"ધ રોયલ્સ" મિસ્ટર મહેતા ની પરવાનગી વગર જ ઓફિસ માં એન્ટર થઇ જાય છે.
મિસ્ટર મેહતા : (કટાક્ષ માં) ઓહ ધ રોયલ્સ !વેલકમ વેલકમ ...ખુબ સાંભળ્યા છે તમારા વખાણ ...જે રીતે તમે ઓફિસ માં વિધાઉટ પરમિસન પ્રવેશ કર્યો છે ....તેમાં તમારી અશિષ્ટતા અને તમારા સંસ્કારો ની છબી પણ દેખાઈ આવે છે.
પંછી : થેન્ક ગોડ....જયારે તમે અમારા વિશે બધું જાણો જ છો...તો અમારે તમને કાંઈ પણ કેવાની જરૂર લાગતી નથી..સમાચાર તો અમારા આવ્યા પહેલા જ તમને મળી ગયા છે. કેમ માય ડિઅર પ્રિન્સીપાલ .... (પંછી મિસ્ટર મેહતા ને વળતો જવાબ આપે છે.)
મિસ્ટર મેહતા : તમારા પર જે કેસ થયો છે, તેની ચર્ચા પણ છાની નથી રહી એન્ડ તમે બધા તો છો જ ફૅમસ સેલીબ્રીટી તો આ કેસ ની જાણ પણ મીડિયા ના માધ્યમ દ્વારા બધાને થઇ જ ગઈ હશે ...સો બેટર એ જ રહેશે કે તમે લોકો તમારો બિહેવિયર સુધારો અને તમારાથી મોટા ની વાત માની ને ચાલો નહિ તો તમારે તમારી પહેલી કૉલેજ રિલેટેડ ઇસ્યુ ની ખુબ મોટી કિંમત ચૂકવવી પડશે.
સમર્થ : વેલ...વેલ...વેલ...સર. મારી વાત ધ્યાન થી સાંભળો, અમે જે કંઈ પણ કર્યું છે એ અમે જોઈ લેશું ઠીક છે. અત્યારે તમે તમારી ડ્યૂટી પર ધ્યાન આપો અને અમારી એડમિશન પ્રોસેસ પુરી કરો ...અમારી ચિંતા કરવાની કોઈને જરૂર નથી...નકામી વાતો થી તમારો અને અમારો બંનેનો સમય બગડે છે.
મિસ્ટર મેહતા : સાચી વાત છે...જયારે તમને લોકોને જ તમારું હિત વ્હાલું નથી...તો બીજા કોઈને તમારી કંઈ ચિંતા કરવાની જરૂર નથી.
(ધ રોયલ્સ મિસ્ટર મેહતા ની ઓફિસમાંથી નીકળે છે અને કેન્ટીન તરફ જાય છે.
(મિસ્ટર મેહતા મનોમન : આ લોકો ને તો હું સુધારીને જ રહીશ...એક સારા શિક્ષક તરીકે સારા સંસ્કારો નું સિંચન કરવાની જવાબદારી હવે મારી છે.)
શ્રુષ્ટિ : એનવીશા આ લોકો એ તો સાચે યુ ટ્યૂબ માં ધૂમ મચાવી રાખી છે ...જ્યાં જોવો ત્યાં એની જ વાતો થાય છે..આમા એક વિડિઓ તેના જુના કૉલેજ ઇસ્યુ રિલેટેડ કેસ નો પણ છે....તને શું લાગે સાચે આ લોકો એ પાર્ટી માં ?
( શ્રુષ્ટિ આ વાત કરતી હોઈ છે ત્યારે ધ રોયલ્સ તેની વાત સાંભળી જાય છે.)
રાશિ : સમર્થ મને ડર લાગે છે..તે રાતે જે થયું .....તે પાર્ટી..મને એક એક પળ યાદ છે .....આદિત્ય એ જે કર્યું એ જેટલી ભૂલવાની કોશિશ કરું એટલું જ મને વધારે યાદ આવે છે.
સમર્થ ગુસ્સા માં શ્રુષ્ટિ પાસે જાય છે.
સમર્થ : માઈન્ડ યોર બિઝનેસ. જયારે કોઈ વાત ની કંઈ પણ ખબર ના હોઈ તો તેના વિશે મંતવ્ય ના બાંધવા જોઈએ .
એટલું કહીને સમર્થ શ્રુષ્ટિ ના મોબાઈલ નો ઘા કરી દયે છે.....એનવીશા વચ્ચે પડે છે.
એનવીશા : તું જે કોઈ પણ હોઈ ....મારી બહેન ને સોરી બોલ ....તારો કોઈ હક નથી બનતો કે તું એની સાથે આવી રીતે વાત કરે ....અને તેના મોબાઈલ નો આમ ઘા કરે ...તમારી વાત જાણવામાં અમને કંઈ રસ નથી ..તમે જે પણ કર્યું હોઈ, જે થયું હોઈ એ અહીંયા કોઈને જાણવાની તાલાવેલી નથી સમજ્યો ...દૂર ખસ અને અમને જવા દે .
એનવીશા શ્રુષ્ટિ નો હાથ પકડીને લઇ જાય તે પહેલા જ સમર્થ તેનો રસ્તો રોકે છે અને સામે ઉભો રહી જાય છે.
સમર્થ : જો કોઈ વાત જાણવામાં રસ ના હોઈ તો એ વિડિઓ જોઈને કોઇ વિશે મંતવ્ય બાંધવાનો પણ તમારો કોઈ હક બનતો નથી ....જ્યાં સુધી વાત ના મૂળ સુધી ના જાવ ત્યાં સુધી વાત કેટલી સાચી અને કેટલી ખોટી છે એ ના કહી શકો.અને તને તારી બહેનના મોબાઈલ ની પડી છે ને તો આ લે પૈસા ...આટલા માં તો આનાથી પણ સારો નવો મોબાઈલ આવી જાશે.
એનવીશા : જો તને એમ લાગતું હોઈ ને કે તમે અમીર લોકો કોઈને પણ ખરીદી શકો તો એ તારી ભૂલ છે..આ લે તારા પૈસા નથી જરૂર અમારે તારા પૈસા ની.
એનવીશા કંઈ પણ આગળ બોલે તે પેહલા જ શ્રુષ્ટિ સમર્થ ને સોરી કહીને અને બધો વાંક પોતાનો છે એમ જણાવીને એનવીશા ને ખેંચીને ત્યાંથી લઇ જાય છે .
જ્યાં સુધી શ્રુષ્ટિ એનવીશા ને કેન્ટીન ની બહાર સુધી નથી લઇ જતી ત્યાં સુધી એનવીશા અને સમર્થ એકબીજાને તાકીને જોવે છે.
રાશિ : કમઓન સમર્થ એમાં એ બિચારીનો શું વાંક છે...જ્યાં સુધી લોકો ને કંઈ ખબર નહીં હોઈ ત્યાં સુધી એ જે સાંભળશે તેના પર જ વિશ્વાસ કરશે ..તું ચિંતા ના કર હું મારી જાતને સંભાળી શકું છું. તમે બધા છો જ ને મારી સાથે.
મંથન : હા અને હંમેશા ને માટે આપણે સાથે જ રહીશું . બધી મુશ્કેલી નો સામનો સાથે મળી ને કરીશું.
(પંથ પંછી અને સમર્થ પણ તેમાં સાથ પુરાવે છે.)
પંથ : હા પણ આપણે એ પણ ધ્યાન રાખવું જોશે કે મિસ્ટર ઓઝા ( તેમની પેહલી કૉલેજ ના ડીન ) આ કેસ રિલેટેડ ખોટી અફવાઓ ના ફેલાવે .બાકી મીડિયા ને પણ મસાલો મળી રહેશે . જ્યાં સુધી આદિત્ય મળી ના જાય ત્યાં સુધી આપડે કોઈને પણ કંઈ સાબિત નહીં કરી શકીએ .
* * *
એનવીશા : (ગુસ્સામાં) શ્રુષ્ટિ મારો હાથ છોડ ..તું મને શું કરવા આમ ખેંચીને લાવી...વાંક એનો હતો સોરી એને કેવું જોઈ ઉલ્ટા નો એટિટ્યૂડ બતાવતો હતો ....તે એને કેમ સોરી કીધું.
શ્રુષ્ટિ : મારી માં જપ લે થોડો ....સાંભળ એક તો એ લોકો છે સેલિબ્રિટી ....ઉપરથી એનો પણ કંઈક કેસ રિલેટેડ ઇસ્યુ ચાલે છે...મારે તે લોકો સાથે કૉલેજ ના પેહલા દિવસે જ કોઈ લપ નહોતી જોતી ....એમાં પણ સમર્થ કેટલો હેન્ડસમ છે એની સાથે ઝગડો થોડી કરવાની હોઈ ...મને તો એમ થાય બસ એને જોયા જ કરુ.
એટલામાં જ લેકચર નો બેલ પડે છે ...બધા સ્ટુડેંટ્સ પોતપોતાના ક્લાસ માં જાય છે.
એનવીશા જયારે રૂમ માં એન્ટર થતી હોઈ છે ત્યારે જ સમર્થ પણ સાથે સાથે એન્ટર થાય છે અને જાણે બંને એકબીજાને લોચી ખાવાના હોઈ એવી નજરે એકબીજા સામે જોઈ રહે છે.
પાછળ થી બીજા સ્ટુડેંટ્સ નો અવાજ આવે છે જો પ્રેમલીલા કરવી હોઈ તો આપડી કૉલેજ માં ગાર્ડન પણ અવેલેબલ છે.એમ કહીને તેમની મજાક ઉડાવે છે....બંને કંઈ પણ બોલ્યા વગર અંદર ચાલ્યા જાય છે.
ક્રમશઃ