આજે માઉન્ટેઈન કોલેજ ના first year નો પહેલો દિવસ છે. આજે જાણે પુસ્તકો ની કેદ માંથી છુટયા હોય તેમ first year ના સ્ટુડન્ટ્સ પોતાની school life માંથી collage life માં પોતાની સ્વપ્નની દુનિયાનો આનંદ માણી રહ્યાં છે.
ચાલ ને એનવીશા તુ તો મને આજે કોલેજ ના પહેલાં દિવસે જ મોડું કરાવી દઇશ.યાર આ દિવસ નો કેટલા સમય થી રાહ જોતા હતાં. આજે આપણી કોલેજ સ્ટાર્ટ થાય છે.હેન્ડસમ બોયઝ, કોલેજ કેન્ટીન, ગાર્ડન, ગોસીપ્સ, અને જો સમય મળયો તો એકાદ લેકચર પણ ભરી લઇશું.તેટલાં માં એનવીશા એ તેના ગાલ પર ટપલી મારી અને સૃષ્ટિ તેનાં સોહામણા સ્વપ્ન માથી બહાર આવી.
તમારા ખ્વાબ પુરા થઇ ગયા હોય તો આપણે જઇએ..એમ કહી એનવીશા અને સૃષ્ટિ બંને નીકળ્યા.
એનવીશા ખુબ જ દેખાવ મા સુંદર તેની તોલે કોઈ ના આવી શકે.હમેશા ભારતીય સંસ્કૃતિ ને અનુસરનારી છોકરી.બહુ વાતો કરવાની ટેવ નહીં. આંખો તો એટલી સુંદર અને મોહક જાણે આંખો થી જ બધુ કહી જાતી હોય.જયારે સૃષ્ટિ થોડી નટખટ અને પોતાની જ દુનિયામાં મગ્ન રહેવાવાળી..બોલ્યા વિના તો જાણે તેને ચાલે જ નહીં આમ તો થાય બને મામા ફઇની બહેનો પણ બને પાક્કી સહેલીઓ બને ને એકબીજા વગર થોડી વાર પણ ના ચાલે. આખો દિવસ સાથે જ રહે.
એનવીશા અને સૃષ્ટિ બંને કોલેજ ગેઇટ માં એન્ટર થઇ. કોલેજ મા કોઈ છોકરાઓ ડેનીમ જીન્સ અને ટી-શર્ટ મા તો કોઈક સીમપ્લ જીન્સ શર્ટ મા..કોઈ છોકરીઓ શોર્ટ સ્કર્ટ મા તો કોઈક પંજાબી પટીયાલા શૂટ માં. બધા પોતાનું group બનાવીને હસી ઠીઠોલી કરતાં હતા.
યાર એનવીશા મને ચીમટી કાટ આ સ્વપ્ન છે કે પછી એટલું કહેતા સૃષ્ટિ ત્યાં જ ઊભી રહી ગઇ.ઓ મેડમ સ્વપ્નમાંથી બહાર આવો અને હવે મહેરબાની કરીને તમારો થોડો કીમતી સમય આપો તો પ્રિન્સિપાલ ઓફીસમાં જઇએ યાદ છે ને મીસ્ટર અગ્રવાલ એટલે કે મારા પિતાશ્રી નો આદેશ છે કે જઇને પહેલું કામ તેમના મીત્ર મીસ્ટર મહેતા ને મળવાનું છે. એમ કહીને એનવીશા સૃષ્ટિ નો હાથ પકડીને પ્રિન્સિપાલ ની ઓફીસ તરફ જવા આગળ વધી.
કેમ્પસમાં એક છોકરી મોટે થી બોલી રહી હતી. હેય ગાયઝ , તમને ખબર છે આપણી કોલેજ માં આ વર્ષે કોને એડમીશન લીધું છે.તમને સાંભળીને પણ વિશ્વાસ નહી આવે.આપણી કોલેજ માં The royals એ એડમીશન લીધું છેં. તું કંઈક એ જ The royals ની વાત નથી કરતી ને જેને you tube માં ખુબ ધુમ મચાવી રાખી છે. બીજી છોકરી એ વાત માં સાથ પુરાવ્યો. હા હુ તે જ The royals સિંગીંગ બેન્ડ ની વાત કરૂં છું.હમણાં જ પ્રિન્સિ ની ઑફિસ પાસે થી ખબર પડી છે કે તે લોકો એ આપણી કોલેજ માં એડમીશન લીધું છે.
આટલુ સાભળતા જ સૃષ્ટિ બોલી ઉઠી એવું તો વળી કયું બેન્ડ છે કોનું બેન્ડ હશે એનવીશા કે તેના આ બધા આટલા દિવાના બની ઞયાં છે.ચાલ ને ત્યા જઇને આખી વાત જાણી.મારી પ્યારી બહેન જો આપણે પહેલા પ્રિન્સિપાલ ઓફીસમાં નહી જઇએ તો આપણું આવી બનશે. આપણા પહોંચ્યા પહેલા પપ્પા નો કોલ પહોંચી ગયો હશે તો ચાલ હવે એનવીશા એ કહયું.
કમ ઈન સર ? યસ કમ ઈન કમ ઈન ડીયર કહેતા મિસ્ટર મહેતા એ મીઠો આવકાર આપ્યો .એનવીશા અને સૃષ્ટિ રાઇટ? હા સર સૃષ્ટિ એ જવાબ આપ્યો. હમણાં જ મિસ્ટર અગ્રવાલ સાથે મારી વાત થઈ તમે બંને એડમીશન ડિપાર્ટમેન્ટ મા જઇને ફોર્મ ભરી દયો.એક તમારું ફિલ્ડ સીલેકટ કરી લ્યો અને હા બેટા કંઈ પણ મુશ્કેલી પડે કયારેય તો મને કહેજો હુ હમેશા તમારી મદદ કરીશ. મિસ્ટર મહેતા એ તેમની વાત પૂર્ણ કરી. સ્યોર સર. થેન્ક યુ સર એટલું કહીને એનવીશા અને સૃષ્ટિ બહાર નિકળી.
કયારે આવશે એ લોકો .The royals ને જોવા બધા ખુબ ઉત્સુક હતા. હજી પણ કોલેજમાં The royals ની વાતો ચાલતી હતી .ત્યાં જ સામેથી એક છોકરો ખુબ ઝડપથી દોડતો આવ્યો. તમે બધાં અહીંયા શું કરો છો ચાલો ઝડપથી કોલેજ કેમ્પસમાં બધા The royals ને જોવા ભેગા થઈ ગયાં છે. તે લોકો બસ કોલેજ પહોંચવાના જ છે.તેને કહયું.
આખી કોલેજ કેમ્પસ માં એકઠી થઇ ગઇ . એનવીશા અને સૃષ્ટિ પણ. થોડી જ વાર મા એક બ્લ્યુ કલરની ફોર્ચ્યુનર કેમ્પસ મા વચ્ચે આવીને ઊભી રહી ગઇ.
કોણ છે આ the royals ?
તેમણે કેમ માઉન્ટેઇન કોલેજ માં એડમીશન લીધું છે ?
કેમ તેમણે બધા The royals કહે છે ?