અધુુુરો પ્રેમ.. - 46 - સહનશીલતા Gohil Takhubha ,,Shiv,, દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

અધુુુરો પ્રેમ.. - 46 - સહનશીલતા

સહનશીલતા
કરસનભાઈએ પલકનું વેવિશાળ કરાવ્યું હતું. તેથી મમ્મીએ એમને બોલાવી અને પોતાની દીકરી ઉપર થયેલા અમાનવીય અત્યાચાર વીશે કહીને છુટાછેડા લેવાનો નીર્ધાર કરી લીધો છે. અને એમાં પલકે પણ પોતાની સહેમતી આપી દીધીછે.
પલકની સહેલીઓને પણ ખૂબ દુઃખ થયુંછે,પરંતુ કરે પણ શું કોઈનાં હાથની વાત નથી.જેથી બધાએ હવે કીસ્મત ઉપર છોડી દીધું.દિવસ પછી દિવસ પસાર થવાં લાગ્યાં,વારંવાર
ફોન કરવાં છતાં પણ કરસનભાઈ આવ્યાંજ નહીં. આ બાજું માં અને દીકરી ખૂબ દુઃખી થઈ ગયાં છે.હવે આજે પલક પોતાની મમ્મીને ઘેર આવી એને એક મહીનો પસાર થઈ ગયો.એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એમ મહીનાં ઉપર ચાર દિવસ નીકળી ગયાં. હવે પલકને કાળજામાં મોટીફાળ પડી,એ ઘરમાં પથારીમાં પડીને બસ ટગર ટગર સામે પડેલાં અરીસામાં જોયાજ કરી રહી હતી. ઘડીક બાથરૂમમાં જાય ને ઘડીભર પલંગમાં બેસે.એને ઘડીભર પણ ચેન નથી પડતું. એની મમ્મીએ પુછ્યું બેટાં તું કેમ આટલીબધી પરેશાનીમાં દેખાઈ રહીછે.એટલે પલક પોતાની મમ્મીને દોડીને ગળે વળગી પડી.ને કહ્યું મમ્મી હવે આપણે સબંધ તોડવો નથી,એટલે અચાનક સવીતાબેને કહ્યું તું ગાંડી થઈ ગઈ છે. આટલું આટલું તારી માથે થયું છતાંય હજીએ તું એમ કહેછે, હવે આ લગ્નસંબંધ તોડવો નથી,તું કહેવાં શું માગેછે ? એથી પલકે હળવેકથી મમ્મીને કાનમાં કહ્યું મમ્મી મને લાગેછેકે હું "માં" બનવાની છું. મારાં હ્લદયમાં નવાં નવાં ભાવ ખીલી રહ્યાં છે.
એકનવી આશાઓ પલકનાં હ્લદયમાં જન્મ લ્ઈ ચુકીછે.
એક નિરાશામાં આશાંનું પુષ્પ ખીલી ઉઠ્યું. ભારોભાર વીશાલથી નફરત કરતી પલક હવે અચાનક પોતાની તમામ જીદ છોડીને પતી સાથે રહેવાની તરફદારી કરવાં લાગી. પોતે વારંવાર અરીસામાં નફરતભરી નજરથી જોતી હતી. પરંતુ હવેએ એક હળવાં હાસ્ય સાથે અરીસાને નીહાળી રહીછે.
માં દીકરીએ આ બાબતે બહુજ ચર્ચા વીચારણાં કરી પરંતુ હવે પલકનું પલડું ભારે જણાયું. એની "સહનશીલતા"એને મજબૂર કરી રહીછે. એણે મનમાં વિચાર કર્યો કે હું મારાં આવનાર બાળક માટે ગમેતેવી પરીસ્થીતી પણ સહન કરીશ.
એક નારીની "સહનશીલતા"એકદમ કાળજામાં પ્રગટ થઈ ગઈ.પોતાની માતાને કહ્યુંકે તું વીશાલને ફોન કરીને અહીંયા બોલાવીલે.પોતે પણ બાપ બનવાનું સાંભળીને અત્યંત ખુશ થઈ જશે.મને લાગેછેકે એપણ એટલોજ વીહવળ બનીને પીતા બનવાની ખુશી પ્રગટ કરશે.પરંતુ સવીતાબેને કહ્યું બેટાં ભગવાને આપણી માથે કશુંય કરવામાં બાકી નથી રાખ્યું. હું તને એક વાત કહું જોતું માનેતો ? પલકે કહ્યું હાં બોલને મમ્મી તારે પરમીશન લેવાની ક્યાં જરૂર છે. એટલે સવીતાબેને પલકને કહ્યું તું આ બાળકનું અબોર્શન કરાવી લે.કારણકે હજી એક મહીનો માંડ થયોછે.તને આવું કરવામાં જરાયે પાપ નહીં લાગે.
હવે પોતાની મમ્મીની વાત પલકને પેહલી વખત ચુભવાં લાગી. એણે કહ્યું મમ્મી તું આટલી નિર્દય ક્ઈરીતે બની ગ્ઈ.તારાં પરોપકારી જીવનમાં આવી હીનભાવના ક્ઈરીતે ઘર કરી ગ્ઈ.તું પણ એક માં છે અને છતાંય પણ તું મને મારા આવનાર બાળકને અબોર્શન માટે મને કહેછે ? પલકની વાત સાંભળીને સવીતાબેને કહ્યું બેટાં હુંતો તારી ભલાઈ માટે કહું છું.મનેતો એમકે મારી દીકરીએ નરાધમોને ઘરે જીવતી નહીં રહી શકે. મનેતો બસ તારી ચિંતા થતી હતી. નહીંતર કોણ એવી માં હોયજે પોતાની દીકરનાં પહેલાં બાળકને માટે આવું ગંભીર પગલું ભરવાનું વીચારી શકે.પહેલાંતો શું પણ એકપણ બાળક વીશે આવું કેમ વીચારે ? મનેતો તારી ચિંતા થાયછે,કોણજાણે તારે કેટલું બધું ભોગવવું પડશે ? પલક હવે પોતાની માંની વાત પણ ગમતી નથી.
"એણે કહ્યું મમ્મી હવે મારી કીસ્મતમાં જે થવાનું હતું,, એ થઈ ગયું. હું મારા બાળકની જીંદગી માત્ર મારી લીધે ખતમ નહી થવા દ્ઉ" મારું જીવન ઉજાળવાં માટે હું મારા આવનાર બાળકે કેમ મૃત્યુનાં મુખમાં ધકેલી આપું, હું એટલી સ્વાર્થી તો નથી મમ્મી.
જે હોયતે આ બધુજ ભગવાને નીર્ધાર કરી રાખ્યું હશે ! નહીંતર આટલી બધી હેરાનગતિ કરવાં છતાં પણ હું એકદિવસ મારી જાતને એ માણસથી બચાવી ન શકી,અને પરીણામ બહું મોટું આવ્યું. જે હોયતે હવે મારી જીંદગીનો ફેસલો થઈ ચુક્યો છે.(પલકે વીશાલને ફોન કર્યો)

વીશાલે ફોન ઉપાડીને કહ્યુંકે પલક મારી અને અમારા બધાની ખુબ ભુલ થઈ ગઈછે,તું અમને એકવાર માફ નહીં કરી શકે ? અને તારી પાસેથી લીધેલાં પૈસા પણ મમ્મી પપ્પા તને પાછાં આપી દેશે.કરસનકાકા આવ્યાં હતાં, એમણે કહ્યું હતુંકે તમે અમારી સાથે સંબંધ તોડી અને છૂટાછેડા લેવા માંગોછો ? હું તને કહુંછુંકે હું તને લ્ઈને શહેરમાં રહેવાં જતો રહીશ.
પલકને થયુંકે હવે કોઈપણ સંજોગોમાં વાતને સ્વીકારી લેવી જોઈએ. એણે થોડીવાર વીશાલને બધીજ વાતમાં બાંધી લીધો, ને હળવેકથી કહ્યું વીશાલ ? હું તમને એક ખુશખબર આપવાં માગુંછું.
વીશાલે કહ્યું હાં કહીદે પલક હું તૈયારછું,ખુશખબર સાંભળવાં માટે, મારા કાન તરસી ગયાંછે.કેટલાય વર્ષોથી કોઈ ખુશખબર સાંભળી નથી.
પલકે કહ્યું હું આપનાં બાળકની "માં" બનવાની છું,અને તમે એનાં પિતા બનવાનાં છો.હવે આપણે સમજી વીચારી અને કદમ ઉપાડવાં જોઈએ. કારણકે આપણી સાથે એક નવી જાન ઉછેર પામેછે,તો આપણે એનું પણ વીચારવું જોઈએ.
વીશાલ ખુશખુશાલ થઈ ગયો, એટલામાંટે નહીકે બાપ બનવાની ખુશીછે.બલકે એટલાં માટે કેમકે હવે પલક એની સાથે છુટાછેડા નહીં લે.કારણકે હવે એનો પગાર પોતાનાંજ
હાથમાં આવશે,એવી નવી આશા વીશાલનાં મનમાં જાગી.
