Comfort - 10 books and stories free download online pdf in Gujarati

દિલાસો - 10

રાજુ ચાયના ઘૂટડા પીવામાં બરાબર વ્યસ્ત હતો. એટલામાં જ તેની પત્ની હેન્ડપંપ પરથી પાણી લઈને આવી છે તેને જોઈને રાજુ ઘબરાયેલો જણાતો હતો. તેના મનમાં ક્યાંક ડર છૂપાઈને બેઠો હતો. કે તેની પત્ની તેના પર આજ બરાબર ગુસ્સે થઈ જશે તો તેનું ચોક્કસ આવી બન્યું .
એટલામાં તેની પત્ની એ બોલી " જરા આ ગઢો માટલામાં રેડી દો...! "

રાજુ કાંઈ બોલ્યાં વગર ચૂપચાપ ગઢો લઈને પેલા માટલામાં પાણી રેડવા લાગ્યો. કારણ કે તે બરાબર ગૂનામાં હતો તેથી તે જે કામ બતાવ્યું છે તે કરવામાં જ ભલાઈ મારી રહેલી છે એમ માનતો. કારણ કે એ કાંઈ બોલે તો એનું આવી બન્યું.

એટલામાં જ તેની માં.. એ કહ્યું " અલ્યા રાજુ તું તો કાલે જોગણી માતાના મંદિરથી લઘુશંકાનું બહાનું કાઢીને ક્યો ચટકી ગયો ? અમે તો તારી વાટ જોઇને થાકી ગયા તોપણ તું આવ્યો નહીં એટલે છેવટે થાકીને પાછા ઘેર આવી ગયા."

આ સાંભળીને રાજુ સાવ મૂંગો બની ગયો જાણે કાંઈ સાંભળ્યું ન હોય તેમ ઢોંગ કરવા લાગ્યો. એટલામાં જ તેની પત્નીએ કહ્યું " જોયુંને માં.. આ દારૂડિયો સાવ ભોળો બનીને બેસી રહ્યો છે જાણે તેને કોઈ ભૂલ ન કરી હોય તેમ દેખાવો કરી રહ્યો છે."



" વહુ તારું કહેવું એકદમ હાચું છે આ રાજુને તો ન માં ની પરવા રહી , ન પત્નીની ચિંતા રહી, ન ચાર વર્ષના છોરાની એને તો બસ પોતાનું મન ફાવે તેમ કરવા લાગ્યો."

પત્ની: " એને કે થોડું પણ ભાન છે કે જવાબદારી કોને કહેવાય એને તો બસ પોતાનું મન ફાવે તેમ કરે છે. નહીંતર એક જવાબદારી માનસ તરીકે પોતાના પરિવાર તરફ હંમેશા હૂંફ અને લાગણી ભર્યું ધ્યાન આપ્યું હોત."

" રાજુ તને કેટલી વાર કહેવું હવે તો બતાવ કાલે ક્યો જતો રહ્યો હતો ? રાજુએ એકદમ દબાયેલા અવાજે કહ્યું " હું તો મારા જુનો મિત્ર જીવાને ઘરે ગયો હતો. "

" સાલા તને.. ખબર ન હતી કે શું આપણે જોગણી માતાના મંદિરે આવ્યા હતા એ પણ તારા દારૂ છોડવાનો બોલ લેવા માટે તોપણ તું અમને બતાવ્યા વગર ચટકી ગયો. હવે પાછળથી જાતપાતાના વાતના રોદણા રોવે છે. "

" ના.. માં... હું તો મૂતરીને પા઼છો જ આવવાનો હતો પણ વાટમાં ડુંગર પર જઈને સૂકા લાકડા લઈને પાછો આવતો (ફરેલો) જીવો મળી ગયો એટલે તે પોતાના સાથે ઘરે લઈ જવા માટે પ્રેમ ભરી વિનંતી કરવા લાગ્યો કારણ એ ત્રણ-ચાર વર્ષ પછી એ મને ભેટો થયો હતો એટલે દોસ્તારનું માન તો રાખવું જ પડે ને ? "

આવો મોકો જોઈને તેની માં..એ તેને લગતું કહ્યુ " દોસ્તારનું તું અાટલું બધુ માન રાખે.. કદાચ એટલે જ વાતની માન પત્ની અને માં.. ની રાખતો હોત તો તું આજના સમયમાં હારો માણતા હોત. "

માં..ની આવી ધારીયા જેવી ધારદાર વાત સાંભળીને રાજુ સ્તબ્ધ રહી ગયો કારણ કે તે ભૂલમાં હતો એટલે તેને લાગ્યું કે મારી વાતની ચોરી પકડાઈ ગઈ છે એટલે માં.. આવી વાતો કરે છે.


પત્ની: " જોયું ને માં સાવ બનાવટી જૂઠું બોલે છે એ પણ પકડાઈ જાય એવું તો એને ડર જ નથી ? "

" તું.. તો મારી જાસૂસી કરતી હોય એવું લાગે છે. "

" બસ હવે તમે રહેવા દો વધારે જૂઠું બોલવાનું અને દારૂ પીવાનું જરા ભાનમાં આવી જાઓ હજી પણ સુધરવાનો ઘણો ટેમે બાકી છે."

" તું તો મારી આગળ પાછળ ભૂત બની આવતી હોય એવું લાગે..! "
" હા.. રાજુ હું તો તારી પત્ની બનીને હાચું ભૂત જેવી બની ગઈ છું ? એટલે તારી આગળ પાછળ પડછાયો બની જ્યાં ત્યાં ભટક્યા કરું છું ? નહીંતર કોઈક બીજા જોડે લગન કર્યાં હોત આજ આવા કાળા દન તો ન જોવા પડેત પણ સુખના ખોળે આનંદ તો મળતો હોત. પણ હવે શું થાય પ્રેમમાં આંધળી બનીને હું આ દારૂડીયાની રહેવા ભાગી આવી એ પણ સમાજ અને પોતાના સંબંધોની પરવા કર્યા વગર પહેરેલા એક કપડે ? એજ મારી મોટી ભૂલ થઈ ગઈ હવે શું થાય."

" વહુ હવે રહેવા દે.. આ રાજુને કંઈ પણ વાત કરવી એ ' લીલાછમ ડુંગરમાં પગ વાટ ગોતવા જેવી છે '. "

એટલામાં જ ડુંગરપુથી ( રાજસ્થાન ) રાજુની બેન કાન્તા ઘરે પરોણા આવી પહોંચે છે. જેને જોઈને બધા વાતો કરવાના બંધ થઈ જાય છે અને તરતજ એકદમ સાથે પ્રેમ પુર્વક બોલીને રોમ રોમ (સીતારામ ) કરે છે.

" શાન્તા... ઘણા મહિના પછી તારા બાની ખબર અંતર લેવા આવી કે શું .. ?"

" એવું નથી બા.. મને ટેમ મળે ત્યારે આવું ને. "

" કેમ જમાઈ ઘર પર નથી ? "

" ના બા.. એતો ક્યારના બાસવાડામાં ઈંટો પાડવા ગયા ને. "

" તો ક્યારેક ક્યારેક જમાઈ ઘરે આવતા હશે ? "

" ના બા.. એતો બે મહિના ભરીને છૂટ્ટી પર આવે.! "

" હા.. ભલે પણ તારા છોરાં શું કરે છે."

" એ બેએ સ્કૂલે ભણવા જાય છે. "

" અલી વહુ હું તો વાતો વાતોમાં ખાવાનું કહેવાનું ભૂલી ગઈ એટલે તું ફટાફટ ખાવાનું રાંધી દે ... "

" હા માઁ.. હું હાલ ખાવાનું બનાવી દઉ..!" કહીને ઘરમાં રાંધવાની તૈયારી કરવા લાગી. બીજી બાજુ ખાટલા પર રાજુ ચૂપચાપ વાતો સાંભળી રહ્યો હતો.

( પ્લીઝ વેટ નેક્સ્ટ ચેપ્ટર - ૧૧ )

- શેખર ખરાડી ઈડરિયા








બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED