Pustak-Patrani sharato - 2 books and stories free download online pdf in Gujarati

પુસ્તક-પત્રની શરતો - 2

પુસ્તક-પત્રની શરતો

ભાગ-૨

"રહેવા દે ને તું. તને ના પાડી છે ને કે તારે સામાન નહિ ઉપાડવાનો." પ્રેમ-આક્રોશનાં મિલનસાર ભાવ સાથે જોસેફે કહ્યું.

"સારું નહી કરું.કર્યો કરો તમ તમારે એકલા.તમારું કામ"

"હા, તે કરીશ એકલો.ભલે નવા ઘરે પહોંચવામાં એક દિવસ મોડુ થાતું પછી."જોસેફ ગુસ્સે થઇ જાય છે.ગુસ્સો પણ વ્હાલનો, કેમ કે વારંવાર જોસેફની ના પાડવા છતાં કામમાં મદદ કરાવવા જીની આતુર હતી.

જોસેફે ભાડાનાં ઘરથી તે નવા ઘર સુધી સામાન પહોંચાડવાનું કામ એક લોડ શિફટિં કંપનીને સોંપ્યું હતું.દસના શુમારે કંપનીનો ટ્રક આવી ગયો. શિફટીગ કંપનીનો ટ્રક સાંજના ચાર વાગ્યાનાં શુમારે નવા ઘરે પહોંચ્યો ત્યારે કંપનીના માણસે જોસેફને ફોન કરીને નવા ઘરે બોલાવી દીધો. જોસેફ અને જીની કાર લઇને નવા મકાને આવિ પહોંચ્યા.મજૂરોએ ટ્રકમાંથી સામાન નીચે ઉતારી દીધો હતો.ગાડીમાંથી નીચે ઉતરતાં જ જોસેફે કંપનીના મુખ્ય જણાતા માણસને પૂછ્યું, "સામાન ધરમાં નથી રાખવાનો ?"

"ના.સામાનની હેરા-ફેરી જ અમે કરીએ. બાકી સામાનને ઘરમાં રાખી આપવાની જવાબદારી અમારી નથી." લોડ શિફટિંગ કંપનીને જ્યારે જોસેફે કામ સોપ્યું ત્યારે મેનેજરે આ વાત સ્પષ્ટ શબ્દોમાં કહી હતી, પરંતુ વાત જોસેફમાં મગજમાંથી નીકળી ગયેલી.

સ્વગતની જેમ જોસેફ બબડ્યો, "હવે શુ?ઊંચકો બધો સામાન."

ટ્રક સામાન ઉતારીને જ રવાના થઈ ગયો હતો. અંધારું થવા આવ્યું હતું. અત્યારે કોઈ મજૂર પણ ઘર બહાર પથરાયેલા સામાનને અંદર મૂકી આપે તેવો જડવો શક્ય ન હતો. વળી રાત ભર સામાન બહાર પડી રહે તે પણ ઠીક નહી એમ જોસેફને લાગ્યું.

જોસેફે જીની સામે જોયું. જીનીના મોં પર ફરકતું નિર્દોષ હાસ્ય, નવા ઘરની નવી આતુરતા અને ઘર ઓછા ભાવે મડવાની જે લાગણીઓ ઉત્પન્ન થઇ હતી એ વિચારોએ જોસેફમાં નવી ઊર્જા ભરી.જોસેફ ઘરનો દરવાજો ખોલવા જતો હતો.જેથી તે પહેલાં ધરની આંતરિક રચના જાણી શકે.કેમકે ઘરની રચના જાણ્યા સિવાય કયો સામાન ક્યાં રાખવાનો છે એ ક્યાંથી ખબર પડે.

જોસેફે તાળામાં ચાવી ભરાવી.ચાવીને ફેરવે એ પહેલાં તેની નજર દરવાજાની ડાબી બાજુ, દિવાલ પર જડી દેવામાં આવેલા એક લેટરબોક્ષ સર પડી.લેટરબૉક્ષમાં એક પત્ર જોસેફની રાહ જોતો બેઠો હતો- ઘર તેનું તો પત્ર પણ તેના માટે જ ને!જોસેફે પત્ર ખોલી વાંચવા માંડ્યો.જેમાં આ પ્રમાણે લખ્યું હતું;

નમસ્કાર

આ ઘરમાં તમારું અને તમારી પત્નીનું જીવન સુખમય પસાર થાય એવી મારી અંતર મનથી પ્રાર્થના છે. જો તમે મારા શબ્દો મુજબ સુખમય જીવન જીવવા ઈચ્છો છો તો તમારા માટે પ્રભુની મારી તરફથી પ્રાર્થન તો જ પહોંચશે જો તમે નીચેની શરતોને આ ઘરમાં રહેવા માટે પાડશો અને યોગ્ય મકાન માલિક બનશો.

