ગજ જેવા પગ ધરતીને ચૂમી રહ્યાં હોઈ અને એનો અવાજ વાતાવરણમાં જાણે સંગીત પ્રસરતુ હોઈ શિશિર ની સવાર પોતાના માં જ કંઈક ખાસ છે. ગોઠણથી થોડેક ઉચી કેપરિ પેહરવી અત્યારના ટ્રેન્ડ પ્રમાણે સેન્ડો, હાથમાં મોબાઈલ અને ત્યાંથી વાયરનું ગુંચડુ કાન સુધી પોહચી ને એક સુંદર ગીત સાથે સુંદર અહેસાસના બીજ રોપે છે. જાણે યુધ્ધમાં જતો યોધ્ધા માફક છાતી બહાર કાઢી ને એક હાથ આગળ પાછળ લેતો શત્રુ સામે મેદાન પર પુરી ખાનદાની સાથે લડવા જઈ રહ્યો હોઇ તેમ કૂદી પળે છે. અંદર રહેલો શિશિર નામ નો શત્રુને મારીને બહાર આવવા ની સાથે હાથમાં ગરમ ચા ની ચુસ્કી ભરે છે જાણે દાઝે લા ને ડામ આપતો હોઈ એવી રીતે.
આજના યુવાનોમાં એ જ મસ્તી તોફાન જોવાં મળે છે. વૃદ્ધ મસ્તી ને કડવાશ ભરેલી જોવે ફરિ છુપી ને ફરી પાછાં એ જ હરકત પોતે કરે છે. જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે એ ખોટા નથી પણ એની અવસ્થા, બુઢાપો, પોતાનું વડિલ પણુ રોકી રાખે છે આઝાદીથી જીવવા માટે. જો કદાચ જીવવા નો પ્રયત્ન કરશે તો પણ જોનારા કેહશે શું છે આ બુઢિયા ને ક્યાંક ખાપકશે ને તો છોકરાવ ને મુશ્કેલીમાં મુકશે, શાંતિથી બેસતો નહિ આ ઉંમરે નખરા કરવાં બેઠો છે. આ સાંભળી ને કદાચ વૃદ્ધને યુવાની ના પગને હાથી પગો થઈ ગયો હોઈ ને એવું એમ ને લાગવા મને છે, પછી એ નાના છોકરાની જેમ તરબોળ મસ્તી કે પોતે જીવવા નું ભુલી ને બગીચામાં હિચકા પર બેસી હાથમાં છાપું, એક ચા સાથે એનો આખો દિવસ પુરો થઈ જાઈ છે અને ફરિ બીજો દિવસ એ જ કોપી પેસ્ટ થઈ પ્રિન્ટ બહાર નીકળે છે અંતે ફુલ સ્ટોપ લાગી ને સ્વર્ગસ્ત ના એક મહાન સિમ્બોલ સાથે દિવાલ પર ફોટા ફ્રેમ માં કેદ થઈ ફરિ બાળકોની મસ્તી કરતાં ત્યાંથી ટગર ટગર જુવે છે.
લગભગ સિંતરેક વર્ષના દાદા આંખો એ જાડા કાચ વાળા ચશ્માં પેરેલા, કાળજાળ ગરમી સહન કરવાં ઉપર સફેદ ખાદી પહરેલી અને હાથમાં સિંહનાં મુખ વાળી ગેંડિ. રસ્તાની બાજુએ ઉભાં રહિ ને આવતી રીક્ષા ને જોઈ ને હાથ ઉચ્ચો કર્યો...
ઉભો રે બપલીયાં...
રીક્ષા ઉભી રહિ, સવાર નો સમય હતો એટલે સ્ટુડન્ટસ થી રીક્ષા ભરચક હતી , કાકા ક્યાં જવું હૈ ?
રેલ્વે સ્ટેશન, આવું છે?
હા, એ બાજુ જ જવું છે, રીક્ષાવાળા એ પાછળ જોઈ ને એક છોકરાને આગળ આવા ઈશારો કર્યો કે કાકા ને ત્યાં બેસવા દે,
દાદા અહી આવી જાવ છોકરો બોલ્યો ત્યાં પડી જવાશે.
એલા છોરા આ લાકડી જોઈ ને શું તને હું બુઢ્ઢો થઈ ગયો એવુ લાગે છે ? એવુ બોલી ને મીઠું હાસ્ય વેર્યું
એની સાથે બધાં હસી પડ્યાં, રીક્ષાવાળા એ પાસે થોડીક જગ્યા કરી આવો કાકા,
ધુર્જ્તા હાથે લોખંડનો સળિયો પકડ્યોને બેઠા, બીજા હાથે રીક્ષાવાળા ને એક ખંભા પર હેત ભરી તાપલી મારી ને હાલ ને એલા કોની રાહ જોવે છે ફરિ બધાં હસી પડયાં.
છું ને તમારા કરતાં જુવાન ? બોલી ને એને આપણા જમાના નું " हम तुमारे जमाने के आशिक़ है " ગીતની બે કળી ગાઈ.
નીચે ઉતરી પૈસા આપી ને, આવજો બુઢ્ઢાઓ.
એને તો લાકડી ના ખટ ખટ અવાજ સાથે હાલતી પકડી,
જતા જોઈ આજના વૃદ્ધ ફરિ હસી પડ્યાં.
પણ એક ખાલીપો ત્યાં મુક્તા ગયાં.
આજે મરેલું જીવન જીવવું એના કરતાં મરવું વધુ યોગ્ય લાગ છે મને. આજે દરેકના જીવનની પરિભાષા બદલાઈ ગઈ છે. યુવાન પાસે સમય નથી રહ્યો. એક પ્રશ્ન થાઈ કે શું પેહલા 30 કલાક હતી? કે આજે સમય નથી. જ્યાં બીજી બાજું વૃદ્ધ પાસે કામ નથી એટલે એને એક દિવસ 30 કલાક નો લાગે છે. છે તો બન્ને સરખાં જ ને !
આપણે યુવાન થઈ યુવાનીમાં તરબોળ થવાના બદલે વૃદ્ધ થઈ ગયાં છીએ કે થતા જઈ એ છીએ,
વૃદ્ધ હજુ "બુઢ્ઢા હોંગા તેરા બાપ" કહિ ને પોતાની યુવાનગી ના બીજ રોપે છે.
• Akshay Vanra
Email : akshayvanra781@gmail.com
Mobile : 7817803956
પ્રતિભાવની પ્રતીક્ષા..!!