આ આખા સંવાદ ને ઝાડ પાછળ ઉભી રહેલી એનવિશા સાંભળી રહી હતી.
થોડીવાર પછી એનવીશા પણ ત્યાંથી જતી રહે છે.
સૃષ્ટિ : ક્યારની તને ગોતું છું ક્યાં હતી તું.
એનવિશા : બસ થોડું કામ હતું લાઇબ્રેરીમાં ગઈ હતી એમ કહી ને વાત ને ટાળે છે.
સૃષ્ટિ ચાલ હવે ઘરે જવા નીકળીએ.
સૃષ્ટિએ એનવીશાને ડ્રોપ કરીને ઘરે જાય છે.
એનવિશા ઘરે પહોંચી ને જુએ છે ત્યાં તે ચોંકી જાય છે.
તેની સામે આદિત્ય ઊભો હોય છે.
તેના મમ્મી આદિત્ય સાથે તેની પહેચાન કરાવે છે તને યાદ છે પહેલા મીરા માસી અમે બંને પહેલેથી જ સારી સખીઓ છીએ.
હા મમ્મી પણ તુ અત્યારે મને કેમ આ બધું કહે છે.
અરે આ મીરા નો જ છોકરો છે આદિત્ય... તે થોડા દિવસ આપણી સાથે રહેશે જ્યાં સુધી તેની બહાર રહેવાની વ્યવસ્થા ન થઈ જાય.
તે અહીં આગળ ભણવા માટે આવ્યો છે અને તારી જ કોલેજમાં એડમિશન લીધું છે.
એનવિશા આ બધું સાંભળીને સ્તબ્ધ થઈ જાય છે.
સામેથી આદિત્ય હાથ લંબાવીને તેને હાય કહે છે.
એનવીશા હાય કહીને ઉપર જતી રહે છે
તેના મમ્મી તેને રોકે છે પણ મારે થોડું કામ છે એમ કહીને ત્યાંથી જતી રહે છે.
બધાના સૂઈ ગયા પછી એનવિશા છૂપી રીતે આદિત્યના રૂમમાં જાય છે ત્યાં જઈને જુએ છે તો આદિત્ય હજી જાગતો હોય છે.
આદિત્ય તેને જોઇ જાય છે અરે તું અહીં
એનવીશા : હા તમારી સાથે સરખી વાત નહોતી કરી અને ઊંધ પણ નહોતી આવતી એટલે વિચાર્યું પૂછી લવ તમારે કંઈ જહોતું નથી ને.
આદિત્ય: અરે ના ના કંઈ પણ નથી જોઈતું પૂછવા માટે થેન્ક્સ.
એનવીશા : મારા હાથની ચા બધા વખાણે છે હું મારા માટે બનાવવા જાવ છુ પીવાનું મન હોય તો કહી દેજો પછી કહેતા નહિ કે ઓફર નહોતી કરી.
આદિત્ય: (થોડી વાર વિચારીને) ઠીક છે ચાલો એક એક કપ થઈ જાય.
એનવિશા ચા બનાવવા જાય છે અને આદિત્યના કપમાં ઊંઘની ગોળી ભેળવી દે છે.
પછી બંને બાલ્કનીમાં બેસીને ચા પીવે છે અને વાતો કરે છે થોડીવારમાં આદિત્ય ને ઉંઘ આવવા લાગે છે.
આદિત્ય: કેવો સરસ ઠંડો પવન ચાલે છે મને તો બહુ ઉંઘ આવે છે મને લાગે છે કે હવે આપણે સુઈ જવું જોઇએ.
એનવીશા : હા હું પણ એ જ વિચારી રહી હતી.
એનવીશા પોતાના રૂમમાં ચાલી જાય છે અને આદિત્યના સુતા પછી પાછી આવે છે.
આદિત્યના ફોનમાંથી રાશિ નો વિડીયો ડીલીટ કરવાની કોશિશ કરે છે પરંતુ આદિત્યના ફોનમાં લોકો હોય છે..
એનવિશા પોતાના હેકર ફ્રેન્ડની મદદથી લોક ઓપન કરીને વિડીયો ડીલીટ કરી નાખે છે ને ફોનમાં ધ રોયલ્સને લગતી જેટલી પણ ડિટેઈલ હોય છે તે ડિલીટ કરી નાખે છે.
તે પાછો આદિત્યનો ફોન જેમ હતો તેમ ત્યાં મુકીને જતી રહે છે.
તે ચોરી છુપે ગાડી ની ચાવી લઈને ઘરની બહાર નીકળે છે અને કોલેજ સામેના તળાવ પાસે જાય છે.
સમર્થ હજી પણ ત્યાં જ બેઠો હોય છે તેને આ બધી વસ્તુ માંથી બહાર નીકળવાનો કોઈ પણ રસ્તો મળતો નથી.
એટલામાં એનવીશા તેની બાજુમાં જઈને બેસે છે.
સમર્થ: તુ અહીં શું કરે છે આટલી રાત્રે.
એનવીશા : આઈ એમ સોરી એમ તો કોઈની વાત ના સાંભળવી જોઈએ પણ પાર્ટી પુરી થયા પછી મેં તમારી બધી વાત સાંભળી.
સમર્થ: મતલબ તું છૂપાઈને અમારી બધી વાત સાંભળતી હતી.
સમર્થ ને એનવિશા પર ગુસ્સો આવે છે તું અહીંથી જા મારે તારી કંઈ વાત નથી સાંભળવી.
એનવીશા : મેં આદિત્યના ફોનમાંથી બધું ડીલીટ કરી નાખ્યું છે. હવે તમારે ચીંતા કરવાની જરૂર નથી તેને તમારા પર આરોપ લગાવવા માટે કંઈ પણ સબૂત નહીં મળે.
સમર્થ: વોટ તે આ બધું કઈ રીતે કર્યું.
એનવીશા : મેં તમારી બધી વાત સાંભળીને નસીબે પણ તમારો સાથ આપ્યો.
તે ઘરે ગઈ અને જે કઈ પણ થયું તે બધું સમર્થ ને જણાવ્યું. સમર્થ ને આ બધું સાંભળીને એટલી ખુશી થઇ કે તે એનવીશા ને બાથ ભરીને રડી પડ્યો. સમર્થ ના દિલ પરથી ઘણો બોજ હલકો થઈ ગયો.
સવાર પણ પડવા આવી હતી.
સમર્થ પાસે ધરે જવા માટે કંઈ પણ સાધન ના હતુ. તે એનવીશા ની સ્કુટી લઈને એનવીશા ને ઘરે ડ્રોપ કરીને ત્યાંથી જતો રહ્યો.
તેને પોતાના ફ્રેન્ડ્સ ને પોલીસ સ્ટેશને પહોંચી જવા જણાવ્યું.
આદિત્યને ઊઠવામાં લેટ થઈ જતાં તે ઝડપમા ને ઝડપમાં પોતાનો ફોન ચેક કર્યા વગર પોલીસ સ્ટેશને પહોંચી ગયો.
ધ રોયલ્સ એ સમથઁ પર ભરોસો રાખીને તે રાત્રે જે થયું હતું તે બધું પોલીસને જણાવ્યુ આદિત્ય બધું સાંભળીને ગુસ્સે થઇ ગયો તેને બધા ને સબક શીખવવા પોતાનો ફોન ખોલ્યો પણ તેને કંઈ પણ વસ્તુ ના મળી જે તે ધ રોયલ્સ ની સામે યુઝ કરી શકે.
પોલીસે સ્ટેટમેંટ લીધા પછી ધ રોયલ્સ પાસે સબૂત માગ્યું. જો કોઈ સાબૂત હશે તો આગળ કાર્યવાહી થશે બાકી આ કેસ અહીં બંધ થઈ જશે.
એટલામાં જ બહારથી કોન્સ્ટેબલ એક પેન ડ્રાઈવ લઈને આવ્યો સાહેબ એક છોકરી આ પેન ડ્રાઈવ આપીને ગઈ છે તેને પોતાની ઓળખ તો ના બતાવી પણ ધ રોયલ્સની શુભચિંતક છે એમ કહીને ચાલી ગઈ.
તે પેનડ્રાઇવમાં ફ્રેશર્સ પાર્ટીની રાતનું ઓડિયો રેકોર્ડ હતો એનવીશા એ છુપાઈને બધાની વાત રેકોર્ડ કરી લીધી હતી જે આજે ધ રોયલ્સને બચાવવામાં સફળ રહી હતી.
સમર્થ મનોમન એનવીશાને ધન્યવાદ આપી રહ્યો હતો તેને અંદાજ પણ આવી ગયો હતો કે પેન ડ્રાઈવ આપવા પણ એ જ આવી હશે.
પોલીસે સબૂત પરથી આદિત્યને પકડીને જેલમાં પૂરયો અને ધ રોયલ્સ ને કેસમાંથી મુક્ત કર્યા તેમના પરના બધા આરોપો અને પ્રતિબંધો હટાવામાં આવ્યા.
આદીત્ય : તમને તો હું છોડીશ નહીં જે કોઈએ પણ આ કર્યું છે તેને પણ નહીં છોડુ એટલું સમજી લેજો કે જેવો હું જેલની બહાર નીકળીશ તેવા તમારા મોજ મસ્તીના દિવસો પુરા કોઈને ચેનથી નહી જીવવા દવ પહેલા તો એ સખ્સ ને મોતને ઘાત ઉતારીશ જેને આ બધું કર્યું છે.
સમર્થ: તેની સામે સ્માઈલ આપી ને જોયું જશે
(મનમાં હું એનવિશા પર એક આંચ પણ નહીં આવવા દવ.)
ધ રોયલ્સ પોલીસ સ્ટેશનની બહાર નીકળ્યા બધા પોતાના દિલ પરથી મોટો ભાર ઊતરી ગયો હોય એમ મેહસુસ કરી રહ્યા હતા બધાએ સમથઁને પૂછ્યું આ બધું કેવી રીતે કયુઁ સમર્થે બધું પોતાના ફ્રેન્ડ્સ ને જણાવ્યું કઈ રીતે એનવીશા એ તેને હેલ્પ કરી.
બધાએ તેને જાતે મળીને થેન્ક્સ કહેવાનું વિચાર્યું.