Adhuro Prem. - 45 books and stories free download online pdf in Gujarati

અધુુુરો પ્રેમ.. - 45 - દુહાઈ

દુહાઈ
પોતાની દીકરીને આવી હાલત જોઈ સવીતાબેનનાં દીમાગનાં
તાર હલબલી ગયાં હતાં. એણે તરતજ પેલાં વેવિશાળ કરાવવાંવાળા કરસનભાઈ વચેટીયાને ફોન કર્યો.મોઢામાંથી જે નીકળે એવું કહ્યું. કરસનભાઈએ કહ્યું બેન થયું શું એતો કહો,આમ આટલાં બધાં હાંફળા ફાફળાં કાં થઈ ગયાં છો ? પેલાં ક્ઈક વાતતો કરો.ત્યારે સવીતાબેને કહ્યું મારે તમારું કોઈ ભાષણ નથી સાંભળવું સમજ્યાં,તમે તાત્કાલિક અબઘડી મારે ઘેર આવો,મારે મારી પલકને ઈ રાક્ષસોને ઘરે નથી મોકલવી.આવાં નબળાં માણસો હતાં તોપણ તમે એવાં નરાધમોને ઘરે મારી દીકરીને સગું બતાવ્યું ? હવે મારે એ સબંધ નથી રાખવો એકથી લાખેય તમે કેનારા ક્ઈ રહ્યાં. એ લોકોએ મારી દીકરીને ભોળાવીને પોણાંબેલાખ રુપીયાં લ્ઈ લીધાં છે,ઈ રુપીયાં પાછા આપીદે નહીંતર મારાં જેવી ભુંડી બીજી કોઈ નથી એમ સમજીલેજો.કરસનભાઈ એમની વાત સાંભળીને તરતજ ગાડી લ્ઈને એકાદ કલાક પછી પહોંચી ગયાં. સવીતાબેનને ધુંવાફુંવા જોઈને કરસનભાઈએ થોડીવાર એમને બોલવાં દીધાં. જ્યારે બધીજ ભડાસ નીકળી ગઈ પછી એમણે કહ્યું જો બેન આપણેતો નીમીત છીએ બાકી સગપણતો ઉપરવાળો નક્કી કરે હો બેન.અને આવી કાંઈ આપણને થોડી ખબર હોયકે આવાં નબળાં માણસો નીકળશે ઈ વખતે તો મારા દીકરા સોમાથી સોસરા નીકળી ગયાં હતાં. અત્યારે આવાં ખેલ કરી બેઠાં અને એપણ દીકરીનાં હાથની મેહદીય ઉતરી નથી ત્યાં ખેલ શરું કરી દીધાં.લ્યો હું વીશાલનાં બાપને ફોન કરીને ખખડાવી નાખુંછું.
એથી સવીતાબેને કહ્યું કરસનભાઈ તમારે જે કરવું હોય તે કરવાની છુટીછે.પરંતુ એક વાત નક્કીછે,મારી દિકરી હવે એ ઘરે ફરીથી નહીં જાય. અને બીજું મારી પલકની પાસેથી લીધેલાં પૈસા અને લગનનો ખરસ આપવો પડશે નહીંતર કોરટે સડાવીને એનાં ઢેબરાં અભડાવી નાખીશ એટલું યાદ રાખજો.કરસનભાઈ બધું બરાબર ધ્યાન દ્ઈને સાંભળ્યું. પછી એમણે વીશાલને ફોન કર્યો અને કહ્યું વીશાલ તારા બાપને ફોન આપ.વીશાલે કહ્યું કાકા પણ વાતતો કરો છેશું ? કરસનભાઈ બોલ્યાં અલ્યાં નપાવટનાં આ કુમળી પાંદડાં જેવી દીકરી ઉપર તમે આવતાં વેતજ આટલું બધું કપટ કરી નાખ્યું, તારો પછી વારો છે ,પેલાં તારા બાપને ફોન આપ મારે એની સાથે વાત કરવીછે.વીશાલે એનાં પપ્પા મગનભાઈને ફોન આપ્યો. અને તરતજ કરસનભાઈ એની ઉપર જાણે ટુટી પડ્યાં. નો કહેવાનાં વેણ મગનભાઈને કહ્યાં. તમે સાલાઓએ એક દીકરી આટલી બધી રુપાળીને,સંસકારી ઉપરથી સરકારી નોકરી કરેછે,એવી ગાય જેવી દીકરીને તમે પહેલાં દીવસથીજ હેરાનગતિ કરી નાખીછે.
મગનભાઈએ કહ્યું કરસનભાઈ તમને નથી લાગતું તમે બહું વધારે બોલી ગયાં. આ કમાતી વહુને લાવવાં માટે તમે અમારી પાસેથી રુપીયા બે લાખ પડાવી લીધાંછે,ઈ વાત યાદ છેકે ભુલી ગયાં. એટલે કરસનભાઈએ કહ્યું હા અમમ ઉઉ હે હે હે......ઈ તમારી બધી વાત સાચી પણ મગનભાઈ આમ કાંઈ હોય તમે ઈ દીકરી પાસેથી પોણાં બેલાખ તો પડાવી લીધાંછે.અને આખીય જીંદગી ઈ દીકરીનો પગાર ખાશોઈ નોખો.એટલે સવીતાબેન વચ્ચે બોલ્યાં એ ભાઈ કરસનભાઈ તમને મે કહ્યું ઈ વાત સમજાણી કે નહીં. હવે મારી દીકરી ઈ નપાવટનાં ઘરે નહીં જાય. એટલે કરસનભાઈ બોલ્યાં તમે થોડી ધરપત રાખો બેન હું બધું બરાબર કરી નાખીશ. એણે પલકનાં સસરાને કહ્યું તમે અત્યારે અત્યારે અહીં આવો આ સવીતાબેન સબંધ તોડવાની વાત કરેછે.અને હું એમ કહું છું કે આટલી બધી ઉતાવળ કરોમાં,થોડોઘણો સમય આપો બધું ઘીનાં ઠામમાં ઘી પડી જશે.એની વાત સાંભળીને સવીતાબેન ધુંવાફુંવા થઈ ગયાં. લાંબા હાથ કરીને કહેવાં લાગ્યાં આબધું તમારુંજ કારસ્તાન છે કરસનભાઈ મને પાછળથી ખબર પડીછેકે તમે એમની પાસેથી પૈસા પડાવ્યાંછે.એટલે તમે ઈમને પણ શું કેવાના હતાં. અમારે એકજ વાત, મારી દીકરી હવે છુટાછેડા લેવા માગેછે.અને હું પણ એની વાતમાં સહેમત છું. મારી દીકરીને કાંઈ વેચીને નથી આપી.પૈસા તમે વચેટીયાએ કમાણી કરી હશે,અમે કંકુકન્યા આપીછે,અમને આવી નહોતી ખબરકે તમે બીજાની દીકરીનાં સોદા કરનારા સોદાગર હશોએ અમને જરાય નો પોહાય.જાવ કહીદ્યો એ મગનીયાને પૈસા લેતો આવે અને છુટકારો આપી જાય નહીંતર કોર્ટ ભેગો કરી નાખીશ.
કરસનભાઈએ સવીતાબેનનું મહાકાળી જેવું રુપ જોઈને થરથરી ઉઠ્યો. એને થયુંકે મે પૈસા લ્ઈને એનાં દીકરાનું વેવિશાળ કરાવ્યું હતું એ વાતની એમને ખબર પડી ગઈ લાગેછે.હવે કાંઈ છુપાવવાનો કોઈ અરથ નથી.એટલે એણે કહ્યું જો બેન તમારી દીકરીને સારો એનાં જેવોજ નોકરીયાત છોકરો શોધીને આપ્યો છે, અને તમે બધાએ સો વખત જોઈ પરખીને પછીજ સબંધ કર્યો છે. અને મેં ક્યાં તમારી પાસેથી પૈસા લીધાછે.મારું આજ કામ છે,હું કેટલાય વર્ષોથી એક બીજાનાં ઘરને જોડી આપવાનું કામ કરું છું. બદલામાં છોકરાવાળા પાસેથી થોડાંક પૈસા લવછું. તો હું નથી માનતો કે કોઈ ગુનો કરું છું.સવીતાબેન બોલ્યાં હાં તમે દીકરાની પાસેથી પૈસા લ્યોછો ખરીવાત પણ એજ દીકરા વાળા પછી દીકરીઓ સાથે મારજુડ કરીને તમને આપેલાં એકેએક પૈસા વ્યાજ સહીત વસુલ કરેછે.અને એ દીકરીની હાય તમારું જીવન બરબાદ કરી નાખશે.સવીતાબેનની વાત કરસનભાઈ ને કાળજામાં ખુંતી ગ્ઈ.એ થોડાંક ગુસ્સે થઈને બોલ્યાં બધે એવું નથી થતું બેન મે અત્યાર સુધીમાં એશી જણાને ઘરબંધ
કર્યાં છે. એમાં આ પેલો દાખલો છેકે એણે સાસરીમાં જતાં વેંતજ આવો ભવાડો કર્યો હોય.
કરસનભાઈની આવી "ઉલટા ચોર કોટવાલને ડાંટે"એવી વાતથી પલકની ધીરજ પુરી થઈ ગઈ. પલકે ઓરડાની બહાર આવી અને કરસનભાઈની સામે આંગળી ચીંધી અને કહ્યું એ વડીલ તમે શું બોલોછો એનું જરાપણ ભાનછે,તમને કે બસ તમારી માણસાઈને ચોટ પહોંચી એટલે બોખલાઈ ગયાં ?ને આવી મારી જેવી કેટલી છોકરીઓનાં સોદા કર્યાંછે.માત્ર પૈસા ખાતર ? તમને માણસાઈ નામની કોઈ ચીજછેકે નહી વડીલ ? અમારી હાય જીવતેજીવ જીવડાં પડશે તમને,મોત માંગશોને તોય મોતપણ નહી મળે.પલકે જાણે બધીજ ભડાસ કરસનભાઈ ઉપર કાઢી નાખી. હવે કરસનભાઈને પણ થવાં લાગ્યુંકે મારુંબેટુ કાઈક ખોટું થઈ ગયું લાગેછે.આ છોકરી આટલીબધી કાળજાળછેકે એની સામેપણ મારાથી નથી જોવાતું.એ ખમાં ખમાં દીકરી મને આવી થોડીક ખબર હોય દીકરી નહીંતર હું માત્ર પૈસા માટે તને કુવામાં થોડી નાખી દેત.એ દીકરાને માસ્તરની સરકારી નોકરીછે.તમે પણ નોકરીવાળો છોકરો શોધતાં હતાં. એનાં બાપે મને વાત કરી અને આ બાજું તારી મમ્મીએ મને કહ્યું. બેયને દેખાડ્યું બેયને ગમ્યું પછી આગળ વાત કરી આમાં મારો શું વાક.ગોર ફેરા ફેરવી આપે કાંઈ ઘર નો ચલાવી દે સમજ્યાં ને ? એને તમારે જાતેજ સંભાળવું પડે.ઘરને કેળવવું પડે.
ધીરે ધીરે કરસનભાઈ એની મમ્મીની"દુહાઈ"દેવા લાગ્યો. એણે કહ્યું આજો દીકરી તારી મમ્મી આખીય જીંદગી એકલાં કાઢી નાખી. તારો બાપ મીલીટરીમાં હતો.બાર મહીને બેત્રણ મહીનાં માટે આવતો અને એ રીટાયર્ડ થયો ને બેત્રણ મહીનામાંતો ભગવાનની પાસે જતો રહ્યો. આ તારી માંએ આખુંય જીવન એકલાએજ કાઢી નાખ્યુંછે. પણ ભડની દીકરીએ કોઈદી કોઈને ફરીયાદ પણ નથી કરી પુછીજો.ને સવીતાબેન સમજી ગયાંકે આ ભાઈ વાતને બીજા રસ્તે ચડાવી રહ્યાંછે.એથી એમણે ફરી કહ્યું કરસનભાઈ તમે વાતને ફેરવીને આમતેમ ભટકાવો નહી.મારી વાત ક્ઈક જુદી હતી.મને મારા ધણીએ કોઈદિવસ તુંકારોય નથી કર્યો આટલા વર્ષો વીતી ગયાં. અને આને મારી દીકરીને જતાં વેંતજ હાથ ઉપાડી લીધો.એ બધાં એમનાં મનમાં શું સમજેછે.મેં ભલે ગમેતેવી રીતે જીવન ગુજાર્યુ પણ મારી દીકરીને આમ આવાં નબળાં જાનવર જેવાં લોકોની સાથે એકલી નહી છોડું. અત્યારેજ બોલાવો એમને મારે આ વાતનો ફેસલો તાત્કાલીક જોઈએ.એટલે કરસનભાઈ કહ્યું જો બેન હું તમારી આખીવાત સમજી ગયોછું,હું તમારી દીકરીને હેરાન પરેશાન નહી થવાં દ્ઉ.અને તમારા પૈસા પણ દુધમાં ધોઈને પાછાં અપાવીનેજ જંપીશ.પરંતુ તમે થોડી ધીરજ રાખો મને આખીવાતનો તાગ લ્ઈ લવ ત્યાંસુધીની મહોલત આપો હું અત્યારે મગનભાઈને હવે અહીયાં નથી બોલાવતો હું પોતેજ એનાં ઘેર જ્ઈને વાતનો મોખ કરી આવું છું. તમે ત્યાં સુધી થોડીક ધીરજ રાખજો,અને જરાય ઉતાવળા થતાં નહી.હું તમને તમારી દીકરીના જીવતરની "દુહાઈ"આપું છું. મારા ઉપર ભરોસો રાખજો હું તમને અને દીકરીને જરાય હેરાન પરેશાન થવાં નહી દવ.....ક્રમશઃ



(લગ્ન કર્યા પછી પલકનું જીવન નર્કની જેવું લાગે છે. એને છુટાછેડા લેવાનો નીર્ધાર કરી લીધો છે...શું એ છુટકારો મેળવી શકશે..કે પછી વીશાલને એક મોકો આપશે...જોઈશું -ભાગ:-46 સહનશીલતા)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED