કીટલીથી કેફે સુધી... - 28 Anand દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કીટલીથી કેફે સુધી... - 28

કીટલીથી કેફે સુધી
આનંદ
(28)

મારા મનની તો ‘Ipsa’ જ ખરી. ‘Indubhai Parekh School Of Architecture” બોલવામા મજા નથી. સબમીશનની નેમ પ્લેટમા ‘Ipsa , Rajkot’ એટલીવાર લખ્યુ કે હવે હ્દયમા ઉતરી ગયુ.

હરીપરના પાટીયા સુધી તો માંડ રાહ જોઇ શક્યો. હરીપરથી લઇને કોલેજના રોડ સુધી મારો કીટલી રુટ છે. ફર્સ્ટયરથી જોતો આવ્યો અને અત્યારે કોલેજ પુરી થઇ ગઇ એનેય એક વર્ષ થવા આવ્યુ. બધી કીટલી એવીને એવી જ દેખાય છે. ભોલાથી લઇને કલ્પેશભાઇ અને એની બાજુમા રઘાભાઇની કીટલી એમની એમ છે. મને ફરીથી ચા પીવાની ઇચ્છા છે પણ સવારથી મે લીમીટ વટાવી દીધી છે.

કલ્પેશભાઇની કીટલી પાસે રીક્શા ઉભી રહી. મે રીક્શાવાળાને ભાડુ આપ્યુ. મે ઘડીયાળ ઉપર કરીને ટાઇમ જોયો. લગભગ ત્રણ વાગ્યા છે.

હુ થોડીવાર રસ્તા પર ઉભો રહ્યો. મારા મનમા કેવા ભાવ હાલે છે એ મને ખબર નથી. રોડ ક્રોસ કરીને કોલેજ પણ શકાય એમ છે અને મારી પાછળ ‘કલ્પેશભાઇનુ કેફે’ છે. હુ ફરીથી ફર્સ્ટયરમા આવી ગયો હોય એવુ મને લાગે છે.

મે રોડની સામે નજર કરી ત્યા મીલાન્જનુ બોર્ડ દેખાયુ. મને થયુ પહેલા કોલેજ જવુ જોઇએ. મે હાલવાનુ શરુ કર્યુ. મારા પગ આપમેળે ‘કીટલી’ બાજુ વળી ગયા.

હુ એકદમ જ ‘નર્વસ’ થઇ ગયો. જાતને સાચવવાનો મારી પાસે એક જ ઉપાય વધ્યો છે. અંદર નજર કરી તો ‘કાનો’ સગડી ઉપર નવી ચા બનાવે છે.

“લે આલે...કેટલા દીવસે દેખાણા તમે તો...” કાનો મને જોઇને એકદમ બોલ્યો. “હમણા કેમ આવતા નથી...”

“કેમ છો મજામા...” હુ બોલ્યો.
“ભાઇ વર્ષો વીતી ગયા અમારા...” મારાથી અચાનક જ કહેવાય ગયુ.

“પુરી કોલેજ એમ ને...” એણે સહજતાથી કહ્યુ.

“હા ભાઇ...ચા તો પીવડાવ હવે...” સ્ટુલ ખેંચીને મે કલ્પેશ ભાઇને અવાજ કર્યો. “શુ ક્યે પાર્ટી...”

“હોવ...મજા મજા...” કાયમની જેમ જ કલ્પેશભાઇ બોલ્યા.

મારા મજા કરવાના દીવસો તો બે વર્ષ પહેલા જ પુરા થઇ ગયા. જયારે મારી થીસીસ પુરી થઇ.

ચા નો કપ બાજુમા મુકીને મે ફોન હાથમા લીધો.

‘ફાઇનલી આજે મારે એને મળવાનુ છે...”મને ખાલી આટલુ જ ખબર છે.

એના પછીનુ મને કાઇજ ખબર નથી...

મારી ચાર વાગવાની રાહ જોઇને ત્યા બેસી રહેવા શીવાય બીજો કોઇ રસ્તો નથી...



બધી બાજુ મારી ડીજીટલ સીટ લાગેલી છે. હુ વ્હાઇટ શર્ટ પહેરીને મોડલની પાછળ ઉભો છુ. ફાઇનલ બે મોડેલ મારી સામે છે. આજુબાજુ પ્રોસેસ મોડલથી ઘેરાઇને હુ ઉભો છુ. મારી સામે છ આર્કીટેક્ટ બેઠા છે. આંખના પલકારા વગર એમની આંખોમા આંખ નાખીને હુ જોઇ રહ્યો છુ.

જ્યુરરની પાછળ લગભગ આખી કોલેજના સ્ટુડન્ટ ઉભા છે. છેલ્લી ઘડી સુધી મારો સાથ આપનારા ‘ફ્ર્રેન્ડસ’ ખડેપગે મારી સામે ઉભા છે. બધા મારી જ્યુરી પતવાની રાહ જોઇ રહયા છે.




ગઇકાલ રાતે મોડે સુધી એ બધા મારી સાથે જ હતા. મારા ના પાડવા છતા એ બધા રોકાયા. મારુ કામ લગભગ રાતના જ પુરુ થઇ ગયુ. પણ અભી અને કીશન તો ત્યા જ હતા. હાર્દિને અને શ્રેયાને મે ઘરે જવા સમજાવવા છતા માનતા નથી. હાર્દિની જીદ એકદમ નાના છોકરા જેવી જ હોય. એને સમજાવવામા જાય એટલે સવાર પડી જાય.

નક્કી એવુ થયુ કે એ બેય પણ રોકાય છે. એટલા મા ગૌરવ અને માનસી પણ આવી ગયો. બધા રોકાઇ ગયા એટલે એ બેય પણ રોકાઇ ગયા. સ્ટુડીયો પણ અમારા લીધે જાગતા થઇ ગયા છે. અંદર જોર-જોરથી ગીતો વાગે છે. આખા સ્ટુડીયોમા કચરો જ કચરો છે.
મારી જગ્યા પહેલાની જેમ અકબંધ જ છે. ત્યા જ મારા મોડેલ અને ડ્રોઇંગ્સ પડેલા છે. આમાના અડધા પ્રીન્ટ કરાવા લાઇનમા ઉભા છે. મે મારી પ્રીન્ટ દસ દીવસ પહેલા જ કરાવી લીધી છે.

“એક મીનીટ બધા સાંભળો પહેલા...આપણે હવે અડધી કલાક જેટલુ જ કામ બાકી છે...પછી શુ કરવાનુ...ખોટે-ખોટી રાત જાગવાની મજા આવે તમને બધાને...” હુ બધાની વચ્ચે જઇને બોલ્યો.

બે-ત્રણ મોડલમા ટ્રી લગાવે છે. બાકીના કોઇ નેમપ્લેટ બનાવે છે અને હાર્દિ અને અભી મીલબોર્ડથી નાના છોકરાની જેમ રમે છે.

“વાહ...હાલો એકાદ કેફેમા જઇને બેઠા...” મોકાનો ફાયદો જોઇને અભી બોલ્યો. એને ખબર છે કેફનુ નામ પડે એટલે મને રોકવાવાળુ કોઇ નથી.

“હાલો...” મે તરત લેપટોપ બંધ કરી દીધુ. “ હાલો બધા મુકો કામ ટી-પોસ્ટ જીંદાબાદ...”

“ઓ આનંદ સાયબ ક્યા હાયલા. આ કામ કોણ પુરુ કરશે...” હાર્દિએ મને રોક્યો.

“કામ પેલા પતાવો સાયબ...ચા પછીયે મળશે...” ટેગબોર્ડ પાછળથી જયલાનો અવાજ આવ્યો.

ઘણી મગજમારી કરીને એ બધાએ મને પાછો વાળી લીધો. મને થયુ કે કોઇ નાના બાળકની જેમ હુ જીદ કરી રહ્યો છુ.

“સારુ હાલો એમ કરીએ...” ઇચ્છા નહોતી તોય કહેવુ પડયુ.

ત્યાર પુરતો પ્લાન જતો કરવો પડયો. પણ મને સૌથી મોટુ દુઃખ એજ હતુ કે આવા અતરંગી માણસો સાથે રહેવાનો મોકો હવે નથી મળવાનો. કામ પુરુ કરીને રાતે ત્રણ વાગ્યે અમે સાથે ઘરે નીકળ્યા.

રસ્તામા ટી-પોસ્ટે બધાને પરાણે ચા પીવા માટે રોકી રાખ્યા. ત્યારે બધા ફટોફટ નીકળી ગયા. બધાને ખબર હતી બાકી હુ સવાર સુધી કેફે છોડવાના મુડમા નહોતો.


બીજા દીવસે સવારે હલેશા વગરની હોળી મધદરીયે તરે એમ મારુ મન હીલોળે ચઢયુ છે. હુ સવારના અંધારામા જ કોલેજ પર આવી ગયો. મારુ બધુ કામ પુરુ છે. ખાલી પીનઅપ કરીને જ્યુરી આપવા જેટલુ કામ બાકી છે.


આટલા દીવસની મહેનત પછી આજે ફાઇનલી એ દીવસ આવી ગયો. દર સેમેસ્ટરની જ્યુરી વખતે મારી જાતને કહેતો આવ્યો છુ. ‘મારી જ્યુરી બધાની પહેલા પુરી થાય તો સારુ...વહેલો નવરો તો થઇ જઉ...પછી કાઇ મગજમારીનો હોય તો રખડવા થાય...”

હવે સમય ફરી ગયો. “મારી જ્યુરી પહેલા નો પતે તો સારુ...સમયના ચક્રને મારાથી કોઇપણ સંજોગોમા રોકી શકાય એમ નથી...રખડીને શુ કામ છે...હમણા જ્યુરી આપી દઇશ એટલે બધુ પુરુ થઇ જવાનુ...” હુ દુઃખી છુ. જ્યારે બાકી બધા જ્યુરી આપીને કોલેજ પુરી થવાના હરખમા છે.

બધુ પીનઅપ તૈયાર છે. જ્યુરર ખુરશી ફેરવીને મારી સામે કરી દીધી છે. ઘણા બધા લોકો જ્યુરી આપવામા બીવે છે. મને જરાય ફરક નથી પડયો. હુ એકદમ શાંત અને ભાવહીન છુ. મને વારે-વારે સુતેલો હોય એવુ લાગે છે. મારે ધ્યાન નથી દેવુ કે દઇ નથી શકતો એની વચ્ચેનો ભેદ ભુલી ચુક્યો છુ.

મારા સાથીદારો મારી સામે ઉભા રહીને મને બેસ્ટ ઓફ લક કહી રહ્યા છે. આનંદસર આટલા વર્ષ પછી મારી જ્યુરી લેવા આવ્યા છે. કોલેજના બધા યરના સ્ટુડન્ટ અને ફેકલ્ટી મારા બોલવાની રાહ જોઇ રહ્યા છે.

મે ક્યારે બોલવાનુ શરુ કર્યુ અને ક્યારે પુરુ કર્યુ એ મને ખબર નથી. મારા ‘ડીજીટલ કેનવાસ’ પર ફાઇનલ ‘ટેબ’ આવી ગયુ છે. મારા આઇપેડમા સ્લાઇડ પુરી થઇ ગઇ.

મારી જ્યુરી પુરી થઇ ગઇ. તાળીઓનો ગળગળાટ સંભળાય છે. ત્યારે અચાનક જ જાણે મને હોશ આવ્યો હોય એમ બધી બાજુ નજર ફેરવી.

બધા જયુરર ખુરશી પરથી ઉભા થયા ત્યારે મને ખબર પડી કે મારી જ્યુરી પુરી થઇ ગઇ.

“ગુડ જોબ કીડ્...નાઇસ ટુ મીટ યુ...” જ્યુરરે મારી સાથે હાથ મીલાવીને કહ્યુ.

સામે જોયુ તો આનંદસર સામેથી આવતા દેખાયા.

“આખરે કરી દેખાડયુ દોસ્ત...” ખુશ થઇને મારી સાથે હાથ મીલાવ્યો.

બધા એક પછી એક આવીને હાથ મીલાવીને ‘કોન્ગ્રેટસ...’ કહેતા જાય છે. હુ હજી ત્યા જ ઉભો છુ. જ્યુરી કેમ પુરી થઇ એ પણ મને ખબર નથી. હુ જાણવા પ્રય્ત્ન નહી કરુ. મારી પાસે એનો જવાબ પહેલેથી છે.

કોલેજમા આટલો ખુશ ભાગ્યે જ મને કોઇએ જોયો હશે. એક પગલુ આગળ વધ્યો ત્યા બધા મારી સામે ઉભા છે.

“આજે ટી-પોસ્ટ નહી ટી-વીલા...” અભીએ ફરીથી ચાલુ કર્યુ.

“હાર્દિ...ચાલ મારવેલનુ મુવિ જોવા...” હુ હરખાઇને બોલ્યો.

“હાલો...હુ ના જ નથી કહેતી...” તરત જ એ બોલી ગઇ.

“ઓ આર્કીટેક્ટ આનંદ...હવે શુ પ્લાન...” શ્રેયા એ પુછયુ.

“અત્યારે તો ચા પીવા ચાલો કેન્ટીને...” મને રસ્તામા મળ્યા એટલા બધાને ચા પીવા લેતો ગયો.

રાત સુધી કોલેજમા ફર્યો. બધાને છેલ્લીવાર મળ્યો. બેચના બધા સાથે ફોટોસ લીધા. જયેશસાયબથી લઇને બધાને મળી આવ્યો. દેવાંગસર અને ચાંગેલા સાહેબ સાથે ફોટો પડાવ્યો. કેન્ટીનમા છેલ્લી ચા સાથે ફોટો પડાવ્યો. હુ પાછો જવા જ નહોતો માંગતો. કોઇ શરતે માનવા તૈયાર નહોતો કે આજે છેલ્લો દીવસ છે.

અંધારુ થયુ ત્યા સુધી કોલેજમા આંટા માર્યા. છેલ્લી કલાક લીંબા બાપા સાથે બેઠો રહ્યો. બે-ત્રણ વાર ચા પીધી.

રાતનો મારો કોઇ જ પ્લાન નહોતો. મારી વીચારશકિતની આડે મારી લાગણી ઘેરાઇ ગઇ છે.

બાપાને છેલ્લીવાર મળીને મારે નીકળવાનુ હતુ. મારી પહેલા અભિને એ બધા લોકો ક્યારે નીકળી ગયા એ ખબર ન પડી.

ફાઇનલી ‘ઇપ્સા નગરી’ ની સામે જોવાનો સમય આવી ગયો. મને લાગ્યુ એ જાણે મને કાંઇ કહી રહી છે.
“તમે આવ્યા અને ચાલ્યા ગયા, સામે અમારી કયા જોયુ છે.
તમને તો ખબર ય ન પડી કે કેટલુ પામ્યુ ને કેટલુ ખોયુ છે.” હુ બરોબર સાંભળી શક્યો.

‘ઇપ્સામા મારુ દીલ છે અને મારા દીલમા આ ઇપસા...” બોલ્યા વગર જ મે જવાબ આપી દીધો.
મે એક્ટીવા ચાલુ કર્યુ. આગળ હાલતો થયો. વણાંક સુધી મને અરીસા મા દેખાતી રહી.

એમ.ટી.વી.થી આગળ મને ઉભુ રહેવાનુ મન થયુ. હુ બ્રેક મારવા ગયો ત્યા આગળ રસ્તા વચ્ચે ઉભેલો અભીને જોયો. એને મને રોક્યો. મે પુછયુ પણ એને જવાબ ન આપ્યો. મારી પાસેથી એક્ટીવાનુ હેન્ડલ લઇ ટી-પોસ્ટની સામે ઉભુ રાખ્યુ.

હુ નીચે ઉતર્યો ત્યા મારા પાસેથી કોઇએ સામાન લઇ લીધો. તરત મારી આંખ પર કોઇએ કાળી પટ્ટી બાંધી દીધી. હુ કાઇ બોલુ એ પહેલા મારા ખભ્ભે હાથ રાખીને કોઇ સીડીથી ઉપર લઇ ગયુ. આજુબાજુથી અવાજ આવતો અચાનક જ બંધ થઇ ગયો.

હુ પટ્ટી ખોલવા માંગતો હતો તોય ખોલી ન શક્યો. થોડી જ સેકન્ડમા મારી આંખની પટ્ટી ખુલી અને એકદમ મ્યુઝીક વાગવા લાગ્યુ. મારી આંખ સામે એકદમ અજવાળુ આવ્યુ. મને સામે દેખાયુ ત્યા મારી ફરતે બધા મને ઘેરીને ઉભા છે. બધા એકદમ જ અવાજ કરવા લાગ્યા. મારી સામે ચાના કપના આકારની કેક પડેલી છે. બધા મારી સામે જોઇ રહ્યા છે. મને ‘કોન્ગ્રેટસ’ કહી રહ્યા છે.

બધા જ મારી રાહ જોઇને ઉભા છે. ફાઇનલી મે કેક કાપી એટલે કપમાથી ધુમાડા નીકળા. બધા એટલા રાજી હતા કે કોઇ પાર નહોતો. હુ એ બધા માટે ખુશ હતો.

“ચા ક્યા છે અભી...” મે તરત જ કહ્યુ. મને જાણે ખબર જ હતી કે ચા તો એને મંગાવીને જ રાખી હશે.

“ભાઇ લઇ આવો...” એને રાળ પાડી અને દસ અલગ-અલગ જાતની ચા આવી.

હુ એક કીટલી ઉપાડવા ગયો. ત્યા હાર્દિ અને શ્રેયા એ મને રોક્યો.

એ બેય એ દસ અલગ-અલગ કપ ભરીને મારી સામે મુક્યા.

બધાએ મને એકસાથે પી જવાની ડેર આપી.

હુ એકપછી એક બધા કપ પી ગયો.

“સરપ્રાઇઝ પાર્ટી માટે બધાને થેંન્કસ દીલથી યાર...મારી પાસે બીજા કોઇ શબ્દો નથી...” હુ બોલ્યો.

“હુ લાવી આપુ...જો હમણા આવશે શબ્દો...” હાર્દિ મને પકડી પાડવા જાણે તૈયાર જ હતી. “એક ડેર આપુ...”

“વીચારને કઉ...” મે કહ્યુ.

‘ડેર’ સાંભળીને જ મને થોડી બીક લાગી. એની ડેર કેટલી ઇમોશનલ હોય એ મને બીજા બધા કરતા વધારે સારી રીતે ખબર છે.

બાકી બધા પણ એની સાથે ચઢી બેઠા.

“Nirvani માટે જે પહેલી કવિતા લખી હોય ને એ વાંચીને સંભળાવો...” મારી સામે જોઇને તરત જ એ બોલી ગઇ.

બધા જીદ કરવા લાગ્યા એટલે ફાઇનલી મે હા પાડી.

“જીંદગી ચલાવે, દોડાવે અને ઉડાવે છે...
પણ હ્દયના ધબકાર તો આંગળી પકડનાર જ ચડાવે છે...” મે આંખ બંધ કરી અને એને મારી આંખ સામે જોઇ શક્યો.

બધા એકધારી તાળીઓ પાડવા લાગ્યા. અભિ અને ગૌરવ સીટી વગાડવા લાગ્યા.



મોડી રાત સુધી અમે બધા બેઠા રહ્યા. ચા પીતા રહ્યા.

મને ફાઇનલી ફેરવેલ મળી ગઇ.

હાર્દી...શ્રેયા...માનસી...અભી...કિશન...ગૌરવ...મારી છેલ્લી ‘ચા’ના પાર્ટનર બન્યા.

“છેલ્લા દીવસે મને ‘કીટલીથી કેફે સુધી...’ લઇ આવ્યા ખરા...” મે જોરથી કહ્યુ.

“યસ...આ કપ Ar. Anand… અને Ar. Nirvani ને નામ...” કહીને કપ ઉંચો કર્યો. ગ્રુપ ફોટો પડયો. અત્યાર સુધીમા તો ‘આનંદની સફર...’ વીશે આ બધાને ખબર પડી ગઇ. ‘Nirvani’ કોણ છે એ બધા મારા કરતા વધારે સારી રીતે જાણે છે.

મે ફરી એક ચા મંગાવી અને ‘Nirvani…’ ના વીચારમા ખોવાયો.
(ક્રમશ:)