વીશાલે કહ્યું પલક હું અત્યારે હું તને મળવા આવુંછું,બસ નીકળુંજછું. તું ફોન રાખીદે એટલે તરતજ હું ત્યાં પહોંચી શકું.(વીશાલ પોતાની બાઈક લ્ઈને પોતાની સાસરે આવવા નીકળી ગયો.)
પલકે મમ્મીને કહ્યું મમ્મી વીશાલ મને મળવા માટે આવેછે, તું અત્યારે એને કશું ખોટું લાગે એવી વાત કરીશ નહી.ક્યાક ખોટું લાગી જશેતો બાજી બગડી જશે.પલક આટલું પોતાની મમ્મીને કહીને એને થયુંકે બાજુમાં વીભાભાભીને ખુશખબર આપી આવું, ને આકાશની સાથે પણ વાત કરી લ્ઉ.પરંતુ જેવી પલક ઓશરીમાં આવી એટલે એને યાદ આવ્યુંકે વીભાભાભી અને એલોકો પણ આકાશની સાથે રહેવા માટે અમદાવાદ જતાં રહ્યાં છે. એનાં પગ જમીનમાં ગડી ગયાં. અને પોતાનાં મોઢાની રેખાઓ ચિંતિત થઈ ગઈ.
પલકને થયું લાવને વીભાભાભીને ફોનથી વાત કરી જોવું, કદાચ આકાશની સાથે પણ વાત થઈ જાય.(વીભાભાભીને ફોન કર્યો)હેલ્લો ભાભી હું પલક બોલુંછું, સામેથી ભાભીએ કહ્યું અરે ! પલક કેમ છો ? સવીતાબેન કેમ છે ? હાય હલ્લો કરીને પલકે કહ્યું ભાભી હું માં બનવાની છું. સામેથી ભાભીએ કહ્યું કોન્ગ્રેચ્યુલેશન પલક તમને ખૂબ ખૂબ અભિનંદન, થેન્કયું ભાભી પણ એક વાત કહું મને આકાશની બહુજ યાદ આવેછે,એણે કેટલાય સમયથી મારી સાથે વાત કરી નથીને તો મારું મન બહું મુંજાયાં કરે છે,ભાભી મને આકાશ સાથે વાત કરાવોને પ્લિઝ ?
વીભાભાભીએ કહ્યું પલક હું તને જરૂર આકાશ સાથે વાત કરાવેત પણ આકાશ અત્યારે ઘેર નથી.એ જયારે પણ ઘરે આવશે ત્યારે હું એની સાથે તને વાત જરૂર કરાવીશ.ચાલ હવે હું ફોન રાખુંછું,મમ્મીને મારી યાદી આપજે અમારી ચિંતા કરે નહીં. અમે બધાંજ મજામાં છીએ.
સારું પલકે કહ્યું, પોતાનાં બેઉ હાથમાં ફોનને દબાવીને પોતાનાં હ્લદયનું છલકાવતી હતી. એક ઉંડો નીસાસો નાખ્યો. અને વીચાર કર્યો, યાર આ બધું મારી સાથેજ કેમ થઈ રહ્યું છે. શું હું ભગવાનની હીટલીસ્ટમાં આવી ગઈછુંકેશું ? કોણ જાણે આબધું શું ઘટિત થઈ રહ્યુંછે.પણ હશેજે હોયતે આ બધી ઈશ્વરની માયાજછે,કોઈનું ધાર્યું ક્યાં થાયછે.એણેજે માડ્યું હશે એજ થવાનું છે. પરંતુ આકાશે મારી સાથે બહુજ અન્યાય કર્યોછે,એણે વીનાં કારણે શહેર છોડીને જતો રહ્યો,ભાગેડું મારો હાહરો અને એકપણ વખત ફોન પણ ના કર્યો. એકવખત જો ક્યાંક મળી જાયને તો હાહરાનો ટાંટીયો તોડી નાખું..... આવું મનોમન વીચારી રહીછે.......ત્યાં વીશાલ આવી ચડ્યો................ ક્રમશઃ


(પલક બેઠીછે ત્યાં જ વીશાલ આવી ચડ્યો,ઘડીભર સવીતાબેને ઉઠલાવ્યો પછી હળવેકથી સમજાવી ને પાર પાડ્યું.........જોઈશું ભાગ:-47 :- મજબૂર માં )