ચાલ કહું આજે તને ( પ્રેમ પત્ર ) Akshay Vanra દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચાલ કહું આજે તને ( પ્રેમ પત્ર )

આમ તો મેં આજ પહેલા આવું કંઈ પણ લખ્યું નથી કોઈ માટે, પણ આજે તારા માટે લખી રહ્યો છું. લખવાં પાછળ પણ કોઈ એવું ખાસ મોટું કારણ તો નથી જ. ઉછેર અને સુંદર ફૂલો માટે નાના છોડને જેમ પાણી આપવું જરુરી છે,તેમ પ્રેમને પણ શબ્દોની જરુર હોઈ છે. શબ્દો વડે જ લાગણીઓ આપી પ્રેમ રૂપી છોડમાં ફુલ આવે છે.
મેં ક્યાંક વાંચેલું અને સાંભળેલું પણ છે કે “writing a letter is the best way to express feelings”… પણ કોઈ દિવસ એનું ઈમ્પ્લીમેન્ટેશન નથી કર્યું.

આજે મારે તને એક વાત કહેવી છે. એટલે જ આજે હું તને પત્ર લખી રહ્યો છું. તું જ્યારે સામે હોય છે, ત્યારે કંઈ પણ કહેવાની મારી હિંમત થઈ નથી. એટલે તું એવું ના સમજીશ કે હું ડરપોક છું. બસ મને ક્યારેક મારા દિલની વાત તને કહેવું જરુરી નથી લાગ્યું. પણ હવે લાગે છે કે મારે તને કહી જ દેવું જોઇએ. આપણે નથી મળ્યા એનો પણ ઘણો સમય વિતી ગયો કદાચ એટલે જ પત્ર લખી રહ્યો છું.

હું જે કહેવા જઈ રહ્યો છું એમાં મારી કોઈ જ ભુલ નથી, હા તારી જ છે એવું કહી શકાય. તું વાંચતા જ ચોકી જઈશ, કે વળી મારી શું ભુલ? મેં વળી એવું તો શું કર્યું આ પ્રશ્ન તને થવાં લાગશે. જો હું ત્યાં હોત તો તારા હાથમાં મારા હાથ મુકીને તને થોડી રાહત જરૂર આપત. હવે મુદ્દાની વાત પર આવુ. જ્યારે મેં પહેલીવાર તારો અવાજ સાંભળ્યો હતો, ત્યારે જ મારું મન થનગની રહ્યું હતું. ત્યારે આપણી વચ્ચે શું હતું અને શું થયું એ તો મને નથી ખબર પણ એટલું જરૂર કહી શકું કે જે હતું એ અને જે થયું એ મારા માટે ખૂબ જ સુંદર એહસાસ હતો.

તારી બકવાસ વાતો સાંભળીને હું તને ક્યારેક પાગલ સમજી લેતો. તારા મિત્રો અને ફેમેલી વિશે બહું વાતો તે મને કહી. તું ત્યારે જે નોન સ્ટોપ બોલ્યાં કરતી હતી ને? હા, મને એ બધું સાંભળવું બહુ જ ગમતું હતું. મને એવું લાગતું કે કોઈ કોયલ એક વૃક્ષ પર આવીને જાણે ગીત ગાયા કરતી હોઇ અને સાંજ પળે એટલે ઉડી જાય. અને ફરી બીજા દિવસે એ જ કોયલની રાહ જોવાની, એ આવે અને ગીત ગાઇ. ફરિ પાછી બીજાં દિવસના સુર્યદયની રાહ જોવાની એની સાથે તુ પણ આવીશ. બીજા દિવસ તું આવીને ફરી તારી વાતોમાં મારો ગુસ્સો અને દુઃખ દૂર કરી દેતી જેની મને ખુદને ખબર ના રહેતી. ફોન જ્યારે કટ થઇ જતો ત્યારે મને યાદ આવતું કે આજે તો મારે તારી સાથે લડવાનું હતુ. તને મારા દિલની વાત કહેવાની હતી. આમ ને આમ કરતા કરતા આજે ઘણો સમય વિતી ગયો. આજે કેટલા દિવસ થઈ ગયાં કે નથી તો મેં તને જોઇ કે નથી આપણી કોઈ વાત થઈ. સાચુ કહુંને તો મને તારાથી પ્રેમ થઈ ગયો છે. એનું મારી પાસે કોઈ કારણ નથી. પણ હા મને પ્રેમ છે... તારાથી.

તારો શું જવાબ હશે એ મને નથી ખબર. તું મારી વિશે શું વિચારતી હોઈશ એ પણ મને નથી ખબર. હું રાહ જોઈશ તારા જવાબની. અને જો તારી ના હશે તો પણ કોઈ ચિંતા નહિ કરટી. હું કંઈ તુટી નથી જવાનો. પણ હા રાહ જોઈશ કે મારી આ કોયલ ગુનગુન કરે અને હું એને બસ સાંભળ્યા જ કરું. હું રાહ જોઈ તમારા પત્રની....

તારો પ્રિય અક્ષય...💕

Email address : akshayvanra781@gmail.com

પ્રતિભાવની પ્રતીક્ષામાં....🙂