શરતો આ મુજબ છે:

૧)આ ઘરમાં બાળકોનો પ્રવેશ નિષેધ છે. બાળકો તમારાં, તમારાં સગાવહાલાના કે પછી પાડોશીના પણ કેમ ન હોય.

૨)જમતી સમયે એક વ્યક્તિનું ભોજન વધુ બનાવવું.

૩)ઘરમાં કોઈ વસ્તુ ખોવાઈ જાય તો તેને શોધવા પ્રયત્ન ન કરવો.

૪) રાત્રે ૩ થી 4 વચ્ચે ઘરમાં ફરવું નહીં અને રાત્રીનાં સમયે બેડરૂમનો દરવાજો અંદરથી બંધ રાખવો.

૫)રાત્રીના સમયે બેસમેન્ટની લાઈટ શરૂ રાખવી.

આ શરતો સંપૂર્ણપણે ચોકસાઇ પૂર્વક પાડવી જરૂરી છે, જો તમે આ મકાનમાં રહેવા ઇચ્છતા હોય તો.

ઘરનો(પછીનું લખાણ જોસેફને વંચાયું નહી.)

જોની ટેમ્બર્ક.

પત્ર વાંચ્યા પછી જોસેફની નવાઈનો પાર ન રહ્યો.તેણે વિચાર્યું, "પત્ર બહુ જૂનો લાગે છે. ઘર માલિકને એટલે કે મને ઉદ્દેશીને પત્ર લખાયો છે.. કેવા શબ્દો... શરતો પણ કેવી... આ પત્ર લખનાર જોની ટેમ્બર્ક કોણ હશે?"જોસેફે પત્ર વાળીને ગજવામાં રાખી દીધો અને ઘરનો દરવાજો ખોલ્યો.

જોસેફે જોયું કે ઘરને સાફ સફાઇની જરૂરત હતી, પણ પહેલી જરૂર સામાનને ઘરમાં રાખવાની હતી-સૂરજ આથમે એ પહેલાં.

ઘરમાં બે બેડરૂમ, એક કિચન, નીચે મોટું જૂના સામાનથી ભરપૂર એવું બેસમેન્ટ હતું.જોસેફે જીનીને ઘર બહારની ખુલ્લી જગ્યામાં એક ખુરશી ગોઠવી આપી અને પોતે ઝટ-પટ સામાન ધરમાં રાખવા માંડ્યો.સામાનને ધરમાં રાખતી સમયે જોસેફના મગજમાં પત્રના શબ્દો ચકરાવા મારી રહ્યાં હતાં.ખૂબ વીચારીને અંતે જોસેફે નક્કિ કર્યું કે ૫ત્રને લગતી વાત જીનીને કરવી નહી. સામાન ઘરમાં ગોઠવાઈ ગયો.

ખૂબ જ ભૂખ લાગી હોવાથી જોસેફે બારના માણસને ફોન કર્યો અને ખાવાનું હોટેલથી તૈયાર જ મંગાવી દીધું, જીનીને સૂવડાવીને જોસેફ ડાઈનીંગ ટેબલ પર લેમ્પ લાઈટના અજવાળા ઓથે બેસ્યો .ગજૂવામાંથી પત્ર કાઢીને જોસેફે ફરી પત્ર વાંચવા માંડ્યો.

"જેને પણ આ લખ્યું હોય તેણે ખબર હોવી જોઈએ કે મારે કોઇ બાળક નથી.પણ લખનારાને કદાચ એ ખબર નહીં હોય કે એક મહિના પછી તેની પ્રથમ શરત ભંગ થશે. બીજી શરત તેણે રાખી હતી કે જમતી સમયે એક પ્લેટ વધુ બનાવવી...પણ એ જમવાનું કોણા માટે?...લખનાર કોઇ ગાંડો હશે... હંઅઅ હવે ત્રીજી શરત રાખી છે કે ઘરમાં કોઈ વસ્તુ ખોવાઈ જાય તો શોધવાનો પ્રયત્ન ન કરવો...પણ કેમ પ્રયત્ન ન કરવો.અમારું ઘર છે. અમારા મનમાં જે આવે એ કરીએ.ચોથી શરત રાખી છે કે રાત્રીના ત્રણથી ચાર વચ્ચે ઘરમાં ન ફરવું.રાત્રી સમયે તો અમે અગ્યાર વાગ્યે સૂઈ જઈએ, એટલે વાંધો નહી. પાંચમી શરત હતી કે બેસમેન્ટમાં લાઈટ ચાલુ રાખી દેવાની.પણ કેમ?" પત્ર વાંચીને સ્વગતની જેમ બબડતો જોસેફ ટેબલ પર બેસી રહ્યો.

પત્રની લખાણ પદ્ધતિ અને તેની વિચિત્રતા અંગેના ખ્યાલોમાં ડૂબેલો જોસેફ પથારીવશ થયો.આખા દિવસની ધમા ચકડીથી થાકેલો જોસેફ ગસગસાટ પોઢી ગયો.

*****

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED