જેવી રિતે આપણે અગાઉ જોઈ ગયા કે રાજુ દારૂ પીવા માટે પરિવારને અચાનક થાપ આપીને હુરિયાના અડ્ડેં પહોંચી ગયો હતો, તે પણ પોતાની બૂન અને પત્ની ને છેતરીને દારૂ પીવામાં બરાબર વ્યસ્ત હતો. જાણે ઘણા દન પછી દારૂ પીવા મળ્યો હોય તેમ પોતાને માની રહ્યો હતો. પણ તેને જરા ખબર નહોતી કે પરિવાર ને આંખોમાં અદૃશ્યની ધૂળ વધારે સમય સુધી ટકી શકતી નથી. તે ખંખેરાઈ જાય ત્યારે સત્યનું સચોટ પ્રતિબિંબ કાચમાં દેખાડે છે. એટલે જ્યારે કાન્તા અને તેની પત્ની રાજુ અને હૂરિયાને ખરી ખોટી જબરદસ્ત વાક્ય યુદ્ધ છંછેડી દે છે. જાણે કંઈ વરસોનો બદલો લેતી હોય તેવું લાગી રહ્યું હતું. તે પણ રાજુને સુધારવા માટે પ્રયત્ન હતો.
હવે રાજુ પોતાની જાતને જેમતેમ કરીને ઘર તરફ જવા લથડીયા ખાઈ રહ્યો હતો. તે જોઈને ત્યાં હાજર પત્ની એ કહ્યુંઃ " જોયું ને કોન્તા.. બૂન..!!
" આ મારો ધણી એક નંબરનો દારૂડિયો બની ગયો છે. તે પણ કોઈની પરવા કર્યા વગર બેફામ દારૂ ઢીંચી રહ્યો છે એ પણ આખા ગામમાં અને સગાં સંબંધિમાં આબરૂના લીરાલીરી કરી નાખ્યા છે. "
" તું.. જરા ચિંતા ના કર હું.. કાલે જ રાજુને દારુ છોડવા માટે મારે પિયર અર્થાત રાજસ્થાન લઈ જવું છું ?"
" હા..કેમ નહીં અવશ્ય કાન્તા બૂન.. કદાચ તમારી પાસે રહેવાથી રાજુ સુધરી જાય નહિંતર.. આમને આમ ક્યાંક પડીને મરી જશે તો આખો પરિવાર નિરાધાર બની જશે. "
" ભાભી.. આવું અશુભ ના બોલો. "
"કેમ નહી કાન્તા.. બૂન..!!"
વળતો જવાબ આપતાં કાન્તા એ કહ્યુંઃ " ભાભી આવા ધારદાર વેણ કદાચ હાસા ના પડી જાય એટલા માટે હું.. તમને ભાર પુર્વક કહેતી હતી."
" હા..ભલે આ વાત છોડો કારણ કે રાજુ દારૂ કેવી રીતે છોડે તેનો ઉપાય શોધવો તે વધારે મહત્વ છે. નહિતર વારંવાર પરિવારનો વિશ્વાસ તોડવો તે રાજુનો નિત્યક્રમ થઈ ગયો છે તે પણ આગળ, પાછળ જરા પણ વિચાર કર્યા વગર.."
એટલામાં કાન્તા એ આમતેમ નજર ફેરવીને જોયું તો આ રાજુ ક્યાં દેખાતો નથી આપણી સાથે હેડતો હતો.અને પછી ક્યાં તરત નજર ચૂકવીને છટકી ગયો. તે પણ આટલી ઉતાવળે ફરીથી દારૂ પીવા માટે જતો રહ્યો તો નથી ને... આમ વિચાર કરતાં કાન્તા એ પૂછ્યુંઃ " ભાભી.. આ રાજ્યો હાલ તો આપણી સંગાથે હતો અને ફરીથી કંઈ બાજુ ગયો ?"
પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યુંઃ " કાન્તા.. બૂન તમે જરા ચિંતા ના કરો. "
" હું.. કેમ ચિંતા ના કરું..? કેમ કે રાજુ મારો ભંઈ ને..!"
" કાન્તા.. બૂન તમને ખબર નથી મારો ધણી સીધી પગ વાટ પકડીને આપણા પહેલાં સીધો ઘર પહોંચી જશે એ પણ જાણે દારૂ પીવા માટે ક્યારેય ગયો ન હોય તે ઢોંગ કરવા માટે"
" કેમ..??"
" કાન્તા બૂન.. તમને ખબર નથી કેમ ? "
"ના..ભાભી ના..!"
" એટલા માટે કે ચોરની ચોરી ના પકડાઈ જાય તે માટે ખાલી દેખાવો કરશે."
" મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી રાજુ ભંઈ.. પહેલાં આવા નકામા બાના કે નખરા નહોતા કરતા, કદાચ આ દારૂ પીવાની લતને કારણે આવું પરિણામ સંભવી શકે. "
" કાન્તા..બૂન આ બધું બૂરી સંગત કે આસપાસના વાતાવરણની અસર જણાય છે. "
આમને આમ વાતો કરતી બંને જણી ઘરે આવી પહોંચી, પણ ઘરના ખાટલા પર રાજુના ના દેખાયો એટલે ઉતાવળમાં કાન્તા એ પૂછ્યુંઃ " બા..ઓ.. બા..!! આ રાજ્યોં હજી સુધી ઘરે નથી આવ્યોં કેમ. ? "
અચાનક કાન્તાનો તીખો અવાજ કાને સાંભળીને ઘરમાંથી બહાર આવીને કહ્યુંઃ " કાન્તા.. શું થયું ? આટલી બૂમ કેમ પાડે છે ? "
" બા..આ રાજ્યોં ઘરે આવ્યો કે નહિ ? "
" હા..કાન્તા રાજુ ઘરે સાવ પીધેલી હાલતમાં જેમતેમ કરીને આવી શક્યો છે."
" બા..હાલ તે ક્યાં છે ? "
" એ તો ઘરની પાછળ જઈને જોર જોરથી વારંવાર ઊલટીઓ કરી છે. "
" જોયું ને કાન્તા..બૂન તમારો ભંઈ.. કેવું દારૂ પીવાનું અને પરિવારને હેરાન કરવાનું કામ કરે છે. "
" તમે બધા જરા પણ ચિંતા ના કરો કારણ કે હું.. કાલે જ રાજુને મારી સાથે રાજસ્થાન લઈ જાઉં છું ? "
" હા..કેમ નહિ કાન્તા તું.. જરૂર રાજુને તારી સાથે લઈ જાય કદાચ ત્યાં કોઈ દારૂ છોડવાનું કાર્ય કરતું હોય તો તેની પાસે લઈ જઈને રાજુને દારૂ છોડવાનું અવશ્ય કામ કરજે હોનેં..!!
" હા.. બા એટલા માટે હું રાજુને મારી સાથે લઈ જવાની વાત કરું છું. નહિતર એ સુધરે નહીં. તો એક દિવસે તે આમ અને આમ પરિવારને રઝળપાટ મૂકીને મરી જશે. "
હવે સમય પણ પાણીને જેમ વહી રહ્યો હતો. પણ રાજુને આનાથી જરા પણ ફરક પડવાનો ન હતો. કારણ કે તે દેશી દારૂનો ગુલામ બની ગયો હતો. એટલે તેના વગર જરા પણ ચાલે તેમ નહોતું , તેથી તે કંઈ વાર ખાધા વગર પણ ઊંઘી જતો હતો. જેના લીધે તેની હાલત એકદમ કમજોર થઈ ગઈ હતી.એટલે બધા ચિંતાતુર બને તે સ્વભાવિક હતું.
--- શેખર ખરાડી ઈડરિયા
( please wait & woche next chapter-14 )