પુસ્તક-પત્રની શરતો - 5 DEV PATEL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુસ્તક-પત્રની શરતો - 5

પુસ્તક-પત્રની શરતો

ભાગ-૫

‌રાત્રીનાં સમયે ત્રણના ટકોરે બાળક રડવા લાગ્યું. બાળકના રુદનના અવાજથી જોસેફ ઝબકિને જાગી ગયો. બાળકને હાથમાં લઈને તેણે શાંત કરવાનો પ્રયત્ન કર્યો.કિંતુ જોસેફના બધા જ પ્રયત્નો નિષ્ફળ નીવડયાં. બાળક એક કલાક સુધી રડતું જ રહ્યું અને છેવટે ચારના શુમારે શાંત પડ્યું અને નિંદ્નામાં સરી પડવું.
જીનીની ઊંધ એવી કે એકવાર ઉંધ્યા પછી તેના કાનના દ્વાર સંપૂર્ણ પણે બંધ થઇ જાય. તેથી બાળકના રુદન છતાં તે સૂતી જ રહી- જોસેફે પણ તેણે જગાડવાનો પ્રયત્ન સુદ્વા ન કર્યો.બાળકને ધોડીયામાં સૂવડાવી જોસેફે પણ પોતાની જાતને ૫થારી પર પ્રસરાવી દીધી. અગણીત વાર આમ-તેમ પડખા ફેરવ્યાં છતાં નિંદ્રા તેની વહારે ન આવી. ત્રણ અને ચાર વાગ્યાં વચ્ચે જે ઓરડાની બહાર ન નીકળવાની શરત હતી તેના તાંતણાં બાળકના એ જ સમયગાળા વચ્ચે રડવાનાં કારણ કાજે શોધી રહ્યો.
સવાર પડી. પૂર્વમાંથી સૂરજના કિરણો જમીન પર ત્રાંસા પળવા લાગ્યાં. બાળકને હાથમાં પકડીને લાડ લડાવતા જોસેફ તેણે ડ્રોઇંગ રુમમાં લઈ ગયો. તે બાળકને ગલગલી કરીને બાળકને હસાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ બાળક હસે તો ને!
બાળકની કાળી ભમ્મર, મોટી, ચળકતી ઓખોમાં ઓરડાનું પ્રતિબિંબ, જોસેફ સ્પષ્ટ પણે જોઈ શકતો હતો. જોસેફ નવ શિશુની આંખના પારદર્શક પટલ પર જોયું કે તે જે ખુરશી પર બેસ્યો હતો તેની પાછળ બારી પાસે કોઇ કાળા કપડામાં ઊભું હતું.
- જોસેફ ગભરાઇ ગયો. તેણે તુરત જ પાછળ ફરીને જોઈ લીધું.ત્યાં કોઈ ન હતું. જોસેફ છાતી ઠોકીને દાવો કરી શકે તેમ હતો કે તેને કોઇ વ્યક્તિની કાયા બારી સમીપે બાળકની આંખોની કીકીઓમાંથી જોયી હતી. જોસેફ ખુરશીમાંથી સફાળો ઉભો થઇ ગયો અને બાળકને ધોડીયામાં સૂવડાવી આવ્યો.

કહો ના કહો આ ઘરમાં કંઈ ક અપ્રત્યક ખરાબ શક્તિઓનો વાસ છે એમ માનવા માટેનું દ્રઢ કારણ જોસેફને મળી ગયું હતું. અને હજી પણ મળવાનું હતું...!

બાળકને ધોડીયામાં સૂવડાવ્યા બાદ જોસેફ ધરની બહાર આવીને ઉભો રહ્યો. જીની સૂતી હતી પણ થોડીક વારમાં જાગી.જોસેફ બહાર એકલો ઉભો છે એમ જોઈને ધીરેથી તેની પાસે આવી અને જોસેફના ખભે હાથ રાખ્યો.

-જોસેફ ચમક્યો અને પાછળ વળીને જોયુ. હાથ જીનીનો હતો એ જોઈ જોસેફ સ્વસ્થ થયો.

"શું થયું? કેમ આટલા ગભરાયેલા છો?"

"કંઈ નહિ ને વળી મને શું થાય." એમ કહીને જોસેફે નાસ્તો બનાવ્યો અને ભરપેટ ખાધો. નાસ્તો જમતી સમયે જોસેફે નિહાળ્યું કે જે જીની મોટે ભાગે નાસ્તાના નામે બે બટકા ખાતી તે આજે કેમ જાણે નાસ્તા સાથે પ્લેટ પણ ખાઈ જવાં મૂડમા ન હોય.

