમ વહેચયું.પણ ખરી રીતે જોતાં ટ્રસ્ટે તોં ધર વહેંચ્યુ જ ક્યાં હતું? ધર તો તેણે કોઇ અજાણ્યા સજજન પાસેથી ખરીધ્યું હતું.

જોસેફને આશ્ચ્રર્ય ખૂબ થયું પણ તેમ છતાં તેણે લાઈફ લોંગ ટ્રસ્ટને ફોન જોડ્યો." હેલ્લો હું જોસેફ બોલું છું."

"બોલો હું તમારી શું સેવા કરી શકું."

"મારે એ જાણવું છે કે વર્ષો પહેલાં વિન્ગસ્ટન વિસ્તારમાં એક ધર ટ્રસ્ટને સંભાળ રાખવા માટે મળ્યું હતું.તે અત્યારે ટ્રસ્ટની માલિકીનું છે?"

"હા, જી.પણ તમેં આવું કેમ પૂછો છો?"

"ઘર કોઇને વેચવામાં નથી આવ્યું."

"ના ઘર કોઇને વેચી શકાય તેમ ન હતું.કેમકે ટ્રસ્ટે ધર ન વહેંચવા માટે એક લેડી સાથે કોન્ટ્રાક્ટ કરેલો."

"ઘરના કાગડીયા તમારી પાસે છે."

થોડીવાર રહીને વાત કહેવી કે ન કહેતી તેવી મૂંઝવણ છતાં સામેની વ્યક્તિએ મન હળવું કરતાં કહ્યું, "એ ઘરનાં કાગડીયા તો છે કિતુ એ ઘરની ચાવી ચાર મહિના પહેલા જ લોકરમાંથી ગમ થઇ ગયેલી."

- જોસેફે ફોન કટ કરી દીધો.

"તો પછી પેલી વ્યક્તિએ જે ઘરના કાગળિયા આપયાં હતાં તે ખોટા હોવા જોઈએ." સ્વગતની જેમ જોસેફ બબડ્યો.

જોસેફને લાઈફ લોંગ ટ્રસ્ટ પાસેથી જયારે ઘર વિશેની માહિતી મેળવી ત્યારે તે ચોકી ગયો. જો ટ્રસ્ટની વાત સાથી હોય તો જોસેફ બારમાં આવેલી અજાણી વ્યક્તિથી છેતરાયો હતો.

બીજા દીવસે જોસેફે નક્કી કર્યું કે તે ઘરે જશે અને ઘરનાં જે કાગડીયા અજાણયાં વ્યક્તિએ આપયાં હતાં તે લઇ આવશે.

-હજી સુધી જોસેફે આશા ન હોતી છોડી.

જોસેફે જ્યારે ઘરનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યો કર્યા ત્યારે તેણે એક પ્રકારનો અણગમો થયો.

- કોના પ્રત્યેનો અણગમો એ વાત તો કદાચ જોસેફ પોતે પણ નહીં જાણતો હોય, બેડરૂમમાં પ્રવેશી જોસેફે ડ્રોવર ખોલ્યું, જેમાં ઘરનાં કાગડિયા સાચવીને રાખ્યા હતાં.

-કાગડીયાં તેના સ્થાને હતા નહીં.

જોસેફ કાગડિયાને શોધતો પણ ક્યાં? કેમકે તેણે બરોબર યાદ હતું કે કાગડીયા તેણે ફાઈલમાં બીડીને તે જ ડ્રોવરમાં મૂક્યા હતા.

- એક તો પૈસા ગયા કેમ કે ધરતો તેનું હતું જ નહી. તે તો ટ્રસ્ટનાં નામે હતું અને બીજું એ કે જીવનનાં ભૂતકાળમાં ડરાવની યાદો સમાઈ ગઈ.
જોસફને બેસમેન્ટમાં મળી આવેલા છૂપા ઓરડાની યાદ આવી. તે પોતાની જાતને કુતૂહતનાં આકર્ષણથી ન શક્યો.સિડીઓ ગોઠવિને બેસમેન્ટ પરનાં છૂપાં ઓરડામાં તે દાખલ થયો. મોબાઈલ ની ટોર્ચથી જોસેફે જોવું કે એક બોક્ષ ખુલ્લું હતું.બોક્ષની અંદર બાળકોના ફોટા હતા-એક બે નહી પણ હજાર કરતાં પણ વધારે.

જોસેફે ફોટા હાથમાં લઈને જોવા માંડ્યા. ટોર્ચની લાઇટમાં જોસેફે દેખ્યું કે તેનો, જીનીનો અને તેના નવજાત બાળકનો ફોટો હતો.જોસેફે બરાબર દેખ્યું તો તેને ખબર પડી કે ફોટો જીનીના પિતાના ઘરે પાડવામાં આવ્યો હતો. ફોટો જોઈને જોસેફની આંખો ફાટી ગઈ.હૃદય ધબકાર ચૂકી જતા રહી ગયું કેમ કે આવો કોઈ ફોટો તેમણે પડાવ્યો જ ન હતો અને પડાવ્યો હોય તો પણ આ ઘરમાં ક્યાંથી.

"આગ લાગવાને કારણે જે લોકો અકાળે મરી ગયાં હતાં તે ભૂત બનીને આ ઘરમાં ફરે છે." એ વાતની ગાંઠ હવે જોસેફના મગજમાં બંધાઈ ચૂકી હતી. બેસમેન્ટમાંથી તે આજુ-બાજુ નજર કર્યો વગર ભગવાનનું નામ મોટેથી લેતો, હાથમાં પવિત્ર ક્રોસ પડીને તે ઘરની બહાર નિકડી આવ્યો. તેટલી ઝડપે ગાડી હંકારી તે ઘરે પહોંચી ગયો.

જીની અને તેના હાથમાં બાળકને જોતાં જોસેફના શરીરમાં પ્રાણ આવ્યા.

******