પુસ્તક-પત્રની શરતો - 6 DEV PATEL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

પુસ્તક-પત્રની શરતો - 6

પુસ્તક-પત્રની શરતો

ભાગ-૬

સવારે ઉઠયાં બાદ જોસેફે એક સાઈકેસ્ટ્રીકની એપોઇમેંન્ટ લીધી છે એમ જીનીને કહ્યું.જીનીએ જ્યારે કારણ પૂછ્યું તો જોસેફે બેધડકપણે ઉંઘમાં તે કકળાટ કરે છે માટે સ્તો, સાઇકેસ્ટ્રીકની અપોઈમેંન્ટ લેવી પડી એમ જરા અકડાઈ ને બોલી ગયો.

સમય થતાં જીની રડમસ મોંઢે, ચૂપચાય કારમાં બેસી ગઇ-પતિએ કોઈ દિવસ નહી અને આજે આટલા ઊંચા અવાજે વાત કરી હતી તેને લીધી તો જીની ઉદાસ હતી.

જોસેફે દવાખાના ભણી ગાડી હંકારી મૂકી. અડધો કલાક પછી તો જીની જોસેફ બંન્ને દવાખાનામાં સાઈકેસ્ટ્રીક સામે બેઠા હતો.જોસેફ ડોકટરને ખૂણામાં લઈ-જઈને જીનીના બદલાયેલાં વાણી વર્તન વીશે અવગત કરાવ્યાં. જોસેફની વાત સાંભળ્યા પછી ડાકટરે કહ્યું, "જો એવું જ હોય તો હિપ્નોટાઈઝ કરીએ. હાલ ખબર પડી જશે.શું થયું છે તમારી પત્નીને."

જીનીએ હિપ્નોટાઈઝ ટ્રીટમેન્ટ માટે તૈયારી બતાવી.ડોકટરે જીનીને એક ટેબલ પર બેસાડી.જોસેફ એવી આશા રાખીને બેસ્યો હતો કે હમણાં હિપ્નોટાઇઝ કરવા માટે ફિલ્મ દર્શાવાય છે તેવો કાચ ડોક્ટર કાઢશે.

-તેવું કઈં જ ન થયું.

ડોકટરે જીનીને હિપ્નોટાઇઝ કરવા માટે બીજી પદ્ધતી વાપરી, તેમણે જીનીને મસ્તિષ્કનાં કેન્દ્ર ભાગે દ્રષ્ટિ બિંદુને લાવી, ધ્યાન કરવા માટે કહ્યું.ધીરે-ધીરે જીની વાસ્તવિક દુનિયામાંથી એક અલગ જ દુનિયામાં સરવા લાગી.

ડોકટરે જીનીને પૂછ્યું, "તારું નામ શું છે?"

જીનીએ દાંત કકડાવતા ઉત્તર લીધો, "ફિલિપ્સ ટેમ્બર્ક ."

જીનીનો જવાબ સાંભળીને જોસેફના મોઢેંથી આઘાતનો ઉદગાર નીકળી ગયો. ડોક્ટરે જોસેફને ચૂપ રહી સાંભળવા માટે કહ્યું.

"કોણ ફિલિપ્સ ટેમબર્ક ."

"કોણ એટલે શું? જોની ટેમ્બર્કનો છોકરો." એક-એક શબ્દને છૂટા પાડીને મોટા અવાજે જીનીએ કહ્યું.જીનીના મોટેથી 'જોની ટેન્બર્ક' નામ સાંભળીને જોસેફ ઊંડા વિચારમાં પડી ગયો.

"હા, આ નામ તો અજાણ્યા પત્ર લખનારનું છે."

જોસેફના ગણગણાટને લીધે ડોકટરે જોસેફને બહાર જઈને ઊભાં રહેવા માટે કહયું, જેથી ટ્રીટમેન્ટમાં કોઈ વિઘ્ન ન પડે.

અંદરની ગતિ વિધી જાણવા માટે જોસેફ આતૂર હતો.થોડી વાર રહીને ડોક્ટર બહાર આવ્યાં.ડાકટરે જોસેફના ખભા પર હાથ રાખીને કહ્યું, "જુઓ મારે તમને પૂછવું છે કે તમારે કોઇ ફિલિપ્સ ટેમ્બર્ક કે જોની ટેમ્બર્ક કરીને ઓળખીતા હતા."

"નહી. પણ તમે જે નામ કહ્યાં એ નામ અમારા ઘરનાં જુના મકાન માલિક સાથે સંકળાયેલા હોઈ શકે છે." જોસેફે અજાણ્યા પત્રની વાતને કેન્દ્રમાં રાખીને કહ્યું.

"એમ?" થોડી વાર વિચાર્યો પછી ડોકટરે કહ્યું, "તો પછી બીજી એક વાત તમને મારે એ પૂછવી છે કે તમારા ઘરમાંથી એ જૂના વસવાટીઓની કોઈ ડાયરી મળી આવી હતી."

"મને ખબર છે ત્યાં સુધી તો નહી. કેમ ?"

"મને એમ લાગે છે કે જેના નામનો ઉલ્લેખ તમારી પત્નીએ કર્યો. એ નામની વ્યક્તિની તેમના મગજ પર ઉંડી છાપ પડી હોવી જોઈએ.તમારી પત્ની લગભગ તો તે ફિલિપ્સ ટેમ્બર્કની વેદના પર દુ:ખી થઈ તેના પાત્રમાં ઢળી હોવી જોઈએ."

"હોઈ શકે છે." ડોક્ટરની વાત જોસેફને ન સમજાઇ અને તે સમજવા પણ નહોંતો માગતો.બસ તે એટલું તો જાણી ગયો હતો કે કોઈ ભૂત-ભૂતાવડિયા સિવાય આ બીજું કંઈ હોઈ જ ન શકે.

ડૉક્ટર પાસેથી જયારે જોસેફ અને જીની ઘરે આવ્યા ત્યારે જોસેફે જોયું કે જીની પહેલાં કરતાં પણ વધુ કકડાટ કરે છે. થોડા દિવસ અગાઉ પોતાના બાળકને જે જીની હૈયાથી તસુ ભર પણ છેટું ન રાખતી તે બાળક સામે જોતી સુધ્ધાં નહી. આ જોઈને જોસેફને ખરેખર નવાઈ લાગી- આટલો બધો બદલાવ.

જોસેફની નજર બહાર એ વાત ન રહી કે જીની વારે ધડીયે બેસમેન્ટમાં જતી. બસમેન્ટમાં જઈને તે કઈં ન કરતી સિવાય કે બસમેન્ટની છતને તાકી રહેવા સિવાય.જીની આંખોનાં પલકાર જબકાવ્યા વગર, એકિટશે બેસમેન્ટની છતને જોઈ રહે છે એવું દ્રશ્ય જોસેફે ત્રણ-ચાર વાર જોયું .છતની દીવારમાં જોસેફને કાઇંક કાળુ ધોળું લાગ્યું. બપોરના સમયે જ્યારે જીની બેડરૂમમાં સૂઈ ત્યારે જોસેફ બેસમેન્ટમાં ગયો.થોડી વાર સુધી તે પણ છતને જોઈ રહ્યો.

કંઈક સૂઝતા તેણે બાજુમાં પડેલો લાકડાનો ડંડો ઉપાડ્યો અને છત પર ઠોક્યો.

-છતની દિવાલ પોલી હતી.

લાકડાના ત્રણ ફટકામાં તો છતની દીવાલ તુંટી ગઈ.જોસેફ દોડીને સિડી લઇ આવ્યો અને પોલી દિવાલના ખાનામાં સીડીને ગોઠવી. હાથમાં ટોર્ચ લઈને જોસેફ સિડી પર ચડી ગયો. જોસેફે જયાં બખોલ શોધી હતી ત્યાં તો એક નાનકડી ઓરડી હતી.

ટોર્ચની લાઈટથી જોસેફ બરોબર જોયું તો એ નાનકડી રુમમાં જુનો સામાન હતો અને તેમાંના એક બોક્ષ પર 'ફિલિપ્સના રમકડા' એમ લખ્યું હતું.- એ ઓરડામાં જે કઈ લખાણ ચીતરવામાં આવ્યું હતું તે પોર્ટુગીઝમાં હતું.

તેજ સમયે જોસેફને એક વાત યાદ આવી કે પોર્ટુગીઝ સંસ્કૃતિ પ્રમાણે લોકો ધર બનાવતી સમયે એક નાની છૂપી ઓરડી બનાવતા.

"જોસેફ ક્યાં છે તું?"બેડરૂમમાંથી જીનીનો અવાજ સંભળાયો. જોસેફ ફટાફટ સિડીથી નિચે ઉતર્યો, અને બેડરૂમમાં ગયો.

"ક્યાં ગયો હતો?"

"ક્યાંય નહી."થોડી વાર રહીને જોસેફે ઉતર્યું, " હું એમ કહું છું કે કેમ આવણે થોડા દિવસ માટે તારા પીતાને ઘરે રહેવા જતા રહીએ તો."

"પણ કેમ?"

"બસ ખાલી એમ જ, હવાફેર માટે." જોસેફે કહ્યું.

જોસેફ ઘરમાંથી નિકડવાની ઉતાવળ એટલે માટે કરતો હતો કે તેણે અણકલ્પેલી વસ્તુ જોઈ હતી.

-જોસેફ જ્યારે બેસમેન્ટમાંથી છૂપા ઓરડામાં પ્રવેશ્યો ત્યારે તેણે કઈક ગભરામણનો અનુભવ કરેલો.તેણે વારે ઘડીને એમ લાગતું કે તેની પાછળ કોઇ સફેદ ફ્રોકવાળી નાની છોકરી ઉભી છે.તે સમયે તો જોસેફને એમ થયું કે જો તે પાછળ ફરી જશે તો તેનું આવી બનશે એટલે તે કંઈક થવાની રાહ જોતો ઉભો હતો

-અને જીનીની બૂમ સંભડાયેલી.

જીની પાસે બેડરૂમમાં જ્યારે તે પહોંચ્યા ત્યારે તેણે નક્કી કરી લીધું હતું કે આ ઘરમાં રહેવું એ યોગ્ય નથી.

-કોઈના પણ માટે.તેથી તો તેણે જીની સામે તેના પિતાનાં ઘરે રહેવા જવાનો પ્રસ્તાવ રાખ્યો હતો ને!

જીની પણ 'હવાફેર' કરવા માગતી હતી તેથી જોસેફ અને જીની તે સાંજના ચાર વાગ્યે સામાન પેક કર્યો અને થોડા દિવસ માટે ઘર છોડીને ચાલ્યાં ગયા.

******