જોસેફની નજર બહાર એ પણ ન રહ્યું કે જીનીની ચાલવાજી, બોલવાની, ખાવાની લઢણ તદ્દન ભિન્ન બની ગઇ હતી.જોસેફે અનુભવ્યું કે જીની ખૂબ જ અલગવણું દર્શાવતું વર્તન કરે છે, જે જીની પ્રેમ અને વ્હાલથી ભરપૂર હૈયા વાળી સ્ત્રી હતી તે અચાનક વાત-વાતમાં ધૂરકિયા કરતી થઇ ગઇ હતી. જોસેફે વાતનું તારણ નિકાળયું કે બાળક જન્મ પછી આ ઘરમાં પ્રવેશ્યા બાદ જીની બદલાઈ ગઈ છે. તે દિવસે જ્યારે આવા વિવિધ –વિવિધ વિચારો કરતો જોસેફ બૅડ પર પોંઢયો ત્યારે તેણે ખૂબ જ મોડી ઉંઘ આવી.

માંડ તે હજુ તો નિંદ્રામાં ધરકાવ થાય એ પહેલો તો...

- જીજીનો તીણો અવાજ જોસેફના કાને સંભળાયો. અવાજ સાંભળી જોસેફ ત્વરીત જાગી ગયો.તેને જોયું કે જીની ઊંઘમાં બોલી રહી હતી. જીજીનો અવાજ કંઈ જોસેફને આવો સંભળાયેલો, "ના પાડેલી... કેટલી વાર.. છતાં તે તારી કામના પૂરી કરી...હવે ભોગવ ત્યારે."

૫હેલાં કોઈ દિવસ જોસેફે જીનીને ઊંઘમાં બબડતા ન હોતી સાંભળેલી તેથી તે ગભરાઈ ગયો. બે-ત્રણ વાર જોરથી જીનીના ખભા જ્યારે જોસેફે હલાવ્યા ત્યારે તે ઉઠી.

ઉઠતાં સાથે જ જીનીએ પૂછ્યું, " શું થયું?"

- જોસેફ શું જવાબ આવતો. તે એમ તો કહી પણ કેવી રીતે શકે કે તેણીની ઉઘમાં અજીબો ગરીબ અવાજ નીકાળતી હતી.

"બાળક રડતું હતું.તને ઉઠાડી પણ સૂઈ જા. મને લાગે છે એ પણ સૂઈ ગયો છે."પ્રથમ વાર જ્યારે જોસેફે જીનીના મોંઢેથી પૌરૂષ અવાજનાં વિવિધ તિણા ઉદગારો સાંભળેલા ત્યારે તેણે ઘટેલી ઘટનાઓ અને જીનીનુ બબળવું એ વાતને કોઈ જોડાણ છે- એ સઘળીય વાતને જોસેફે નકારી દીધી.

- બીજી વાર... ત્રીજી વાર.... રોજ-બરોજ જીનીનો બદલાતો સ્વભાવ, રાત્રે બબળતી ત્યારે સંભડાતાં અવાજો અને..બીજું ઘણું ય એવું ઘરમાં ધટી રહ્યું હતું જે જોસેફને મુંઝવવા માટે પૂરતું હતું.

-જોસેફના જીજનીના બદયેલાં સ્વભાવ વિશે બે મત હતા.

એક તો એ કે ઘરમાં કોઈ અપવિત્ર શક્તિનો વાસ છે, જ્યારે બીજો મત એ હતો કે ઘરમાં એકલતાને લિધે જીનીનો સ્વભાવ ચીડીયો થઇ ગયો છે.જેથી જીનીને કોઇ સાઈકેસ્ટ્રીક પાસે લઇ જવાની જરૂર છે. "દુનિયા આગળ વધી ગઈ છે છતાં મનમાં ભૂત અને આપવિત્ર શક્તિ જેવાં વિચારો લાવવા બદલ જોસેફ પોતાના પર હસવાં લાગ્યો.

જોસેફે ગોવાનાં એક જાણીતા સાઇકેસ્ટ્રિકને ફોન જોડ્યો અને આવતી કાલે આવવાની એપોઈન્ટમેન્ટ લઈ લીધી.

*****