yarriyaan - 12 books and stories free download online pdf in Gujarati

યારીયાં - 12

સમર્થ અને પંથ એનવીશા અને સૃષ્ટિની રાહ જોતા હોય છે.
એટલામાં સમર્થને તેના પિતાના મેનેજર મહેતાજીનો ફોન આવે છે. કન્સ્ટ્રકશન સાઈટ ઉપર તેના પિતાનો અકસ્માત થઈ જાય છે, અને તેને તરત હોસ્પિટલ લઈ જવામાં આવે છે.

સમર્થને આ વાતની જાણ થતાં જ તે અને પંથ ત્યાંથી નીકળે છે. અને હોસ્પિટલ તરફ રવાના થાય છે.

સૃષ્ટિ અને એનવીશા બંને કેન્ટીનમાં પહોંચે છે.

ચારેય તરફ નજર ફેરવે છે. છતાં તેને સમર્થ કે પંથ ક્યાંય દેખાતા નથી.

સૃષ્ટિ: એનવીશા તારા મોબાઇલમાં કોલ આવ્યો હતો ને, નંબર રિ-ડાઈલ કરીને પૂછી જોને ક્યાં છે બંને?

એનવીશા: છોડને સૃષ્ટિ, મને લાગે છે કે આપણી રાહ જોઈને ચાલ્યા ગયા હશે.

સૃષ્ટિ: એમ કેમ બોલાવીને કોઈ ચાલ્યું જતું હશે, ઠીક છે ચાલ રહેવા જ દઈએ. આમ પણ આપણે ઈવનીંગમાં પાર્લરની અપોઈન્ટમેન્ટ છે. હું મીસ કરવા નથી માંગતી.

સૃષ્ટિ અને એનવીશા બને ત્યાંથી જતી રહે છે. પણ એનવીશાના મનમાં વિચારોનું વમળ ચાલે છે. તે જતાવતી ન હતી. પરંતુ , તેને પણ સમર્થને મળવું હતું. તેને જોવો હતો. સમર્થને ન મળી શકવાના કારણે તેના ચેહરા પર ઉદાસી આવી ગઈ હતી.

મનમાં ને મનમાં વિચારે છે, આમ કેમ જતો રહ્યો હશે. જો મળવું જ ના હોય તો કોલ ના કરાય ને. અને જતાં રહ્યા પછી પણ એક વાર કોલ કરીને કહી દેવાઈને.

થોડીક વાર તો જાણે સમર્થ પર પોતાનો પૂરો હક છે, એમ મનમાં તેના વિશે વિચારો કરે છે. અને થોડીક વાર થતાં સમર્થની ચિંતામાં તેનું મન લાગી જાય છે.

આ બાજુ સમર્થ અને પંથ બંને હોસ્પિટલે પહોંચે છે. ત્યાં જઈને જુએ છે તો તેના પપ્પા બેડ પર આરામ કરતાં હોય છે.

પોતાના પપ્પાને આવી હાલતમાં જોય ને તેણી આંખમાં પાણી આવી જાય છે. તે તેના પપ્પાનાં બિઝનેસનો હિસાબ-કિતાબ રાખનાર મહેતાજીને આ બધું કેવી રીતે થયું એના વિશે પૂછે છે.

મહેતાજી: મજૂરનો છોકરો ધૂળના ઢગલામાં રમતો હતો. હું અને સાહેબ ઘરે જવા માટે નીકળ્યાં ત્યારે આ છોકરો ત્યાં એકલો જ હતો. ત્યાં આજુબાજુ કોઈ ના હતું એટલામાં જ ઉપરથી માલ ભરવાની ટ્રોલીની દોરી તૂટી જતાં સાહેબ છોકરાને બચાવવા દોડ્યાં. છોકરાને બચાવવાં જતાં સાહેબનાં હાથ પર ટ્રોલી પડી અને હાથમાં ફ્રેકચર થઈ ગયું.

વસંત પટેલ: બેટા, સમર્થ અહી આવ મારી પાસે બેસ. (સમર્થ ત્યાં જઈને બેસે છે.)
જો બેટા, તું જરાઈ ચિંતા ના કર. તું મારી પાસે આવ્યો મારી સંભાળ લેવા, એ જોઇને જ મારી બધી પીડા દુર થઇ ગઈ. બસ આ પ્લાસ્ટર ખાલી નામનું જ છે. હું થોડા દિવસોમાં પાછો પહેલાંની જેમ હરતોફરતો થઇ જઇશ.

સમર્થ: પપ્પા, હવે તમે થોડીક વાર આરામ કરો. અને તમારે કઈ પણ વસ્તુની જરૂર હોય તો મને કહેજો.

ડોક્ટર: મિ. સમર્થ, હું તમને સ્ટ્રીકલી કહેવા માંગું છું કે તમારા ફાધરને ઓછામાં ઓછો ૧ મહિનાનો આરામ કરવો જ પડશે. તો પ્લીઝ, એમણે કહેજો કે હોસ્પીટલથી ડિસ્ચાર્જની હમણાં તો કોઈ ઉમ્મીદ ના રાખે.

સમર્થ: ઓકે, ડોક્ટર. તમે જેમ કહેશો તેમ જ થશે. હું બધી વસ્તુની કાળજી રાખીશ.

સમર્થ (તેના પિતાને): પપ્પા, તમે જરા પણ બિઝનેસની કે ઘરની ચિંતા ન કરતાં. આમ પણ મારે મીડ ટર્મ ચાલે છે. જ્યાં સુધી તમે ઠીક ન થઇ જાવ ત્યાં સુધી હું બધું સંભાળી લઈશ.

વસંત પટેલ: ભગવાને મને તારા જેવો દીકરો આપીને દુનિયાની બધી ખુશીઓ આપી દીધી છે. હું ઘણીવાર તારી સાથે કડક સ્વભાવમાં પણ વર્તુ છું. પણ તારી બધી સમસ્યાનો ઉકેલ ઓછામાં ઓછી નુકસાની થયા વગર કઇ રીતે લાવવો એ તારે આ જ ઉમરમાં શીખવાનું છે. અને આપણે ગુજરાતી ક્યારેય આ વાતમાં પાછા ન પડીએ. એમ કહીને હસે છે.

થોડીવાર થતાં સમર્થનાં મમ્મી અને તેના કાકા પણ આવી જાય છે.

સમર્થનાં પિતા તેણે આજ માટે આરામ કરવાનું કહે છે. જેથી તે કાલથી તે બિઝનેસ સંભાળી શકે.

સમર્થ તેની વાત માની લે છે. અને સમર્થ અને પંથ ત્યાંથી જતાં રહે છે. પંથ સમર્થને ઘરે છોડીને પોતાની ઘરે જતો રહે છે.


સમર્થ પોતાની કોલેજ-લાઈફ એકતરફ મુકીને તેના પિતાના બિઝનેસની બધી અપડેટ મેળવે છે. અને આગળની તૈયારીઓ ચાલુ કરે છે.

પંથ તેના વોટ્સએપમાં ફ્રેન્ડ્સગ્રુપમાં સમર્થનાં પપ્પા વિશે જણાવી દયે છે.
સવાર થતાં એનવીશા અને સૃષ્ટિ પોતાની કોલેજ કેમ્પસમાં મોર્નિંગવોક કરે છે.

તે બંનેનો હોસ્ટેલ લાઈફનો પહેલો દિવસ છે. ક્યારેય પોતાનાં પર ધ્યાન ન આપનારી એનવીશા આજે પોતાનાં કપડાંને લઈને, તેના પર કયો કલર વધારે સારો લાગશે, ખુલ્લાં વાળ રાખું કે પછી આંટી વાળી લઉ એવા વિચારો કરે છે.

થોડીવાર પછી બંને તૈયાર થઈને કોલેજ માટે જાય છે.

સૃષ્ટિ: આજે કેમ મારી બહેન કંઈક અલગ અવતારમાં જ લાગે છે? આજે સેન્ચુરી પાકી જ......

એનવીશા: સેન્ચુરી મતલબ?

સૃષ્ટિ: અરે એમ કે આજે તને જોઇને સો છોકરાં તો પાક્કા ચક્કર ખાઈને પડી જવાનાં.

એનવીશા : શું યાર, કંઈપણ. હવે સામે જોઇને ચાલવામાં ધ્યાન રાખ, બાકી બધાંની પેલા તો તું જ પડીશ.

સૃષ્ટિ: એ પણ મને મંજુર છે.

એમ કહીને બંને ખડખડાટ હસે છે. અને પોતાનાં ડીપાર્ટમેન્ટનાં કોરીડોર પાસે પહોંચે છે.

ત્યાં તેને પંથ અને મંથન ભેગાં થઇ જાય છે.

પંથ: ઓહ! હાઇ.

સૃષ્ટિ: જે માણસો બોલાવીને ચાલ્યા જાય છે તેની સાથે અમે હાઇ-હેલ્લો નથી કરતાં.

પંથ: ઓહ! તો મેડમને એ વાત મનમાં ખટકી છે. કાલ માટે સોરી, તમને ઇન્ફોર્મ કરવાનું પણ ભૂલાઈ ગયું, કાલે અમારે જવું પડે એમ જ હતું. સમર્થનાં પપ્પાનો કાલે અકસ્માત સર્જાયો હતો. તેથી કોલ આવતાં અમે બંને હોસ્પિટલ માટે નીકળી પડ્યાં હતાં. સોરી કાલ માટે.

એનવીશા: અરે વાંધો નહી, તમે સૃષ્ટિની વાતને સીરીયસ્લી ના લ્યો. હવે ઠીક તો છે ને સમર્થનાં પપ્પા?

પંથ: હા, હવે ઠીક છે.

એનવીશા: હમ્મ.

પંથને લાગ્યું કે એનવીશા સમર્થ માટે પણ જાણવા માંગે છે, તેના નાં પૂછવા છતાં પણ પંથે કહ્યું.

પંથ: સમર્થનાં પપ્પા તો ઠીક છે હવે પણ સમર્થ પર હમણાં વધારે પ્રેસર આવશે.

એટલું બોલીને તે અટકી ગયો. તે એનવીશાનો ચહેરાનાં હાવભાવ અને તેની ઉત્સુકતા જોવા માંગતો હતો. એટલામાં એનવીશા પહેલા સૃષ્ટિ જ બોલી ઉઠી...

પ્રેસર, કેમ પ્રેસર, કેવું પ્રેસર?

પંથ: (મનમાં બોલ્યો લાડવો ખાવા બીજા માટે રાખ્યો હતો અને ખાધો પણ બીજાંએ) તેનાં પપ્પાનાં બિઝનેસનો બધો બોજ હવે સમર્થ પર જ છે. જ્યાં સુધી સમર્થનાં પપ્પા પહેલાંની ઠીક નાં થઈ જાય ત્યાં સુધી સમર્થને જ બધી કારોબાર અને ઘરની જવાબદારી સંભાળવાની છે. આ એક મહિનો તો કોલેજ પણ નહી આવી શકે.

આ સાંભળીને એન્વીશાના ચહેરા પર ઉદાસી આવી ગઈ.

પંથ તે ઉદાસી સારી રીતે જોઈ શકતો હતો. આ બધી વાત મંથન સાંભળતો હતો. અને કંઈપણ બોલ્યા વગર એનવીશાને નિહારતો હતો. એનવીશાનાં સુંદર રૂપને જોઇને પોતાની જાતને આજે વધારે જ એનવીશા તરફ આકર્ષિત થતી મહેસૂસ કરતો હતો.

આ વાત પૂર્ણ થયાં બાદ બધાં લેકચર ભરવાં કલાસરૂમમાં ગયાં.

ક્રમશ :

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED