A Blog On Life books and stories free download online pdf in Gujarati

A Blog On Life

જન્મ થતાંની સાથે જ એક બાળક કેટલા બધા સંબંધો લ‌ઈને આવે છે અને એના આવતાની સાથે જ આપણા સગાંસંબંધીઓને પણ Promotion મળતું હોય છે.કોઈ પણ બાળકની જિંદગી તો માંના ગર્ભથી જ શરૂ થઈ જતી હોય છે કારણ કે ત્યાં બાળક સઘળી વાતો સાંભળી શકતું હોય છે.સામાન્ય રીતે જોઈએ તો જિંદગીના ત્રણ તબક્કા હોય છે:
૧)બાલ્યાવસ્થા
૨)યુવાવસ્થા
૩)વૃદ્ધાવસ્થા

હવે આ જ અવસ્થાને મનોવૈજ્ઞાનિક ફ્રોઈડે મનોજાતિય વિકાસના સિદ્ધાંત તરીકે ઓળખાવી અને પેટા વિભાગમાં વિભાજિત કરી:
૧)મુખ કેન્દ્રી અવસ્થા (Oral Stage -Birth to 1 year)
૨)ગુદા કેન્દ્રી અવસ્થા(Anal Stage -1 to 3 year)
૩)શિશ્ર્ન કેન્દ્રી અવસ્થા(Phallic Stage -3 to 6 year)
૪)સુપ્ત અવસ્થા(Latency Stage -6 to puberty)
૫) પુખ્ત શિશ્ર્ન કેન્દ્રી અવસ્થા(Genital Stage -Puberty to Adult)

આપણે આ ત્રણેય અવસ્થા દરમિયાન અલગ અલગ ભૂમિકા ભજવવાની હોય છે જેમ કે બાલ્યાવસ્થામાં બાળક તરીકેની ભૂમિકા, યુવાવસ્થામાં એજ ભૂમિકા યુવાન તરીકે તબદીલ થતી હોય છે અને અંતે વૃદ્ધાવસ્થામાં આપણે ભજવવાની હોય છે ભૂમિકા વૃદ્ધની.

ત્રણેય અવસ્થામાની સૌથી શ્રેષ્ઠ અવસ્થા એટલે બાલ્યાવસ્થા.આ બાલ્યાવસ્થા એટલે બાળકોની દુનિયા, જ્યાં આપણું ધાર્યું ન થાય પણ બાળક જે ઈચ્છે એ જ થાય.બાલ્યાવસ્થામા બાળકને એક વિદ્યાર્થી તરીકેની ભૂમિકા ભજવવાની હોય છે.બાળક જ્યારે નાનું હોય છે ત્યારે એને કોઈ જ સાથે સંબંધ નિભાવવાની જવાબદારી નથી હોતી.એ જેમ મોટું થાય ત્યારે એની જવાબદારી હોય છે માત્ર ભણવાની અને પોતાની ગમતી પ્રવૃત્તિ કરવાની.આપણે બાળક પાસેથી એની દુનિયા બહુ જલદી છીનવી લ‌ઈએ છીએ.અત્યારે એવો જમાનો આવ્યો છે કે બાળક ત્રણ વર્ષનું થાય એટલે એને Play Groupમા બેસાડવામાં આવે છે પણ એનું સાચું Play Group તો એનું ઘર અને આંગણું હોય છે.એ દુનિયાની દરેક વસ્તુ ત્યાં જ શીખતો હોય છે.Play Group અને School એ બાળકને જ્ઞાન આપી શકે પણ શિષ્ટાચાર તો એ પહેલા ઘરમાંથી જ શીખે છે,આપણો વ્યવહાર જોઈને.

બાળકની અંદર જે એક કળા હોય છે એને જ બખૂબી વિકસાવવાની હોય છે અને આપણે એની મરજીનું પણ ધ્યાન રાખવાનું હોય છે.અત્યારના બાળકો એટલા સક્ષમ હોય છે કે એ પોતાનું Career પહેલેથી Choose કરી શકે માટે આપણી મહેચ્છા તેના પર ન થોપીએ અને એને જે કરવું હોય, જેમાં રસ હોય તે ક્ષેત્રમાં એને આગળ વધવા માટે પ્રોત્સાહન આપીએ અને Support કરીએ.એનુ બાળપણ એક કળી જેવું છે એને સાચા માર્ગદર્શન આપી ફૂલમાં ખીલવા દઇએ.

