yarriyaan - 11 books and stories free download online pdf in Gujarati

યારીયાં - 11

પંછી, રાશિ અને મંથન સમર્થ અને પંથની કેન્ટીનમાં રાહ જોતા હોય છે.

પંછી : રાશિ તને નથી લાગતું હમણાં પંથ અને સમર્થને એકબીજાનું કામ થોડું વધારે જ પડે છે.

રાશિ : છોડને હશે કંઈક બાકી આપણા ગ્રુપ નો નિયમ છે કે બિઝનેસ સિવાય બીજી એક પણ વાત કોઈ એ છુપાવવી નહીં.

પંછી : હા એ તો છે પણ મને કંઈક અલગ જ જુગાડ લાગે છે.

મંથન : એે બંને આવે એટલે જાતે જ પૂછી લેજો.

થોડીવાર પછી પંથ અને સમર્થ કેન્ટીનમાં આવીને તેમના ફ્રેન્ડ્સ સાથે બેસે છે.

મંથન : તમે બંને કોઈ પ્રોબ્લેમમા તો નથી ને.

પંથ : નહીં તો, તમને કેમ એમ લાગ્યું.

પંછી : પંથ સાચું બોલતો તમે બંને કંઈક છુપાવો છો ને અમારાથી.

સમર્થ : ના ના કંઈ છુપાવતા નથી બસ એમ જ બિઝનેસ ને લગતું થોડું કામ હતું.

પંથ : ફ્રેન્ડ્સ હું શું કહું છું એનવીશા આપણી ફ્રેન્ડ ના હોવા છતાં પણ આપણી ખૂબ મદદ કરી છે. આપણો તેની સાથે ઝઘડો થયો હોવા છતાં પણ કંઈ પણ વેર રાખ્યા વિના નિ:સ્વાર્થ ભાવે આપણી મદદ કરી મને લાગે છે કે આપણે તેને treat આપવી જોઈએ અને થોડી સારી રીતે તેનો આભાર માનવો જોઈએ.

પંથ ની વાત સાંભળીને સમર્થ તેની સામે જોઈને ફક્ત પંથને જ સંભળાય એમ બોલે છે.

આજે તો તે સાચે હદ કરી છે.

હજી સમર્થ કંઈ આગળ બોલે એ પહેલા જ રાશિ અને મંથન બંને એક સાથે બોલી ઊઠ્યા.

રાશિ અને મંથન : રાઈટ અમને પણ એમ લાગે છે.

મંથન પણ મનોમન ખુશ થતો હતો પંથ ની વાત સાંભળીને તેને પણ એનવીશા પ્રત્યે થોડો લગાવ થતો હતો.

પંછી : આપણે થેન્ક્યુ તો કહી દીધું છે ને તો પછી ખોટી ફોર્માલીટી શું કરવી છે તમારે લોકોએ.

પંથ : એની હેલ્પ ને તું ફોર્માલિટી કેમ કહી શકે . સમર્થ તને કંઈ પ્રોબ્લેમ છે?

સમર્થ : બધાને જેમ ઠીક લાગે તેમ.

પંથ (મનમાં એમ બધાને જેમ ઠીક લાગે તેમ ) એની સામે જોઇને વિચિત્ર સ્માઈલ આપે છે.

મંથન : ઓકે તો આપણે આ વીકએન્ડનુ જ ફાઈનલ કરી લઈએ.

બધા પોતાની સહમતી આપે છે.

લેક્ચરનો બેલ વાગતા બધા પોતપોતાના લેકચર ભરવા માટે જાય છે.

પંથ ક્લાસમાં એન્ટર થતા એનવીશાની આગળની લાઈનમાં સીટ ખાલી જોવે છે અને ત્યાં જઈને બેસી જાય છે.

સમર્થ અને મંથન થોડીવાર પછી ક્લાસ માં પ્રવેશે છે તે પંથને એનવીશા અને સૃષ્ટિની આગળ બેઠેલો જોઇને થોડી વાર તેની સામે જોતો રહે છે. પંથ સમર્થ સામે જોવાનું ટાળે છે સમર્થ પંથની બાજુ માં આવી ને કંઈ પણ બોલ્યા વિના ચૂપચાપ બેસી જાય છે. મંથન પણ તે બંનેની બાજુમાં બેસી જાય છે.

સૃષ્ટિ દર વખતની જેમ આજે પણ સમર્થ ની સામે જોઈ રહે છે. એનવિશાએ પણ તે તરફ નજર ફેરવી સમર્થ નું પુરેપુરુ ધ્યાન સ્ટડીમાં હતું. તેને જોઈને એનવીશાએ પણ સૃષ્ટિ ને કહ્યું આપણે અહીં શું કરવા માટે આવ્યા છે. ભણવામાં ધ્યાન આપ.

સમર્થ ખુદ પણ ભણવામાં વ્યસ્ત છે તું પણ ભણવામાં ધ્યાન આપ અને બીજી વાતો સાઈડમાં મુક.

પ્રોફેસરને જાણવાનું મન થયું કે બધાનું ધ્યાન તેમના લેક્ચરમાં કેટલું હતું.‌ પ્રોફેસરે જાણી જોઈને આખા ક્લાસને સિલેબસ બહારનો પ્રશ્ન પૂછ્યો. કોઈ પણ જવાબ આપવા સક્ષમ નહોતું મંથન અને સમર્થ એ પોતાના હાથ ઉંચા કર્યા.

પ્રોફેસરે પહેલા મંથન ને ઊભો કર્યો તેને પ્રોફેસરને કહ્યું સોરી સર તમે સિલેબસ બહાર નો પ્રશ્ન પૂછો છો આવું કંઈ જ આપણા કોર્સમાં આવતું જ નથી. એ સાંભળીને પ્રોફેસરના ચહેરા પર સ્માઇલ આવી.

પછી મંથન ને બેસાડી ને કંઈ પણ કહ્યા વિના પ્રોફેસરે સમર્થને ઊભો કર્યો. સિલેબસમાં ન હોવા છતાં પણ પોતાની બુદ્ધિશક્તિ થી સમર્થે ખૂબ સારો અને સરળતાથી જવાબ આપ્યો.

સમર્થના આ જવાબથી પ્રોફેસર પણ ખૂબ ખુશ થઈ ગયા તેમને પણ સમર્થના વખાણ કર્યા.

હવે તો કોઈપણ ક્લાસમાં એવી છોકરી ના હતી કે જેને સમર્થ પ્રત્યે આકર્ષણ ના થાય. સમર્થ બધી રીતે પરફેક્ટ હતો.

લેક્ચર પૂરો થયા હોવાનો બેલ પડતાં પ્રોફેસર બહાર ચાલ્યા ગયા.

પંથ, સમર્થ અને મંથન ની વચ્ચે બેઠો હતો બંને તરફ જોઇને બોલ્યો મને લાગે છે કે મારે કાલથી બંક અભ્યાન ચાલુ કરી દેવું જોઈએ. મંથનની તો ખબર જ હતી હવે તો તું પણ જોડાઈ ગયો સાથે.

હું હવે પંછી અને રાશિ ને વધારે કંપની આપીશ. પંથના આટલું બોલતા ત્રણેય હસી પડે છે.

બધા બહાર નીકળતા જાય છે અને સમર્થ વિશે વાતો કરતા જાય છે.

સમર્થ ને એનવિશાની વધુ નજીક લાવવા માટે પંથે સમર્થ ને પૂછ્યા વિના જ તે બંનેનુ એડમિશન કોલેજના બોયઝ હોસ્ટેલમાં કરાવી દીધું હતું.

આજનો દિવસ પૂરો થતાં ધ રોયલ્સ પોતાના રિહર્સલ્સ માટે મ્યુઝિક સ્ટુડિયો માં ભેગા થાય છે.

પંછી બેઠી બેઠી સમર્થ ની થોડી વધારે નજીક આવવા માટેની ટ્રીકસ વિચારે છે.બંનેની ફેમિલીએ બિઝનેસ રિલેશનશિપ માટે સમર્થ અને પંછીની વાત આગળ વધારવાનુ પહેલેથી જ નક્કી કરી રાખ્યું હતું.

ત્યાર પછી પંછી સમર્થના જ સપના જોતી હતી જયારે સમર્થ ને પંછી પ્રત્યે ફ્રેન્ડ સિવાય બીજા કોઈ પણ વિચારો ના હતા.

તે રિહર્સલ્સ પૂરી થયા પછી સમર્થ ને પાણીનું પૂછતી. તેની સાથે બેસીને વધારે વાતો કરવાનો પ્રયાસ કરતી.

પંથ પંછીનો ભાઈ હોવા છતાં પણ હંમેશા સમર્થની જ સાઈડ લેતો તેને ખબર હતી કે સમર્થના મનમાં પંછી માટે ફ્રેન્ડ સિવાય બીજી કોઈ પણ પ્રકારની લાગણી નથી.

જ્યારે પણ પંછી સમર્થ ની નજીક જવાની ટ્રાય કરે તો સમર્થ સામેથી જ બહાનું કરી દયે અને જો નીકળાય એમ ના લાગે તો પંથ તેની મદદ કરી આપતો.

સાંજે રિહર્સલ્સ પત્યા પછી બધા પોતપોતાના ઘરે ચાલ્યા ગયા.

સૃષ્ટિ અને એનવીશા પણ હોસ્ટેલમાં શીફ્ટ થઈ ગયા.

બીજે દિવસે સવારે બધા ધ રોયલ્સ કેન્ટીનમાં ભેગા મળીને એનવીશાને treat આપવાનુ સરપ્રાઈઝ પ્લાન કરતા હતા.

કોઈએ હોટેલનો સુઝાવ આપ્યો તો કોઈએ ફિલ્મ‌ જોવાનો અને કાફે નો. આમ થોડીવાર બધાએ વિચાર કર્યા પછી સમર્થ એ પોતાના ફાર્મ હાઉસ પર વિકએન્ડ એન્જોય કરવાનું વિચાર્યું.

બધાની સહમતી થી સમર્થના ફાર્મ હાઉસ નો સુઝાવ જ બધાને બેસ્ટ લાગ્યો અને ત્યાં જ એનવીશાને સરપ્રાઇઝ આપવાનું નક્કી કર્યું.

પણ એક વિચાર બધાના મનમાં હતો એનવીશાને ત્યાં લાવવી કેમ? રાશિએ હજી પ્રશ્ન પુરો પણ ના કર્યો ત્યાં જ પંથે ઉત્સાહથી જવાબ આપ્યો એ બધું મારા પર છોડી દો એ બધું હું સંભાળી લઈશ.

બધા તેની સામે આશ્ચર્યથી જોવા લાગ્યા આ આવી રીતે કેમ વર્તન કરે છે પરંતુ તેનો પહેલેથી જ મજાકવાળો સ્વભાવ હોવાથી કંઈ નવીન ના લાગ્યું.

બધાએ એનવીશાને લાવવાની જિમ્મેદારી પંથને આપી.

સમર્થ અને મંથન પણ મનોમન ખુશ થતા હતા બંનેના મનમાં એનવીશા માટે આકર્ષણ નો અનુભવ હતો.

પંછી અને રાશિ તેનાં આગળના લેક્ચર માટે ત્યાંથી જતી રહે છે મંથન પણ પોતાને લાયબ્રેરીમાં કામ છે તેમ કહીને જતો રહે છે.

પંથને કાલની ચાઇની વાત યાદ આવે છે સમર્થ ત્યાંથી ઉભો થઈને જતો હતો ત્યાં જ તેને બેસાડી દે છે અને કહે છે કે થોડીવાર શાંતિ રાખ મારા ભાઈ આપણે હજી એક કામ બાકી છે.

સમર્થ આગળ કંઈ બોલે એ પહેલા જ પંથ એનવીશાને કોલ કરે છે.

હેલો કોણ સામેથી અવાજ આવે છે.

પંથ : હાય હું પંથ.

એનવીશા : પંથ ?

પંથ : આપણે કાલે ચાઈનું નક્કી કરેલું યાદ છે કે ભુલાઈ ગયું?

એનવીશા : હા ચાઈ નું નક્કી તો કર્યું હતું પણ લેક્ચર નો સમય થઇ ગયો છે.

એનવીશા આટલું બોલે છે ત્યાં જ બાજુમાં ઊભેલી સૃષ્ટિ તેનો મોબાઇલ લઇ લે છે.

હેલો હું સૃષ્ટિ!

પંથ : હા બોલ સૃષ્ટિ.

સૃષ્ટિ :તમે કોણ કોણ છો કેન્ટીનમાં?

પંથ : હું અને સમર્થ બંને.

સૃષ્ટિ : ઓકે સારુ તમે રાહ જુઓ અમે હમણાં આવીએ છીએ એમ કહીને કોલ કટ કરી નાખે છે.

સમર્થ પંથ સામે જોઈને બોલે છે તું બગાડ હજી બગાડ તુ બધું બગાડવાનો જ છે.

પંથ : કેમ તને શું વાંધો પડયો?

સમર્થ : તે કંઈપણ પૂછ્યા વગર જ કોલ કરી દીધો. નંબર કેમ મળ્યા તેમ પુછશે તો શું જવાબ આપીશ?

પંથ : ચીલ કરને યાર હું સંભાળી લઈશ.

_ ‌ _ ‌ _ _ _ _ _ _

એનવીશા : તને કોણે કહ્યું હતું અત્યારે લેક્ચર બંક કરીને‌ જવાનુ.

સૃષ્ટિ : અરે! ઓકે ને આમ પણ સમર્થને મળવાનો આવો મોકો ક્યારે મળે.

એનવીશા : તારે જવું હોય તો તું જા મારે લેક્ચરમાં જવું છે.

સૃષ્ટિ : અરે મારી મા ચાલને લાસ્ટ ટાઇમ પછી ક્યારેય બંક મારવા નું નહીં કહું પ્લીઝ.

એનવીશાને પણ મનોમન સમર્થ પાસે જવાની ઈચ્છા તો હતી પછી તે તેની વાત માની લે છે અને બંને કેન્ટીન તરફ જાય છે.

રસ્તામાં બંને વાતો કરે છે.

સૃષ્ટિ મારા નંબર આ પંથને ક્યાંથી મળ્યા હશે ! એનવીશાને થોડું આશ્ચર્ય થાય છે.

સૃષ્ટિ સમર્થ ને મળવા ના ઉત્સાહમાં હોવાથી તેને ઝડપથી વળતો જવાબ આપે છે.

સૃષ્ટિ : એવું ન વિચાર એ લોકોને બધે કોન્ટેક્ટસ હોય એ બધાને કોઈના પણ નંબર સરળતાથી મળી જાય એમ કહીને વાત ટુંકાવે છે.

ક્રમશ :

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED