દિલાસો - 6 shekhar kharadi Idriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલાસો - 6

અગાઉ આપણે દિલાસો 5 ના પ્રકાશમાં જોઈ ગયા કે રાજુને માતાજીના સોગંદ લેવડાવા માટે જોગણી માંના મંદિરે લઈને તેની પત્ની અને તેની બા સાથે જાય છે, પણ જેવું માતાજી નું મંદિર નજીક જોઈને રાજુ બાનું કાઢે છે. કે તેને લઘુશંકા કરવી છે. એટલે તે ઝાડીની પાછળ જવા લાગ્યો, જાણે તે પોતાને આ આફતમાંથી બચાવી હોય, તેમ થોડી રાહત અનુભવે છે ,

બીજી બાજુ વહુ એ કહ્યું " માં આ મારો ધણી લઘુશંકાનું બાનું કાઢીને ચટકી ગયો. અર્થાત્ નાસી ગયો ? "

" વહુ તું ખોટી ચિંતા ન કર.. એ હાલ આવશે . "

" માં હવે તમે ખાલી ' દિલાસો ' આપવાનું રહેવા દો, તમે હારી રીતે રાજુને જાણો છો. કે રાજુને દારૂ વગર જરા પણ ચાલતું નથી, તે દારૂ પાછળ રાત, દન રઘવાયો બની રખડે છે "

" વહુ આ રાજુ આપણે બેને છેતરીને ફરીથી એ દારૂની ભઠ્ઠીએ નથી ગયો ને.. ? "

" અવશ્ય માં એ દારૂ પીવા માટે નાસી ગયો હોય ને..! "

બીજી તરફ રાજુ ઝાડના સહારે એકાદ કિલોમીટર દૂર જીવાના અડ્ડે આવી ગયો હતો. જ્યાં દારૂ બનાવવાની દેશી ભઠ્ઠી ધમધમાટ ધમધમતી હતી. આ જોઈને રાજુ મનમાં મલકાતો હતો. જાણે દારૂની સુગંધ એને પીવા માટે લલચાવી રહી હતી. એની સાથે ગળું પણ આકળ વિકળ બની તરસ્યું બન્યું હતું. અચાનક રાજુને જોઈને ડિલર ધનજી એ કહ્યું " અરે રાજુ આજે અા ડુંગરના ઓથે લાકડા લેવા આવ્યો કે કેમ ?"

"ના.. ભઈ હું તો દેશી દવા લેવા આવ્યો છું ? "

આ સાંભળીને હસતા મોઢે ધનજી એ કહ્યું " વાહ.. રાજુ તું ક્યારનો ડોક્ટર બની ગયો. એ પણ દેશ મુળાડાનો જાણકાર.."

" ના.. ધનજી હું તો બસ એક ઘરાક માટે દેશી દવા લેવા માટે આવ્યો હતો. "

" હા..ભલે જરા અમને પણ દેશી ઈલાજ વિશે શીખવાડ ને "

બીજી તરફ રાજુની પત્ની અને તેની માં રાહ જોઈ જોઈને થાકી ગઈ તો પણ રાજુના કોઈ અતોપતો ન હતો. હવે દન પણ માથા પર આવી ગયો હતો. એટલે બપોર નો ટેમ થઈ ગયો હતો. તેથી વહુ એ કહ્યું " માં હવે રાજુ ના આવે કારણ કે તે દારૂ પીવા માટે જતો રહ્યો હશે. "

" વહુ તારી વાત હાચી. જેના વિશે આપણે લાંબી રાહ જોઈ રહ્યા છીએ તે આપણી જરા પણ પરવા નથી કરતો. એ કેવી કડવી વાસ્તવિકતા છે. જેને પોતાનું મન જરા પણ સ્વીકારવા તૈયાર નથી, કારણ આપણા હુંફ અને લાગણીના સંબંધો તેની સાથે જોડાયેલા છે. એટલે જ તેની આટલી બધી ચિંતા વારંવાર થાય ને.. નહીંતર પારકા શું જાણે સંબંધોની ભાષા ? "

" બહુ સરસ માં ઘણા દન પછી કાનને સારી વાત સાંભળી છે, નહીંતર રાજુના વિશે ભલામણ ભરી વાતો સાંભળીને હું થાકી ગઈ હતી. "

વહુ હવે તું સાસુ નો વખાણ કરવાનું રહવા દે, હવે આપણે ઘેર જતા રહી એ કારણ કે રાજુ બરાબર દારૂ ઢીચીને છેવટે હાજે ઘરે જરૂર આવશે ? "

" હા,.. માં આપણે જોગણી માતાજીના મંદિરે દિવા બત્તી કરી દીધી છે. એટલે રાજુ ની વધારે પડતી રાહ દેખવી તે નકામી છે અેટલે ઘરે પાછા ફરવું જોઇને .. "

એટલામાં બીજી તરફ રાજુ જીવાના અડ્ડા પર ડિલર ધનજી સાથે દારૂ પીતો હતો. એટલામાં તેની નજર ૫૦૦ લીટર પ્લાસ્ટિકના સેટેક્સ પર પડી જેની અંદર દેશી મહુડીના સુકા ફુલ અને નિમ્ન કક્ષાનો ગોળ પાણી સાથે ભેળસેળ કરીને ભરેલા હતા. જે પરસ્પર રાસાયણિક પ્રક્રિયાને લીધે ફદ.. ફદી રહ્યા હતા. એટલે રાજુ એ પૂછયું " અલા ધનજી હવે માટલાની જગ્યાએ પ્લાસ્ટિક મોટી ટાંકીમાં દારૂનું કાચું મિશ્રણ તૈયાર કરો છો ? "

" તને નથી ખબર કે શહેરમાં દેશી દારૂની પુષ્કળ માંગ છે. તેને પહોંચી વળવા માટે આ નવતર પ્રયોગ કર્યો છે. પણ તે જોઇએ એટલો હારો દારૂ હોતો નથી. બસ તેને વેચીને પૈસા મળવા જોઈએ. "

" શહેર વાળા આનો વિરોધ નથી કરતા . કે આ દારૂ હારો નથી કે વધારે ખાટાનો સ્વાદ લાગે છે ?"

" રાજુ શહેરમાં મોટાપાયે દેશી અડ્ડાઓ પર ખુલ્લેઆમ દારૂ વેંચાઈ રહ્યો છે. તે પણ આપણા પાસેથી સ્પેશ્યલ દારૂ લઇ જઇને તેઓ સળી મારીને ડબલ બનાવે છે. એ પણ કમાણીમાંથી નફો રળવાનો જબરદસ્ત ખેલ છે. "

" કહેવાય છે ગુજરાતમાં દારૂ બંધી છે ? "

રાજુ એ તો કહેવાય ખાતર છે. કારણ કે ખુદ કાનૂન રખેવાળ બુટલેગરોના ગુલામ બની ગયા છે. જે મને મહિનો થયો નહીં કે હપ્તા લેવા દોડી આવે છે. "

" એટલે જ ધનજી ગુજરાતમાં બુટલેગરો બેફામ બન્યા છે. જાણે કાયદા ને એ પોતાનું પિયર અને સાસરિયું માને છે. પછી તો આમ જનતા ઝેરી દારૂ પઈ પઈને મૌતનો શિકાર બને છે, તે પણ અમદાવાદ જેવા મોટા શહેરોમાં લઠ્ઠાકાંડ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તો પણ કોના બાપની પડી હોય છે ? "

" રાજુ બધુ કહેવાય ખાતર છે આ બધા રાજકારણીઓના રાજ રમત કહેવાય. તેની વચ્ચે ભોળી જનતા પિલાઈ રહી છે. "

" જેની પાસે મની પાવર હોય તે ધારે તે કાર્ય કરી શકે. પછી તે હારુ કે ખોટું કામ હોય તોપણ તે અવશ્ય પુરું થઈ જાય. ! "

( વધુ સ્ટોરી ક્રમશઃ )

---- શેખર ખરાડી ઈડરિયા