બાલ્યાવસ્થામાં બાળકની ભૂમિકા ભજવ્યા બાદ આપણે યુવાવસ્થામાં જે ભૂમિકા ભજવવાની હોય છે એ છે:
પુત્ર
પતિ
પિતા
માલિક
કર્મચારી વગેરે અને આવી જ ભૂમિકા સ્ત્રીઓને પણ ભજવવાની હોય છે.એક જ વ્યક્તિને જીવનમાં કેટકેટલી ભૂમિકા અને ફરજ અદા કરવાની હોય છે.આ બધી ભૂમિકા અદા કરી અને જિંદગીના પડકારો સામે લડીને થાકી જાય છે.
એક પુત્ર/પુત્રીને એના માં-બાપના અરમાનો પૂૂરા કરવાના હોય છે એમને ખુશ રાખવાના હોય છે અને આ સાથે નોકરી - ધંધો કરી પોતાની ખુશી અને પોતાના માટે પણ જીવવાનું હોય છે.પતિ/પત્ની તરીકે એકમેકના સાસરીયાની સંભાળ લેવાની હોય છે.પિતા/માતા તરીકે આપણે બાળકનો ઉછેર, તેની સાર-સંંભાળ રાખવી, તેને પ્રેમ, હૂંફ આપવી,તેમનેે ભણાવવા-ગણાવવા એ સહુની જવાબદારી હોય છે.જો વ્યક્તિ ધંધાદારી હોય તો એને પણ ઘણી બધી જવાબદારી હોય છે,
ધંધાકીય પડકારોનો સામનો કરવો પડતો હોય છે અને જો કોઈ કર્મચારી હોય તો એને પણ ઘણા કામ હોય છે.આ બધાની સાથે વ્યક્તિને સામાજિક જવાબદારી પણ હોય છે એને પણ બખૂબી નિભાવવાની હોય છે.

યુવાવસ્થા પછી વૃધ્ધાવસ્થા છે અને એમાં પણ એને કેટલીક ભૂમિકા નિભાવવાની હોય છે એના સંબંધ જે વિસ્તરી રહ્યા છે એને પણ નિભાવવાના હોય છે.દાદા/દાદી તરીકે પૌત્રોને વાર્તા કહેવાની હોય છે અને આ સાથે આપણે છેલ્લે આપણે ભક્તની ભૂમિકા અદા કરી પ્રભુ ભજનમાં લીન થવાનું હોય છે અને બસ આમ જ જિંદગીનો અંત આવી જાય છે.

ON THIS NOTE: હોય જ્યાં સુધી બાળક ચંચળ અને રમતિયાળ,
ત્યાં સુધી ગમતી હોય આપણને એની દરેક કરતૂત જોવી,
થાય એનું Schooling વહેલું, કારણ આપણે આ હરિફ વિશ્ર્વમાં ન રહે એ પાછળ કોઈથી એવું ઇચ્છીએ,
હરિફ વિશ્ર્વમાં ટકાવી રાખવા એને કરાવીએ વિવિધ Classes,
મથીએ એની Dynamic Personality બનાવવા,
૯૦ના દાયકાના બાળકોનું Schooling થતું હતું Late,
તો શું એ નથી રહેતા આ હરિફ વિશ્ર્વમાં?
કહીએ જેને આપણે Mature Age, એ નથી હોતી ખરા અર્થમાં એવી,
એ ઉંમરમાં યુવાનોમાં હોય વહેલી સફળ થવાની લાલસા,
અને ક્યારેક અપનાવે ગેરમાર્ગ,
રાખીને Single Minded Focus પ્રાપ્ત કરવાની હોય છે સફળતા,
આ ઉંમર એવી કે જે જિંદગી સુધારી પણ શકે અને વેડફી પણ શકે,
ચાલવાનું હોય છે આ યુવાવસ્થામાં રાખીને Balance,
સ્વીકારી જો શકતા હોઈએ બાળપણને,
તો કેમ ન સ્વીકારી શકીએ ઘડપણને સહજ રીતે?
વૃદ્ધોનું હોવું આપણા ઘરે એ બોજ નહીં, પણ છે આશીર્વાદમાં મળેલા ઇશ્વર,
આટલું જો સમજાય તો ઘટી જાય વૃદ્ધાશ્રમની સંખ્યાઓ,
અને સમજીએ જો આટલું તો નહીં તિરસ્કાર કરી શકીએ એમનો!




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED